રસોળી

રસોળી રાઈ અને મરીના ચુર્ણને ઘીમાં મેળવી લેપ કરવાથી રસોળી વધતી બંધ થાય છે.

Advertisements

ટૅગ્સ:

4 Responses to “રસોળી”

 1. mayank patel Says:

  શ્રીમાન નમસ્કાર ,
  હુ એક એન્જીનીયરીગ વિદ્યાર્થી છુ અને મારી ઉમર ૧૯ વર્ષ છે , મારા ડાબા ખભા પર રસોળી ની સમસ્યા છે , ઓપરેશન કરાવ્યુ છતા રસોળી ફ઼રી થઇ અને વધતી જાય છે , શુ એવો કોઇ ઉપાય નથી કે જેથી રસોળી સંપુર્ણ મટી જાય , મારા તમને ઉપાય જણાવવા નમ્ર વિનંતી …..

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   ભાઈશ્રી મયંકભાઈ,
   મારો અનુભવ પણ તમારા જેવો જ છે. મને રસોળી કે મોટા મસા જેવું થયું હતું અને મેં પણ ઑપરેશન કરાવેલું અને ફરીથી થયેલું. ડૉક્ટરને ફરીથી બતાવતાં કહેલું કે થોડો અશુદ્ધીનો ભાગ રહી ગયો હશે આથી ફરીથી કાપવું પડશે. પરંતુ ફરીથી કપાવવાને બદલે મેં લગભગ પંદરેક દીવસ હળદર અને મીઠું પાણીમાં મેળવી લેપ કર્યો હતો. લેપ બને તેટલા વધુ સમય સુધી રાખવાથી જલદી ફાયદો થાય છે. આ લેપથી રસોળીનું પરુ બનીને ધીમે ધીમે બહાર નીકળી જાય છે. રસોળીની જગ્યાએ નાનો ડાઘ રહેશે, એ સીવાય કશી તકલીફ મને થઈ ન હતી.

 2. Chintan Says:

  શ્રીમાન નમસ્કાર ,
  મારી ઉમર ૨૫ વર્ષ છે , મારા જમણા કાન પાછળ નાનો ૫ વર્ષનો હતો ત્યારથી રસોળી ની સમસ્યા હતી.હાલ ૩ વર્ષ પહેલા ઓપરેશન કરાવ્યુ છતા રસોળી ફરી થઇ અને વધતી જાય છે.તથા ૪ વર્ષ પહેલા મને ટાઇફોઇડ થયેલો અને તેની સારવાર કર્યા બાદ ૨-૩ મહિના પછી મારા ડાબા ગાલ પર સોજો થઇ ગયો અને હાલ માં પણ છેજ.ડોક્ટર ના બધા રિપોર્ટ કરાવ્યા તો બધા નોર્મલ આવ્યા અને ડોક્ટરે કહ્યું કે કોઈ ઝેરી વસ્તુ નથી અને ગભરાવાની જરૂર નથી.ઉંમર વધશે એટલે સારું થઇ જશે.અને ગાલ પર પણ ગાંઠ જ છે એવું ડોક્ટરે જણાવ્યું.બેવ ગાંઠ મને કોઈ નુકશાન કરતી નથી.અને દુખાવો એવું પણ કઈ થતું નથી. એવો કોઇ ઉપાય નથી કે જેથી રસોળી સંપુર્ણ મટી જાય?મારા તમને ઉપાય જણાવવા નમ્ર વિનંતી …..

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભાઈ ચિંતન, મેં ઉપર જ જાન્યુઆરી ૧૬, ૨૦૧૧ના રોજ મયંકભાઈના પ્રશ્નના જવાબમાં લખ્યું છે કે મને પણ આ સમસ્યા થયેલી અને એનો ઉપાય ડૉક્ટર પાસે કરાવતાં જે પરીણામ મળેલું તે મે લખ્યું છે. આ પછી મેં હળદર અને મીઠું (નમક) પાણીમાં મીક્સ કરીને લગાવવાથી મારી રસોળી કાયમ માટે નાબુદ થઈ હતી. મયંકભાઈએ એ પ્રયોગ કર્યો છે કેમ અને કર્યો હોય તો પરીણામ કેવુંક આવ્યું તેની કોઈ વીગત જણાવી નથી. દરેક વ્યક્તી અદ્વીતીય છે, બે આઈડેન્ટીકલ ટ્વીન પણ અલગ અલગ પ્રકૃતી ધરાવતાં હોય છે, આથી એકને જે અસર થઈ હોય તેવી જ બીજી વ્યક્તીને પણ થાય એવું ૧૦૦ ટકા કહી ન શકાય. આથી પ્રયોગ કરતાં જો ધાર્યું પરીણામ ન મળે કે વીપરીત પરીણામ મળે તો પ્રયોગ બંધ કરવો પડે.
  વળી હળદરમાં ભેળસેળની શક્યતા છે. જો એમાં નુકસાનકારક રંગ કે બીજો કોઈ પદાર્થ ભેળવવામાં આવ્યો હોય તો નુકસાન થવાની શક્યતા છે.
  તમારી જેમ મને પણ કોઈ દુખાવો ન હતો. ડૉક્ટરે મને પણ કહેલું કે રસોળી સાવ નીર્દોષ છે, આથી ચીંતા કરવાની જરુર નથી. જો કે મને થયેલી રસોળી બહુ નાના કદની હતી. તેમ છતાં નહાતી વખતે નેપકીન દબાણપુર્વક ઘસતાં લોહી નીકળતું આથી જ મેં એ કપાવી હતી. વધુ વીગતો ઉપર લખી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: