અલગ રહીએ

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

અલગ રહીએ

હવે કરીએ અલગ રહેવાની વાત. જો કોઈ પણ રીતે સંયુક્ત કુટુમ્બમાં રહેવાનું શક્ય ના જ બને તો પછી અલગ રહેવાનો વીકલ્પ વીચારી શકાય. જો કે એમ કરવું હીતાવહ છે કે કેમ એ ચર્ચાસ્પદ મુદ્દો છે. અલગ રહેવામાં કેટલાક ફાયદાઓ જરુર છે, જેવા કે મનપસંદ ભોજન બનાવી શકાય, કોઈની પળસી કરવી ના પડે, કોઈના ઓશીયાળા બનવું ના પડે, સ્વતંત્ર રહી શકાય વગેરે. પણ સામે પક્ષે વીચારીએ તો આ વ્યવસ્થાના કેટલાક ગેરફાયદાઓ પણ છે જ. આપણે સમજવું જ પડે કે આપણી તબીયત હંમેશ માટે સારી નથી રહેવાની, ઉમ્મરની અસર વહેલી મોડી થવાની તો ખરી જ, શક્તી પણ વખત જતાં ક્ષીણ થવાની જ, જતે દીવસે એવું પણ બને કે ઘરનાં નાનાં મોટાં કામ જેવાં કે વીજળીનું બીલ ભરવાનું, ટેલીફોનનું બીલ ભરવાનું, નોકરનો સમય સાચવવાનો, નોકર બહારગામ ગયો હોય કે જતો રહ્યો હોય ત્યારે નવો નોકર શોધવાનો રહે કે જાતે કામ કરવાનો વારો આવે, નોકર હોય તો પણ એની દાદાગીરી સહન કરવાનો વારો આવે, ટપાલી કે કુરીઅર આવે તે વખતની જવાબદારીઓ વગેરે પણ ના નીભાવી શકીએ.

તે વખતે એવું પણ બને કે છતે સંતાને આપણું કરનાર કોઈ જ ના હોય. એવું પણ બને કે ઝાડો પેશાબ પણ પથારીમાં જ થઈ જાય અને સાફ કરનાર પણ કોઈ ના હોય. તેવે વખતે રડતાં પણ ના આવડે. આપણી પાસે ગમે તેટલા પૈસા હોય તો પણ એટલું આપણે સમજવું જોઈએ કે ઘરના માણસની તોલે પગારદાર માણસ ના જ આવે. ઘરનું માણસ એ ઘરનું માણસ અને બહારનું માણસ એ બહારનું માણસ. સીવાય કે પગારદાર માણસની બાબતમાં આપણે ખુબ જ નસીબદાર હોઈએ. કોને ખબર છે કે આપણે એટલા નસીબદાર હોઈશું કે કેમ? પગારદાર માણસ માટે ભાગ્યેજ કોઈ નસીબદાર હોય છે એવું મારો અનુભવ છે. વળી આપણી મુડીનું વ્યાજ એટલે કે પેલાં નીર્દોષ પૌત્ર-પૌત્રીઓનો વીરહ આપણે પક્ષે અને તેમના પક્ષે એમ બંને પક્ષે ભોગવવાનો તો આવે જ આવે. આ છેલ્લો ગેરફાયદો કદાચ સૌથી વીશેષ છે.

જો કે અત્યારે દુનીયા જ્યારે ખુબ નાની થતી જાય છે ત્યારે આપણામાંનાં કેટલાકનાં સંતાનો તેમનાં સંતાનો સાથે પરદેશમાં વસે છે ત્યારે, આપણે એકલા રહેવાની માનસીક તૈયારી રાખી તે પ્રમાણે વર્તીશું. વાસ્તવીક પરીસ્થીતીનો સ્વીકાર કરી તથા તે પ્રમાણે વર્તવાથી આપણે દુખી થયા વગર જીવી શકીએ.

ટૅગ્સ:

2 Responses to “અલગ રહીએ”

  1. પરાર્થે સમર્પણ Says:

    આદરણીય શ્રી

    આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

    નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

    દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: