ભુખ

(૧) અંજીર ખાવાથી જઠર સતેજ બને છે તેથી ભુખ સારી લાગે છે.

(૨) આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી અગ્ની પ્રદીપ્ત થઈ મુખની શુદ્ધી કરે છે.

(૩) પપૈયું ખાવાથી ભુખ ઉઘડે છે.

(૪) પાચન શક્તી મંદ હોય અને ભુખ લાગતી ન હોય તો થોડા દીવસ રોજ સવારે ચોસઠ પ્રહરી પીપરનું મધ સાથે સેવન કરવું.  કફના રોગો, શ્વાસ અને શરદીમાં પણ એ હીતાવહ છે.

(૫) બી કાઢેલી દ્રાક્ષ ૨૦ ગ્રામ ખાઈને ઉપર ૨૫૦ મી.લી. દુધ પીવાથી ભુખ ઉઘડે છે.

(૬) ભોજનના એક કલાક પહેલાં થોડું ગરમ પાણી પીવાથી ભુખ લાગે છે અને પાચનશક્તી વધે છે.

(૭) દરરોજ સવાર-સાંજ લવીંગનું બારીક ચુર્ણ મધ સાથે ૧-૧ ચમચી લેવાથી ભુખ ઉઘડે છે. લવીંગ ગરમ હોવાથી ભુખ ઉઘડ્યા પછી પ્રયોગ બંધ કરવો.

ટૅગ્સ: , , , ,

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.