વજન વધારવા

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

વજન વધારવા (૧) ઠળીયા કાઢેલું પાંચ પેશી ખજુર ભેંસના ઘીમાં પાંચ મીનીટ સુધી સાંતળીને બપોરે ભાત સાથે મેળવી ખાઈ અર્ધો કલાક ઉંઘ લેવાથી સુકલકડી દુબળા માણસના શરીરનાં વજન અને શક્તી વધે છે.

(૨) સુંઠ, કાળી મુસળી, ગળો, ગોખરું, આમળાં, કૌંચાં, અશ્વગંધા, એખરો, જેઠીમધ, જાયફળ અને હરડે દરેક ૩૦-૩૦ ગ્રામના ચુર્ણને ધાતુપૌષ્ટીક ચુર્ણ કહે છે. આ ચુર્ણને બને તેટલું બારીક ઘુંટવું. અડધીથી એક ચમચી જેટલું આ ચુર્ણ ઉકાળીને ઠંડા કરેલા એક ગ્લાસ દુધમાં મેળવીને એકથી દોઢ માસ રોજ રાત્રે પીવાથી ધાતુપુષ્ટી થાય છે, મુખની તેજસ્વીતા વધે છે અને શરીરનું વજન વધવાની સાથે બળ અને સ્ફુર્તીમાં પણ વધારો થાય છે.

(૩) સુકા અંજીરના ટુકડાનું ચુર્ણ, ગરમ પાણીમાં ભીંજવી છોતરાં કાઢી નાખેલી બદામનું ચુર્ણ, ખડી સાકરનું ચુર્ણ, એલચીની ભુકી, કેસર, ચારોળી, પીસ્તાં અને બળદાણા બધું સરખા વજને લઈ ગાયના ઘીમાં આઠ-દસ દીવસ ભીંજવી રાખવું. પછી દરરોજ સવારે એકથી બે ચમચી ખાવું. એનાથી નાનાં બાળકોનાં તેમ જ અશક્ત લોકોનાં રસ, રક્ત, માંસ, મેદ વગેરે સપ્ત ધાતુની વૃદ્ધી થઈ શરીર પુષ્ટ બને છે. જેમનું વજન વધતું જ ન હોય તેમનું પણ આ ઉપચારથી વજન વધવા લાગે છે.

(૪) શરીર ખુબ પાતળું હોય અને વજન વધારવું હોય તો સમાન ભાગે તલ અને ખાંડ બબ્બે ચમચા સવાર, બપોર, સાંજ ખુબ ચાવીને ખાવાં. વળી દરરોજ આહારમાં દુધ-ભાત અને ખાંડ જો અન્ય રીતે હાનીકારક ન હોય તો વધુ પ્રમાણમાં લેવાં.

(૫) ૧૦૦ મી.લી. દુધમાં એટલું જ પાણી ઉમેરી જરુરીયાત મુજબ ખાંડ કે સાકર, એલચી અને ૧૦ ગ્રામ અશ્વગંધાનું ચુર્ણ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી ઠારીને પીવાથી દુબળી વ્યક્તીનું વજન વધવા માંડે છે.

(૬) આમળાં અને કાળા તલનું સરખે ભાગે બનાવેલું ચુર્ણ ઘી કે મધમાં ચાટવાથી માંસવૃદ્ધી થઈ કૃશતા ઘટે છે.

(૭) વજન હોવું જોઈએ એના કરતાં ૨૦% ઓછું હોય તો નીયમીત ખોરાક ઉપરાંત દરરોજ ક્રીમ કાઢી નાખેલ ૫૦૦ મી.લી. દુધ, બે કેળાં, ૧૦૦ ગ્રામ શેકેલી મગફળી અને પાંચ ખજુરની પેશી ખાવાથી અને બેથી ત્રણ લીટર પાણી પીવાથી વજન વધે છે.

(૮) નાગરવેલના એક પાનમાં દરરોજ દસ કાળા મરીના દાણા મુકી ખુબ ચાવીને ખાઈને ઉપર માટલાનું ઠંડુ પાણી પીવાથી બેથી ત્રણ મહીનામાં પાતળો માણસ જાડો થાય છે.

(૯) વજન વધારવા માટે કસરત સૌથી ઉત્તમ ઉપાય છે.
(૧૦) કેળાં વજન વધારવા માટે સારાં ગણી શકાય છે. દિવસમાં 3 કેળાં તો ખાવાં જોઈએ. કેળાં સાથે દહીં કે દુધ લેવું પણ  સારું. બનાના મીલ્ક શેક પણ લઈ શકાય. જો કે આયુર્વેદ મુજબ દુધ સાથે કેળાં વીરુદ્ધ આહાર ગણાય છે.
(૧૧) નાશ્તામાં કે સુતાં પહેલાં ગરમ દુધમાં મધ નાખીને પીવાથી ફાયદો થાય છે.
(૧૨) મોસમી ફળ ખાવાં જોઈએ. જે પાણીદાર ફળ ડીહાઈડ્રેશનથી બચાવે છે.
(૧૩) દુધમાં સુકોમેવો નાખીને પીવું જોઈએ. જેમ કે  બદામ,ખજુર અને અંજીર વગેરે.
(૧૪) રોજ 30 ગ્રામ જેટલી સુકી દ્રાક્ષ ખાવાથી એક મહીનામાં વજન વધે છે.
(૧૫) વધારે કેલરી અને કાર્બોહાઈડ્રેટવાળો આહાર લેવો જેમકે ભાત, ઘઉંનો લોટ, મધ, સુકોમેવો, માખણ વગેરે.

Advertisements

ટૅગ્સ:

11 Responses to “વજન વધારવા”

 1. zala mahipalsinh.j Says:

  mare vajan vadharavu chhe

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે ભાઈશ્રી મહીપાલ.
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર. એ સાથે આપેલ લીન્ક પણ આપે જોઈ હશે. એમાં જણાવ્યા મુજબ આપે આયુર્વેદના કોઈ સારા જાણકારની મુલાકાત લઈ આપને અનુકુળ ઔષધો લેવાં જોઈએ. આપણા ઘરગથ્થુ ઔષધો પણ ઘણાં અસરકારક હોય છે એમ બતાવવાનો જ મારો આશય છે. પ્રયોગો તો જાણકારની મદદથી જ કરવા. મેં અહીં બતાવેલા આઠ પ્રયોગો ઉપરાંત આયુર્વેદમાં બીજા પ્રયોગો પણ હશે.
   -ગાંડાભાઈ.

 2. અનામિક Says:

  vajan vadhtu nathi

 3. અનામિક Says:

  mayur mare vajan vadharvu che ane hu ghar thi dur rahi ne nokari karu chu aetle koy bajar ma tayar madti prodact hoy to janavo mara mo.9408237023

 4. vijay Says:

  maru sarir sav patdu chhe vajan vadhar va ni taiyar kai dava batavo
  mara id par vijay0485@gmail.com

 5. renish Says:

  me badhi tray kari pan vajan nathi vadhto.
  koy evi medical ni dava batavo jethi 1thi 2 mahina ma vajan vadhi jay. pliz…..

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે.
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   આપે વજન બાબત BMI (Body Mass Index) વીષે વાંચ્યું હશે. આપનું વજન કેટલું હોવું જોઈએ એની માહીતી એના પરથી જાણી શકાય. જો આપે એ ન જાણ્યું હોય તો પહેલાં નીચેની માહીતી જુઓ.
   શરીરનું વજન ઊંચાઈના પ્રમાણમાં જાણવાની રીતને બી.એમ.આઈ. કહે છે. કિલોગ્રામમાં જે વજન હોય તેને મીટરમાં ઊંચાઈના વર્ગ (સ્ક્વેર)થી ભાગવાથી જે આંકડો આવે તે બી.એમ.આઈ. ગણાય. જેમ કે વજન ૫૩ કીલો, ઉંચાઈ ૧.૬૨૫ મીટર તો બી.એમ.આઈ. થશે ૨૦.૦૬ (૫૩/૨.૬૪). તંદુરસ્ત વ્યક્તિનો બી.એમ.આઈ. ૧૯ થી ૨૪.૯ હોવો જોઈએ. જો ૨૪.૯ થી વધારે હોય તો હાર્ટએટેક, ડાયાબીટીસ, બી.પી., સાંધાનો વા તેમજ કેન્સર થવાની શક્યતા ખૂબ વધી જાય છે. ૨૫ થી ૩૦ બી.એમ.આઈ. જાડાપણું અને ૩૦થી ઉપરનો બી.એમ.આઈ. ખૂબ જોખમકારક જાડાપણું ગણાય. આનાથી ઉલટું ૧૯થી નીચે બી.એમ.આઈ. શરીરમાં પૌષ્ટિક અને સમતોલ ખોરાકનો અભાવ બતાવે છે અને એવી વ્યક્તિનો શરીરના ઘસારાથી મૃત્યુ પામવાનો ભય વધી જાય છે. જો બી.એમ.આઈ. ૨૦ થી ૨૩ હોય તો સરસ, ૨૩ થી ૨૫ ઠીક અને ૨૫થી ઉપર હોય તો જોખમકારક ગણાય.
   હવે આપનો BMI શોધીને આપનું વજન ખરેખર ઓછું છે કે કેમ તે નક્કી કરજો. ઉપરના ઉદાહરણનો BMI મારો છે. એ તંદુરસ્ત ગણાય, છતાં એક દીવસ મને એક જણે કહ્યું કે તમારું વજન બહુ ઓછું છે. દેખાવ ઉપરથી નીર્ણય કરી ન શકાય.
   આમ છતાં વજન વધારવા બાબત નીચે બીજી એક લીન્ક આપું છું.
   http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20081008/guj/supplement/health2.html

   Gandabhai Vallabh
   My blogs
   https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
   (This blog is mainly about Ayurveda)
   http://kriyakand.wordpress.com (Gujarati)
   (Hindu Religious Services)
   http://azadiladat.wordpress.com (Gujarati)
   (A Book by Dayal Kesry)

 6. renish Says:

  renishramoliya@gmail.com

 7. kps0715 Says:

  શ્રી ભીખુભાઈ મિસ્ત્રી -TX મારફતે તમારા બ્લોગ ની જાણ થઈ. હજુ વાંછું છુ. સુદર છે. તમને પણ જ્યારે સમય મળે ત્યારે મારા બ્લોગ http://kps0715.wordpress.com/ અને http://kps0715.blogspot.com/ જોતા રહેજો તથા તમારા સર્કલ માં જણાવશો, નેટ પર આવતી સારી માહિતિ ભેગી કરી/પોતાનું થોડું ઉમેરી ને મુકું છુ. હજુ શરૂઆત જ છે. અનુકૂળતાએ તમારો અભિપ્રાય જરૂર જણાવશો.

 8. Mahesh Says:

  Sir ! Maru vajan hal ma 46 kg chhe
  Mare pahela 51 kg hatu 2 month ni andar mare 4 kg vadharvu chhe
  – police bharti ma javanu chhe mate time lakhyo chhe
  – 4 kg 2 month ma vadhi saktu hoy to koy upchar batavo plese sir!!!!

 9. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે મહેશભાઈ,
  તમે ૫ કીલો વજન ગુમાવ્યાનું કારણ જણાવ્યું નહીં.
  મારા બ્લોગમાં મેં વજન વધારવા માટે નીચેના ઉપાય સુચવ્યા છે. તમારા શરીરને અનુકુળ હોય તે ઉપાય અજમાવી શકો. જે ઉપાય કરો તે તમારી પાચનશક્તીનો ખ્યાલ રાખીને કરવો, નહીંતર લાભને બદલે નુકસાન થઈ શકે. આથી જણાવેલા પ્રમાણ કરતાં ઓછા પ્રમાણથી શરુઆત કરવી, અને પછી ધીમે ધીમે વધારતા જવું.
  વજન વધારવા (૧) ઠળીયા કાઢેલું પાંચ પેશી ખજુર ભેંસના ઘીમાં પાંચ મીનીટ સુધી સાંતળીને બપોરે ભાત સાથે મેળવી ખાઈ અર્ધો કલાક ઉંઘ લેવાથી સુકલકડી દુબળા માણસના શરીરનાં વજન અને શક્તી વધે છે.
  (૨) સુંઠ, કાળી મુસળી, ગળો, ગોખરું, આમળાં, કૌંચાં, અશ્વગંધા, એખરો, જેઠીમધ, જાયફળ અને હરડે દરેક ૩૦-૩૦ ગ્રામના ચુર્ણને ધાતુપૌષ્ટીક ચુર્ણ કહે છે. આ ચુર્ણને બને તેટલું બારીક ઘુંટવું. અડધીથી એક ચમચી જેટલું આ ચુર્ણ ઉકાળીને ઠંડા કરેલા એક ગ્લાસ દુધમાં મેળવીને એકથી દોઢ માસ રોજ રાત્રે પીવાથી ધાતુપુષ્ટી થાય છે, મુખની તેજસ્વીતા વધે છે અને શરીરનું વજન વધવાની સાથે બળ અને સ્ફુર્તીમાં પણ વધારો થાય છે.
  (૩) સુકા અંજીરના ટુકડાનું ચુર્ણ, ગરમ પાણીમાં ભીંજવી છોતરાં કાઢી નાખી સુકવેલી બદામનું ચુર્ણ, ખડી સાકરનું ચુર્ણ, એલચીની ભુકી, કેસર, ચારોળી, પીસ્તાં અને બળદાણા બધું સરખા વજને લઈ ગાયના ઘીમાં આઠ-દસ દીવસ ભીંજવી રાખવું. પછી દરરોજ સવારે એકથી બે ચમચી ખાવું. એનાથી નાનાં બાળકોનાં તેમ જ અશક્ત લોકોનાં રસ, રક્ત, માંસ, મેદ વગેરે સપ્ત ધાતુની વૃદ્ધી થઈ શરીર પુષ્ટ બને છે. જેમનું વજન વધતું જ ન હોય તેમનું પણ આ ઉપચારથી વજન વધવા લાગે છે.
  (૪) શરીર ખુબ પાતળું હોય અને વજન વધારવું હોય તો સમાન ભાગે તલ અને ખાંડ બબ્બે ચમચા સવાર, બપોર, સાંજ ખુબ ચાવીને ખાવાં. વળી દરરોજ આહારમાં દુધ-ભાત અને ખાંડ જો અન્ય રીતે હાનીકારક ન હોય તો વધુ પ્રમાણમાં લેવાં.
  (૫) ૧૦૦ મી.લી. દુધમાં એટલું જ પાણી ઉમેરી જરુરીયાત મુજબ ખાંડ કે સાકર, એલચી અને ૧૦ ગ્રામ અશ્વગંધાનું ચુર્ણ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી ઠારીને પીવાથી દુબળી વ્યક્તીનું વજન વધવા માંડે છે.
  (૬) આમળાં અને કાળા તલનું સરખે ભાગે બનાવેલું ચુર્ણ ઘી કે મધમાં ચાટવાથી માંસવૃદ્ધી થઈ કૃશતા ઘટે છે, વજન વધે છે.
  (૭) વજન હોવું જોઈએ એના કરતાં ૨૦% ઓછું હોય તો નીયમીત ખોરાક ઉપરાંત દરરોજ ક્રીમ કાઢી નાખેલ ૫૦૦ મી.લી. દુધ, બે કેળાં, ૧૦૦ ગ્રામ શેકેલી મગફળી અને પાંચ ખજુરની પેશી ખાવાથી અને બેથી ત્રણ લીટર પાણી પીવાથી વજન વધે છે. આ બધું એકી સાથે નહીં, પણ આખા દીવસ દરમીયાન અને એ પણ તમારી પાચનશક્તીનો ખ્યાલ રાખીને લઈ શકાય.
  (૮) નાગરવેલના એક પાનમાં દરરોજ દસ કાળા મરીના દાણા મુકી ખુબ ચાવીને ખાઈને ઉપર માટલાનું ઠંડુ પાણી પીવાથી બેથી ત્રણ મહીનામાં પાતળો માણસ જાડો થાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: