વૃધ્ધાશ્રમ

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

વૃધ્ધાશ્રમ

હજુ આપણી પાસે એક બીજો વીકલ્પ પણ છે અને તે છે વૃધ્ધાશ્રમ જેવી કોઈ સંસ્થામાં રહેવા જવું. અલગ રહેવામાં જે ગેરફાયદાઓ છે તેમાંના મોટા ભાગના ગેરફાયદાઓની આ વીકલ્પમાં બાદબાકી થઈ જાય છે. આ વીકલ્પનો મોટામાં મોટો ફાયદો એ છે કે ત્યાં આપણી કોઈ જ જવાબદારી રહેતી નથી. નક્કી કરેલી રકમ ભરી દઈએ એટલે આપણી બધી જ જવાબદારીઓ પુરી થઈ જાય. જો કે સંસ્થાએ જે નીયમો બનાવ્યા હોય તે આપણે પાળવા પડે. આ વીકલ્પ પણ ગેરફાયદાઓથી મુક્ત તો નથી જ. આગળ જણાવ્યા મુજબ સંસ્થાના નીયમો આપણે પાળવા પડે, મનપસંદ જમવાનું ના પણ મળે, સમયસર જમી લેવું પડે, સહનીવાસીઓ સાથે હળીમળીને રહેવું પડે, મોટા ભાગના વૃધ્ધાશ્રમો કોઈ પણ પ્રકારનું વ્યસન ચલાવી નથી લેતા, જ્યારે શારીરીક રીતે આપણે સંપુર્ણપણે પરવશ થઈ જઈએ ત્યારે ફરજીયાત વૃધ્ધાશ્રમ છોડવો પડે વગેરે. પહેલા વીકલ્પની જેમ જ આ વીકલ્પમાં પણ પેલાં નીર્દોષ પૌત્ર-પૌત્રીઓનો વીરહ આપણે પક્ષે અને તેમને પક્ષે એમ બંને પક્ષે ભોગવવાનો તો આવે જ આવે. આ છેલ્લો ગેરફાયદો સૌથી વીશેષ છે.

તે છતાં મને આ વીકલ્પ ઉત્તમ લાગે છે. આદર્શ સ્થીતી તો એવી હોવી જોઈએ કે સમાજમાં વૃધ્ધાશ્રમની જરુર જ ના પડવી જોઈએ. પરંતુ વ્યાવહારીક અને વાસ્તવીક રીતે જોઈએ તો સમાજમાં વધુ ને વધુ વૃધ્ધાશ્રમોની તાતી જરુર છે. આદર્શ સ્થીતી એક વસ્તુ છે જ્યારે વ્યાવહારીકતા અને વાસ્તવીકતા બીજી વસ્તુ છે. તંદુરસ્ત સમાજની દૃષ્ટીએ વૃધ્ધાશ્રમો કલંક છે જ્યારે વડીલોની દૃષ્ટીએ ભારે આશીર્વાદરુપ છે. મારી દૃષ્ટીએ વૃધ્ધાશ્રમો સમાજનું એક અનીવાર્ય અનીષ્ટ છે. અને તેથી જેમણે વૃધ્ધાશ્રમીની સૌથી પહેલી શરુઆત કરી હશે તેમને મારી લાખો સલામ. (મળતી માહીતી મુજબ સને ૧૯૪૨ની આસપાસ સ્વ. સમરથલાલ વૈદ્યે મણીનગરમાં સૌ પ્રથમ વૃધ્ધાશ્રમ શરુ કરેલો.) સાથે સાથે વૃધ્ધાશ્રમના નાના મોટા દાતાઓ તથા સંચાલકોને પણ મારી લાખો સલામ. વૃધ્ધાશ્રમોમાં રહેતાં કેટલાંક વડીલો ખરેખર ખુબ જ સુખી છે.

વૃધ્ધાશ્રમનો મોટામાં મોટો ગેરફાયદો દુર કરવા માટે મારી દીકરી સમાન પુત્રવધુના સ્વપ્ન પ્રમાણે વૃધ્ધાશ્રમોની સાથે સાથે અનાથાશ્રમો પણ ચલાવી શકાય તો સોનામાં સુગંધ ભળે. કારણ કે તેમ કરવાથી વૃધ્ધોને નીર્દોષ બાળકોનો પ્રેમ મળી શકે અને બાળકોને દાદા-દાદીનો પ્રેમ મળી શકે. એમ થઈ શકે તો બંનેને ફાયદો થાય અને સાથે સાથે સમગ્ર સમાજને પણ ફાયદો થાય, કારણ કે આંકડા એમ કહે છે કે મોટા ભાગના ગુન્હેગારોને તેમના બાળપણમાં પ્રેમ મળ્યો નથી હોતો. જો તેમને બાળપણમાં પ્રેમ મળ્યો હોત તો તેઓ મોટા થયા પછી ગુન્હેગાર ના થયા હોત એમ માનસશાસ્ત્રીઓનું અને સમાજસુધારકોનું પણ માનવું છે. વૃધ્ધાશ્રના દાતાઓ અને સંચાલકો આ દીશામાં વીચારે તેવી અંતઃકરણપુર્વકની પ્રાર્થના.

 

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: