તબીબી ખર્ચાઓ

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

તબીબી ખર્ચાઓ

જેમ જેમ આપણી ઉમ્મર વધતી જશે તેમ તેમ માત્ર મોંઘવારી જ નહીં પરંતુ આપણા તબીબી ખર્ચાઓ પણ વધતા જ જવાના. મોટા ભાગના ડૉક્ટરો ચીરીને રુપીયા લે છે. આપણી ગરજ અને નીઃસહાયતાનો ભરપુર ગેરલાભ લે છે. તેમના ધંધાને noble profession જેવા શબ્દોથી બહુમાન આપવામાં આવે છે, પરંતુ ડૉક્ટરો પૈકી કેટલા ડૉક્ટરો તેમના ધંધાને સાચા અર્થમાં noble profession તરીકે સ્વીકારે છે એ ભારે શંકાસ્પદ છે. જો કે તેમના ધંધા જેટલો જ બીજા એક ધંધાને પણ noble profession જેવા શબ્દોથી નવાજવામાં આવે છે અને તે ધંધો છે શીક્ષણનો. અન્ય વીદ્યાર્થીઓની જેમ જ ડૉક્ટરો પણ શીક્ષણના ધંધાના બેરહમ શોષણનો ભોગ બન્યા જ હોય છે એ આપણે કબુલવું જ રહ્યું.

મોટા ભાગના ડૉક્ટરો બહુ સહેલાઈથી ભુલી જાય છે કે તેમના શીક્ષણનો ખાસ્સો એવો ખર્ચ, ભલે આડકતરી રીતે પણ, સમાજે પણ ભોગવ્યો હય છે. સમાજનું તેમના ઉપર ઠી ઠીક ઋણ હોય છે.

મોટા ભાગના ડૉક્ટરો અને દવાની કંપીનીઓની મીલીભગત કોણ નથી જાણતું? (મારા ડૉક્ટર મીત્રો મને માફ કરે. મારી અલ્પ સમજ મુજબ આ એક કડવું પણ સત્ય છે, જે સાથે નીખાલસ ડૉક્ટરો પણ સંમત છે.) અને એટલે જ સરકાર હવે આ બાબતમાં જાગૃત થઈ છે.

વધતા જતા તબીબી ખર્ચાઓને પહોંચી વળવા મેડીક્લેઈમ પોલીસી કઢાવી લેવી ડહાપણનું કામ છે. જો કે તે પણ બહુ વીશ્વસનીય છે કે કેમ તે ચર્ચાસ્પદ મુદ્દો છે. આપણે પણ સારી રીતે જાણીએ છીએ કે અનેક ડૉક્ટરો માટે એ દુઝણી ગાય સમાન છે અને છેવટે ભોગવવાનું આપણે ભાગે જ આવે છે. છતાં પણ મેડીક્લેઈમ પોલીસી કઢાવી લેવી આપણા માટે હીતાવહ ગણાય.

ખર્ચાળ એલોપથીને બદલે યોગ, ધ્યાન, એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, રેકી, સેરેજ્યમ, હોમીયોપથી, આયુર્વેદીક, કુદરતી ઉપચારજેવી પ્રમાણમાં ઓછી ખર્ચાળ કે નીઃશુલ્ક મળતી તબીબી સેવાઓ પણ આપણે ધ્યાનમાં રાખીએ.

 

Advertisements

ટૅગ્સ:

One Response to “તબીબી ખર્ચાઓ”

  1. ગાંડાભાઈ વલ્લભ Says:

    હાર્દીક આભાર ગોવીંદભાઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: