Archive for નવેમ્બર, 2011

નીવૃત્તીમાં પણ પ્રવૃત્તી

નવેમ્બર 29, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

નીવૃત્તીમાં પણ પ્રવૃત્તી

આપણે આપણી જુવાનીની ફરજો બજાવવામાંથી તો જાણે નીવૃત્ત થઈ ગયા છીએ પરંતુ આપણે આપણી જાતને નીવૃત્તીમાં પણ પ્રવૃત્ત રાખવાની છે.

આપણે જનમ્યાં ત્યારથી જ આપણી ઉપર સમાજનાં અનેક ઋણો ચડતાં આવ્યાં છે. ડગલે ને પગલે સમાજે આપણી ઉપર અનેક ઉપકારો કર્યા છે. આ ઋણ ઉતારવાનો, ઉપકારમુક્ત થવાનો આ શ્રેષ્ઠ સમય છે. અત્યારે આપણી પાસે પુરતો સમય છે. સામાજીક ઋણ ઉતારવાનો હવે સોનેરી મોકો છે. આપણે તન, મન અને ધનથી આ ઋણ ઉતારવાનાં છે. માંદાં માણસોની ખબર કાઢવા જઈએ, તેમની પાસે બેસી સારાં પુસ્તકોનું વાંચન કરીએ. હૉસ્પીટલમાં દરદીઓને પ્રેમથી મળી દવા, ફળ, બીસ્કીટ વગેરે આપીએ. ગરીબ વીદ્યાર્થીઓને નીઃશુલ્ક ભણાવીએ. શક્ય હોય તો આ અને આવી બીજી પ્રવૃત્તીઓ કરવામાં આપણે ખુંપી જઈએ.

સાથે સાથે આપણા એ શોખો કે જે આપણી જુવાનીમાં સમયના અભાવે કે અન્ય કારણોસર પુરા નહોતા કરી શક્યા તે પુરા કરવાનો હવે અનેરો મોકો છે. પ્રકૃતી માણવી, સંગીત, ચીત્રકામ, બાગકામ, વાંચન, કૅરમ, ચેસ, પત્તાં, સોગઠાંબાજી જેવી બેઠાં બેઠાં રમાય તેવી રમતો રમવી જેવા શોખો હવે પેટ ભરીને માણીએ અને તેમાં પ્રવૃત્ત રહીએ. જો કે આ બધી પ્રવૃત્તીઓમાં સામાજીક ઋણ અદા કરવાની તક ઓછી મળશે.

આવા કોઈ શોખ ના હોય તો છેવટે પ્રભુભજન કરીએ. પ્રભુભજન કરવાથી આત્માનું કલ્યાણ થશે જ કે સ્વર્ગ મળશે જ એવું ચોક્કસપણે હજુ સાબીત થયું નથી, પરંતુ મન કશાંકમાં પ્રવૃત્ત તો રહેશે જ એ વાત નક્કી. બીલકુલ નીવૃત્ત રહેવું તેના કરતાં પ્રભુભજન કરવું સારું. નવરાં બેઠાં ઓટલા તોડવા કે લોકોની નીંદા કરવી તેના કરતાં પ્રભુભજન કરવું લાખ દરજ્જે સારું. ઓછામાં ઓછો એટલો ફાયદો તો થશે જ કે મનમાં કોઈને માટે આવતા ખોટા વીચારોથી આપણે મુક્ત રહીશું. જો કે તેમાં પણ સામાજીક ઋણ અદા કરવાની તક બહુ ઓછી રહેશે.

અંગ્રેજીમાં એક કહવત કાંઈક આવી છે કે Idle man’s mind is devil’s workshop એટલે કે નવરા માણસનું મન એ રાક્ષસની કાર્યશાળા છે. ટુંકમાં કહેવાનો ભાવાર્થ એ કે બીલકુલ નવરા બેસી રહેવાને બદલે આપણે કોઈક ને કોઈક કામમાં જોતરાયેલાં રહીએ. સંપુર્ણ નીવૃત્તી લઈ લઈશું તો જીવનમાંથી પણ અકાળે નીવૃત્ત થઈ જઈશું.      


 

Keep Eyes clean

નવેમ્બર 27, 2011

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Keep Eyes clean: (1) Wash eyes with cold water every morning immediately after waking up. (2) Heat up alum in an iron pot until all water from it evaporates and it puffed up. Make very fine powder and mix it with rose water or honey. Putting few drops in to eyes may clean up them perfectly.

વર્તમાનમાં જીવીએ

નવેમ્બર 25, 2011

 

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

વર્તમાનમાં જીવીએ

આપણે બને ત્યાં સુધી ભુતકાળને ભુલી જઈશું. શક્ય છે કે આપણા જીવનમાં ભુતકાળમાં આપણને ન ગમતા હોય તેવા અનેક પ્રસંગો બન્યા હોય. જો એવા પ્રસંગોને ભુલી નહીં જઈએ તો જીદંગી આખી તે આપણને કોરી કાઢશે. ભુતકાળનો ભોરીંગ ભયંકર રીતે આપણા મનનો ભરડો લેશે. આપણે હંમેશા યાદ રાખીશું કે ભુતકાળને ભુલી જવામાં જ મજા છે. જો કે એનો અર્થ એ નથી કે આપણે ભુતકાળને છેક જ ભુલી જવાનો છે. ભુતકાળમાં જે અનુભવો થયા હોય તે તો ખુબ જ કામના છે કારણ કે આપણને ખબર છે કે અનુભવ જ આપણો સૌથી મોટો ગુરુ છે, ચીરંતન સાથી છે, સાચો મીત્ર છે. અનુભવથી મોટો કોઈ ગુરુ નથી, અનુભવથી વધારે સાચો કોઈ મીત્ર નથી. એટલે ભુતકાળમાં થયેલા અનુભવો આપણે ક્યારેય ભુલવાના નથી. આપણે માત્ર ભુતકાળના કડવા પ્રસંગો જ ભુલવાના છે. ભુતકાળના કડવા પ્રસંગો ભુલીને આપણે વર્તમાનમાં જીવવાનું શીખવાનું છે. વર્તમાનમાં જીવવાનું માત્ર શીખવાનું નથી, વર્તમાનને સાચા અર્થમાં માણવાનું છે!!! વર્તમાનને સાચા અર્થમાં ભોગવવાનું છે!!! વર્તમાનને સાચા અર્થમાં ઝીંદાદીલીથી ઝીલવાનું છે!!! વર્તમાનમાં રમમાણ થઈ જવાનું છે. જો કે વર્તમાનમાં જીવતાં જીવતાં પણ આપણે ભવીષ્યને મગજમાં રાખીશું જ. જો આપણે ભવીષ્યની દરકાર નહીં કરીએ તો પસ્તાવાનો વારો અવશ્ય આવશે જ આવશે!

ટુંકમાં આપણે કટુ ભુતકાળને ભુલી જઈશું અને ભવીષ્યને મગજમાં રાખીને વર્તમાનમાં જીવીશું.  

Let us forget the past & live in the present, keeping future in the mind.

 

પહેલું સુખ તે જાતે નર્યા

નવેમ્બર 22, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકનગાંડાભાઈ વલ્લભ)

પહેલું સુખ તે જાતે નર્યા

આપણે આપણી તબીયતનું પણ બરાબર ધ્યાન રાખીશું. જુવાની ફરી આવવાની નથી એ વાત નીર્વીવાદ છે. આપણે બધા જાણીએ જ છીએ કે વૃધ્ધાવસ્થા એટલે બીજું બાળપણ. કહેવાય છે કે વૃધ્ધાવસ્થામાં માણસની બીજી બધી વૃત્તીઓ નબળી પડી જાય છે પરંતુ જીભના ચટાકા વધતા જાય છે. પરંતુ આપણે તેને કાબુમાં રાખીશું. આમ પણ આપણને બરાબર ખબર છે કે આપણું એ હાડકા વગરનું અંગ કેટલું ભયંકર છે.

ઉમ્મર વધતાં સ્વાભાવીક રીતે જ આપણી રોગપ્રતીકારક શક્તી ઘટતી જવાની. માટે આપણે ખોરાક ખુબ જ કાળજીપુર્વક પસંદ કરીશું. રોજીંદા ખોરાકમાંનાં ઘી, મસાલા, તેલ અને ખાસ કરીને તળેલી ચીજોથી આપણે બને તેટલા દુર રહીશું. સ્વાભાવીક છે કે ઉમ્મરને લીધે આપણી પાચન શક્તી પહેલાં જેટલી ના જ હોય. તેથી પચવામાં ભારે હોય તેવો ખોરાક ના લઈએ. મેંદો પચવામાં ભારે છે એટલું જ નહીં, તેમાં કોઈ પોષક તત્ત્વો છે જ નહીં. વળી મેંદો બનાવવાની પ્રક્રીયા જ એવી છે કે મેંદો ખાનાર વ્યક્તી શાકાહારી નહીં પણ અજાણતાં જ જીવડાંહારી બની જાય છે. આપણા ભોજનમાં આપણે ફળફળાદી તથા સલાડનો સીંહફાળો રાખીએ.

આપણે કેટલાં પોષક તત્ત્વોવાળો ખોરાક કે દવા લઈએ છીએ તે અગત્યનું નથી. અગત્યનું એ છે કે તેમાંથી આપણને કેટલું પચે છે. માટે આપણી શક્તી અનુસાર વધારે નહીં તો થોડીઘણી કસરત આપણે રોજ કરીશું. યોગ, પ્રાણાયામ, આસનો, ચાલવું, હળવેથી દોડવું, હલકું વજન ઉંચકવું (હલકી વેઈટ ટ્રેઈનીંગ) જેવી હળવી કસરતો કરવા માટે યોગ ક્લબ, બ્રીધીંગ ક્લબ, લાફીંગ ક્લબ, વૉકર્સ ક્લબ, જૉગર્સ ક્લબ, જીમ્નેશ્યમ જેવી ક્લબોમાં આપણે જોડાઈશું અને આપણા શરીરને ચુસ્ત સ્ફુર્તીલું રાખીશું. અત્યારે આપણા જેવી ઉમ્મરલાયક વ્યક્તીઓમાં એવી ખોટી માન્યતા છે કે પચાસ વર્ષ કે તેથી વધુ ઉમ્મરવાળી વ્યક્તીઓ માટે વજન ઉંચકવું (હલકી વેઈટ ટ્રેઈનીંગ) જરુરી નથી તથા હાનીકારક છે! આ માન્યતા સત્યથી સંપુર્ણ વેગળી છે, ખરેખર તો પાછલી ઉમ્મરમાં જ દૈનીક કાર્યો માટે હૃદયની સાથે થોડી ઘણી સ્નાયુઓની મજબુતાઈ પણ જરુરી છે અને એટલે જ અત્યારે તો હૃદયના ઑપરેશન કરાવેલી વ્યક્તીને પણ ડૉક્ટર હલકી વેઈટ ટ્રેઈનીંગની સલાહ આપે છે. સ્નાયુઓની શક્તી વજનને કાબુમાં રાખવામાં થોડો ઘણો પણ અગત્યનો ભાગ ભજવે છે.

આજના જમાનામાં મધુપ્રમેહ (diabetes) બહુ સામાન્ય રોગ છે. આપણે તે રોગને બીલકુલ હળવાશથી ના લઈએ. તે રોગ માનવજાતનો છુપો દુશ્મન છે. તે પોતાની સાથે બીજા અનેક રોગોને ભારે ચુપકીદીથી લેતો આવે છે. મધુપ્રમેહ (diabetes) રોગ થયો હોય તો ગળપણથી બીલકુલ દુર રહીશું. આપણું વજન પ્રયત્નપુર્વક કાબુમાં રાખીશું. ભુલ્યા વગર નીયમીત કસરત કરીશું.

આપણી ઉમ્મરનાંઓને ઢીંચણના હાડકાંઓનો ઘસારો હોવો બહુ સામાન્ય વાત છે. જો આપણું વજન વધારે હોય તો ખર્ચાળ ઑપરેશન કરાવતાં પહેલાં વજન ઘટાડવું બધી રીતે ખુબ ફાયદાકારક થશે. કદાચ ઢીંચણનું ઑપરેશન ક્યારેય કરાવવું જ ના પડે.

આપણી ઉમ્મરે આંખે મોતીયો આવવો, ઝાંખું દેખાવું, ઝામર થવો જેવા આંખના રોગો થવા બહુ સામાન્ય છે. રાત્રે વાહન ચલાવવાની તકલીફ થતી હોય તો રાત્રે વાહન ચલાવવાનું ટાળીશું. ઝામરથી કાયમી અંધાપો આવવાની પુરી શક્યતા હોય છે માટે આંખની નીયમીત તપાસ કરાવતા રહીશું.

એલોપથીક દવાઓનો વપરાશ આપણે બને તેટલો ઓછો અને નાછુટકે જ કરીશું, કારણ કે તે દવાઓમાંથી ભાગ્યે જ કોઈ દવા એવી છે કે જે આડઅસરથી મુક્ત હોય. એલોપથીની પ્રેક્ટીસ કરતા નીખાલસ ડૉક્ટરો પણ એ વાતનો એકરાર કરે છે. બજારમાં મળતી મોટા ભાગની એલોપથી દવાઓ પુરતાં પરીક્ષણો કર્યા વગરની હોય છે. Time tested નથી હોતી. (આપણા દેશમાં તો ખાસ!) ગંજાવર નફો કમાઈ લેવાની લ્હાયમાં ઉતાવળમાં દવાઓ બજારમાં મુકી દેવામાં આવે છે. એટલું જ નહીં, એમાંની કેટલીક દવાઓ કાળક્રમે નુકસાનકારક પુરવાર થતાં પરદેશમાં તેમના ઉપર પ્રતીબંધો મુકાયા હોવા છતાં દવાઓના ઉત્પાદકો અને સરકારની મીલીભગતને કારણે આપણાં બજારોમાં છુટથી મળતી હોય છે!!! વળી આ બધી દવાઓ એક કે બીજા પ્રકારનાં રસાયણો જ છે.

એ વાત સાચી છે કે એલોપથીક દવાઓથી સરેરાશ જીવન વર્ષ વ્યાપ વધ્યો છે. પરંતુ આપણે કેટલું લાંબું જીવીએ તે અગત્યનું નથી, અગત્યનું એ છે કે આપણે કેવું જીવીએ છીએ. આપણે કોઈ પણ હીસાબે મરવાના વાંકે ન જીવીએ. વળી સરેરાશ જીવન વર્ષ વ્યાપ વધવાનો વધો જ જશ માત્ર એલોપથીક દવાઓને જ આપીએ તો એ એટલા માટે ગેરવ્યાજબી છે કે વીજ્ઞાને અનેક ઉપકરણોની અમુલ્ય ભેટ આપી છે કે જેના વગર ભલ ભલા ડૉક્ટર માટે સાચું નીદાન કરવું શક્ય નથી હોતું. એનું એક જ ઉદાહરણ પુરતું ગણાવું જોઈએ. જે જમાનામાં સીટીસ્કેનની શોધ નહોતી થઈત્યારે દરદીને માથામાં કાંઈ પણ થયું હોય ત્યારે ડૉક્ટર ક્ષયની દવા આપતા! (આંધળાનો ગોળબાર!)

આમ એલોપથી દવાઓથી શક્ય હોય ત્યાં સુધી આપણે દુર જ રહીએ.

સાચી વાત એ છે કે જે કોઈ પણ પથી હોય પરંતુ આપણું સાજા થવું એ સૌથી અગત્યનું છે. આપણે જે કોઈ પણ પથીનો સહારો લઈએ તે વખતે ધ્યાન રાખીએ કે તે પથી સૌથી ઓછી આડઅસરવાળી હોય તથા આપણા ખીસ્સાને પરવડે તેવી હોય.

આપણે જ્યારે પણ ઘરની બહાર જઈએ ત્યારે જો ચાલતા નીકળ્યા હોઈએ તો ખાસ ધ્યાન રાખીશું કે આપણે હંમેશાં રસ્તાની જમણી બાજુ જ ચાલીશું, કારણ કે તો જ આપણને સામેથી આવતું વાહન દેખાશે અને તો જ આપણે સંભવીત અકસ્માતથી બચી શકીશું. બાકી રસ્તાની ડાબી બાજુ ચાલનારને પાછળથી આવતા વાહને ઉડાડી દીધા હોય અને ચાલનાર કમોતે મર્યા હોય તેવા અનેક દાખલા બન્યા છે.

વળી આપણે હંમેશાં ખીસ્સામાં આપણું નામ, સરનામું, ફોન નંબર,  આપણા ડૉક્ટરનો ફોન નંબર, બ્લડ ગૃપ વગેરે માહીતી સાથે જ રાખીશું.

 

Eyesight Improvement

નવેમ્બર 20, 2011

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Eyesight Improvement: (1) Taking lemon juice regularly may help in eyesight improvement.

(2) Take 3-4 grams TRIFALA powder with a tea spoon honey and a tea spoon cow milk ghee every night before going to bed. This may be continued for whole life to maintain good eyesight.

(3) Take equal amounts of cardamom powder and lump sugar and mix it to castor oil. Take 4 grams of it every day for a considerable time to improve eyesight.

(4) Putting a cloth soaked in fresh cow milk (that is immediately after milking) over eyes may help in eyesight.

(5) Rubbing cow ghee on to bottom of feet for 15 to 20 minutes regularly may help in eyesight.

(6) Mix some cardamom powder to a tablespoon honey and eat it for good eyesight.

જીવનસાથીની દરકાર

નવેમ્બર 17, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

જીવનસાથીની દરકાર

આપણી સ્થાવર/જંગમ મીલકત આપણે ક્યારેય એક નામે નહીં રાખીએ. આપણા નામની સાથે સાથે આપણા જીવનસાથીનું નામ પણ અવશ્ય રાખીએ. આપણી સ્થાવર/જંગમ મીલકતની રજેરજ માહીતી, હીસાબ, બેંક ખાતાંઓની માહીતી, ટેલીફોનનાં બીલ, વીજળીનાં બીલ વગેરેની માહીતીથી આપણા જીવનસાથીને પુરેપુરા વાકેફ રાખીએ કે જેથી આપણી હયાતી બાદ તેમને મુશ્કેલી ના પડે.

આપણે એ પણ ધ્યાન રાખીશું કે આપણી હયાતી બાદ આપણા જીવનસાથીને આર્થીક રીતે કોઈ જ મુશ્કેલી ના પડે. એમની અંગત આવક ના હોય અથવા ભવીષ્યમાં તેમના ખર્ચને પહોંચી વળે તેટલી ના હોય તો સંતાનોને કોઈ પણ મીલકત કે આવક આપતાં પહેલાં આપણા જીવનસાથી માટે સર્વ પ્રથમ આયોજન કરીશું.

Eye pain

નવેમ્બર 13, 2011

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Eye pain (1) Wet cotton wool in cow milk and sprinkle some alum powder on it. Keeping it on the eyes may get rid of eye pain.

(2) Soak 4 or 5 almonds in water over night. Take off skin in the morning and eat one by one chewing thoroughly every day without missing a single day. Your eye pain may disappear within few days.

(3) If the cause of eye pain is hard work with eyes, then strain ginger juice with a piece of cloth and put two drops in to each eye. This will cause burning sensation in the beginning, but it may soothe eyes later on.

(4) Mix a tea spoon ghee and a tea spoon TRIFALA(ત્રીફલા) powder. Eating it every morning and evening may cure eye pain.

(5) Putting some drops of onion juice with powdered sugar lumps in to eyes may help in eye pain.

(6) Strain green coriander juice using clean cloth. Put two drops in to each eye every morning and evening to cure eye pain. This may improve eye sight also.

(7) Soak coriander seeds in water overnight. Crush and strain in the morning. Wash eyes with this water. It may help in eye pain. It may also help in protecting eyes during an outbreak of small pox.

(8) Put one part sugar lump and three parts coarse powdered coriander in boiled water and keep it for an hour with a lid on. Strain it and keep it in a glass bottle. Put two drops in to each eye every morning and evening to get rid of eye pain within two or three days.

(9) Boil turmeric powder in water sixteen times amount that of turmeric. Strain it with clean cloth folded double. Keep it in a glass bottle. Put two drops in to each eye twice a day to cure eye pain.

(10) Putting betel leaf juice in to eyes may help in eye pain.

જીવનપર્યંત આવક

નવેમ્બર 10, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

જીવનપર્યંત આવક

વળી આપણને જો એમ લાગતું હોય કે આપણી આવક ખર્ચાઓને પહોંચી વળે તેમ નથી તથા સંતાનો પણ મદદ કરે એવું લાગતું ના હોય અને આપણી પાસે પોતાની માલીકીનું મકાન હોય તો બધી જ રાષ્ટ્રીયકૃત બેંક Reverse Mortgageથી આપણને નીયમીત રીતે નક્કી થયેલી રકમ હપ્તે હપ્તે જીવનપર્યંત આપે છે. તેની ઉપર ન તો ઈન્કમ ટેક્સ લાગે કે ન તો કેપીટલ ગેઈન ટેક્સ લાગે. જરુર પડે તો આપણે એ મકાન વેચી પણ શકીએ. આ રીતે હપ્તે હપ્તે જીવનપર્યંત મળેલી રકમ આપણે ક્યારેય પાછી આપવાની હોતી નથી સીવાય કે એ મકાન આપણે વેચવું હોય. આપણા ઈન્કમ ટેક્સ એક્સપર્ટ અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી આવા Reverse Mortgage ની વધુ માહીતી મળી શકે.

 

બચત જ ખરી મીત્ર

નવેમ્બર 6, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકનગાંડાભાઈ વલ્લભ)

બચત જ ખરી મીત્ર

આપણે બરાબર ધ્યાનમાં રાખીશું કે આપણી બચત જ વૃધ્ધાવસ્થામાં આપણી ખરી મીત્ર થવાની છે. કોને ખબર છે કે આપણને ભવીષ્યમાં કયા ખર્ચા આવશે અને કયા નહીં આવે? અને તેવે વખતે આપણાં સંતાનો આપણને મદદ કરશે કે કેમ? તેવા સંજોગોમાં સંતાનોને ભાઈ બાપા કરવા પડે તેના કરતાં આપણે જો બચત કરી હશે તો અણીના વખતે કામમાં આવશે. લાચારીમાં કોઈની સામે હાથ નહીં લંબાવવો પડે.  

જો આપણી પાસે વધારાની મુડી હોય તો એને એવી રીતે રોકીશું કે જેથી થોડા થોડા સમયના અંતરે મુડી પાછી આવતી રહે. જો આપણે થોડો લાંબો વીચાર કરી આપણી જરુરીયાત મુજબ વધારાની મુડીનું રોકાણ કરીશું તો આપણો રોજ બરોજનો ખર્ચો સહેલાઈથી કાઢી શકીશું. કોઈની પાસે હાથ લંબાવવો નહીં પડે. કોઈના પણ ઓશીયાળા બન્યા વગર સ્વમાનભેર આપણું શેષ જીવન વીતાવી શકીશું.

Stye on the Eyelid

નવેમ્બર 5, 2011

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Stye on the Eyelid (1) Rub dry turmeric root and clove on a clean stone with water. Smear it on the eyelids. This may cure sty on the eyelids within three days.

(2) Crush split grams very finely in water and smear it on the eyelids.

(3) Rub black pepper on clean stone with water and smear it on eyelids. This may turn the sty into pus and it will be cured.