Archive for નવેમ્બર, 2010

મોંની દુર્ગંધ

નવેમ્બર 30, 2010

(૧) તુલસીનાં પાન વાટી, ઉકાળો કરી, સવાર-સાંજ કોગળા કરવાથી મોંની દુર્ગંધ દુર થાય છે.

(૨) જમ્યા બાદ તથા દર બે કલાકે તુલસીનાં ચાર-પાંચ પાન સારી રીતે ચાવીને ખાતા રહેવાથી મોંની દુર્ગંધ મટે છે.

(૩) નાગરમોથ, કઠ, એલચી, ધાણા, એળિયો તથા જેઠીમધનું બારીક ચુર્ણ મોંમાં રાખવાથી શરાબની તથા લસણ ખાવાથી કે અન્ય કારણોથી ઉત્પન્ન થયેલ મોંની દુર્ગંધ મટે છે.

(૪) અજમો અને વરીયાળી ચાવવાથી મોંની વાસ મટે છે.

(૫) સોપારી જેટલો ગોળ ખૂબ ચાવીને ખાવાથી ડુંગળી, લસણની વાસ જતી રહે છે.

મોંનાં ચાંદાં

નવેમ્બર 29, 2010

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) પાનમાં ખાવાનો કાથો લગાવવાથી ચાંદાંમાં રાહત થાય છે.

(૨) ટંકણખાર અને મધ મેળવીને ચાંદા પર લગાડવું.

(૩) જેઠી મધનું ચુર્ણ ચાવવું.

(૪) જીર્ણ જ્વર કે કબજીયાત હોય તો તેના ઈલાજ કરવાથી મોંનાં ચાંદાં મટે છે.

(૫) દાડમની લીલી કે સુકી છાલ મોંમાં રાખવાથી મોંનાં ચાંદાં મટે છે. ઉધરસમાં પણ લાભ કરે છે.

(૬) મોંમાં કેટલોક વખત મધ રાખી કોગળો કરવાથી કે મધ અને પાણી એકત્ર કરી કોગળો કરવાથી મોંમાં પડેલાં ચાંદાં મટે છે.

(૭) મોં આવી ગયું હોય, મોંમાં ચાંદાં પડ્યાં હોય, કંઈ ખાતાં મોંમાં બળતરા થતી હોય તો વડની છાલનો ઉકાળો મોંમાં રાખી મુકવો.

(૮) મુખપાકની સ્થીતીમાં વડવાઈનું દાતણ ચાવીને કરવું.

(૯) જેઠીમધ, શતાવરી, આમળાં અને ખડી સાકર સરખા વજને લઈ ખુબ ખાંડી બારીક ચુર્ણ બનાવવું. એકથી દોઢ ચમચી જેટલું ચુર્ણ સવારે અને રાત્રે એક ગ્લાસ દુધ સાથે નીયમીત લેવું. મોંમાં ચાંદાં સાથે પેટમાં બળતરા થતી હોય તો ખાટા, ખારા, તીખા, તળેલા, ગરમ, તીક્ષ્ણ ગુણવાળા આહાર-વીહારનો ત્યાગ કરવો. એકથી બે મહીના આ ઉપચાર કરવો. એનાથી અમ્લપીત્ત, અલ્સર, આંતરડાનાં અને યોનીનાં ચાંદાં પણ મટે છે.

(૧૦) અક્કલગરો, જેઠી મધ અને કાથાનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ લગાવવાથી મોંમાં પડેલાં ચાંદાં મટે છે તથા બેસી ગયેલો અવાજ સુધરે છે.

(૧૧) ફટકડીના પાણીના કોગળા કરવાથી મોંનાં ચાંદાં રુઝાય છે.

(૧૨) બાવળની છાલ મોંમાં રાખી ચાવ્યા કરવાથી મોંનાં ચાંદાં મટે છે.

(૧૨) ચમેલીનાં પાન, મજીઠ, દારુહળદર, સોપારી, ખીજડાની છાલ, આમળાં અને જેઠીમધને સરખા ભાગે અધકચરાં ખાંડી બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં ઉકાળી અડધું બાકી રહે ત્યારે ઉતારી ગાળીને ઠંડુ પાડી મોંમાં થોડી વાર ભરી રાખવું. દીવસમાં બેથી ત્રણ વાર આમ કરવાથી મોંનાં ચાંદાં, દુખાવો, મુખપાક, તેમ જ પેઢાનો ઉગ્ર સોજો પણ દુર થાય છે. એકલાં ચમેલીનાં પાન પણ થોડી વાર ચાવવાથી મોંનાં ચાદાં મટે છે.

(૧૩) લીલું કોપરું અને ખાંડ ખુબ ચાવી ચાવીને ખાતા રહેવાથી ગરમીને લીધે જીભ તથા પેઢા પર છાલાં પડ્યાં હોય તો તે મટે છે.

(૧૪) જો વારંવાર મોઢામાં ચાંદાં પડતાં હોય તો લીલી હળદરની છાલ ઉતારી તેના ટુકડા કરવા. આ ટુકડા ઉપર અરડુસીનો રસ અને સાકર નાખી એક ચમચી જેટલા આ ટુકડા ચુસીને ખાઈ જવા.

મોંમાંથી લાળ પડવી

નવેમ્બર 28, 2010

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) રસકપુરયુક્ત દવાના સેવનથી મુખપાક થયો હોય, દાંતનાં પેઢાં ઢીલાં થયાં હોય અને મોઢામાંથી લાળ પડતી હોય તો બોરડીની છાલ અથવા પાનનો ક્વાથ કરી કોગળા કરવાથી મટે છે.

(૨) જાસુદના ફુલનો રસ પીવાથી મોંમાંથી પડતી લાળ બંધ થાય છે.

(૩) ૧-૧ ચમચી ફુલાવેલો ટંકણખાર મધ સાથે મેળવી દરરોજ બે-ચાર કલાકના અંતરે નીયમીત લેવાથી મોંમાંથી લાળ ટપકતી બંધ થાય છે.

(૪) મોંમાંથી લાળ ટપક્યા કરે તો દાડમનાં સુકાં છોડાંનો પાઉડર બનાવી દરરોજ સવાર-સાંજ સાદા પાણી સાથે લેવો.

(૫) માજુના કાઢામાં ફટકડી કે કાથો નાખી અડધા લીટર જેટલું મીશ્રણ બનાવી દીવસમાં ચારેક વખત કોગળા કરવાથી મોંમાંથી લાળ પડવાની ફરીયાદ મટે છે. માજુફળ આપણે ત્યાં બધે મળે છે, અને પ્રમાણમાં સસ્તું પણ હોય છે.

મોં પરના ડાઘા

નવેમ્બર 27, 2010

(૧) રાયણનાં પાન દુધમાં વાટી કલ્ક કરી મોં પર રાત્રે બાંધવાથી થોડા જ દીવસમાં મોં પરના કાળા ડાઘ મટી જાય છે.

(૨) મોં પર ખીલ કે બીજા કોઈ કારણે ડાઘા હોય તો વડની કુણી કુંપણોને મસુરની દાળ સાથે લસોટી લેપ કરવાથી મટે છે.

(૩) કેરીની ગોટલીને પથ્થર પર ઘસીને ચોપડવાથી મોંના ડાઘ મટી જાય છે.

મોળ

નવેમ્બર 25, 2010

(૧) સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી વીસ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી મોળ મટે છે.

(૨) તજ લેવાથી મોળ મટે છે.

મોતીયો અને ઝામર

નવેમ્બર 23, 2010

(૧) ખાખરાનો અર્ક આંખોમાં નાખવાથી નવા મોતીયામાં લાભ થાય છે. એનાથી ઝામરમાં પણ લાભ થાય છે.

(૨) ગુલાબજળ અને સાટોડી ઘસીને આંજવાથી પણ લાભ થાય છે.

મોતીયો

નવેમ્બર 22, 2010

(૧) મોતીયાની શરુઆતમાં આંખમાં મધ આંજવાથી મોતીયો આગળ વધતો અટકે છે.

(૨) મોતીયો અટકાવવા આટલું કરવું જોઈએ. ૩૫-૪૦ વર્ષની વય પછી દુધ ઓછું લેવું. ઘી, તેલ, ચા, કોફી, ઠંડાં પીણાં, મીઠાઈઓ, તળેલી વસ્તુ, અથાણાં વગેરે નાછુટકે લેવું કે બંધ કરવું.

મગ, ભાત, ખીચડી, રોટલી, થુલી, ફળો તથા શાકભાજી (સરગવાના પાનની કે સુવાની ભાજી ખાસ) જેવો સાદો ખોરાક લેવો. કાકડી, ગાજર, મુળા, કોબી, કાંદા, મધ, લીલું કોપરું વગેરે પણ લઈ શકાય.

અઠવાડીયે એક ઉપવાસ કે એકટાણું કરવાં. ઉકાળેલું પાણી જ પીવું. તાંબાના લોટામાં રાખેલું કે લોહચુંબકીય જળ નરણા કોઠે સવારે પીવું. આંખો પર હથેળી મુકી ઢાંકી રાખવાનું બને તેટલું વધુ વખત કરવું. આ પ્રયોગો સતત કરતા રહેવાથી મોતીયો આગળ વધતો અટકશે કે કાચો હશે તો કપાઈ જશે.

મૈથુન શક્તી

નવેમ્બર 21, 2010

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આયુર્વેદમાં મૈથુનશક્તી વધારનારાં પુશ્કળ ઔષધો છે. એમાંથી માત્ર અમુક જ નીચે આપવામાં આવ્યાં છે.  એમાંનાં ઘણાંખરાં ઔષધો પચવામાં ભારે હોય છે, આથી પોતાની પાચનશક્તી અનુસાર એને પ્રયોજવાં.

(૧) એરંડાનાં મુળ મૈથુન શક્તી વધારે છે. ઘણાં દ્રવ્યો મૈથુન શક્તી વધારે છે, પરંતુ મૈથુન શક્તી વધારનાર અને વાયુનો નાશ કરનાર ગુણોવાળો એક માત્ર એરંડો જ છે.

(૨) એક ગ્લાસ દુધમાં બે ચમચી ખડી સાકર, અડધી ચમચી- આશરે પાંચ-છ ગ્રામ જેટલું ગોખરુનું ચુર્ણ અને અડધી ચમચી શુદ્ધ કરેલાં કૌંચાનાં બીજનું ચુર્ણ નાખી ધીમા તાપે ઉકાળવું. દુધ બરાબર ઉકળે એટલે ઉતારી ઠંડું પાડી પી જવું. આ પ્રમાણે રોજ દીવસમાં બે વખત સવાર-સાંજ તાજેતાજું બનાવેલું દુધ દસથી વીસ દીવસ પીવાથી મૈથુનશક્તી વધે છે, શીથીલતા દુર થાય છે, ઉપરાંત મુત્રમાર્ગના રોગો પણ મટે છે. આ ઉપરાંત મુત્રમાર્ગની પથરી, પુરુષાતન ગ્રંથીની વૃદ્ધી (પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટ), મુત્રાવરોધ, મુત્રની બળતરા જેવી વીકૃતીઓ મટે છે.

(૩) એક ચમચી અશેળીયાનાં બી એક ચમચી સાકર સાથે રોજ રાત્રે લઈ ઉપર દુધ પીવાથી મૈથુનશક્તી વધે છે-વાજીકરણ અને રસાયન ઔષધ જેવી અસર થાય છે.

(૪) લાલ કમળમાં રક્તના દોષોને દુર કરવાનો અને મૈથુનશક્તી વધારવાનો વીશેષ ગુણ છે.

(૫) ગોખરું સ્નેહન, મુત્ર વધારનાર, બળ(વીર્ય) વધારનાર, તથા મૈથુનમાં ઉત્તેજના લાવનાર છે. એ શુક્રજંતુઓ વધારે છે. ધાતુપુષ્ટી માટે ગોખરું ઉત્તમ છે.

(૬) બસો ગ્રામ દુધમાં એટલું જ પાણી અને એક ચમચી ગોખરુંનું ચુર્ણ નાખી ધીમા તાપે ઉકાળી પાણીનો ભાગ ઉડી જાય એટલે ઉતારી ઠંડુ પડ્યે પીવાથી મૈથુનશક્તી વધે છે. સવાર-સાંજ તાજું બનાવીને પીવું. સાકર પણ નાખી શકાય.

એક ચમચી ગોખરું ચુર્ણ એટલી જ સાકર સાથે લઈને ઉપર દુધ પીવાથી મૈથુન શક્તીવધે છે.

(૭) ડોડીના સુકા મુળનું અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ તાજા દુધ સાથે ફાકવાથી મૈથુનશક્તી વધે છે.

(૮) રોજ થોડી શેરડી ખાવાથી શરીર હૃષ્ટપુષ્ટ થાય છે, બળ મળે છે, મેદની વૃદ્ધી થાય છે, અને મૈથુનશક્તી વધે છે.

(૯) પાકી મીઠી કેરીનો રસ દુધ સાથે ખાવાથી વજન, બળ અને મૈઉનશક્તી વધે છે. એ પચવામાં ભારે અને શીતળ હોય છે, આથી પાચનશક્તીનો ખ્યાલ રાખી સેવન કરવું.

(૧૦) કાળી મુસળી ૧૦ ગ્રામ, તાલીમખાના(એખરાનાં બીજ) ૨૦ ગ્રામ અને ગોખરું ૩૦ ગ્રામ મીશ્ર કરી ખુબ ખાંડી બારીક ચુર્ણ કરવું. એને મુસલ્યાદી ચુર્ણ કહે છે. રોજ સવારે આ ચુર્ણ ૫ ગ્રામ અને એક ચમચી ખડી સાકર દુધમાં નાખી ગરમ કરી એક મહીના સુધી પીવાથી મૈથુનશક્તી વધે છે.

(૧૧)  ગોખરું, તાલીમખાના, શતાવરી, કૌંચાબીજ, નાગબલા, બળબીજ, બળદાણા દરેક ૧૦૦-૧૦૦ ગ્રામને મીશ્ર કરી બનાવેલા ચુર્ણને ગોક્ષુરાદી ચુર્ણ કહે છે. આ ચુર્ણ એક ચમચી અને એક ચમચી ખાંડ દુધમાં નાખી પીવાથી મૈથુનશક્તી વધે છે.

મેદરોગ-હૃદયરોગ-બ્લડપ્રેશર-ડાયાબીટીસ

નવેમ્બર 20, 2010

 ૧. ચીકણા-તળેલા, ગળપણ, વાસી અને વાયડા પદાર્થો બંધ કરવા.

૨. ગોળ, ઘી, ખાંડ, મલાઈ, માખણ, ઠંડાં પીણાં, દુધપાક, શીખંડ, બાસુદી, દહીં, ફ્રુટસલાડ, ફ્રીઝ કે બરફનું પાણી, ફરસાણ, મગ-તુવેર સીવાયનાં કઠોળ, વેજીટેબલ ઘી લેવાનું બંધ કરવું.

૩. દરરોજ સવારે લાંબે ફરવા જવું અને માફકસર કસરત કરવી. એનાથી ઉપરોક્ત તકલીફમાં ફાયદો થશે.

મેદ-જાડાપણું

નવેમ્બર 18, 2010

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મેદ-જાડાપણું (૧) શરીરનું જાડાપણું દુર કરવા માટે ૧-૧ ચમચો વાવડીંગના ચુર્ણમાં સહેજ શીલાજીત તથા એક ચમચી મધ એકત્ર કરી દરરોજ સવાર-સાંજ લેવું. લાંબા સમયે શરીરનો મેદ ઓછો થાય છે.

(૨) વેંગણ મેદ ઘટાડે છે.

(૩) નાની ઉંમરે શરીર પર મેદ વધી જાય કે અન્ય કારણથી શરીર પર કરચલીઓ પડે, રંગ ઝાંખો પડે ત્યારે ગરમ પાણી સાદુ અથવા ગરમ કરી જરાક ઠરેલા પાણીમાં ૧-૨ ચમચી મધ ઉમેરીને પીવાથી લાભ થશે.

(૪) ફોતરાં કાઢેલા જવને ત્રીફળાના ઉકાળામાં એક કલાક સુધી પલાળીને સુકવી લેવા. આ સુકવેલા જવને દળી રોટલી કે ભાખરી બનાવી ખાવી. ઘઉં, ચોખા, તળેલું અને મીઠાઈ બંધ કરવાં. લીલોતરી ભાજી, સલાડ, કઠોળ સાથે જવની રોટલી-ભાખરી જ ખાવી. આ ઉપચારથી વજન ઘટાડી શકાય છે. ડાયાબીટીસવાળા માટે પણ આ ઉપચાર ખુબ જ હીતાવહ છે.

(૫) એરંડાના પાનનો ક્ષાર હીંગ સાથે મીશ્ર કરી ચોખાના ઓસામણ-ધોવાણ સાથે લેવાથી મેદ નાશ પામે છે.

(૬) મેદ ઓછો કરવા સવાર-સાંજ ૧-૧ વાડકી કારેલાંનો રસ પીવો. આહારમાં કારેલાનું શાક વધુ પ્રમાણમાં લેવું. કારેલાનું નીયમીત અને વીશેષ પ્રમાણમાં સેવન કરવાથી શરીરનો મેદ ઘટે છે.

(૭) દરરોજ એક કપ ગૌમુત્રમાં પાંચેક ગ્રામ શુદ્ધ ગુગળ મેળવી સવાર-સાંજ નીયમીત સેવન કરવાથી શરીરનો મેદ ઘટે છે. મેદ ઉતારવાના અન્ય ઉપચાર સાથે સહાયક ઉપચાર તરીકે પણ આ કરી શકાય. ગૌમુત્ર બજારમાં પણ મળે છે.

(૮) બપોરની ઉંઘ છોડી દેવી, પરસેવો થાય તેટલો શરીરશ્રમ કરવો, હાથ ચીકણા ન થાય તેવો લુખો ખોરાક ખાવો અને ભુખ લાગે તેટલું જ ખાવાથી મેદવૃદ્ધી અટકે છે.