સુર્યાવર્ત

દરરોજ સુરજ ઉગે ત્યારથી આથમે ત્યાં સુધી મસ્તકની પીડા ઉત્તરોત્તર વધતી રહે તેને સુર્યાવર્ત કહે છે.

(૧) દરરોજ વહેલી સવારે ઉઠીને તરત કોપરું અને સાકર પાચન થઈ શકે તેટલા પ્રમાણમાં ખાવાથી આ દુખાવો કદાચ મટી શકે.

(૨) ઘી-સાકરનું નસ્ય લેવાથી પણ કદાચ લાભ થઈ શકે. ઘીમાં સાકરનું ચુર્ણ નાખી ગરમ કરવું. આ પછી ઠંડું થાય ત્યારે ગાળીને બંને નસ્કોરામાં ઘીનાં પાંચ-સાત ટીપાં ચત્તા સુઈને મુકવાં. એને દસેક મીનીટ સુધી ધારણ કરી રાખવું. ગળામાં આવેલ ઘી ગળી જવું નહીં, પણ દસેક મીનીટ બાદ થુંકી નાખવું.

ટૅગ્સ:

4 Responses to “સુર્યાવર્ત”

 1. Bhupendrasinh Raol Says:

  આધાશીશી કરતા આ રોગ જુદો કે એજ?મને અમદાવાદના વૈદ્યરાજ ભાષ્કરભાઈ હાર્ડીકરે આ સુર્યાવર્ત થયો છે તેમ કહેલું.સવારે બદામ પાકમાં કોઈ દવા આપતા હતા.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે ભાઈશ્રી ભુપેન્દ્રસિંહ,
   આપના પ્રત્યુત્તરમાં નીચેની લીન્ક ઉપયોગી થશે. એ માથાના દુખાવાના અગીયાર પ્રકાર, તેનાં કારણો અને ઉપાય વીષે માહીતી આપે છે.
   http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20080109/guj/supplement/health2.html

   આજે જેમની પાસે કંપ્યુટર હોય તો રસ હોય તે બાબતની ભરપુર માહીતી મળી રહે, એટલું જ કે એનો ઉપયોગ કરવામાં જરુરી વીવેક જાળવવો પડે. વળી આપણે જાણીએ છીએ કે ઉપચારકો
   પણ કદાચ સર્વજ્ઞ હોતા નથી. એટલું જ નહીં એક જ તકલીફ અંગે જુદા જુદા ઉપચારકો એક જ વ્યક્તીને પણ જુદા જુદા ઉપાય સુચવે એવું બની શકે. પણ ઉપર મેં કહ્યું છે તેમ હું ઉપચારક નથી. આપને કદાચ કોઈએ કહ્યું હોય કે સૂર્યાવર્ત એટલે આધાશીશી તો ઉપરની લીન્કમાં જોશો કે એમણે સૂર્યાવર્તને અલગ રોગ કહ્યો છે.
   ગાંડાભાઈનાં વંદન.

 2. atuljaniagantuk Says:

  શ્રી ભુપેન્દ્રસિંહજી
  તમે ગાંડાભાઈ પાસેથી કોઈ જવાબ નહિં મેળવી શકો એમ મને લાગે છે – કારણ કે તેઓ તો પુસ્તકમાંથી જોઈ જોઈને માત્ર ઉતારા કરે છે – તેઓ કાઈ વૈદ્ય નથી. તેઓ તો સાધુ છે – તેમણે સંન્યાસ લીધો છે – જુઓ અહિં કશાય માટે આશ્ચર્યચકિત નહિં થતા હો.

  અનુભવી વૈદ્ય રોગ વિશે લખે તો જવાબ મળે – અહિં તો ખાલી ખાલિ માહિતિ હોય છે – ખાલી ચડી જાય એવી.

  અને હા, બદામ પાક ખૂબ ખાજો

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે અતુલભાઈ,
   આપની વાત સાવ સાચી છે. એટલું જ કે તદ્દન ઉતારા નથી, એટલે કે વર્ષોથી હું આયુર્વેદમાં રસ લઈ રહ્યો છું, અને પ્રયોગો પણ કરતો રહું છું. અહીં પરદેશમાં લાંબા સમયથી છું, અને અહીં પણ કોઈ કોઈ લોકો પુછપરછ કરે છે. તે બધા પણ જાણે જ છે કે હું વૈદ્ય કે ડૉક્ટર કે કોઈ પ્રકારનો ઉપચારક નથી. મારા બ્લોગ પર મેં આ વાત વારંવાર જણાવી જ છે.
   ગાંડાભાઈનાં વંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.


%d bloggers like this: