હેડકી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવાઅહીં  આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

 

(૧) હીંગ અને અડદનું ચુર્ણ અંગારા પર નાખી મોંમાં ધુણી લેવાથી હેડકી મટે છે.

(૨) હેડકી વખતે એક નાની ચમચી જેટલું મરીનું ચુર્ણ પાણી સાથે ફાકવું. દીવસમાં બેત્રણ કલાકના અંતરે લેતા રહેવું. મરીના ચુર્ણના બદલે મરી સારી રીતે ચાવીને ખાવામાં આવે તો પણ હેડકી મટે છે. અથવા એક મરી ટાંકણીમાં ખોસી દીવાની જ્યોત ઉપર બાળી એ ધુમાડાનો નાસ લેવાથી હેડકી મટે છે.

(૩) ગાયનું ઉકાળેલું દુધ પીવાથી હેડકી મટે છે.

(૪) ગાજરના રસનાં ચાર-પાંચ ટીપાં બંને નસકોરાંમાં નાખવાથી હેડકીમાં ફાયદો કરે છે.

(૫) સુકા મુળાનો સહેજ ગરમ ઉકાળો ૫૦-૧૦૦ ગ્રામ એક-એક કલાકે પીવડાવવાથી હેડકી મટે છે.

(૬) ચોખાના ધોવાણમાં જાયફળ ઘસીને પીવાથી હેડકી મટે છે.

(૭) નાળીયેરના ઉપરનાં છોડાંને બાળી તેની રાખ મધમાં ચટાડવાથી હેડકી મટે છે.

(૮) સરગવાનાં પાનનો રસ પીવાથી હેડકી મટે છે.

(૯) સુકા લીંબુને બાળીને બનાવેલી રાખ ૧.૫ ગ્રામ જેટલી મધમાં મેળવી એક-એક કલાકે ચટાડતા રહેવાથી હેડકી બંધ થાય છે.

(૧૦) સુંઠ-ગોળને ગરમ પાણીમાં મેળવી નાકમાં ટીપાં પાડવાથી હેડકી મટે છે.

(૧૧) ચણાનાં ફોતરાં અથવા તેનાં પાનનો ભુકો ચલમમાં ભરીને પીવાથી ઠંડી લાગવાથી કે આમાશયની વીકૃતીથી થયેલી હેડકી શાંત થાય છે.

 (૧૨) પાણીમાં સીંધવ નાખી ખુબ હલાવી એ પાણીનું નસ્ય દર બે કલાકે અથવા દીવસમાં ઓછામાં ઓછું ત્રણ વખત દરરોજ લેવાથી હેડકી મટે છે.

(૧૩) એક એક નાની ચમચી સીંધવ દર અડધા કલાકે પાણી સાથે ફાકવાથી હેડકી મટે છે.

(૧૪) સુકી હળદરના ટુકડા ચલમમાં ભરી ધુમ્રપાન કરવાથી હેડકી મટે છે.

(૧૫) જીભ નીચે એક ચમચી સાકર રાખવાથી હેડકી આવતી બંધ થાય છે. સાકરના દાણા ગળાના પાછલા ભાગમાં આવેલી નસને ઉત્તેજીત કરતી હોવાથી આ નસ શરીરની અંદરથી આવતા સીગ્નલને રોકી દે છે, આથી હેડકી આવવી બંધ થઈ જાય છે.

(૧૬) ઉંડા શ્વાસના પ્રાણાયામ કરવાથી હેડકી મટે છે. પ્રાણાયામના પ્રયોગો હેડકી ઉપર ઘણા અસરકારક છે. (૧૭) ૧૨ ગ્રામ સુંઠ, ૧૨ ગ્રામ મરી અને ૧.૫ ગ્રામ સીંધવના ચુર્ણની ૬-૬ ગ્રામની ચાર પડીકી બનાવી હેડકીના રોગીને છાસ સાથે આપવાથી હેડકી બેસી જાય છે.

(૧૮) નાળીયેરની ચોટલી અથવા મુંજ ચલમમાં પીવાથી હેડકી મટે છે.

(૧૯) કાચા કાંદાનું કચુંબર મીઠું નાખી ખાવાથી હેડકી મટે છે.

(૨૦) એકદમ વારંવાર તીવ્ર હેડકીઆવતી હોય અને બંધ થતી જ ન  હોય તો અડધી ચમચી જેઠીમધનું ચુર્ણ અડધા કપ દુધમાં નાખી ઉકાળી ઠંડું પાડી, તેના ચારથી પાંચ ટીપાં બંને નાકમાં નાખવા તથા મધ-માખણ મીશ્ર કરી ચટાડવું. હેડકી મટી જશે.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “હેડકી”

 1. Dineshgiri Goswami Says:

  આદરણીય વડીલશ્રી,
  સાદર નમસ્કાર !! એક પૃછા છે, નાના બાળકોમાં ગળું પડવું એ શું છે ? તેના લક્ષણ શું શું છે ? ઉપાય શું શું છે ?

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે દિનેશભાઈ,
   આપે મારા બ્લોગની મુલાકાત લીધી તે બદલ આભાર.
   આપની પૃચ્છાના પ્રત્યુત્તરમાં આ સાથે પી.ડી.એફ. ફાઈલ જોડી છે. એમાં બાળકોને અનુકુળ હોય તે પ્રયોગ જે તે બાળકની પ્રકૃતી મુજબ યોગ્ય ચીકીત્સકની મદદથી કરી શકાય.
   ગળુ પડવું, ગળું બેસી જવું કે અવાજ પડવો કે અવાજ બેસી જવો વગેરે શબ્દપ્રયોગો જ્યારે વધુ પડતું, વધારે સમય કે બહુ જ ઘાંટા પાડીને બોલવામાં આવે કે કફના કારણે કે કોઈ અન્ય શારીરીક તકલીફને લીધે અવાજ સ્પષ્ટપણે નીકળી ન શકે તેને માટે કરવામાં આવે છે.
   Gandabhai Vallabh

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: