લોહીબગાડ

લોહીબગાડ વારંવાર ચામડીના નાના-મોટા રોગ થતા હોય તો વડના નાના કુણા તાજાં પાનનો ઉકાળો કરી પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો મટે છે.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “લોહીબગાડ”

 1. dinesh chauhan Says:

  dhadhar ni dava

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે દિનેશભાઈ,
  મેં મારા બ્લોગમાં દાદરના નીચે મુજબ ઉપાયો નોંધ્યા છે. એ પૈકી આપની પ્રકૃતીને અનુકુળ ઉપાય આપના સ્વાસ્થ્ય ચીકીત્સકની સલાહ અનુસાર કરવા.
  દાદર (૧) કુંવાડીયાનાં બી શેકી, ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લો, તથા આ ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે. કુંવાડીયાનાં બી દાદર ઉપરાંત ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ જેવા રોગો પણ મટાડે છે.
  (૨) તુલસીના મુળનો એક ચમચી ભુકો એક ગ્લાસ પાણીમાં નાખી કાઢો કરવો. આ ઉકાળો રોજ તાજો બનાવી સવાર-સાંજ પીવાથી કોઢ એટલે કે ચામડી પરના સફેદ ડાઘ, દાદર અને ખરજવું મટે છે.
  (૩) તુલસીનાં પાનનો રસ અને લીંબુનો રસ મીશ્ર કરી દાદર પર લગાડવાથી દાદર મટે છે. તથા એ રસ ૧-૧ ચમચી મીશ્રણ કરીને સવાર-સાંજ પીવાથી ઉગ્ર દાદર મટે છે.
  (૪) ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસીના પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી દાદર પર સવાર-સાંજ લગાડવો.
  (૫) ગુવારના પાનનો રસ અને લસણનો રસ એકત્ર કરી દાદર પર ચોપડવો.
  (૬) છાસમાં કુંવાડીયાનાં બી વાટીને ચોપડવાથી દાદર મટે છે.
  (૭) પપૈયાનું દુધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી દાદર મટે છે.
  (૮) લસણનો રસ ત્રણ દીવસ દાદર પર ચોળવાથી એ મટે છે. (બહુ બળતરા થાય તો પાછળથી ઘી ચોપડવું.)
  (૯) લીંબુના રસમાં આમલીનો ઠળીયો ઘસી ચોપડવાથી દાદર મટે છે.
  (૧૦) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલીશ કરવાથી દાદર મટે છે.
  (૧૧) ડુંગળીનો રસ ચોપડવાથી દાદર કે ખુજલી મટે છે.
  (૧૨) કુંવાડીયાના બીજનું ચુર્ણ લીંબુના રસમાં લસોટી ચોપડવાથી દાદર મટે છે. આ ચુર્ણ કણઝીના તેલમાં અથવા મુળાના પાનના રસમાં લસોટીને પણ ચોપડી શકાય.
  (૧૩) કાચા પપૈયાનો રસ દીવસમાં બેથી ત્રણ વખત ઘસવાથી દાદર મટે છે.
  (૧૪) સોપારીના ઝાડનો ગુંદર બકરીના દુધમાં વાટીને લેપ કરવાથી દાદર મટે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: