Archive for ઓક્ટોબર, 2011

મીલકત

ઓક્ટોબર 30, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

મીલકત

આપણે કોઈ દીવસ એવી ભુલ ના કરીએ કે આપણી બધી મીલકત આપણા જીવતાં જ આપણા વારસદારોને આપી દઈએ. ધૃતરાષ્ટ્રની જેમ આંધળો પુત્રપ્રેમ આપણે ના કરીએ. આપણું રહેવાનું મકાન તો કોઈ પણ કાળે આપણા જીવતાં તો કોઈને પણ ના જ આપીએ. પોતાની હયાતીમાં જ પોતાના રહેવાનું મકાન આપી દીધા પછી વારસદારોએ વડીલોને ઘરની બહાર કાઢી મુક્યા હોય તેવા અનેક દાખલાઓ સમાજમાં બન્યા છે અને તે વખતે ભોગ બનેલા વડીલોને રોતાં પણ નથી આવડતું. માટે એવી મુર્ખામી આપણે ક્યારેય ના કરીએ.

મીલકત અને તેમાં પણ ખાસ કરીને આપણી માલીકીનું રહેવાનું મકાન આપણને વીપરીત સંજોગોમાં કેવી અદ્ભુત રીતે કામ આવી શકે તે આપણે આ પુસ્તીકામાં આગળ ઉપર જોઈશું.

આપણાં જીવનસાથીને રહેવાના મકાન માટે તથા અન્ય મીલકત માટે પ્રથમ વારસદાર બનાવીએ. આ મુદ્દો પણ આપણે આ પુસ્તીકામાં આગળ ઉપર વીગતવાર જોઈશું.

 

Burning Eyes

ઓક્ટોબર 28, 2011

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Burning Eyes : (1) Smearing butter of cow milk may help in burning eyes.

(2) Putting drops of rose water may help in burning eyes.

(3) Boil water with some bark of Banyan tree. Cool it down and wash eyes with it.

(4) Soak 20 grams raisins in water overnight. Crush it or liquidise in the morning and drink adding some lump sugar. This may soothe eyes and also get rid of burning sensations.

વૃધ્ધાશ્રમ

ઓક્ટોબર 26, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

વૃધ્ધાશ્રમ

હજુ આપણી પાસે એક બીજો વીકલ્પ પણ છે અને તે છે વૃધ્ધાશ્રમ જેવી કોઈ સંસ્થામાં રહેવા જવું. અલગ રહેવામાં જે ગેરફાયદાઓ છે તેમાંના મોટા ભાગના ગેરફાયદાઓની આ વીકલ્પમાં બાદબાકી થઈ જાય છે. આ વીકલ્પનો મોટામાં મોટો ફાયદો એ છે કે ત્યાં આપણી કોઈ જ જવાબદારી રહેતી નથી. નક્કી કરેલી રકમ ભરી દઈએ એટલે આપણી બધી જ જવાબદારીઓ પુરી થઈ જાય. જો કે સંસ્થાએ જે નીયમો બનાવ્યા હોય તે આપણે પાળવા પડે. આ વીકલ્પ પણ ગેરફાયદાઓથી મુક્ત તો નથી જ. આગળ જણાવ્યા મુજબ સંસ્થાના નીયમો આપણે પાળવા પડે, મનપસંદ જમવાનું ના પણ મળે, સમયસર જમી લેવું પડે, સહનીવાસીઓ સાથે હળીમળીને રહેવું પડે, મોટા ભાગના વૃધ્ધાશ્રમો કોઈ પણ પ્રકારનું વ્યસન ચલાવી નથી લેતા, જ્યારે શારીરીક રીતે આપણે સંપુર્ણપણે પરવશ થઈ જઈએ ત્યારે ફરજીયાત વૃધ્ધાશ્રમ છોડવો પડે વગેરે. પહેલા વીકલ્પની જેમ જ આ વીકલ્પમાં પણ પેલાં નીર્દોષ પૌત્ર-પૌત્રીઓનો વીરહ આપણે પક્ષે અને તેમને પક્ષે એમ બંને પક્ષે ભોગવવાનો તો આવે જ આવે. આ છેલ્લો ગેરફાયદો સૌથી વીશેષ છે.

તે છતાં મને આ વીકલ્પ ઉત્તમ લાગે છે. આદર્શ સ્થીતી તો એવી હોવી જોઈએ કે સમાજમાં વૃધ્ધાશ્રમની જરુર જ ના પડવી જોઈએ. પરંતુ વ્યાવહારીક અને વાસ્તવીક રીતે જોઈએ તો સમાજમાં વધુ ને વધુ વૃધ્ધાશ્રમોની તાતી જરુર છે. આદર્શ સ્થીતી એક વસ્તુ છે જ્યારે વ્યાવહારીકતા અને વાસ્તવીકતા બીજી વસ્તુ છે. તંદુરસ્ત સમાજની દૃષ્ટીએ વૃધ્ધાશ્રમો કલંક છે જ્યારે વડીલોની દૃષ્ટીએ ભારે આશીર્વાદરુપ છે. મારી દૃષ્ટીએ વૃધ્ધાશ્રમો સમાજનું એક અનીવાર્ય અનીષ્ટ છે. અને તેથી જેમણે વૃધ્ધાશ્રમીની સૌથી પહેલી શરુઆત કરી હશે તેમને મારી લાખો સલામ. (મળતી માહીતી મુજબ સને ૧૯૪૨ની આસપાસ સ્વ. સમરથલાલ વૈદ્યે મણીનગરમાં સૌ પ્રથમ વૃધ્ધાશ્રમ શરુ કરેલો.) સાથે સાથે વૃધ્ધાશ્રમના નાના મોટા દાતાઓ તથા સંચાલકોને પણ મારી લાખો સલામ. વૃધ્ધાશ્રમોમાં રહેતાં કેટલાંક વડીલો ખરેખર ખુબ જ સુખી છે.

વૃધ્ધાશ્રમનો મોટામાં મોટો ગેરફાયદો દુર કરવા માટે મારી દીકરી સમાન પુત્રવધુના સ્વપ્ન પ્રમાણે વૃધ્ધાશ્રમોની સાથે સાથે અનાથાશ્રમો પણ ચલાવી શકાય તો સોનામાં સુગંધ ભળે. કારણ કે તેમ કરવાથી વૃધ્ધોને નીર્દોષ બાળકોનો પ્રેમ મળી શકે અને બાળકોને દાદા-દાદીનો પ્રેમ મળી શકે. એમ થઈ શકે તો બંનેને ફાયદો થાય અને સાથે સાથે સમગ્ર સમાજને પણ ફાયદો થાય, કારણ કે આંકડા એમ કહે છે કે મોટા ભાગના ગુન્હેગારોને તેમના બાળપણમાં પ્રેમ મળ્યો નથી હોતો. જો તેમને બાળપણમાં પ્રેમ મળ્યો હોત તો તેઓ મોટા થયા પછી ગુન્હેગાર ના થયા હોત એમ માનસશાસ્ત્રીઓનું અને સમાજસુધારકોનું પણ માનવું છે. વૃધ્ધાશ્રના દાતાઓ અને સંચાલકો આ દીશામાં વીચારે તેવી અંતઃકરણપુર્વકની પ્રાર્થના.

 

અલગ રહીએ

ઓક્ટોબર 24, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

અલગ રહીએ

હવે કરીએ અલગ રહેવાની વાત. જો કોઈ પણ રીતે સંયુક્ત કુટુમ્બમાં રહેવાનું શક્ય ના જ બને તો પછી અલગ રહેવાનો વીકલ્પ વીચારી શકાય. જો કે એમ કરવું હીતાવહ છે કે કેમ એ ચર્ચાસ્પદ મુદ્દો છે. અલગ રહેવામાં કેટલાક ફાયદાઓ જરુર છે, જેવા કે મનપસંદ ભોજન બનાવી શકાય, કોઈની પળસી કરવી ના પડે, કોઈના ઓશીયાળા બનવું ના પડે, સ્વતંત્ર રહી શકાય વગેરે. પણ સામે પક્ષે વીચારીએ તો આ વ્યવસ્થાના કેટલાક ગેરફાયદાઓ પણ છે જ. આપણે સમજવું જ પડે કે આપણી તબીયત હંમેશ માટે સારી નથી રહેવાની, ઉમ્મરની અસર વહેલી મોડી થવાની તો ખરી જ, શક્તી પણ વખત જતાં ક્ષીણ થવાની જ, જતે દીવસે એવું પણ બને કે ઘરનાં નાનાં મોટાં કામ જેવાં કે વીજળીનું બીલ ભરવાનું, ટેલીફોનનું બીલ ભરવાનું, નોકરનો સમય સાચવવાનો, નોકર બહારગામ ગયો હોય કે જતો રહ્યો હોય ત્યારે નવો નોકર શોધવાનો રહે કે જાતે કામ કરવાનો વારો આવે, નોકર હોય તો પણ એની દાદાગીરી સહન કરવાનો વારો આવે, ટપાલી કે કુરીઅર આવે તે વખતની જવાબદારીઓ વગેરે પણ ના નીભાવી શકીએ.

તે વખતે એવું પણ બને કે છતે સંતાને આપણું કરનાર કોઈ જ ના હોય. એવું પણ બને કે ઝાડો પેશાબ પણ પથારીમાં જ થઈ જાય અને સાફ કરનાર પણ કોઈ ના હોય. તેવે વખતે રડતાં પણ ના આવડે. આપણી પાસે ગમે તેટલા પૈસા હોય તો પણ એટલું આપણે સમજવું જોઈએ કે ઘરના માણસની તોલે પગારદાર માણસ ના જ આવે. ઘરનું માણસ એ ઘરનું માણસ અને બહારનું માણસ એ બહારનું માણસ. સીવાય કે પગારદાર માણસની બાબતમાં આપણે ખુબ જ નસીબદાર હોઈએ. કોને ખબર છે કે આપણે એટલા નસીબદાર હોઈશું કે કેમ? પગારદાર માણસ માટે ભાગ્યેજ કોઈ નસીબદાર હોય છે એવું મારો અનુભવ છે. વળી આપણી મુડીનું વ્યાજ એટલે કે પેલાં નીર્દોષ પૌત્ર-પૌત્રીઓનો વીરહ આપણે પક્ષે અને તેમના પક્ષે એમ બંને પક્ષે ભોગવવાનો તો આવે જ આવે. આ છેલ્લો ગેરફાયદો કદાચ સૌથી વીશેષ છે.

જો કે અત્યારે દુનીયા જ્યારે ખુબ નાની થતી જાય છે ત્યારે આપણામાંનાં કેટલાકનાં સંતાનો તેમનાં સંતાનો સાથે પરદેશમાં વસે છે ત્યારે, આપણે એકલા રહેવાની માનસીક તૈયારી રાખી તે પ્રમાણે વર્તીશું. વાસ્તવીક પરીસ્થીતીનો સ્વીકાર કરી તથા તે પ્રમાણે વર્તવાથી આપણે દુખી થયા વગર જીવી શકીએ.

Conjunctivitis-Anjani

ઓક્ટોબર 22, 2011

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Conjunctivitis-Anjani (Inflammation of conjunctiva & Redness of eye) : (1) Mix lemon juice and rose water in equal amount and smear every hour. This may cure eye pain and swelling and redness in eyes within a day.

(2) Mix a pinch of alum in two table spoons of rose water and put one or two drops in both eyes at a small interval of time to cure conjunctivitis.

(3) Putting a clean clothe on eyes wetted with milk of sheep may cure conjunctivitis.

સંયુક્ત કુટુમ્બ

ઓક્ટોબર 21, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

 (યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

 સંયુક્ત કુટુમ્બ

આમાંનો પહેલો મુદ્દો “સંયુક્ત કુટુમ્બમાં રહીને આપણે વૃધ્ધ થતાં શીખીએ”ને તપાસીએ.

માણસ જાતની ઉત્પત્તી થયા બાદ તેની પહેલી પેઢી જ્યારે પેદા થઈ હશે ત્યારથી એટલે કે અનાદી કાળથી એક સમસ્યા કાયમ માટે ચાલી આવી છે. દરેક પેઢીની વ્યક્તી એમ માનતી ચાલી આવી છે કે તેની પછીની પેઢી બરાબર નથી. તેના જેવી ડાહી, હોંશીયાર તથા ઠરેલ નથી. જ્યારે નવી પેઢી એમ માનતી આવી છે કે આગલી પેઢી કરતાં પોતે વધારે ડાહ્યા, હોંશીયાર અને ચાલાક છે. નવી પેઢીની આ ખરી કે ખોટી માન્યતાને જુની પેઢી પચાવી શકતી નથી અને તેથી બે પેઢી વચ્ચેનો આ સંઘર્ષ અહર્નીશ ચાલ્યા જ કરે છે. આપણે હૃદય પર હાથ મુકી પ્રમાણીકતાપુર્વક સ્વીકારીએ કે આપણને પણ આપણી આગલી પેઢી સાથે અમુક મતભેદો તો હતા જ હતા.

આખી દુનીયામાં પહેલાંના પ્રમાણમાં સંયુક્ત કુટુમ્બની પ્રથા ધીમે ધીમે ઓછી થતી જાય છે. ભારતમાંથી પણ એ પ્રથા પહેલાં કરતાં ઓછી થતી જાય છે. જો કે સદ્ભાગ્યે હજુ ઠીક ઠીક જળવાઈ રહી છે. આ પ્રથા ઘણા ગેરલાભોથી ભરેલી છે. પરંતુ તેના લાભો પણ અનેક છે. સમગ્ર રીતે જોઈએ તો ગેરલાભો કરતાં લાભોનું પલ્લું અનેકગણું ભારે છે. આ બહુમુલ્ય લાભો મેળવવા માટે સૌથી પ્રથમ તો આપણે આપણો અહમ્ છોડતાં શીખીએ. વર્ષો સુધી ઘરમાં કે રસોડામાં આપણું ધાર્યું જ થતું આવ્યું હોવાથી આપણને તેની કુટેવ પડી ગઈ છે. દીકરો તથા તેની વહુ હવે નાનાં કીકલાં નથી રહ્યાં. તેમને પણ તેમની બુધ્ધી છે, વીચારો છે, સપનાં છે, સ્વમાન છે. અને તેનો આપણે ખુલ્લા દીલે સ્વીકાર કરીએ. આપણું જ ધાર્યું થવું જોઈએ એવો દુરાગ્રહ આપણે છોડીએ. તે બીજું કશું નહીં પણ આપણો સુક્ષ્મ અહમ્ જ છે. તેમના વીચારોને સીધા જ નકારવાને બદલે તે વીચારો પર નીખાલસતાથી, કોઈ પણ પ્રકારના પુર્વગ્રહ વગર, પુરતું મનન કરી, યોગ્ય હોય ત્યાં સુધી ખુલ્લા દીલથી સ્વીકારી, તેને અમલમાં મુકીએ. તેમના વીચારોને પુરતી ઈજ્જત આપીએ તથા સન્માન કરીએ.

નવા જમાના પ્રમાણે આપણે જીવતાં શીખીએ. જુની આંખે નવા તમાશા જોતાં શીખીએ. સુખી થવું હોય તો આંખ આડા કાન કરતાં પણ શીખીએ. આપણી ઉમ્મર તથા શક્તી પ્રમાણે ઘરમાં શક્ય તેટલી મદદ કરીએ. ઘરનું નાનું મોટું કામ કરીએ. બાળકોને નીશાળે લેવા-મુકવાનું રાખીએ. ઘરનાં અન્ય વ્યક્તીઓ વ્યસ્ત હોય તો તેમનાં બેન્કનાં કામ કરીએ. શક્ય હોય તો શાકભાજી, ફળફળાદી વગેરે પણ ખરીદી લાવીએ. આપણે યાદ રાખીએ કે ઘરમાં કામ કરીશું તો બધાંને પ્યારા લાગીશું. આપણાં સંતાનોને કોઈ મળવા આવે તો તેમનું યોગ્ય અભીવાદન કરી પછી ત્યાં જ ચોંટી રહેવાને બદલે આપણે બીજા ઓરડામાં જતાં રહીએ.

ઘરની નાની નાની વાતોમાં આપણે માથું ના મારીએ. વાત વાતમાં કોઈને ટોકીએ નહીં. હા, પુછવામાં આવે તો આપણે અભીપ્રાય જરુર આપીએ. અરે, કાંઈ ખોટું થતું હોય તો ટોકીએ પણ ખરા. લાલબત્તી પણ ધરીએ. તેમ કરવું આપણી ફરજ પણ છે. પરંતુ તેમ કરવામાં આપણે આપણી વીવેકબુધ્ધી ના ગુમાવીએ. ટોકવાનું માત્ર એકબે વાર જ કરીએ અને તે પણ નમ્રતાથી. મંડ્યા ન રહીએ.

એ વાત ખરી છે કે આપણને આ ઉમ્મરે હવે પ્રેમ, હુંફ અને માનની ઝંખના રહે પરંતુ આપણે હંમેશાં યાદ રાખીએ કે પ્રેમ, હુંફ અને માન જોઈતાં હોય તો પહેલાં તે આપવા પડે. ઘરની નાની મોટી સહુ વ્યક્તીઓને ભેગાં કરીને પ્રાર્થના કરવાનું તથા સમુહભોજન કરવાનું રાખીશું. તેમ રોજ કરવાનું શક્ય ના હોય તો અઠવાડીયામાં એક ચોક્કસ દીવસ નક્કી રાખીશું. કારણ કે આપણે જાણીએ છીએ કે આમ કરવાથી એકબીજા સાથે પ્રેમ, સમજણ તથા સંવાદ વધે છે.

ઘરની કોઈ પણ વ્યક્તીએ કોઈ પણ સારું કામ કર્યું હોય તો તેની પીઠ થાબડી બીરદાવીએ, પ્રોત્સાહીત કરીએ. ઘરમાં નાનાં બાળકો સાથે ભળી જઈએ. તેમને ખુબ પ્યાર કરીએ અને તેમની પાસેથી ખુબ પ્યાર મેળવીએ. યાદ રાખીએ કે તેમાં આપણો જ સ્વાર્થ છે, કારણ કે આપણી અને આપણા પછીની પેઢી વચ્ચે બાળકો સેતુ રુપ છે. આપણા પછીની પેઢી જો આપણી સાથે અયોગ્ય વર્તન કરશે તો બાળકો તેમને તેમ કરતાં જરુર અટકાવશે. ઘરમાં સહુનાં અળખામણાં થઈશું તો વૃધ્ધાવસ્થામાં આપણે જ વધારે સહેવાનું આવશે. માટે આપણા સ્વાર્થ ખાતર પણ ઘરમાં સંપીને રહીએ.

આપણી ઉમ્મર જેમ જેમ વધતી જાય તેમ તેમ આપણી ઉંઘ દીવસે દીવસે ઘટતી જાય એ સ્વાભાવીક છે. જુવાનીમાં જેટલો શારીરીક શ્રમ આપણે કરતા હતા એટલો શ્રમ હવે આપણે કરતા નથી. આપણી પાસે અન્ય કામ ઓછું હોવાથી હવે આપણે રાત્રે વહેલા સુઈ જઈએ છીએ. આ બધાં કારણોને લીધે સ્વાભાવીક રીતે જ આપણે સવારે વહેલા ઉઠી જઈએ છીએ અને કુદરતી પ્રાતઃકર્મોમાં તથા પ્રભુભજન વગેરેમાં ડુબી જઈએ છીએ. પણ આપણે એ વાત ભુલી જઈએ છીએ કે કુટુંબનાં અન્ય સભ્યો હજુ મીઠી નીંદર માણી રહ્યાં છે. આપણે એ પણ ભુલી જઈએ છીએ કે આપણી વહેલી સવારની પ્રવૃત્તીઓથી એમને ખલેલ પહોંચે છે. જો આપણા નીવાસસ્થાનમાં પુરતી મોકળાશ હોય અને આપણા ઓરડાનું બારણું બંધ રાખવાની કાળજી રાખીએ તો તો બહુ વાંધો ન આવે, પરંતુ ઘર નાનું હોય તો ભલે આપણાં સંતાનો આપણને કશું કહે નહીં પરંતુ એમને ગમે તો નહીં જ. આ નાની લાગતી વાત ક્યારેક ઉગ્ર સ્વરુપ ધારણ કરે પણ ખરી.

આપણે પણ શાંતીથી જીવીએ અને બીજાને પણ શાંતીથી જીવવા દઈએ.

વૃધ્ધ થવું એટલે શું?

ઓક્ટોબર 18, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

વૃધ્ધ થવું એટલે શું?

વૃધ્ધ થવું એ કુદરતનો અફર નીયમ છે. આ નીયમ અફર નીયમ હોવાને લીધે હજુ તેમાંથી કોઈ છટકી શક્યું નથી. વૃધ્ધ થવાની આ ક્રીયાને અનીવાર્ય અનીષ્ટ કહેવું હોય તો કહી શકાય. વૃધ્ધ થવાની આ ક્રીયાને લાખ ઉપાય કરીએ તો પણ અટકાવી શકાવાની નથી. તો પછી એને શા માટે આનંદપુર્વક, સમજણપુર્વક આવકારવા માટે, સ્વીકારવી નહીં, આવકારવી નહીં? પરંતુ એને આનંદપુર્વક આવકારવા માટે, સ્વીકારવા માટે આપણામાં કેટલીક “સમજણ” હોવી જોઈએ. મારી નમ્ર સમજ મુજબ “વૃધ્ધ” શબ્દનો અર્થ થાય છે “વૃધ્ધી પામેલું”. પણ “વૃધ્ધી પામેલું” એટલે શું? “વૃધ્ધી પામેલું” એટલે માત્ર “ઉમ્મરમાં” જ વધેલું? ના, “વૃધ્ધી પામેલું” એટલે “સમજણમાં” પણ વધેલું!!! ભારે અફસોસની વાત એ છે કે “સમજણ”ને અને “ઉમ્મર”ને કોઈ જ સીધો સંબંધ નથી હોતો. આપણામાંનાં મોટા ભાગનાંને એવો ભ્રમ હોય છે કે મારા જેવું કોઈ ડાહ્યું નથી, હું વડીલ હોવાથી અને મેં ઘણાં ચોમાસાં જોયાં હોવાથી મારા જેટલી સમજણ કોઈને પડે નહીં. આ ભ્રમ જ અનેક વીટંબણાની ગંગોત્રી છે. હકીકતમાં આ ભ્રમ એ બીજું કશું નથી પણ આપણો એક સુક્ષ્મ અહમ્ જ માત્ર છે.

તો ચાલો, આપણે વૃધ્ધ થતાં શીખીએ

વૃધ્ધ થતાં શીખવાની આ વાતને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ:

૧. સંયુક્ત કુટુંબમાં રહીને આપણે વૃધ્ધ થતાં શીખીએ.

૨. અલગ રહીને આપણે વૃધ્ધ થતાં શીખીએ.

૩. વૃધ્ધાશ્રમ જેવી કોઈ સંસ્થામાં રહીને આપણે વૃધ્ધ થતાં શીખીએ.

Eye Care

ઓક્ટોબર 15, 2011

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Eye Care : Splash cold water on eyes at least three or four times a day to improve eye sight. Always have some footwear during summer time when it is hot, never go barefooted outside. Heat may cause damage to eye sight. Do standing on head (Shirshasan) and other exercises regularly. Paint eyes with collyrium before going to bed or have TRIFALA with milk. This may help in constipation and thus help to improve eye sight by cooling it down. This may also help in burning sensation. You may drink water by nose. Do not read or write during night for long period of time.

ચાલો આપણે વૃધ્ધ થતાં શીખીએ

ઓક્ટોબર 14, 2011

ચાલો આપણે વૃધ્ધ થતાં શીખીએ

કશ્યપ ચંદુલાલ દલાલ

૧૩, ભારતી સોસાયટી,

નગરી આંખની હૉસ્પીટલ પાછળ,

એલીસબ્રીજ, અમદાવાદ ૩૮૦ ૦૦૬

(૦૭૯) ૨૬૪૪૫૮૮૯, ૯૪૨૮૫૦૩૨૪૯

kashyapcdalal@yahoo.com

(ખાસ નોંધ: આ લેખમાં ઉંઝા જોડણી મુજબના એક જ “ઈ” તથા એક જ “ઉ” અને શ્રી. મહેન્દ્રભાઈ મેઘાણી પ્રેરીત લીપીનો પ્રયોગ કર્યો છે. જોડાક્ષર અંગેનો મારો અભીગમ સ્વામી આનંદને મળતો છે એવો મારો નમ્ર અભીપ્રાય છે.

હું ખુબ જ નમ્રતાથી આશા રાખું છું કે આ પુસ્તીકામાં ઉપયોગમાં લેવામાં આવેલી જોડણીતથા લીપી અંગે ઉંઝા જોડણીના પુરસ્કર્તાઓ તેમની સુચીત બીજી પરીષદમાં યોગ્ય ઠરાવો કરી બહાલી આપશે.

લેખ વાંચતી વખતે મગજને કોઈ મુશ્કેલી નહીં જ પડે. હા, કદાચ આંખને થોડી મુશ્કેલી પડશે પરંતુ તે તો ટેવનો સવાલ છે! – કશ્યપ)

આ પુસ્તીકામાં રજુ કરેલા વીચારો ફક્ત વાંચી જવાનો કોઈ જ અર્થ નથી; પરંતુ ખુબ જ અગત્યનું તો એને અમલમાં મુકવાનું છે; અને તો જ પુસ્તીકા લખવાનો અર્થ સરશે.

દ્વીતીય સંવર્ધીત આવૃત્તીની પ્રસ્તાવના

ઓક્ટોબર 13, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

દ્વીતીય સંવર્ધીત આવૃત્તીની પ્રસ્તાવના

જ્યારે આ લેખ ઑક્ટોબર ૨૦૧૦માં પુસ્તીકા આકારમાં બહાર પાડ્યો ત્યારે સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો કે માત્ર બે જ માસના ગાળામાં તેની લગભગ બધી જ પ્રતો ખલાસ થઈ જશે. અમદાવાદની બહાર હજુ ભાગ્યે જ કોઈ પ્રત ગઈ છે. આ દ્વીતીય સંવર્ધીત આવૃત્તી બહાર પાડતાં અનહદ આનંદ થાય છે.

મારા પરમ મીત્ર શ્રી દીનકરભાઈ શાહે આ દ્વીતીય સંવર્ધીત આવૃત્તીની કાચી નકલ કાળજી પુર્વક વાંચી જઈને બહુમુલ્ય સુચનો કર્યાં છે અને તેમનાં સુચનોનો અમલ મેં આ આવૃત્તીમાં કરી પણ દીધો છે. એટલું જ નહીં, તેમણે આ દ્વીતીય સંવર્ધીત આવૃત્તી વીષે પોતાનો કીમતી અભીપ્રાય પણ આપ્યો છે. તેમનો અભીપ્રાય અન્યત્ર છાપ્યો છે. હું તેમનો ખાસ આભારી છું.

પરમ આદરણીય ડૉ. તનુમતીબેન શાહે પણ કીમતી માર્ગદર્શન આપ્યું છે. હું તેમનો પણ આભારી છું.

મારા બીજા એક છબીકાર મીત્ર શ્રી. મહેન્દ્રભાઈ શાહે મુખપૃષ્ઠ પર છાપેલી સુંદર છબી પાડી આપી છે. હું તેમનો પણ ઋણી છું.

મારા વડીલ મીત્ર શ્રી. ત્રીલોકભાઈ શાહે તો આ દ્વીતીય સંવર્ધીત આવૃત્તી બહાર પડે તે પહેલાં જ તેની ૨૫૦ નકલો મારે તેમને આપવી તેવું વચન મારી પાસેથી લઈ લીધું છે!!

નબળી આંખોવાળી વ્યક્તીઓને વાંચતાં તકલીફ ના પડે માટે આ દ્વીતીય સંવર્ધીત આવૃત્તી ઘાટાઅક્ષરોમાં છાપી છે.

–     કશ્યપ ચંદુલાલ દલાલ