તૃતીય સંવર્ધીત આવૃત્તીની પ્રસ્તાવના

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

તૃતીય સંવર્ધીત આવૃત્તીની પ્રસ્તાવના

વળી પાછી માત્ર છ જ માસના ગાળામાં દ્વીતીય સંવર્ધીત આવૃત્તીની લગભગ બધી જ પ્રતો ખલાસ થઈ જવા આવી છે અને તેથી આ તૃતીય આવૃત્તી – અલબત્ત, સુધારા વધારા સાથેની.

આ ૩૦૦૦ પ્રતવાળી તૃતીય સંવર્ધીત આવૃત્તી માટેના સ્વૈચ્છીક આર્થીક સહયોગ માટે સર્વશ્રી બળદેવભાઈ જ. પટેલ (૧૦૦૦ પ્રત), ડૉ. પ્રવીણભાઈ પંડ્યા (૫૦૦ પ્રત), પ્રા. ચીત્તરંજનભાઈ મહેતા (૫૦૦), ચતુરસીંહ બારોટ (૫૦૦ પ્રત) તથા ડૉ. તનુમતીબેન શાહ અને ડૉ. ગીરીશભાઈ શાહ (૫૦૦ પ્રત) નો હૃદયપુર્વકનો ખાસ આભાર માનું છું. મારા પરમ મીત્ર શ્રી. દીનકરભાઈ શાહે આ તૃતીય સંવર્ધીત આવૃત્તી માટે પણ બહુમુલ્ય સુચનો કર્યાં છે અને તેમનાં સુચનોનો અમલ પણ મેં આ આવૃત્તીમાં કરી પણ દીધો છે. હું તેમનો ખાસ આભારી છું. મારા વડીલ મીત્ર શ્રી પદ્મનાભભાઈ ત્રીવેદીએ મુખપૃષ્ઠ પર છાપેલી સુંદર છબી પાડી આપી છે. હું તેમનો પણ ઋણી છું. આ તૃતીય સંવર્ધીત આવૃત્તીના પ્રુફને કાળજીપુર્વક વાંચી જઈને મારી અસંખ્ય નાની મોટી ભુલો સુધારી આપનાર મારા મીત્ર શ્રી. જુગલકીશોરભાઈનો આભાર માનવાનો કેમ ભુલાય?

હું ભાશાનો માણસ ખચીત નથી. આ તો લખતાં લખતાં લખાઈ ભુલથી ગયું છે.મારા જેવા સામાન્ય માણસની બીજી જ પુસ્તીકાની માત્ર નવ જ મહીનામાં ત્રણ આવૃત્તીની કુલ ૫૦૦૦ પ્રત થાય તે માટેનો મારો બાળ સહજ હર્ષ આપને વધારે પડતો લાગે તો ક્ષમ્ય ગણવા વીનંતી છે. બચ્ચા જાન કર છોડ દેના!!!

આ પુસ્તીકાની પ્રથમ આવૃત્તી તૈયાર કરી તે પહેલેથી જ આ વીષય પર લખાયેલાં અન્ય લેખકોના લેખો, પુસ્તકો વગેરે વાંચવાનાં કે વીષય ઉપર અપાતાં વ્યાખ્યાનો સાંભળવાનાં મેં બીલકુલ બંધ કરી દીધાં છે કે જેથી અન્યના વીચારોમાં હું તણાઈ ના જઉં. અને તેથી આ પુસ્તીકામાં જે કાંઈ પણ વીચારો દર્શાવ્યા છે તે મારા પોતાના મૌલીક છે. શક્ય છે કે વાચક મારા વીચારો સાથે સંપુર્ણ સંમત ના પણ થાય.

આ તૃતીય સંવર્ધીત આવૃત્તીમાં “ગાગરમાં સાગર” સમાવવાનો અલ્પ પ્રયત્ન કર્યો છે.

એક ખુલાસો:

આ પુસ્તીકાના મુખપૃષ્ઠ પર છાપેલી છબી ડૉ. તનુમતીબેન શાહ અને ડૉ. ગીરીશભાઈ શાહની છે કે જેઓ આ ૩૦૦૦ પ્રતવાળી તૃતીય સંવર્ધીત આવૃત્તી માટેના સ્વૈચ્છીક આર્થીક સહયોગીઓ પૈકીના પણ છે. વાચકની ગેરસમજ ના થાય એટલા માટે સ્પષ્ટતા કરવી જરુરી છે કે ન તો મેં તેમને લાલચ આપી હતી કે તેઓ પ૦૦ પ્રતનો સહયોગ આપશે તો ૩૦૦૦ પ્રત પર તેમનો ફોટો છાપીશ, ન તો તેમણે એવી શરત કરી હતી કે હું તેમનો ફોટો છાપું તો તેઓ ૫૦૦ પ્રતનો સહયોગ આપશે!! બધું જ ખુબ જ સાહજીક રીતે થયું છે. કેટલાક ખટપટીયા અને ખણખોદીયા વૃત્તીના લોકો માટે મારે આ સ્પષ્ટતા કરવી પડી છે.

નબળી આંખોવાળી વ્યક્તીઓને વાંચતાં તકલીફ ના પડે માટે આ તૃતીય સંવર્ધીત આવૃત્તી પણ ઘાટા અક્ષરોમાં છાપી છે.

કશ્યપ ચંદુલાલા દલાલ

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: