વાયુના ૮૦ પ્રકાર

1.     અતીજમત્વ – વાયુથી બગાસાં આવે છે.

2.     અત્યુદ્ગાર આમાશયમાં આ વાયુ ભરાવાથી ઓડકાર વધુ આવે છે.

3.     અનાવસ્થીત ચીત્તત્ત્વ વાયુથી ચીત્ત અસ્વસ્થ બને છે.

4.     અપતંત્રક (હીસ્ટીરીયા)વાયુ ઉર્ધ્વગામી થઈને હૃદય, માથુ તથા શરીરના અન્ય ભાગને પીડા આપી ધનુષ્યની જેમ શરીરને ફેરવે છે. એમાં નજર જડ બને છે, ચંચળતા જાગે છે, વ્યક્તી ગુંગળાની જેમ બોલે છે.

5.     અપતાનક  વાયુ હૃદયમાં પહોંચી દૃષ્ટી તથા ચેતનાને વીકૃત કરી બેશુદ્ધ કરે છે અને ગળામાંથી વીચીત્ર શબ્દો નીકળે છે. જ્યારે હૃદયમાંથી વાયુનું દબાણ હળવું થાય ત્યારે સંપુર્ણ ભાન આવે છે.

6.     અપબાહુક વાયુ હાથમાં જોરથી પકડવા સમાન પીડા થાય છે.

7.     અભ્યંતરાયામ વાયુપેટની તરફ ધનુષ સમાન ખેંચ લાવે છે.

8.     અર્દીત વાયુમાથું, નાક, હોઠ, ઘુટણનાં હાડકાં, કપાળ અથવા નેત્ર સાંધામાં મોંની સીકલ ફેરવી નાખે છે. આથી ગળાનો ભાગ વાંકો થઈ જાય. માથામાં ધ્રુજારી આવે. 

9.     અષ્ઠીલિકા વાયુની અસરથી નાભીના નીચેના ભાગમાં પથ્થર જેવી ઉંચી, ગોળ અથવા ઘન સ્વરુપ ગ્રંથી ઉત્પન્ન થાય છે. મળમુત્ર તથા વાયુ નીરોધ થાય છે અને તે સ્થળે વેદના ઉપડે છે.

10.     અંગપીડા વાયુથીશરીરના કોઈ એક કે બધા ભાગમાં પીડા થાય છે.

11.અંગભંગ વાયુસર્વાંગનું ભેદન કરે છે. અંગોમાં સણકા થાય છે.

12.                        અંગભેદ આ વાયુ સર્વ અંગોને પીડા આપે છે.

13.                        અંગવિભ્રંશ વાયુથીશરીરના કોઈ એક ભાગની ચેતના જતી રહે છે.

14.                        અંગશુલ વાયુથીસર્વાંગે શુળ ઉત્પન્ન થાય છે.

15.                        અંગશોષ – જે વાયુ આખા શરીરનું શોષણ કરે છે તે.

16.                        આક્ષેપક વાયુ સમગ્ર શરીરમાં પ્રસરી શરીરને હલબલાવી દે છે.

17.                        આધ્માન પક્વાશયમાં જે વાયુ પ્રસરી પેટ ધમણની માફક ફુલી અવાજ કરે છે તથા વેદના થાય છે તે.

18.                        આંત્રકુજન – જે વાયુ પક્વાશયમાં રહી આંતરડામાં જઈ શબ્દ કરે છે.

19.                        ઉરુસ્તંભ વાયુ ચીકણા મેદમાં ભળી પગથી ઘુંટણ સુધી વ્યાપી ઘુંટણ અકડાઈને નીષ્ક્રીય બને.

20.                       કટીગ્રહ વાયુથીકમર પુરી અકડાઈ જાય છે.

21.                        કલાયખંજ વાયુથીઅવાર નવાર કંપારી આવે અને ચાલતી વખતે પગ વાંકા પડે.

22.                       કલ્લતા આ વાયુ પ્રકોપ સમયે ગળામાંથી શબ્દો નીકળતા નથી.

23.                       કષાયવક્તૃતા વાયુથી મોં ગંદુ થઈ જાય છે.

24.                       કંડુ વાયુથી શરીરમાં ખંજવાળ આવે છે.

25.                       કંપ વાયુથી શરીરમાં ધ્રુજારી આવે છે.

26.                       કાઠિન્ય વાયુથી શરીર સખત બની જાય છે.

27.                       કાર્શ્ય વાયુસમગ્ર શરીરને જીર્ણશીર્ણ કરે છે.

28.                       કુબ્જત્વવાયુની શીરામાં અસર થતાં પીઠ તથા છાતીમાં વેદના થાય છે.

29.                       કોષ્ટુશીર્ષ વાયુ લોહીમાં ભળી ઘુટણમાં ફેલાઈ સોજો ઉત્પન્ન કરે છે, ત્યાં ભારે વેદના થાય છે.

30.                       ક્ષીપ્રમુત્રતા વાયુથી વારંવાર અને પુશ્કળ પ્રમાણમાં પેશાબ થાય.

31.                        ખલ્લી વાયુથીપેટ, પગ, નીતંબ, હાથ વગેરેમાં ક્રમશઃ શુળ ઉત્પન્ન થાય છે.

32.                       ખંજ વાયુથી પગ શીથીલ થઈ જાય છે.

33.                       ગંધાજ્ઞતા વાયુથી સુગંધ કે દુર્ગંધનો ખ્યાલ આવે નહીં.

34.                       ગુધ્રસી વાયુ પીઠ, કેડ, ઘુંટણ, નીતંબ, પગ આ સ્થાનો પર કમરથી પ્રવેશ કરી ફરતો ફરતો આ સ્થાનોની ક્રીયાઓ સ્થગીત કરી દે છે.

35.                       જીહ્વાસ્તંભ વાયુથીજીભ જડ બની જાય છે, તેથી ભોજન ગળામાં ઉતારતી વખતે તકલીફ પડે છે.

36.                       તુની વાયુથીપક્વાશય તથા મુત્રાશયમાં બળતરા ઉત્પન્ન થાય છે.

37.                       દંડાપતાનક વાયુથીશરીરનાં અંગો લાકડા જેવાં જડ થઈ જાય છે.

38.                       દુર્બલત્વ વાયુથી વ્યક્તી શક્તીહીન બને છે.

39.                       દૃષ્ટીક્ષય વાયુથી દૃષ્ટીનો નાશ થાય છે. 

40.                       નીદ્રાનાશ વાયુથી નીદ્રાનાશ થાય છે.

41.                        પક્ષાઘાત કુપીત વાયુ શરીરના ઉભા અડધા ભાગમાં શીરા તથા સ્નાયુઓનું શોષણ કરી સાંધાનાં જોડાણ ઢીલાં કરી ચેતના વીનાનાં બનાવી દે છે. એને અર્ધાંગ વાયુ પણ કહે છે.

42.                       પંગુવાયુકુપીત વાયુ કમર નીચેના ભાગમાં જઈને મોટી શીરાઓને નબળી પાડી બંને પગ લથડાવી દે છે.

43.                       પાદહર્ષ વાયુ સાથે કફ ભળી પગમાં રસીની જેમ પરુથી ઝણઝણાટી ઉત્પન્ન થાય છે.

44.                       પાર્શ્વશુલ જે–વાયુથી પેટના અંદરના ભાગમાંથી પાંસળીઓમાં દર્દ થાય છે તે વાયુ.

45.                       પ્રતીતુની વાયુથીગુદા તથા યોનીના સ્થાને વેદના ઉત્પન્ન થાય છે. પક્વાશય તથા મુત્રાશયના સ્થાને કરડવા જેવી વેદના ઉત્પન્ન થાય છે.

46.                       પ્રત્યષ્ઠીલા વાયુઅષ્ઠીલિકાની જેમ પણ ગુમડું ત્રાંસુ કે લાંબુ અને વેદનાયુક્ત હોય છે. એનાથી મળમુત્ર અને વાયુનો અવરોધ થાય છે.

47.                       પ્રત્યાધ્માન વાયુ આમાશયમાં જઈ મ્યુકસ/ચીકાશ સાથે ભળી પેટની ફાંદ વધારે છે.

48.                       પ્રલાપ વાયુથી વ્યક્તી આડું અવળું બોલ્યા કરે છે.

49.                       પ્રસુપ્તિ વાયુથી ચામડીની સ્પર્શશક્તી નાશ પામે છે.

50.                       બદ્ધવિષ્ટીકા પક્વાશયમાં જે વાયુપ્રકોપથી મળ સખત બને છે તે વાયુ.

51.                        બલક્ષય વાયુથીવ્યક્તી બલહીન થાય છે.

52.                       બાહ્યાયામ વાયુપીઠથી શરુ કરી છેક નીચે કમર સુધીનો ભાગ ખેંચી રાખે છે.

53.                       ભીરુત્વ વાયુથી ભય પેદા થાય છે.

54.                       ભેદવાયુથી સોય ભોંકાતી હોય તેવી વેદના થાય છે.

55.                       મન્યાસ્તંભ વાયુ સાથે કફ ભળવાથી ગળું સજ્જડ થઈ જાય છે. આથી ગળું ફેરવી કે હલાવી શકાતું નથી.

56.                       મિણમિણ આ વાયુની અસરથી વ્યક્તી ગુંગણું બોલે છે એટલે કે નસકોરામાંથી બોલે છે.

57.                       મૂકત્વ વાયુની અસરથીમોંઅેથી અવાજ નીકળતો નથી.

58.                       રસાજ્ઞતા વાયુથી મોંમાં સ્વાદનો ખ્યાલ આવતો નથી.

59.                       રુક્ષ નામના વાયુથીશરીર બરછટ બને છે.

60.                       રોમહર્ષ વાયુ ચામડીમાં પ્રવેશી શરીરમાં રોમાંચ ઉત્પન્ન કરે છે.

61.                        વાતકંટક વાયુ–થવાથી પગ પર કોઈ દબાણ પડવાથી અથવા ચાલતાં શ્રમને લીધે પગના તળીયામાં વેદના ઉત્પન્ન થાય છે.

62.                       વાતપ્રવૃત્તિ અપાન વાયુ પ્રકોપને કારણે ગુદા માર્ગે સરણ વધુ પ્રમાણમાં થાય છે.

63.                       વામનત્વ વાયુ ગર્ભાશયમાં પહોંચી ગર્ભને વીકૃત બનાાવે છે આથી બાળકની ઉંચાઈ વધતી નથી.

64.                       વિડ્ગ્રહ વાયુને લીધે મળ સાફ થતો નથી.

65.                       વિશ્વાચી વાયુહાથની આંગળી ઉપર શીરામાં પ્રવેશી બાહુ સુધી શીરામાં પ્રસરી વાયુના કર્મનો નાશ કરે છે. આથી હાથ ઉંચોનીચો થતો નથી.

66.                       વીરસતા વાયુથી મોંમાંથી સ્વાદ નષ્ટ થઈ જાય છે.

67.                       વ્રણાયમ વાયુ આઘાત નીર્મીત વ્રણમાં પીડા ઉત્પન્ન કરે છે.

68.                       શબ્દાક્ષતા વાયુથી કાને બહેરાશ આવે છે.

69.                       શિરાપુરણ વાયુશીરાની અંદર જઈને શીરાને ફુલાવી દે છે.

70.                       શિરોગ્રહ વાયુપીઠભાગમાં રક્ત આધારીત મગજના સ્નાયુઓને નીષ્ક્રીય બનાવી વેદના ઉત્પન્ન કરે છે. આ વાયુ અસાધ્ય છે.

71.                        શીતતા વાયુથી શરીર ઠંડુ થઈ જાય છે.

72.                       શુક્રકાર્શ્ય વાયુથી શુક્ર ધાતુ ક્ષીણ થાય છે.

73.                       શુક્રનાશ વાયુ શુક્ર ધાતુને શોષી લે છે.

74.                       શુક્રાતિપ્રવૃત્તી વાયુ શુક્ર ધાતુમાં ભળી ધાતુને અતી પાતળી કરે છે.

75.                       શ્યામતાવાયુથી શરીર કાળું પડી જાય છે.

76.                       સંકોચ વાયુસર્વાંગે શરીરને જડ બનાવે છે.

77.                       સ્તંભ વાયુથીશરીર અચેતન બને છે.

78.                       સ્ફુરણ વાયુથી અંગસ્ફુરણ થાય છે.

79.                       સ્વેદનાશ વાયુથી પરસેવો થતો નથી.

80.                       હનુસ્તંભ વાયુથી હડપચી સ્થગીત થાય, આંખ, મોં, ચહેરાની શીકલ ફરી જાય. મોં વાંકું બને.

Advertisements

Tags:

2 Responses to “વાયુના ૮૦ પ્રકાર”

  1. Dr. Sudhir Shah Says:

    nice article…educative

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: