Archive for ફેબ્રુવારી, 2011

વાયુનો ગોળો

ફેબ્રુવારી 28, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક વીનંતી

વાયુનો ગોળો (૧) વાયુનો ગોળો થઈ ગભરામણ થતી હોય તો બે-બે ગોળી લસુનાદીવટી નવશેકા પાણી સાથે સવાર, બપોર અને સાંજે લેવી. એક ગ્લાસ તાજી મોળી છાસમાં એક ચમચી હીંગ્વાષ્ટક ચુર્ણ જમ્યા પછી બપોરે અને રાત્રે લેવું. સવારે અને સાંજે થોડું ચાલવા જવું. તીખો, તળેલો, ગરમ મસાલાવાળો આહાર બંધ કરવો. સરળતાથી પચે તેવો જ ખોરાક લેવો.

(૨) અળવીના દાંડા સહીતનાં પાન બાફી, તેનું પાણી કાઢી, તેમાં ઘી મેળવી, ત્રણ દીવસ આપવાથી વાયુનો ગોળો મટે છે.

(૩) સરગવાના પાનના રસમાં ૧૦ ગ્રામ સાકર મેળવી ત્રણ દીવસ પીવાથી વાયુનો ગોળો મટે છે.

વાયુના ૮૦ પ્રકાર

ફેબ્રુવારી 27, 2011

1.     અતીજમત્વ – વાયુથી બગાસાં આવે છે.

2.     અત્યુદ્ગાર આમાશયમાં આ વાયુ ભરાવાથી ઓડકાર વધુ આવે છે.

3.     અનાવસ્થીત ચીત્તત્ત્વ વાયુથી ચીત્ત અસ્વસ્થ બને છે.

4.     અપતંત્રક (હીસ્ટીરીયા)વાયુ ઉર્ધ્વગામી થઈને હૃદય, માથુ તથા શરીરના અન્ય ભાગને પીડા આપી ધનુષ્યની જેમ શરીરને ફેરવે છે. એમાં નજર જડ બને છે, ચંચળતા જાગે છે, વ્યક્તી ગુંગળાની જેમ બોલે છે.

5.     અપતાનક  વાયુ હૃદયમાં પહોંચી દૃષ્ટી તથા ચેતનાને વીકૃત કરી બેશુદ્ધ કરે છે અને ગળામાંથી વીચીત્ર શબ્દો નીકળે છે. જ્યારે હૃદયમાંથી વાયુનું દબાણ હળવું થાય ત્યારે સંપુર્ણ ભાન આવે છે.

6.     અપબાહુક વાયુ હાથમાં જોરથી પકડવા સમાન પીડા થાય છે.

7.     અભ્યંતરાયામ વાયુપેટની તરફ ધનુષ સમાન ખેંચ લાવે છે.

8.     અર્દીત વાયુમાથું, નાક, હોઠ, ઘુટણનાં હાડકાં, કપાળ અથવા નેત્ર સાંધામાં મોંની સીકલ ફેરવી નાખે છે. આથી ગળાનો ભાગ વાંકો થઈ જાય. માથામાં ધ્રુજારી આવે. 

9.     અષ્ઠીલિકા વાયુની અસરથી નાભીના નીચેના ભાગમાં પથ્થર જેવી ઉંચી, ગોળ અથવા ઘન સ્વરુપ ગ્રંથી ઉત્પન્ન થાય છે. મળમુત્ર તથા વાયુ નીરોધ થાય છે અને તે સ્થળે વેદના ઉપડે છે.

10.     અંગપીડા વાયુથીશરીરના કોઈ એક કે બધા ભાગમાં પીડા થાય છે.

11.અંગભંગ વાયુસર્વાંગનું ભેદન કરે છે. અંગોમાં સણકા થાય છે.

12.                        અંગભેદ આ વાયુ સર્વ અંગોને પીડા આપે છે.

13.                        અંગવિભ્રંશ વાયુથીશરીરના કોઈ એક ભાગની ચેતના જતી રહે છે.

14.                        અંગશુલ વાયુથીસર્વાંગે શુળ ઉત્પન્ન થાય છે.

15.                        અંગશોષ – જે વાયુ આખા શરીરનું શોષણ કરે છે તે.

16.                        આક્ષેપક વાયુ સમગ્ર શરીરમાં પ્રસરી શરીરને હલબલાવી દે છે.

17.                        આધ્માન પક્વાશયમાં જે વાયુ પ્રસરી પેટ ધમણની માફક ફુલી અવાજ કરે છે તથા વેદના થાય છે તે.

18.                        આંત્રકુજન – જે વાયુ પક્વાશયમાં રહી આંતરડામાં જઈ શબ્દ કરે છે.

19.                        ઉરુસ્તંભ વાયુ ચીકણા મેદમાં ભળી પગથી ઘુંટણ સુધી વ્યાપી ઘુંટણ અકડાઈને નીષ્ક્રીય બને.

20.                       કટીગ્રહ વાયુથીકમર પુરી અકડાઈ જાય છે.

21.                        કલાયખંજ વાયુથીઅવાર નવાર કંપારી આવે અને ચાલતી વખતે પગ વાંકા પડે.

22.                       કલ્લતા આ વાયુ પ્રકોપ સમયે ગળામાંથી શબ્દો નીકળતા નથી.

23.                       કષાયવક્તૃતા વાયુથી મોં ગંદુ થઈ જાય છે.

24.                       કંડુ વાયુથી શરીરમાં ખંજવાળ આવે છે.

25.                       કંપ વાયુથી શરીરમાં ધ્રુજારી આવે છે.

26.                       કાઠિન્ય વાયુથી શરીર સખત બની જાય છે.

27.                       કાર્શ્ય વાયુસમગ્ર શરીરને જીર્ણશીર્ણ કરે છે.

28.                       કુબ્જત્વવાયુની શીરામાં અસર થતાં પીઠ તથા છાતીમાં વેદના થાય છે.

29.                       કોષ્ટુશીર્ષ વાયુ લોહીમાં ભળી ઘુટણમાં ફેલાઈ સોજો ઉત્પન્ન કરે છે, ત્યાં ભારે વેદના થાય છે.

30.                       ક્ષીપ્રમુત્રતા વાયુથી વારંવાર અને પુશ્કળ પ્રમાણમાં પેશાબ થાય.

31.                        ખલ્લી વાયુથીપેટ, પગ, નીતંબ, હાથ વગેરેમાં ક્રમશઃ શુળ ઉત્પન્ન થાય છે.

32.                       ખંજ વાયુથી પગ શીથીલ થઈ જાય છે.

33.                       ગંધાજ્ઞતા વાયુથી સુગંધ કે દુર્ગંધનો ખ્યાલ આવે નહીં.

34.                       ગુધ્રસી વાયુ પીઠ, કેડ, ઘુંટણ, નીતંબ, પગ આ સ્થાનો પર કમરથી પ્રવેશ કરી ફરતો ફરતો આ સ્થાનોની ક્રીયાઓ સ્થગીત કરી દે છે.

35.                       જીહ્વાસ્તંભ વાયુથીજીભ જડ બની જાય છે, તેથી ભોજન ગળામાં ઉતારતી વખતે તકલીફ પડે છે.

36.                       તુની વાયુથીપક્વાશય તથા મુત્રાશયમાં બળતરા ઉત્પન્ન થાય છે.

37.                       દંડાપતાનક વાયુથીશરીરનાં અંગો લાકડા જેવાં જડ થઈ જાય છે.

38.                       દુર્બલત્વ વાયુથી વ્યક્તી શક્તીહીન બને છે.

39.                       દૃષ્ટીક્ષય વાયુથી દૃષ્ટીનો નાશ થાય છે. 

40.                       નીદ્રાનાશ વાયુથી નીદ્રાનાશ થાય છે.

41.                        પક્ષાઘાત કુપીત વાયુ શરીરના ઉભા અડધા ભાગમાં શીરા તથા સ્નાયુઓનું શોષણ કરી સાંધાનાં જોડાણ ઢીલાં કરી ચેતના વીનાનાં બનાવી દે છે. એને અર્ધાંગ વાયુ પણ કહે છે.

42.                       પંગુવાયુકુપીત વાયુ કમર નીચેના ભાગમાં જઈને મોટી શીરાઓને નબળી પાડી બંને પગ લથડાવી દે છે.

43.                       પાદહર્ષ વાયુ સાથે કફ ભળી પગમાં રસીની જેમ પરુથી ઝણઝણાટી ઉત્પન્ન થાય છે.

44.                       પાર્શ્વશુલ જે–વાયુથી પેટના અંદરના ભાગમાંથી પાંસળીઓમાં દર્દ થાય છે તે વાયુ.

45.                       પ્રતીતુની વાયુથીગુદા તથા યોનીના સ્થાને વેદના ઉત્પન્ન થાય છે. પક્વાશય તથા મુત્રાશયના સ્થાને કરડવા જેવી વેદના ઉત્પન્ન થાય છે.

46.                       પ્રત્યષ્ઠીલા વાયુઅષ્ઠીલિકાની જેમ પણ ગુમડું ત્રાંસુ કે લાંબુ અને વેદનાયુક્ત હોય છે. એનાથી મળમુત્ર અને વાયુનો અવરોધ થાય છે.

47.                       પ્રત્યાધ્માન વાયુ આમાશયમાં જઈ મ્યુકસ/ચીકાશ સાથે ભળી પેટની ફાંદ વધારે છે.

48.                       પ્રલાપ વાયુથી વ્યક્તી આડું અવળું બોલ્યા કરે છે.

49.                       પ્રસુપ્તિ વાયુથી ચામડીની સ્પર્શશક્તી નાશ પામે છે.

50.                       બદ્ધવિષ્ટીકા પક્વાશયમાં જે વાયુપ્રકોપથી મળ સખત બને છે તે વાયુ.

51.                        બલક્ષય વાયુથીવ્યક્તી બલહીન થાય છે.

52.                       બાહ્યાયામ વાયુપીઠથી શરુ કરી છેક નીચે કમર સુધીનો ભાગ ખેંચી રાખે છે.

53.                       ભીરુત્વ વાયુથી ભય પેદા થાય છે.

54.                       ભેદવાયુથી સોય ભોંકાતી હોય તેવી વેદના થાય છે.

55.                       મન્યાસ્તંભ વાયુ સાથે કફ ભળવાથી ગળું સજ્જડ થઈ જાય છે. આથી ગળું ફેરવી કે હલાવી શકાતું નથી.

56.                       મિણમિણ આ વાયુની અસરથી વ્યક્તી ગુંગણું બોલે છે એટલે કે નસકોરામાંથી બોલે છે.

57.                       મૂકત્વ વાયુની અસરથીમોંઅેથી અવાજ નીકળતો નથી.

58.                       રસાજ્ઞતા વાયુથી મોંમાં સ્વાદનો ખ્યાલ આવતો નથી.

59.                       રુક્ષ નામના વાયુથીશરીર બરછટ બને છે.

60.                       રોમહર્ષ વાયુ ચામડીમાં પ્રવેશી શરીરમાં રોમાંચ ઉત્પન્ન કરે છે.

61.                        વાતકંટક વાયુ–થવાથી પગ પર કોઈ દબાણ પડવાથી અથવા ચાલતાં શ્રમને લીધે પગના તળીયામાં વેદના ઉત્પન્ન થાય છે.

62.                       વાતપ્રવૃત્તિ અપાન વાયુ પ્રકોપને કારણે ગુદા માર્ગે સરણ વધુ પ્રમાણમાં થાય છે.

63.                       વામનત્વ વાયુ ગર્ભાશયમાં પહોંચી ગર્ભને વીકૃત બનાાવે છે આથી બાળકની ઉંચાઈ વધતી નથી.

64.                       વિડ્ગ્રહ વાયુને લીધે મળ સાફ થતો નથી.

65.                       વિશ્વાચી વાયુહાથની આંગળી ઉપર શીરામાં પ્રવેશી બાહુ સુધી શીરામાં પ્રસરી વાયુના કર્મનો નાશ કરે છે. આથી હાથ ઉંચોનીચો થતો નથી.

66.                       વીરસતા વાયુથી મોંમાંથી સ્વાદ નષ્ટ થઈ જાય છે.

67.                       વ્રણાયમ વાયુ આઘાત નીર્મીત વ્રણમાં પીડા ઉત્પન્ન કરે છે.

68.                       શબ્દાક્ષતા વાયુથી કાને બહેરાશ આવે છે.

69.                       શિરાપુરણ વાયુશીરાની અંદર જઈને શીરાને ફુલાવી દે છે.

70.                       શિરોગ્રહ વાયુપીઠભાગમાં રક્ત આધારીત મગજના સ્નાયુઓને નીષ્ક્રીય બનાવી વેદના ઉત્પન્ન કરે છે. આ વાયુ અસાધ્ય છે.

71.                        શીતતા વાયુથી શરીર ઠંડુ થઈ જાય છે.

72.                       શુક્રકાર્શ્ય વાયુથી શુક્ર ધાતુ ક્ષીણ થાય છે.

73.                       શુક્રનાશ વાયુ શુક્ર ધાતુને શોષી લે છે.

74.                       શુક્રાતિપ્રવૃત્તી વાયુ શુક્ર ધાતુમાં ભળી ધાતુને અતી પાતળી કરે છે.

75.                       શ્યામતાવાયુથી શરીર કાળું પડી જાય છે.

76.                       સંકોચ વાયુસર્વાંગે શરીરને જડ બનાવે છે.

77.                       સ્તંભ વાયુથીશરીર અચેતન બને છે.

78.                       સ્ફુરણ વાયુથી અંગસ્ફુરણ થાય છે.

79.                       સ્વેદનાશ વાયુથી પરસેવો થતો નથી.

80.                       હનુસ્તંભ વાયુથી હડપચી સ્થગીત થાય, આંખ, મોં, ચહેરાની શીકલ ફરી જાય. મોં વાંકું બને.

વાયુવીકાર

ફેબ્રુવારી 25, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

વાયુવીકાર

 

વાયુવીકાર પક્ષાઘાત, કંપવાત, બાળલકવો, રાંઝણ, કમરનો દુખાવો, સાંધા દુખવા કે જકડાઈ જવા, આમવાત, વંધ્યત્વ, કસુવાવડ, શીઘ્રસ્ખલન, અડદીયો વા, સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ, વીશ્વાચી(હાથમાં થતો રાંઝણ જેવો દુખાવો), અવબાહુક(ફ્રોઝન શોલ્ડર), શરીરમાં સોય ભોંકાતી હોય તેવી વેદના થવી, વાત કંટક(પગની એડીમાં કાંટો ભોંકાતો હોય તેવી વેદના થવી), અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનીદ્રા, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી લુખી અને બરછટ થઈ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે.

મળમુત્ર વગેરે કુદરતી વેગો રોકવાથી, જમ્યા પછી તરત (ખાધેલું પુરેપુરું પચ્યા પહેલાં) ફરીથી નાસ્તો વગેરે ખાવાથી, ઉજાગરા કરવાથી, મોટેથી બોલવાથી, વધુ પડતો શ્રમ કરવાથી, પ્રવાસોથી, તીખા, કડવા અને તુરા પદાર્થોના વધુ પડતા સેવનથી, લુખા પદાર્થોથી, વાદળો થવાથી, ચીંતા, ભય, લાંઘણથી અને શોકથી વાયુ પ્રકોપ પામે છે.

(૧) ૫૦૦ ગ્રામ મેથી ઝીણી દળી, તેમાં ૧ કીલોગ્રામ ઘી અને ૬ કીલોગ્રામ દુધ મેળવી ધીમા તાપે ઉકાળી મધ જેવું ગાઢું બનાવવવું. પછી તેમાં ૧.૫ કીલો સાકર નાખી મેથીપાક બનાવવો. આ પાક સવારે ૨૫ થી ૪૦ ગ્રામ જેટલો ખાવાથી સર્વ પ્રકારના વાયુ રોગોનો નાશ થાય છે.

(૨) મેથીને ઘીમાં શેકી દળીને લોટ બનાવવો. પછી ઘી-ગોળનો પાયો લાવી સુખડીની માફક હલાવી નાના નાના લાડુ બનાવવા. રોજ સવારે એક એક લાડુ ખાવાથી અઠવાડીયામાં વાથી જકડાઈ ગયેલાં અંગો છુટાં પડે છે. હાથ-પગે થતી વાની કળતર મટે છે.

(૩) ૧૫-૨૦ ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે.

(૪) અજમો તાવી પર ગરમ કરી, સમભાગે સીંધવ સાથે પીસી ૩ ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દુર થાય છે.

(૫) અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ, લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી વાયુ મટે છે.

(૬) આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી વાયુ મટે છે.

(૭) આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી વાયુ મટે છે.

(૮) ૧૦-૧૦ ગ્રામ આદુના અને લીંબુના રસમાં ૧.૫ ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી વાયુ મટે છે.

(૯) ખજુર ૫૦ ગ્રામ, જીરુ, સીંધવ, મરી અને સુંઠ દરેક ૧૦-૧૦ ગ્રામ, પીપરી મુળ ૫ ગ્રામ અને લીંબુનો રસ ૦.૭૫ ગ્રામને બારીક વાટી ચાટણ બનાવી ખાવાથી વાયુ બેસી જાય છે.

(૧૦) એરંડ મગજને દુધમાં મેળવી ગરમ કરી, માવો બનાવી ખાવાથી ગૃધ્રસી વાયુ અને પેટ, ખભા, પગ વગેરેમાં થતો દુ:ખાવો મટે છે.

(૧૧) ગોળ નાખેલું દહીં વાયુ મટાડે છે. તે પુષ્ટી આપનાર, તૃપ્તી કરનાર અને પચવામાં ભારે છે.

(૧૨) ઘીમાં શેકેલી હીંગ, સુંઠ, મરી, પીપર, સીંધવ, અજમો, જીરુ અને શાહજીરુ એ આઠ ચીજો સરખે ભાગે લઈ, ચુર્ણ બનાવી મજબુત બુચવાળી શીશીમાં ભરી રાખવું. આ ચુર્ણને હીંગાષ્ટક ચુર્ણ કહે છે. એ વાયુ દુર કરે છે. એ અનેક રોગોની એક રામબાણ દવા છે. જેમ કે ૧ ગ્રામ જેટલું આ ચુર્ણ છાસમાં કે ભોજન પહેલાં ઘી અને ભાતમાં લેવાથી આફરો, અજીર્ણ, પેટની પીડા, વાયુ, ગોળો, કૉલેરા, અજીર્ણ કે વાયુથી થતી ઉલટી, કફ-વાતજન્ય વીકારો વગેરે મટે છે.

(૧૩) ચીકણી સોપારીનો ભુકો ૧.૫ ગ્રામ સવારે મઠામાં કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ (ગૅસ) મટે છે.

(૧૪) તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરુની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી વાયુ દુર થાય છે, મોંની ફીકાશ મટે છે, સ્વાદ પેદા થાય છે અને પાચનશક્તી સતેજ થાય છે. 

(૧૫) નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દુર થાય છે. 

(૧૬) પાકા આદુનો ૪૦૦ ગ્રામ રસ ૧.૬ કીલો સાકરની ચાસણીમાં નાખી તાર બંધાય તેવી ચાસણી ફરીથી બનાવી શરબત બનાવવું. એમાંથી ૧૦ ગ્રામ જેટલું શરબત પાણી સાથે લેવાથી પેટનો વાયુ, પેટમાં આમદોષથી આવતી ચુંક મટે છે. ગંધાતો અને પચ્યા વગરનો ઝાડો બંધાય છે અને પેટમાં થતો ગડગડાટ મટે છે.

(૧૭) મરી ઠંડા પાણીમાં બારીક વાટી લેપ કરવાથી વાયુથી અંગ જકડાઈ ગયું હોય તો ફાયદો કરે છે.

(૧૮) ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો કરી પીવાથી વાયુ દુર થાય છે, અને સારી ભુખ લાગે છે.

(૧૯) મુળાનાં બીનું ચુર્ણ લેવાથી પીઠ પર થતી વાયુની પીડા મટે છે.

(૨૦) લવીંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો વાયુ મટે છે.

(૨૧) વેંગણ વાયુ મટાડે છે.

(૨૨) રીંગણાંનું શાક, ભડથું કે સુપ બનાવી, હીંગ અને લસણ સાથે લેવાથી પેટમાંનો વાયુ અને ગોળો મટે છે. (૨૩) સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી વાયુ મટે છે.

(૨૪) સુંઠના ચુર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી ૩૦-૪૦ ગ્રામની લાડુડી બનાવી સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે.

(૨૫) સુંઠની ભુકી પાણી સાથે ચટણી માફક પીસી, ઘીમાં તળી, તેને ઘી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે.

(૨૬) મરી અને લસણને પીસી ભોજનના પહેલા કોળીયામાં ઘી સાથે ખાવાથી વાયુ મટે છે.

(૨૭) અેરંડાનાં પાન વાયુનો પ્રકોપ શાંત કરે છે. અેરંડીયું પણ વાયુના રોગો દુર કરે છે.

(૨૮) વાયુ અને કફદોષ– ૧ લીટર પાણીમાં ૧ ચમચી(૮.૫ ગ્રામ) તાજો નવો અજમો નાખી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારી, ગાળી લો. અા પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દોમાં ખાસ લાભપ્રદ છે. એનાથી કફજન્ય હૃદયનું શુળ, પેટમાં વાયુપીડા, અાફરો, પેટનો ગોળો, હેડકી, અરુચી, મંદાગ્ની, બરલનું દર્દ, પેટનાં કરમીયાં, અજીર્ણના ઝાડા, કૉલેરા, શરદી, સળેખમ, બહુમુત્ર, ડાયાબીટીસ, જેવાં અનેક દર્દોમાં ખાસ લાભપ્રદ છે. અા પાણી ગરમ ગુણો ધરાવે છે.

(૨૯) પીપરીમુળના ગંઠોડા ભુખ લગાડનાર, તીખા, ગરમ, આહારનું પાચન કરનાર, રુક્ષ, પીત્ત કરનાર, મળને ભેદનાર-તોડીને બહાર કાઢનાર, કફ અને વાયુના રોગો, પેટના રોગો, આફરો, ગોળો, બરોળ, કૃમી, શ્વાસ તથા ક્ષયને મટાડનાર છે.

(૩૦) વાયુથી જકડાઈ ગયેલા અંગ પર ઉમરાનું દુધ ચોપડી રુ ચોંટાડવાથી ફાયદો થાય છે. બળતરા થતી હોય તો ઉમરાનું દુધ સાકર મેળવી લગાડવું.

(૩૧) સરગવાનાં કુમળાં પાન, ફુલ કે શીંગનું શાક ખાવાથી વાયુ મટે છે.

(૩૨) ૪૦૦ મી.લી. ઉકળતા પાણીમાં ૨૫ ગ્રામ સુંઠનું ચુર્ણ નાખી ૨૦-૨૫ મીનીટ ઢાંકી રાખવું. ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી ૨૫થી ૫૦ ગ્રામ જેટલું પીવાથી વાયુ, પેટનો આફરો, ઉદરશુળ મટે છે.

(૩૩)  હીંગાષ્ટક ચુર્ણ સવાર, બપોર, સાંજ એક એક ચમચી પાણી સાથે લેવાથી વાયુ મટે છે. જેઓ દરરોજ હીંગાષ્ટક ચુર્ણ લે છે તેમને કદી ગૅસની તકલીફ થતી નથી.

વાયરલ ઈન્ફેક્શન

ફેબ્રુવારી 22, 2011

વાયરલ ઈન્ફેક્શન શ્રાવણ માસમાં શરીરે એકાદ વાર માટી, ગૌમુત્ર અને ગૌછાણનો લેપ કરવામાં આવે તો વર્ષભર અનેક રોગો સામે રક્ષણ મળે છે. ખાસ કરીને વાયરસથી થતા રોગો સામે રક્ષણ મેળવવા તે અત્યંત જરુરી છે. શ્રાવણમાં માત્ર એકાદ દીવસ આવો પ્રયોગ કરવાથી વર્ષભર શરીરને રક્ષણ મળે છે.

વાના રોગો

ફેબ્રુવારી 21, 2011

વાના રોગો ૧. ઠંડો પવન, ઠંડું પાણી, ઠંડું વાતાવરણ, ઠંડાં પીણાં, ઠંડી વાનગી, અને ઠંડા પદાર્થોથી દુર રહેવું.

૨. વાના રોગોમાં ગરમ પદાર્થો ઉપયોગી, જેવા કે લસણ, ડુંગળી, આદુ, હીંગ, મેથી, રાઈ, લવીંગ, તજ, સુંઠ, મરી, પીપર, વગેરે. આમ છતાં એમાંના જે પદાર્થો કોઈ કારણે તમને અનુકુળ ન હોય તેનું સેવન ન કરવું.

૩. વાના રોગોમાં દીવેલ સર્વોત્તમ છે, કાયમ એનું સેવન કરવું. ન ફાવે તો ભાખરીમાં દીવેલનું મોણ નાખીને લેવું.

૪. વાના રોગમાં તેલનું માલીશ રોજ કરવું, જેમાં દીવેલ કે સરસવ તેલ વાપરવું.

વાતાવરણની શુદ્ધી

ફેબ્રુવારી 20, 2011

વાતાવરણની શુદ્ધી:  વડની છાલને અંગારા પર બાળી ધુમાડો કરવાથી ઘરમાંનાં જીવજંતુઓનો નાશ થાય છે.

વાતશુળ

ફેબ્રુવારી 19, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

(૧) સુંઠ અને એરંડમુળના ઉકાળામાં ખાંડેલી હીંગ અને સંચળ નાખી પીવાથી વાતશુળ મટે છે.

(૨) હીંગને ૨૦૦ મી.લી. પાણીમાં ઉકાળી ૨૫ મી.લી. પાણી બાકી રહે ત્યારે ઉતારી પીવાથી વાતશુળ મટે છે. હીંગનું પ્રમાણ પોતાની પ્રકૃતીને અનુકુળ રાખવું.

વાતવ્યાધી

ફેબ્રુવારી 18, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

વાતવ્યાધી (૧) ૩ ગ્રામ લસણ પીસી, ૬ ગ્રામ તલનું તેલ કે ઘી અને સીંધવ મેળવી સવારે ખાવાથી સર્વ પ્રકારના વાતવ્યાધી તથા વીષમજ્વર અને વાતકફજ્વર મટે છે.

(૨) લસણની પાંચ કળીઓ રાત્રે પાણીમાં ભીંજવી રાખી સવારે તેને પીસી ગાળી પાણી પીવું.  બીજા અઠવાડીયે સાત કળીઓ, ત્રીજા અઠવાડીયે દસ કળીઓ પલાળવી અને એ રીતે પીવી. ત્રણ અઠવાડીયા પછી એક અવાડીયું પ્રયોગ બંધ કરવો, અને ફરી પાછો શરુ કરવો. પ્રયોગ વખતે માખણનું સેવન કરવું જરુરી છે. આ પ્રયોગથી વાતવ્યાધી મટે છે.

(૩) લકવો એટલે પેરાલીસીસ પણ એક પ્રકારનો વાતરોગ છે. દરરોજ સવારે અડધો કલાક સુર્યસ્નાન તથા પંદરેક મીનીટ બાષ્પસ્નાન લેવું. બપોરે અને સાંજે પણ પંદરેક મીનીટ લીંબુના રસ મીશ્રીત પાણીનું બાષ્પસ્નાન લેવું. એનાથી ચમત્કારી લાભ જોવા મળે છે. તજનું તેલ વાતવીકાર પર ચોળવાથી ફાયદો થાય છે.

(૪)  ૨૦ ગ્રામ દ્રાક્ષને ઘીવાળા હાથ લગાડી તવા ઉપર શેકી થોડું સીંધવ અને મરીનું ચુર્ણ લગાડી રોજ સવારે ખાવાથી વાતપ્રકોપ મટી નીર્બળતાથી આવનાર ચક્કર મટે છે.

વાતપીત્ત અને વાતરક્ત

ફેબ્રુવારી 17, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

વાતપીત્ત રાયણનાં પાન અને કોઠીનાં પાન વાટી કલ્ક કરી, ઘીમાં શેકી ખાવાથી વાતપીત્ત મટે છે.

વાતરક્ત તાંદળજાની ભાજી ખાવાથી વાતરક્ત મટે છે.

વાતકંટક

ફેબ્રુવારી 16, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

વાતકંટક વાયુના ૮૦ રોગોમાંથી એક રોગનું નામ ‘વાતકંટક’ છે. આ રોગને અંગ્રેજીમાં ‘ઓસ્ટીઓફાઈટ’ કહે છે. આમાં પગની ઘુંટી પાસે અથવા પાનીના હાડકાં પર હુકની જેમ હાડકું વધે છે અને ચાલવાથી તે ખુબ જ દુખે છે. સવારે ઉઠતી વખતે તો થોડી વાર પગ પર ચાલી પણ શકાતું નથી. આ વીકૃતીનું મેથી એ ઉત્તમ ઔષધ છે. કાચી મેથીને અધકચરી ખાંડીને બનાવેલો એક ચમચી ભુકો રોજ રાત્રે સુતી વખતે ફાકી જવો અને ઉપર એક ગ્લાસ જેટલું દુધ પીવું. બે મહીના આ ઉપચાર કરવો. દુખાવા ઉપર રેતીનો શેક કરવો અને આવશ્યક પરેજી પાળવી, જેમાં ખાસ કરીને વાતકારક આહાર-વીહારનો ત્યાગ મહત્ત્વનો છે.