વાળ વધારવા – વાળનો જથ્થો તથા વાળ દુર કરવા

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

વાળ વધારવા – વાળનો જથ્થો (૧) જે ભાગ પર વાળનો જથ્થો ઓછો લાગતો હોય ત્યાં લીંબુની ચીરી કરી દરરોજ સવાર સાંજ ઘસતા રહેવું. આથી ત્યાં વાળ વધુ થશે.

(૨) બે ભાગ કીસમીસ અને એક ભાગ એળીયાને પાણીમાં વાટી માથા પર લેપ કરી સુઈ જવું. પ્રયોગ નીયમીત કરવાથી વાળનો જથ્થો વધે છે કે માથાની ટાલ દુર થાય છે. બધા કેસમાં સો ટકા સફળતા મળતી નથી, પરંતુ નોંધપાત્ર ફરક પડી શકે.

(૩) અડદની દાળ પાણીમાં પલાળી, બારીક વાટી મલમ જેવું બનાવી રાતે સુતી વખતે માથા પર લેપ કરવો. સવારે બરાબર સાફ કરી માથું ખંજવાળી બધે ઘી ઘસી થોડી વાર કુમળા તડકામાં બેસવું. લાંબા સમય સુધી આ પ્રયોગ કરવાથી વાળનો જથ્થો વધે છે. ટાલ પડવાની શરુઆત થઈ હોય તો તે અટકે છે.

(૪) દરરોજ રાતે પાકા કેળાને છુંદી, મસળી તેમાં લીંબુનો રસ નાખી ફરીથી મસળીને મીશ્રણ માથા પર બધે વ્યવસ્થીત લેપ કરી સુઈ જવું. સવારે સાદા પાણીથી માથું ધોઈ નાખવું. ચારેક મહીના સુધી દરરોજ નીયમીત પ્રયોગ કરવો. કેળાંનું પ્રમાણ વાળના જથ્થા મુજબ લેવું, તથા એક આખું મોટું કેળું હોય તો બે લીંબુ અને અડધું કેળું હોય તો એક લીંબુ લેવું.

(૫) મેંદીનાં સુકવેલાં પાનનો બારીક પાઉડર (જે બજારમાં મળે છે) પાણીમાં પલાળી દરરોજ નહાતી વખતે માથામાં સરખી રીતે લેપ કરી થોડી વાર રહીને નાહવું. દરરોજ નીયમીત પ્રયોગ કરતા રહેવાથી વાળનો જથ્થો તથા વાળની લંબાઈ પણ વધે છે.

(૬) આમળાના ચુર્ણને દુધમાં કાલવી જાડી થેપલી કરી રાત્રે સુતી વખતે મગજના ભાગ પર માથા પર બાંધી રાખવામાં આવે તો વાળ વધે છે.

(૭) તાજા ગોમુત્રમાં જાસુંદનાં ફુલ વાટી રાતે સુતી વખતે માથે લેપ કરવાથી અને સવારે ધોઈ નાખવાથી માથામાં વાળનો જથ્થો વધે છે. લાંબા સમય સુધી પ્રયોગ કરવો.

(૮) વડનાં પાન સુકવી તેના પર અળસીનું તેલ ચોપડી બાળીને બનાવેલી રાખને ચારગણા વજનના અળસીના તેલમાં મીશ્ર કરી દરરોજ રાતે સુતી વખતે માથા પર જે ભાગમાં વાળ ઓછા હોય ત્યાં ઘસી માલીશ કરતા રહેવાથી ઘણા દીવસો પછી વાળ વધવા લાગે છે. માથે ટાલ પડી ગઈ હોય તો તે પણ મટે છે.

(૯) માથાની ટાલ પર ભાંયરીંગણીના પાનના રસની દરરોજ ૨૦ મીનીટ માલીશ કરવાથી વાળ ફરીથી ઉગી ટાલ મટે છે.

(૧૦) ૧-૧ ચમચી શંખપુષ્પીનું ચુર્ણ દરરોજ સવાર, બપોર, સાંજ નીયમીત લેવાથી કે ૧-૧ કપ શંખપુષ્પીનું શરબત પીવાથી માથાના વાળનો જથ્થો વધે છે અને વાળ સુંદર તથા લાંબા થાય છે.

વાળ દુર કરવાના ઉપાય

 1. કાચું પૈપયું વાળ દુર કરવા માટેનું સારું ઔષધ છે. તે વાળના મુળને દુર કરે છે, આથી ફરીથી વાળ ત્યાં ઉગતા નથી.

કાચા પપૈયાના ટુકડા બારીક  ગ્રાઈન્ડ કરી થોડી હળદર ઉમેરો. આ મીશ્રણ વડે જ્યાં વાળ દુર કરવા હોય ત્યાં 10 કે 15 મીનીટ માલીસ કરી એ ભાગ હુંફાળા પાણી વડે ધોવો. આ ઉપાય સપ્તાહમાં બે વખત કરવો. જ્યાં સુધી અનીચ્છનીય વાળ દુર ન થાય ત્યાં સુધી ઉપચાર ચાલુ રાખવો. જો કોઈ વીપરીત અસર માલમ પડે તો પ્રયોગ બંધ કરી દેવો.

 1. ચણાનો લોટ – ન ગમતા વાળને દુર કરવા માટેનો બીજો એક ઉપાય છે ચણાનો લોટ.

ચણાનો લોટ અને દૂધ સરખા પ્રમાણમાં લઈ એકાદ ચપટી હળદર ઉમેરો. એને વાળ જે દીશામાં ઉગ્યા હોય તે દીશામાં ઘસો, ઉલ્ટી દીશામાં નહીં. આ મીશ્રણ સુકાઈ જાય ત્યાં સુધી એ ભાગ પર રહેવા દેવું અને પછી હુંફાળા પાણી વડે ધોઈ નાખવું. એનાથી વાળનાં મુળ નબળાં બને છે અને સુકાયેલા મીશ્રણ સાથે વાળ નીકળી જાય છે.

 1. લીંબુ અને મધ – લીંબુના રસમાં એનાથી ચારગણું મધ લઈ મીક્સ કરો. એને જે વાળ દુર કરવા હોય તેના પર 20 કે 25 મીનીટ સુધી રાખી સુકાઈ જાય ત્યારે કપડા વડે દુર કરો. આ ઉપાય સતત કરતા રહેવાથી લાંબા ગાળે વાળનાં મુળ સહીત એ દુર થાય છે, અને ફરી ઉગતા નથી.
Advertisements

ટૅગ્સ: , ,

28 Responses to “વાળ વધારવા – વાળનો જથ્થો તથા વાળ દુર કરવા”

 1. Dr Sudhir Shah Says:

  માથાની ટાલ પર વાળનો જથ્થો : લોકોં વાળ ને આજકાલ પીન અપ કરાવે છે જેમાટે એક વાળ નાં ૩૦૦ થી ૧૨૦૦ સુધી ખર્ચ કરે છે . જેને ના પોસાય તે તો તમારો લેખ નો લાભ લઈ શકે .

 2. Shailesh Says:

  please, taal padi gayi hoy tema frithi nava val ugadvani treatment janavava vinanti karu chhu.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   ભાઈશ્રી શૈલેષભાઈ,
   આપે મેં ઉપર આપેલ માહીતી મુજબ કોઈ એક કે વધુ પ્રયોગ કરી જોયા છે કે કેમ? વધુ ઉમ્મરના કારણે માથાના વાળ ખરી ગયા હોય તો ફરીથી ઉગવાની શક્યતા ઓછી હોય છે. આ પ્રયોગોમાં વપરાયેલાં ઔષધો જોશો તો તે માથાને ઠંડક આપનારાં છે. દરેક જણને એક જ પ્રકારનાં ઔષધો અસર ન કરે, આથી આપને જે અનુકુળ આવે તે પ્રયોગ કરી જોવો જોઈએ.
   વળી ઔષધો ઉપરાંત માથાના ભાગમાં લોહીનો પ્રવાહ પુરતા પ્રમાણમાં ન પહોંચતો હોય તો પણ વાળ ખરવાની શક્યતા છે. એવા કીસ્સામાં યોગાસનો ખાસ કરીને શીર્ષાસન અને સર્વાંગાસન પણ ઉપયોગી થાય. વળી અમુક પ્રાણાયામ વડે પણ શરીરને ઠંડક પહોંચાડી શકાય. જેમ કે અનુલોમ વીલોમ પ્રાણાયામ. પરંતુ એમાં પણ આપને શું અનુકુળ આવે તે જોવું પડે. આ બધું એના વીષેજ્ઞની સલાહ મુજબ કરવું જોઈએ.
   -ગાંડાભાઈ વલ્લભ

 3. Shailesh Says:

  Thanks, Tamaro khub khub aabhar. shu valma tel nakhavathi koi fark pade.

 4. Shailesh Says:

  ફરી ઍક વખત તમારો ખુબ જ આભાર.મારી ઉમર ફક્ત ૨૨ વર્ષની જ છે. તમારી જેમ મારી પાસે પણ ૫૦૦ પાના ભરાય ને ઍટલા સવાલો છે પરન્તુ તે બાધા અહી કહેવા શક્ય નથી.હુ જણુ છુ કે મારે આવો સવાલ ન કરવો જોઈયે છતા પણ તે જાણવા હુ ખુબ જ આતુરા છુ.મારો સવાલ ઍ છે કે શુ વાળને કોઈની નજર લાગે ખરી ? શુ કોઈ વાળની ઈર્ષા કરે તો વાળ ખારવા માંડે? તમે ઇસ્છો તો આ સવાલ ડિલિટ કેરી શકો છો.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે શૈલેષભાઈ,
   આવા વહેમોમાં મને સહેજ પણ તથ્ય જણાતું નથી. માફ કરજો જો તમને ખોટું લાગે તો પણ મને પોતાને તો એ ખુબ જ હાસ્યાસ્પદ લાગે છે. બાળક રડે ત્યારે એને કોઈની નજર લાગી એમ માની મરચાં બાળીને નજર ઉતારે ત્યારે પણ મને તો હસવું જ આવે છે. જો કોઈને કશું ખુબ ગમી ગયું હોય તો એના પ્રત્યે પ્રેમ ઉદ્ભવે, પ્રેમથી તો શુભ થવું જોઈએ, ભલુ થવું જોઈએ, ખરાબ-બુરું શી રીતે થાય? વાળની ઈર્ષ્યા તો શી રીતે થઈ શકે, વ્યક્તીની થાય. અને ઈર્ષ્યાની આગ એ કરનારને જ દઝાડે, જેની ઈર્ષ્યા કરવામાં આવે તેને નહીં, કેમ કે તેને તો એ અડી જ શકે નહીં, જ્યારે એ કરનારની અંદર જ તો ઈર્ષ્યા હોય છે, માટે એને જ એ દઝાડશે.
   Gandabhai Vallabh

 5. Shailesh Says:

  ખરેખર મને તમારો આ જવાબ ખુબ જ ગમ્યો.

 6. Shailesh Says:

  તમે જેટલા જ ” જ ” વધુ વાપર્યા તેટલી જ વધુ મારા મનની શંકા દુર થઈ છે .

 7. neha Says:

  Manniya Shree Vallabhbhai,

  Mari mummy ne hal ma j report ma sugar nu praman vadhare avyu ane doctor pan kahyu ke diatece chhe, ane aana lidhe mari mummy ne pag ma khun j tod thay chhe ane hath ma satat khali chadi jay chhe, mummy kahe chhe ke ane hath ma tamri jevu mahsoos thay chhe, to mate hu ahiya e ashaye lakhu chhu ke tame kai saro ghargutthu ilaj aapso.

  abhar.

  • Chetan Joshi Says:

   ડાયાબિટીસ બે પ્રકાર ની હોય છે.ટાઇપ-૧ અને ટાઇપ-૨
   જેમ દરેક વ્યક્તિ નો ચહેરો, રંગ, દેખાવ અલગ અલગ હોય છે તેમ દરેક વ્યક્તિ ની પ્રકૃતિ અલગ હોય છે અને આધાર વાત, પિત્ત, કફ મુજબ કેવા પ્રકાર ની પ્રકૃતિ છે એના પર રહેશે. આયુર્વેદ માં એક જ રોગ નાં ગણા ઉપાય બતાવેલા હોય છે એનું એ જ કારણ છે. ડાયાબિટીસ નાં પણ આયુર્વેદ માં ગણ બધા ઉપાય બતાવેલા છે. તમારી પોસ્ટ ગણી જૂની થઇ ગઈ છે અને કદાચ હવે તમને જરૂર ન હોય. છતાં પણ જો કોઈ પણ રોગ નાં આયુર્વેદિક ઉપાય ની કોઈ ને પણ જરૂર જોય તો મને મેઈલ કરશો હું તમને જરૂર મદદ કરીશ.
   મિત્રો આધુનિક ચિકિત્સા માં જેને અસાધ્ય માનવામાં આવે છે એ એલર્જી થી હું ૬ વર્ષ હેરાન પરેસાન હતો. એકાંતરે L-dio1 ગોળી લેવી પડતી. જો ગોળી ખતમ થઇ ગઈ હોય અને રાતે અલેર્જી થાય તો સવાર સુધી માં સર્દી નાં લીધે નાક માં પાણી અને આંખ માં પાણી નાં લીધે હાલત ખરાબ થઇ જતી. આંખો માં સુજન આવે અને નાક લાલ થઇ ને સુજી ગયો હોય. એ દીવશો મેં કેમ કાઢ્યા છે એ મારું મન જ જાણે છે. એ એલર્જી ને મેં મારી રીતે આયુર્વેદિક ઉપચાર થી મટાડી.. છેલ્લા એક વર્ષ થી ક્યારે સર્દી નથી થઇ. એલર્જી નાબુદ થઇ ગઈ. મિત્રો આયુર્વેદિક ઉપચાર કરો તો નિરાશ થયા વગર કરશો તો જરૂર બધા રોગ કાબુ માં આવશે.
   મને ગમે ત્યારે મેઈલ કરો હું ૨૪ કલાક માં જરૂર જવાબ મોકલાવીશ. કોઈ પણ જાત ની ફી કે કોઈ પણ જાત નાં સ્વાર્થ વગર. joschetan@gmail.com

 8. MANOJ Says:

  hu 21 year no 6u & mare front side ma val no jaththo khub o6o thay gayo 6e n bane baju khasa padi gaya 6e ane darroj khub j hair fall thay 6e..

 9. Anil Says:

  નમસ્તે ગાંડાભાઈ,
  મારી ઉંમર 24 વર્ષ છે. મારા વાળમાં ખૂબ જ ખોડો થઈ ગયો છે. તો મહેરબાની કરી તેને દૂર કરવા તેમ જ ભવિષ્યમાં થતો અટકાવવા કોઈ ઊપાય જણાવશો. વળી, મેં ઘણા વડીલો પાસે સાંભળ્યું છે કે ખારા(ખાવાનો સોડા)થી માંથુ ધોવાથી ખોડો દૂર થાય છે. એ ઊપાય કરી શકાય?
  આભાર.

 10. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે અનિલભાઈ,
  મારા બ્લોગમાં માથાના ખોડાના નીચે મુજબ ઉપાયો મેં નોંધ્યા છે. આપની પ્રકૃતીને અનુકુળ ઉપાય યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા વીનંતી.
  માથાનો ખોડો (૧) સરગવાના પાનના રસનું માથા પર મર્દન કરવાથી માથાનો ખોડો મટે છે.
  (૨) સરગવાની શીંગને પાણીમાં પલાળી, ચોળી, ગાળીને માથા પર લગાડવાથી માથાનો ખોડો મટે છે.
  (૩) ચણોઠીનો ભુકો તેલમાં મીશ્ર કરી તે તેલ માથામાં નાખવાથી ખોડો મટે છે.
  (૪) ખોડાને લીધે માથાના વાળ ખુબ ખરતા હોય છે. ખોડાની તકલીફ મટાડવા માટે દુધ સાથે ખસખસ ખુબ જ વાટી લસોટી પેસ્ટ જેવું બનાવવું. માથાને સારી રીતે અરીઠા કે શીકાકાઈથી ધોઈને સવારના તડકામાં બેસી વાળ કોરા કરવા. પછી આખા માથા પર આ ખસખસનો લેપ કરી તેને એક કલાક રહેવા દેવો. પછી લીમડાના સાબુથી માથુ ધોઈ કોરું કરીને નાગરમોથનું તેલ, આમળાનું તેલ, બ્રાહ્મી તેલ, ધુપેલ, દુધીનું તેલ પૈકી કોઈ પણ તેલ નાખવું. આ બધાં તેલ તલના જ તેલમાં બનાવેલાં હોવાં જોઈએ. (તેલ શબ્દ તલ પરથી બન્યો છે. આથી તેલ એટલે ખરેખર તો તલનું જ તેલ.) થોડા દીવસના ઉપચારથી ખોડો મટી જાય છે.
  (૫) અરીઠાંના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધી થાય છે. આથી માથાના ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મીનીટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચેક મીનીટ માથા પર રહેવા દેવું.
  (૬) સવાર-સાંજ અરીઠાંના હુંફાળા પાણીથી આઠ-દસ દીવસ માથું ધોવાથી જુ તથા લીખ સાફ થઈ જાય છે તથા ખોડો પણ મટે છે.
  (૭) કઠના મુળનું ચુર્ણ પા ચમચી સવાર-સાંજ મધ સાથે લેવાથી ચામડીના ઘણા રોગોમાં ફાયદો થાય છે.
  (૮) કઠનું ચુર્ણ ખાપરીયામાં શેકી તેલમાં કાલવી લેપ કરવાથી માથાનો ખોડો મટી જાય છે.
  (કઠનો બહુવર્ષાયુ છોડ હીમાલયમાં ૮થી ૧૨ હજાર ફુટની ઉંંચાઈએ થાય છે. પાણીમાં થતા આ છોડનાં સુગંધી મુળ (જે બજારમાં મળે છે) ઔષધમાં વપરાય છે. મુળ ૭થી ૧૦ સે.મી. લાંબાં, ૧.૫ સે.મી. પહોળાં, એક બાજુએ ચીરાયેલાં કે ફાટેલાં જલદી ભાંગી જનાર, તોડવાથી અંદર ગાજર જેવાં લાલ હોય છે.)
  (૯) કુવાડીયાના બી શેકી ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી તથા ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર પર ઘસીને લગાવવાથી દાદર મટે છે. આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરી શકાય. એનાથી ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ વગેરે પણ મટે છે.
  (૧૦) સફેદ ચણોઠીના ચુર્ણથી પકવેલું અને ભાંગરાનો રસ નાખી સીદ્ધ કરેલું તલનું તેલ માથામાં નાખવાથી દારુણક-માથાનો ખોડો મટે છે.
  (૧૧) તલના તેલ કે કોપરેલમાં ધતુરાનાં પાનનો ચાર ગણો રસ નાખી પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરવું. આ રીતે પકવેલું તેલ માથામાં નાખવાથી ખોડો, જુ, લીખ, ખંજવાળ અને બીજા રોગો મટે છે.
  (૧૨) કુંવાડીયાનાં બી શેકી, ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લો, તથા આ ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે. કુંવાડીયાનાં બી દાદર ઉપરાંત ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ જેવા રોગો પણ મટાડે છે.
  (૧૩) કણજીનું તેલ માથામાં નાખવાથી માથાનો ખોડો મટે છે.

 11. અનામિક Says:

  savare maru jamna bhagnu khabha thi pagna taliya sudhi no bhag dukhe dukhe che su karan hoy sake sir mari umar 44 che

 12. ગાંડાભાઈ વલ્લભ Says:

  આયુર્વેદના મતે શરીરમાં થતા કોઈપણ પ્રકારના દુખાવામાં વાયુ કારણભુત હોય છે.
  મળમુત્ર વગેરે કુદરતી વેગો રોકવાથી, જમ્યા પછી તરત (ખાધેલું પુરેપુરું પચ્યા પહેલાં) ફરીથી નાસ્તો વગેરે ખાવાથી, ઉજાગરા કરવાથી, મોટેથી બોલવાથી, વધુ પડતો શ્રમ કરવાથી, પ્રવાસોથી, તીખા, કડવા અને તુરા પદાર્થોના વધુ પડતા સેવનથી, લુખા પદાર્થોથી, વાદળો થવાથી, ચીંતા, ભય, લાંઘણથી અને શોકથી વાયુ પ્રકોપ પામે છે.
  વાયુનાશક ઔષધો ઘણાં છે, કેમ કે વાયુને કારણે થતા રોગો પણ ઘણા (૮૦ જેટલા ) હોય છે. આ ઘણો વીસ્તૃત વીષય છે, આથી નીચે જણાવેલાં ઔષધો પૈકી આપને અનુકુળ આવે તે (પોતાની પ્રકૃતી અનુસાર) આપના આરોગ્ય ચીકીત્સક (વૈદ્ય કે ડૉક્ટર)ની સલાહ અનુસાર લેવાં. આ ઉપરાંત પણ વાયુનાશક ઔષધો છે, પણ વધુ ઉંડાણમાં જવાથી ગુંચવાડો પેદા થવાની બીકે વધારે લખતો નથી.
  આ એક ઔષધ મને ભાઈ શ્રી કનુભાઈ શાહે સુચવ્યું છે. મારા બ્લોગમાં પણ મેં એરંડાદી ચુર્ણ આપ્યું છે, કદાચ પાઠ થોડો જુદો પણ હોઈ શકે, મને અત્યારે યાદ નથી. કનુભાઈ કહે છે,
  “લાંબા સમયે આપને મેઇલ ઘણા વખત પછી આપુ છુ. મારી પાસે આયુર્વેદની દવા આવી છે જે અમરેલી પાસેના બાબરા ગામના વૈદ શ્રી વાસુદેવભાઇ પટેલની બનાવેલી છે, જેનું નામ એરંડાદી ચુર્ણ છે.
  ૧૦% એરંડમુળ
  ૫% રાસ્નામુળ
  ૫% અર્જુનમુળ
  ૫% લજામણી
  ૫% શુદ્ધ કોચલા
  ૧૦% શુદ્ધભીલામા
  ૧૦% શુદ્ધ વછનાગ
  ૧૫% લીંડીપીપર
  ૧૫% પીપરીમુળ
  ૨૦% નસોતર

  ગમે તેવો વા નો, કેડનો, પગનો, માથાનો, સાધાનો દુઃખાવો એક એક ગ્રામ સવાર સાંજ
  ચુર્ણ પાણી સાથે લેવાથી દુર થશે.
  આ ચુર્ણ લઉ છુ તો ૧૦-૧૫ મીનીટમા મટી જાય છે. મને શન્કા છે કે આયર્વેદની આટલી
  ઝડપથી આસર કેવી રીતે થાય?

  આપને વિનતિ કે અભ્યાસ કરી જાણાવશો. આભાર સહ.”

  લિ. કનુભાઇ શાહ
  વાતવ્યાધી (૧) ૩ ગ્રામ લસણ પીસી, ૬ ગ્રામ તલનું તેલ કે ઘી અને સીંધવ મેળવી સવારે ખાવાથી સર્વ પ્રકારના વાતવ્યાધી તથા વીષમજ્વર અને વાતકફજ્વર મટે છે.
  (૨) લસણની પાંચ કળીઓ રાત્રે પાણીમાં ભીંજવી રાખી સવારે તેને પીસી ગાળી પાણી પીવું. બીજા અઠવાડીયે સાત કળીઓ, ત્રીજા અઠવાડીયે દસ કળીઓ પલાળવી અને એ રીતે પીવી. ત્રણ અઠવાડીયા પછી એક અવાડીયું પ્રયોગ બંધ કરવો, અને ફરી પાછો શરુ કરવો. પ્રયોગ વખતે માખણનું સેવન કરવું જરુરી છે. આ પ્રયોગથી વાતવ્યાધી મટે છે.
  (૩) લકવો એટલે પેરાલીસીસ પણ એક પ્રકારનો વાતરોગ છે. દરરોજ સવારે અડધો કલાક સુર્યસ્નાન તથા પંદરેક મીનીટ બાષ્પસ્નાન લેવું. બપોરે અને સાંજે પણ પંદરેક મીનીટ લીંબુના રસ મીશ્રીત પાણીનું બાષ્પસ્નાન લેવું. એનાથી ચમત્કારી લાભ અવશ્ય જોવા મળે છે. તજનું તેલ વાતવીકાર પર ચોળવાથી ફાયદો થાય છે.
  (૪) ૨૦ ગ્રામ દ્રાક્ષને ઘીવાળા હાથ લગાડી તવા ઉપર શેકી થોડું સીંધવ અને મરીનું ચુર્ણ લગાડી રોજ સવારે ખાવાથી વાતપ્રકોપ મટી નીર્બળતાથી આવનાર ચક્કર મટે છે.
  વાતશુળ (૧) સુંઠ અને એરંડમુળના ઉકાળામાં ખાંડેલી હીંગ અને સંચળ નાખી પીવાથી વાતશુળ મટે છે.
  (૨) હીંગને ૨૦૦ મી.લી. પાણીમાં ઉકાળી ૨૫ મી.લી. પાણી બાકી રહે ત્યારે ઉતારી પીવાથી વાતશુળ મટે છે.
  (૧) ૫૦૦ ગ્રામ મેથી ઝીણી દળી, તેમાં ૧ કીલોગ્રામ ઘી અને ૬ કીલોગ્રામ દુધ મેળવી ધીમા તાપે ઉકાળી મધ જેવું ગાઢું બનાવવવું. પછી તેમાં ૧.૫ કીલો સાકર નાખી મેથીપાક બનાવવો. આ પાક સવારે ૨૫ થી ૪૦ ગ્રામ જેટલો ખાવાથી સર્વ પ્રકારના વાયુ રોગોનો નાશ થાય છે.
  (૨) મેથીને ઘીમાં શેકી દળીને લોટ બનાવવો. પછી ઘી-ગોળનો પાયો લાવી સુખડીની માફક હલાવી નાના નાના લાડુ બનાવવા. રોજ સવારે એક એક લાડુ ખાવાથી અઠવાડીયામાં વાથી જકડાઈ ગયેલાં અંગો છુટાં પડે છે. હાથ-પગે થતી વાની કળતર મટે છે.
  (૩) ૧૫-૨૦ ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે.
  (૪) અજમો તાવી પર ગરમ કરી, સમભાગે સીંધવ સાથે પીસી ૩ ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દુર થાય છે.
  (૫) અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ, લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી વાયુ મટે છે.
  (૬) આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી વાયુ મટે છે.
  (૭) આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી વાયુ મટે છે.
  (૮) ૧૦-૧૦ ગ્રામ આદુના અને લીંબુના રસમાં ૧.૫ ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી વાયુ મટે છે.
  (૯) ખજુર ૫૦ ગ્રામ, જીરુ, સીંધવ, મરી અને સુંઠ દરેક ૧૦-૧૦ ગ્રામ, પીપરી મુળ ૫ ગ્રામ અને લીંબુનો રસ ૦.૭૫ ગ્રામને બારીક વાટી ચાટણ બનાવી ખાવાથી વાયુ બેસી જાય છે.
  (૧૦) એરંડ મગજને દુધમાં મેળવી ગરમ કરી, માવો બનાવી ખાવાથી ગૃધ્રસી વાયુ અને પેટ, ખભા, પગ વગેરેમાં થતો દુ:ખાવો મટે છે.
  (૧૧) ગોળ નાખેલું દહીં વાયુ મટાડે છે. તે પુષ્ટી આપનાર, તૃપ્તી કરનાર અને પચવામાં ભારે છે.
  (૧૨) ઘીમાં શેકેલી હીંગ, સુંઠ, મરી, પીપર, સીંધવ, અજમો, જીરુ અને શાહજીરુ એ આઠ ચીજો સરખે ભાગે લઈ, ચુર્ણ બનાવી મજબુત બુચવાળી શીશીમાં ભરી રાખવું. આ ચુર્ણને હીંગાષ્ટક ચુર્ણ કહે છે. એ વાયુ દુર કરે છે. એ અનેક રોગોની એક રામબાણ દવા છે. જેમ કે ૧ ગ્રામ જેટલું આ ચુર્ણ છાસમાં કે ભોજન પહેલાં ઘી અને ભાતમાં લેવાથી આફરો, અજીર્ણ, પેટની પીડા, વાયુ, ગોળો, કૉલેરા, અજીર્ણ કે વાયુથી થતી ઉલટી, કફ-વાતજન્ય વીકારો વગેરે મટે છે.
  (૧૩) ચીકણી સોપારીનો ભુકો ૧.૫ ગ્રામ સવારે મઠામાં કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ (ગૅસ) મટે છે.
  (૧૪) તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરુની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી વાયુ દુર થાય છે, મોંની ફીકાશ મટે છે, સ્વાદ પેદા થાય છે અને પાચનશક્તી સતેજ થાય છે.
  (૧૫) નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દુર થાય છે.
  (૧૬) પાકા આદુનો ૪૦૦ ગ્રામ રસ ૧.૬ કીલો સાકરની ચાસણીમાં નાખી તાર બંધાય તેવી ચાસણી ફરીથી બનાવી શરબત બનાવવું. એમાંથી ૧૦ ગ્રામ જેટલું શરબત પાણી સાથે લેવાથી પેટનો વાયુ, પેટમાં આમદોષથી આવતી ચુંક મટે છે. ગંધાતો અને પચ્યા વગરનો ઝાડો બંધાય છે અને પેટમાં થતો ગડગડાટ મટે છે.
  (૧૭) મરી ઠંડા પાણીમાં બારીક વાટી લેપ કરવાથી વાયુથી અંગ જકડાઈ ગયું હોય તો ફાયદો કરે છે.
  (૧૮) ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો કરી પીવાથી વાયુ દુર થાય છે, અને સારી ભુખ લાગે છે.
  (૧૯) મુળાનાં બીનું ચુર્ણ લેવાથી પીઠ પર થતી વાયુની પીડા મટે છે.
  (૨૦) લવીંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો વાયુ મટે છે.
  (૨૧) વેંગણ વાયુ મટાડે છે.
  (૨૨) રીંગણાંનું શાક, ભડથું કે સુપ બનાવી, હીંગ અને લસણ સાથે લેવાથી પેટમાંનો વાયુ અને ગોળો મટે છે.
  (૨૩) સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી વાયુ મટે છે.
  (૨૪) સુંઠના ચુર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી ૩૦-૪૦ ગ્રામની લાડુડી બનાવી સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે.
  (૨૫) સુંઠની ભુકી પાણી સાથે ચટણી માફક પીસી, ઘીમાં તળી, તેને ઘી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે.
  (૨૬) મરી અને લસણને પીસી ભોજનના પહેલા કોળીયામાં ઘી સાથે ખાવાથી વાયુ મટે છે.
  (૨૭) અેરંડાનાં પાન વાયુનો પ્રકોપ શાંત કરે છે. અેરંડીયું પણ વાયુના રોગો દુર કરે છે.
  (૨૮) હીંગાષ્ટક ચુર્ણ સવાર, બપોર, સાંજ એક એક ચમચી પાણી સાથે લેવાથી વાયુ મટે છે.

 13. નીલેશ પટેલ Says:

  મારા બાળક ની ઉમર 1 વર્ષ થય છતાં માથાના વાળ વધતાં નથી . જન્મ સમયે હતા તેટલાજ છે . કોઈ ઉપાય હોય તો જણાવશો. ડૉક્ટર ક્યે આવી જસે . પણ હજુ કોઈ ફરક નથી..

 14. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે નીલેશભાઈ,
  નાના બાળકના માથાના વાળની સમસ્યા બાબત મારી જાણમાં કોઈ ઉપાય નથી, તે બદલ દીલગીર છું. પણ મને લાગે છે કે એની કદાચ ચીંતા કરવાની જરુર નહીં હોય. ડૉક્ટર કહે છે તે મુજબ બાળકના વાળ પછીથી વધશે. સામાન્ય રીતે જન્મ પછી અમુક સમયે વાળ ઉતરાવવાના હોય છે. તમે એ મુજબ કર્યું છે કેમ તે જણાવ્યું નથી.
  ઉપર શરુઆતમાં મેં વાળ વધારવાના ઉપાયો બતાવ્યા છે, પણ એ એક વર્ષના બાળક માટે અનુકુળ હોય એમ લાગતું નથી. વળી એક વર્ષના બાળકનું માથું બહુ જ નાજુક હોય છે, આથી કોઈ પણ પ્રયોગ ડૉક્ટર કે યોગ્ય આરોગ્ય ચીકીત્સકની દેખરેખ હેઠળ જ કરવો જોઈએ.

 15. અનામિક Says:

  મારૂ નામ તેજલબેન સમીરભાઇ રાઠોડ છે ..
  મારે વાળ નો જથ્થો વધારવા માટે ના ઉપાય જણાવશો

 16. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે તેજલબેન,
  મારા આ લેખની શરુઆતમાં જ વાળનો જથ્થો વધારવાના દસ ઉપાયો બતાવવામાં આવ્યા છે. એ પૈકી તમને જે અનુકુળ હોય તે અજમાવી શકો. શરીરમાં પીત્તની અધીકતા હોય તો વાળ વધી શકે નહીં એમ મને લાગે છે. વાળ વધારવાનાં ઉપર જણાવેલ બધાં ઔષધો ઠંડક આપનારાં છે. પણ જો કોઈ ઔષધ તમને માફક આવતું ન હોય તો તે વાપરવું નહીં.

 17. Vaibhavee Says:

  Mari daughter na hair bauj patla che, growth nathi to ene taki karavu to growth avse? E 4.5 year nitin che

 18. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે બહેન વૈભવી,
  વાળનો જથ્થો વધારવા મેં ઉપર દસ પ્રયોગો આપ્યા છે, પણ કદાચ તમારી ડૉટરની ઉંમર જોતાં એમાંના કોઈ પ્રયોગ કામ આવી ન શકે. ઉપર નીલેશભાઈને જણાવ્યા મુજબ કદાચ સમય જતાં વાળ વધે પણ. પરંતુ કોઈ પણ ઉપાય કરતાં પહેલાં તમારી ડૉટરને એ અનુકુળ છે કે કેમ તેની ખાતરી યોગ્ય આરોગ્ય ચીકીત્સકની મદદથી કરવી જોઈએ. વળી જરુરી બધાં પોષક તત્ત્વોવાળો સુપાચ્ય આહાર પણ બહુ અગત્યનો ગણાય. જો વાળના પોષણ માટે જરુરી – ખાસ કરીને પ્રોટીનનો અભાવ હોય તો બીજા ઉપાયો કરવા છતાં કોઈ લાભ ન થાય. વળી પુરતા પ્રમાણમાં પ્રોટીનયુક્ત આહાર હોય પણ એ પચી શકે તે પ્રકારનું પ્રોટીન ન હોય એમ પણ હોઈ શકે.

 19. ગાંડાભાઈ વલ્લભ Says:

  બહેન, મુંડન કરવાથી વાળ વધે જ છે કે કેમ તેની કોઈ માહીતી મારી પાસે નથી. દીલગીર છું કે આપની ખાસ મદદ આ બાબતમાં કરી શકું તેમ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: