માસીક

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) ૧ તોલો કાળા તલનો ૨૦ તોલા પાણીમાં ઉકાળો કરી ચોથા ભાગનું પાણી રહે ત્યારે ઉતારી ગોળ નાખી પીવાથી માસીક સાફ આવે છે.

(૨) ડુંગળીની કાતરી કાચી જ ખાવાથી માસીક સાફ આવે છે.

(૩) શીયાળામાં વેંગણનું શાક, બાજરીનો રોટલો અને ગોળનું નીયમીત સેવન કરવાથી માસીક બંધ થયું હોય, ક્ષીણ થઈ ગયું હોય કે સાફ ન આવતું હોય તો ફાયદો થાય છે. (ગરમ પ્રકૃતીવાળી સ્ત્રીઓએ આ પ્રયોગ ન કરવો)

(૪) સીતાફળીના બીના ગર્ભની દીવેટ બનાવી યોનીમાં રાખવાથી બંધ પડેલો માસીક ધર્મ ચાલુ થાય છે.

(૫) તજનું તેલ અથવા તજનો ઉકાળો લેવાથી કષ્ટાર્તવમાં ફાયદો થાય છે.

(૬) માસીક સાફ આવતું ન હોય, ઓછું આવતું હોય, દુ:ખાવા સાથે આવતું હોય કે માસીકની બીજી કોઈ પણ ફરીયાદ હોય તો કુંવારપાઠાનો તાજો ગર પાણીમાં મેળવીને લેવાથી કે બજારમાં મળતી કુંવારપાઠાની વીવીધ બનાવટોનું સેવન કરવાથી માસીકની બધી ફરીયાદો દુર થાય છે.

(૭) ગાજરનાં બી પાણીમાં વાટી પાંચ દીવસ સુધી પીવાથી સ્ત્રીઓને ઋતુપ્રાપ્તી થાય છે.

(૮) દરરોજ સવાર, બપોર, સાંજ એક એક કેળું સમારી તેના પર કપુરનો પાઉડર સહેજ સહેજ ભભરાવી સેવન કરવાથી માસીક રક્તસ્રાવ સંબંધી વીકારો મટે છે. છ-આઠ મહીના સુધી આ પ્રયોગ નીયમીત કરતા રહેવું.

(૯) માસીક આવવાના એક સપ્તાહ પહેલાં જો સ્ત્રી ચા, કોફી, કોકાકોલા, ચોકલેટ વગેરે લેવાનું બંધ કરે તો શરીરમાં ‘ક્રેમ્પ્સ’ આવશે નહીં – ગોટલા ચડશે નહીં.

(૧૦) અટકાવ-માસીકસ્રાવ સાફ લાવવા માટે હીરાબોળ ઉત્તમ ઔષધ છે. હીરાબોળ અને ગુગળની સરખા વજને ચણા જેવડી બે-બે ગોળી સવાર-સાંજ લેવાથી માસીકસ્રાવ નીયમીત અને સાફ આવે છે તથા જે સ્ત્રીઓને કમર દુખતી હોય તેમને પણ આ ઔષધ ઘણી રાહત આપે છે. આ ઉપચાર વખતે જો કુમાર્યાસવ ચારથી પાંચ ચમચી તેમાં એટલું જ પાણી ઉમેરી સવાર-સાંજ જમ્યા પછી પીવામાં આવે અને સવાર-સાંજ કન્યાલોહાદીની એક-એક ગોળી લેવામાં આવે તો માસીકધર્મની અનીયમીતતા, વધારે આવવું, ઓછું આવવું, માસીક વખતે પેડુમાં દુખાવો થવો વગેરે મટે છે અને માસીક નીયમીત રીતે યોગ્ય માત્રામાં આવવા લાગે છે.

માસીક વધુ પડતું (૧) રાઈનો બારીક પાઉડર એક મોટી ચમચી બકરીના એક કપ દુધ સાથે સવાર-સાંજ નીયમીત લેવાથી વધુ પડતું માસીક આવતું હોય તેમાં રાહત થાય છે. (૨) વધુ પડતું માસીક આવતું હોય તો સુકા ધાણાનો ઉકાળો ૧-૧ ગ્લાસ સવાર, બપોર, સાંજ પીવાથી લાભ થાય છે.

(૩) દરરોજ કોપરું અને સાકર દીવસમાં ચાર-પાંચ વખત નીયમીત ખાવાથી અત્યાર્તવ-વધુ પડતું માસીક આવવાની ફરીયાદ મટે છે. રોજનું એક વાટી કોપરું ખાવું જોઈએ.

(૪) એક ચમચો વીદારી કંદનો પાઉડર, એક ચમચો ઘી અને એક ચમચો સાકરનો પાઉડર મીશ્ર કરી સવાર-સાંજ છ-આઠ મહીના સુધી ચાટતા રહેવાથી વધુ પડતા માસીકની ફરીયાદ મટે છે.

(૫) બધા જ ગરમ-તીખા પદાર્થો બંધ કરવા, બે વખત ઓછા નમકવાળો સાદો આહાર લેવો. રોજ સવારે, સાંજે અને રાત્રે બકરીનું દુધ પીવું – બધું મળી ઓછામાં ઓછું એક લીટર. દવામાં સવાર, બપોર, સાંજ ખાલી પેટે અશોકારીષ્ટ એક મોટો ચમચો ભરીને થોડું પાણી ઉમેરી પીવી. ત્રણ મહીના પછી દવા બંધ કરવી પણ બકરીનું દુધ ચાલુ રાખવું. પરેજી ચાલુ રાખવાથી માસીક નીયમીત થાય છે.

માસીક  ઓછું આવવું (૧) બે બદામ અને બે ખજુર રાતે પાણીમાં પલાળી રાખી સવારે વાટી સહેજ માખણ અને સાકર મેળવી ખાવાથી છએક મહીનામાં અલ્પ માસીકની ફરીયાદ મટે છે.

(૨) કાચું કે પાકું પપૈયું દરરોજ ૧ કીલોગ્રામ જેટલું અનુકુળ સ્વરુપમાં સેવન કરવાથી ઓછું માસીક આવવાની ફરીયાદ મટે છે. પ્રયોગ લાંબા સમય સુધી કરવો.

(૩) માસીક ઓછું આવતું હોય તો અશોકની છાલનો ઉકાળો પીવાથી માસીક વધુ આવવા લાગે છે.

માસીક બંધ થઈ જવું રાત્રે ૨૦-૨૦ ગ્રામ ચણા અને તલ જરુરી પાણીમાં પલાળી સવારે બરાબર ઉકાળી નીતારીને એ પાણી પીવાથી માસીક બંધ પડી ગયું હોય તો તે ફરીથી ચાલુ થાય છે. સતત એક વર્ષ સુધી પ્રયોગ ચાલુ રાખવો જોઈએ.

માસીકની પીડા (૧) જીરુ અને હરડેનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ રાતે સુતી વખતે પાણી સાથે એક ચમચી જેટલું લેવાથી માસીકની પીડા મટે છે. મળશુદ્ધી બરાબર ન થતી હોય તેમાં પણ લાભ થાય છે. જીરુ વાયુનાશક છે અને હરડે ત્રણે દોષોનો નાશ કરે છે. આ પ્રયોગથી મળ, વાયુની શુદ્ધી થાય છે.

(૨) ૧૦૦ ગ્રામ કઠ અને ૧૦ ગ્રામ કપુરનું મીશ્રણ કરી અડધી ચમચી ચુર્ણ એક ચમચી મધ સાથે દર ચાર-પાંચ કલાકે લેતા રહેવાથી માસીક સાફ કે ખુલાસાથી ન આવતું હોય કે દુખાવા સાથે આવતું હોય તેમાં લાભ થાય છે.

(૩) ત્રણ ચાર વખત માસીક આવે ત્યારે દરરોજ સવાર-સાંજ ચારથી છ ચમચી અશોકારીષ્ટ પીવાથી કષ્ટાર્તવની પીડા મટે છે.

(૪) માસીકધર્મ વખતે પેડુમાં દુખાવો થતો હોય તો પાથી અડધી ચમચી જેટલું કલોંજી જીરાનું ચુર્ણ સોપારી જેટલા ગોળ સાથે રોજ સવારે લેવું. કલોંજી જીરુ કષ્ટાર્તવ, અલ્પાર્તવ, નષ્ટાર્તવ તથા ગર્ભાશયના દોષોમાં હીતાવહ છે. કષ્ટાર્તવનું એક બીજું ઔષધ છે ‘કુમાર્યાસવ.’ આ દ્રવ ઔષધ મેડીકલ સ્ટોરમાં મળે છે. માસીક ઓછું, અનીયમીત, મોડું કે દુખાવા સાથે આવતું હોય તો કુમાર્યાસવનું સેવન કરવું ખુબ ફાયદાકારક છે. ચારથી પાંચ ચમચી કુમાર્યાસવ એમાં એટલું જ પાણી મેળવી બેથી ત્રણ મહીના સવાર-સાંજ પીવું.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: