મરડો

ઉપચારોનિષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહિતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) કાચી કે પાકી કેરીની છાલ છુંદીને-વાટીને અથવા સુકવેલી છાલનો પાઉડર મધ સાથે જરુરી પ્રમાણમાં દીવસમાં ત્રણ-ચાર વખત લેવાથી મરડો મટે છે.

(૨) ખજુરના નાના નાના ટુકડા કરી અથવા વાટીને દહીંમાં નાખી રાયતું બનાવવું. તેમાં નમક, મરચું, આદુ, મરી વગેરે પણ નાખી શકાય. આવું રાયતું દીવસમાં ચારેક વખત ૧-૧ વાડકી જેટલું ખાવાથી મરડો મટી જાય છે.

(૩) કુટજારીષ્ટ ૩-૩ ચમચી દીવસમાં ત્રણ વાર, કુટજ ઘનવટી, સંજીવનીવટી અને ચીત્રકાદીવટી દરેકની ૧-૧ ગોળી દીવસમાં ત્રણ વાર મોળી છાસ સાથે લેવી. લવણ ભાસ્કર ચુર્ણ ૧-૧ ચમચી સવાર-સાંજ લેવું અને સાદો ખોરાક લેવાથી મરડો મટે છે.

(૪)  બાવળની ૧૦૦ ગ્રામ તાજી કુણી શીંગને ૨૫ ગ્રામ ફુલાવેલી ફટકડી સાથે ખરલમાં ખુબ ઘુંટી–લસોટી ચણાના મોટા દાણા જેવડી ગોળી બનાવવી. ૨-૨ ગોળી સવાર-સાંજ લેવાથી ખુબ જુનો આમયુક્ત મરડો મટે છે. (બજારમાં મળતી ફટકડી લાવી, બરાબર ધોઈ, તાવડી-કલાડીમાં ધીમા તાપે ગરમ કરવાથી ઓગળી જશે. પછી સહેજ વધારે ગરમ કરવાથી પાણીનો ભાગ ઉડી જવાથી પતાસુ બની જશે. આ થઈ ફુલાવેલી ફટકડી. ઔષધમાં ફુલાવેલી ફટકડી જ વપરાય છે.) ઉપરાંત અડધી ચમચી કડાછાલનું ચુર્ણ એક કપ તાજા મોળા દહીંમાં મેળવી સવાર-સાંજ ખાવું. તીખી, તળેલી ચીજો, અથાણાં પાપડ અને ઠંડી વાસી ચીજો બંધ કરવી.  આ ઉપચાર સળંગ આઠ દીવસથી વધારે કરવો નહીં.

(૫) ચુનો શુદ્ધ કરી ૨૪ કલાક પાણીમાં પલાળી રાખવો. પછી એ ચુનાનું નીતર્યું પાણી જુદુ પાડવું. આ પાણીમાં સહેજ ગરમ ઘી મેળવી એકાદ ગ્લાસ દીવસમાં બેત્રણ વખત પીવાથી મરડો મટી જાય છે.

(૬) એક ગ્લાસ પાણીમાં ૧ લીંબુનો રસ નીચોવી ધીમે ધીમે પી જવું. દર બે ત્રણ કલાકના અંતરે નીયમીત પીવાથી કોઈ પણ પ્રકારનો મરડો મટી જાય છે.

(૭) એક પાકા લીંબુને ગરમ કરી, રસ કાઢી તેમાં સીંધવ અને ખાંડ મેળવી પીવાથી પીત્તજન્ય મરડો મટે છે.

(૮) કેળાં લીંબુ સાથે ખાવાથી મરડો મટે છે અને ખોરાક જલદી પચે છે.

(૯) દહીંમાં કેળાં મેળવીને ખાવાથી મરડો અને ઝાડા મટે છે.

(૧૦) ગાયનું દુધ અને પાણી સરખે ભાગે લઈ માત્ર દુધ બાકી રહે ત્યાં સુધી ઉકાળી પીવાથી મરડો મટે છે.

(૧૧) જાંબુડીની છાલનો ૨૦ ગ્રામ ઉકાળો મધ મેળવી પીવાથી મરડો મટે છે.

(૧૨) જાંબુના ઠળીયા અને કેરીની ગોટલીનું સમભાગે ચુર્ણ છાસ સાથે ૧-૧ ચમચી સવાર, બપોર, સાંજ લેવાથી પેટની ચુંક તથા જુનો મરડો મટે છે.

(૧૩) તજનું ૧.૫ ગ્રામ ચુર્ણ ગરમ પાણીમાં લેવાથી મરડો મટે છે.

(૧૪) તાજી છાસમાં બીલીનો ગર્ભ મેળવી પીવાથી મરડો મટે છે.

(૧૫) ૫૦૦ મી.લી. પાણીમાં દાડમના ફળની છાલ ૫૦ ગ્રામ અને લવીંગનું અધકચરું ચુર્ણ ૭.૫ ગ્રામ નાખી ઢાંકણ ઢાંકી ૧૫ મીનીટ ઉકાળી ઠંડુ થાય ત્યારે ગાળી દીવસમાં ત્રણ વાર ૨૫-૫૦ ગ્રામ જેટલું પીવાથી નવો અતીસાર અને નવો મરડો દુર થાય છે.

(૧૬) મરીનું બારીક ચુર્ણ મધમાં ચાટી ઉપર છાસ પીવાથી કે એકલી છાસમાં મરીનું ચુર્ણ નાખી પીવાથી મરડો મટે છે.

(૧૭)  માખણ, મધ અને ખડી સાકર ખાવાથી મરડો મટે છે.

(૧૮) મીઠા લીમડાનાં પાન ચાવીને ખાવાથી મરડો મટે છે.

(૧૯) મેથીનો લોટ દહીંમાં કાલવીને ખાવાથી મરડો મટે છે.

(૨૦) મેથીની ભાજીના રસમાં કાળી દ્રાક્ષ મેળવીને પીવાથી મરડો મટે છે.

(૨૧) રોજ ગરમ પાણી સાથે સુંઠ ફાકવાથી કે સુંઠનો ઉકાળો બનાવી રુપીયાભાર એરંડીયું નાખી પીવાથી મરડો મટે છે.

(૨૨) જુના મરડાને સંગ્રહણી કહે છે. એનું ચમત્કારી ઔષધ તે બજારમાં મળતું લવણ ભાસ્કર ચુર્ણ, દરરોજ ૧-૧ ચમચી સવાર, બપોર, સાંજ વરીયાળીના અર્ક સાથે લેવું. ગમે તેવો જુનો અને દુસાધ્ય મરડો પણ મટી જાય છે.

(૨૩) દર ચારેક કલાકે ૧ ચમચો આખી કે ચુર્ણ રુપમાં મેથી પાણી સાથે લેવાથી મરડાની ફરીયાદ ઝડપથી કોઈ પણ જાતની દવા વીના મટી જાય છે.

(૨૪) ઈસબગુલનો પાઉડર દહીં કે છાસ સાથે દીવસમાં બે વાર લેવાથી મરડો મટે છે.

(૨૫) ખસખસ અને સાકરની ફાકી લેવાથી મરડામાં રાહત થાય છે.

(૨૬) કાચી વરીયાળી જેટલી ખાઈ શકાય તેટલી ખુબ ચાવીને દીવસમાં ચાર-પાંચ વાર ખાવાથી મરડો મટે છે.

(૨૭) કડાછાલનું ચુર્ણ દહીંમાં કાલવીને લેવાથી મરડો મટે છે.

(૨૮) ખાવામાં ભાત, દહીં અને સાકર જેટલાં લઈ શકાય તેટલાં લેવાથી અને બીજી વસ્તુઓનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવાથી થોડા દીવસોમાં મરડો મટી જાય છે.

(૨૯) બીલીના કાચા ફળનો ગર, ગોળ અને પઠાણી લોધને સરખા વજને ખાંડી મીશ્રણ કરી એક ચમચી જેટલું તલના તેલમાં સવાર-સાંજ લેવાથી મરડો મટે છે.

(૩૦) રોજ સવારે નરણે કોઠે એક ચમચી હરડે લેવાથી મરડો મટે છે.

જુનો મરડો (૧) વારંવાર મળપ્રવૃત્તીની ઈચ્છા થતી હોય, ચુંક આવીને ચીકાશયુક્ત ઝાડો થતો હોય, જેમાં આમ અને કોઈ વાર કફ અને લોહી પણ હોય તો ફુલાવેલી ફટકડી પા (૧/૪) ચમચી અડધીથી એક ચમચી કડાછાલના ચુર્ણ સાથે મીશ્ર કરી ૧૦થી ૧૫ દીવસ સવાર-સાંજ તાજી મોળી છાસ સાથે લેવાથી ફાયદો થાય છે. સાથે કુટજારીષ્ટ ત્રણથી ચાર ચમચી સવાર-સાંજ પીવો.

(૨) ઈસબગુલ એટલે કે ઓથમીજીરુ સો ગ્રામ, મુગલાઈ બેદાણા સો ગ્રામ અને ખડી સાકર બસો ગ્રામનું ખુબ બારીક ચુર્ણ બનાવી એમાંથી અડધી ચમચી સવારે અને રાત્રે પંદરેક દીવસ લેવાથી જુનો મરડો અને આમયુક્ત ચીકણા ઝાડા મટે છે. જેમને વારંવાર પરમીયો થતો હોય, અચાનક ઝાડા થઈ જતા હોય, પેટમાં ગેસ અને ગડબડ રહ્યા કરતી હોય તેઓ પણ આ ઉપચાર પ્રયોગ કરી શકે.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “મરડો”

  1. Deven Joshi Says:

    Thanks

  2. અનામિક Says:

    will try it lets hope fr th best

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: