શીળસ

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે.

શીળસ શીતપીત્તને શીળસ કે શીળવા પણ કહે છે.

(૧) ૫-૫ ગ્રામ આદુનો રસ અને મધ પીવાથી અને આખા શરીરે અડાયાં છાણાની રાખ ચોપડી કામળો ઓઢી સુઈ જવાથી શીતપીત્ત (શીળસ) મટે છે.

(૨) અજમો અને ગોળ ખાવાથી શીતપીત્ત (શીળસ) મટે છે.

(૩) દુધીનો રસ કાઢી થોડા મધ કે સાકર સાથે લેવાથી શીળસ મટે છે.

(૪) મરીનું ચુર્ણ ઘી સાથે ચાટવાથી તેમ જ ઘીમાં મરી વાટીને લેપ કરવાથી શીળસ મટે છે.

(૫) શીળસ-શીળવાના દર્દીએ અરણીનું મુળ પાણીમાં ઘસીને એક ચમચી જેટલું એટલા જ ઘી સાથે પીવું.

(૬) ૧૦૦ ગ્રામ કોકમને પાણીમાં ભીંજવી રાખી, ગાળી, તેમાં જીરુ અને ખાંડ નાખી પીવાથી શીળસ મટે છે.

(૭) ચારોળી દુધમાં વાટી શરીરે ચોપડવાથી શીળસ મટે છે.

(૮) અડાયા છાણાની રાખ શરીરે લગાડી ઓઢીને સુઈ જવાથી શીળસ મટે છે.

Advertisements

ટૅગ્સ:

8 Responses to “શીળસ”

 1. bhavin Says:

  i learn this meter for this deases but what the name in english

 2. Gayatri Says:

  Thanks gandabhai your blog is rally very helpful.

 3. અનામિક Says:

  This problem is called Urticaria. Dermatologists consider it as a part of allergy. They do not have any clear medicine to cure this problem. Anti-Histamine tablets and in really bad cases they give Steriods. But all these medicines only help in temporary control of the allergy.

 4. Divyesh Sonvane Says:

  Hi, can you please given more information of this disease. your reply is highly appreciated to me.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે દિવ્યેશભાઈ,
   ગાંધીજીએ લખેલ ‘આરોગ્યની ચાવી’ પુસ્તીકા ૫૦-૫૫ વર્ષ પહેલાં મારા વાંચવામાં આવી હતી. હાલમાં જ ફરીથી મને એ પુસ્તીકા મળી છે. એમાં ગાંધીજીએ ચાદર સ્નાન વીશે લખ્યું છે. એમાં શીળસનો ઉપાય પણ ચાદરસ્નાન વડે કરી શકાય એમ લખ્યું છે. આ લખાણ વીગતવાર નીચે આપ્યું છે. જો કે ગાંધીજીની શ્રદ્ધા માત્ર કુદરતી ઉપચારમાં જ હતી, દવાઓમાં નહીં. પરંતુ આપે દવાના ઉપાયો કરવા હોય તો આ ઉપરાંત નીચે ગુજરાત સમાચારની એક લીન્ક પણ આપી છે, એમાં શીળસના ઉપાયો માટે દવા બતાવવામાં આવી છે.
   “ચાદર સ્નાન
   ખાટલા ઉપર બે-ત્રણ ઉની કામળ પાથરવી. એ પહોળી હોવી જોઈએ. તેની ઉપર જાડી સુતરાઉ ચાદર, – જેવો કે જાડો ખાદીનો ચોફાળ – પાથરવી; તેને ઠંડા પાણીમાં બોળી ખુબ નીચોવવી ને તે કામળ ઉપર પાથરવી. આની ઉપર દરદીને ચત્તો સુવડાવવો. તેનું માથું કામળ બહાર તકીયા ઉપર રાખવું. માથા ઉપર ભીનો નીચોવેલો ટુવાલ રાખવો. દરદીને સુવાડીને તરત કામળના છેડા ને ચાદર ચારે મેર લપેટી લેવાં. હાથ ચાદરની અંદર હોય, પગ પણ બરોબર ચાદર ને કામળાની અંદર ઢંકાયેલા હોય કે જેથી બહારનો પવન અંદર ન જવા પામે. આ સ્થીતીમાં દરદીને એક-બે મીનીટમાં ગરમી લાગવી જોઈએ. શરદીનો ઈશારો માત્ર સુવાડતી વખતે જણાશે, પછી દરદીને સારું જ લાગવું જોઈએ. જો તાવે ઘર ન કર્યું હોય તો પાંચેક મીનીટમાં ઘામ થઈને પસીનો છુટે. પણ સખત માંદગીમાં અડધો કલાક લગી મેં દરદીને ચાદરમાં રાખ્યો છે ને આખરે પસીનો આવ્યો છે. કેટલીક વાર પસીનો નથી છુટતો પણ દરદી સુઈ જાય છે. સુઈ જાય તો દરદીને જગાડવો નહીં, ઉંઘ સુચવે છે કે તેને ચાદરસ્નાન આરામ આપે છે. ચાદરમાં મુકાયા પછી દરદીનો તાવ એક-બે અંશ નીચે ઉતરે જ છે. સન્નીપાતમાં ઘેરાયેલા બેવડા ન્યુમોનીયાવાળા મારા દીકરાને મેં ચાદરસ્નાન આપ્યું છે. ત્રણ-ચાર દીવસ આપ્યા પછી તાવ હઠ્યો ને પસીને રેબઝેબ થયો. તેનો તાવ છેવટે ટાઈફૉઈડ નીવડ્યો ને ૪૨ દીવસે તાવ ઉતર્યો. ચાદરસ્નાન તો ૧૦૬ ડીગ્રી સુધી તાવ જતો ત્યાં લગી જ આપ્યું. સાત દીવસ પછી એવો સખત તાવ ગયો, ન્યુમોનીયા ગયો ને પછી ટાઈફૉઈડ રુપે ૧૦૩ લગી જતો. અંશ (ડીગ્રી) વીશે મને સ્મરણશક્તી છેતરતી હોય એમ બને. આ ઉપચાર દાક્તર મીત્રોની સામે થઈને મેં કરેલો. દવા કંઈ જ નહીં આપેલી. એ દીકરો મારા ચારે દીકરાઓમાં વધારે સારું આરોગ્ય આજે ભોગવે છે ને સહુથી વધારે ખડતલ છે.

   તા. ૧૬-૧૨-૪૨
   આ ચાદરસ્નાન શરીરમાં અળાઈ થઈ હોય, શીળસ થયું હોય, બહુ ચળ આવતી હોય, અછબડા નીકળ્યા હોય, માતા નીકળ્યાં હોય તેમાં પણ કામ આપે છે. મેં આ દરદોમાં ચાદરસ્નાનનો છુટથી ઉપયોગ કર્યો છે. શીતળા કે અછબડામાં મેં પાણીમાં ગુલાબી રંગ આવે એટલું પરમૅન્ગેનેટ નાખેલું. ચાદરનો ઉપયોગ થયા પછી તેને ઉકળતા પાણીમાં બોળી, પાણી નવશેકું થયા પછી બરોબર ધોઈ નાખવી જોઈએ.”
   ગુજરાત સમાચારના લેખની લીન્ક:

   http://www.gujaratsamachar.com/20120814/purti/sahiyar/Arogyani%20prashno.html

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

 5. અનામિક Says:

  thanks for your respond.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: