પહેલું સુખ તે જાતે નર્યા

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકનગાંડાભાઈ વલ્લભ)

પહેલું સુખ તે જાતે નર્યા

આપણે આપણી તબીયતનું પણ બરાબર ધ્યાન રાખીશું. જુવાની ફરી આવવાની નથી એ વાત નીર્વીવાદ છે. આપણે બધા જાણીએ જ છીએ કે વૃધ્ધાવસ્થા એટલે બીજું બાળપણ. કહેવાય છે કે વૃધ્ધાવસ્થામાં માણસની બીજી બધી વૃત્તીઓ નબળી પડી જાય છે પરંતુ જીભના ચટાકા વધતા જાય છે. પરંતુ આપણે તેને કાબુમાં રાખીશું. આમ પણ આપણને બરાબર ખબર છે કે આપણું એ હાડકા વગરનું અંગ કેટલું ભયંકર છે.

ઉમ્મર વધતાં સ્વાભાવીક રીતે જ આપણી રોગપ્રતીકારક શક્તી ઘટતી જવાની. માટે આપણે ખોરાક ખુબ જ કાળજીપુર્વક પસંદ કરીશું. રોજીંદા ખોરાકમાંનાં ઘી, મસાલા, તેલ અને ખાસ કરીને તળેલી ચીજોથી આપણે બને તેટલા દુર રહીશું. સ્વાભાવીક છે કે ઉમ્મરને લીધે આપણી પાચન શક્તી પહેલાં જેટલી ના જ હોય. તેથી પચવામાં ભારે હોય તેવો ખોરાક ના લઈએ. મેંદો પચવામાં ભારે છે એટલું જ નહીં, તેમાં કોઈ પોષક તત્ત્વો છે જ નહીં. વળી મેંદો બનાવવાની પ્રક્રીયા જ એવી છે કે મેંદો ખાનાર વ્યક્તી શાકાહારી નહીં પણ અજાણતાં જ જીવડાંહારી બની જાય છે. આપણા ભોજનમાં આપણે ફળફળાદી તથા સલાડનો સીંહફાળો રાખીએ.

આપણે કેટલાં પોષક તત્ત્વોવાળો ખોરાક કે દવા લઈએ છીએ તે અગત્યનું નથી. અગત્યનું એ છે કે તેમાંથી આપણને કેટલું પચે છે. માટે આપણી શક્તી અનુસાર વધારે નહીં તો થોડીઘણી કસરત આપણે રોજ કરીશું. યોગ, પ્રાણાયામ, આસનો, ચાલવું, હળવેથી દોડવું, હલકું વજન ઉંચકવું (હલકી વેઈટ ટ્રેઈનીંગ) જેવી હળવી કસરતો કરવા માટે યોગ ક્લબ, બ્રીધીંગ ક્લબ, લાફીંગ ક્લબ, વૉકર્સ ક્લબ, જૉગર્સ ક્લબ, જીમ્નેશ્યમ જેવી ક્લબોમાં આપણે જોડાઈશું અને આપણા શરીરને ચુસ્ત સ્ફુર્તીલું રાખીશું. અત્યારે આપણા જેવી ઉમ્મરલાયક વ્યક્તીઓમાં એવી ખોટી માન્યતા છે કે પચાસ વર્ષ કે તેથી વધુ ઉમ્મરવાળી વ્યક્તીઓ માટે વજન ઉંચકવું (હલકી વેઈટ ટ્રેઈનીંગ) જરુરી નથી તથા હાનીકારક છે! આ માન્યતા સત્યથી સંપુર્ણ વેગળી છે, ખરેખર તો પાછલી ઉમ્મરમાં જ દૈનીક કાર્યો માટે હૃદયની સાથે થોડી ઘણી સ્નાયુઓની મજબુતાઈ પણ જરુરી છે અને એટલે જ અત્યારે તો હૃદયના ઑપરેશન કરાવેલી વ્યક્તીને પણ ડૉક્ટર હલકી વેઈટ ટ્રેઈનીંગની સલાહ આપે છે. સ્નાયુઓની શક્તી વજનને કાબુમાં રાખવામાં થોડો ઘણો પણ અગત્યનો ભાગ ભજવે છે.

આજના જમાનામાં મધુપ્રમેહ (diabetes) બહુ સામાન્ય રોગ છે. આપણે તે રોગને બીલકુલ હળવાશથી ના લઈએ. તે રોગ માનવજાતનો છુપો દુશ્મન છે. તે પોતાની સાથે બીજા અનેક રોગોને ભારે ચુપકીદીથી લેતો આવે છે. મધુપ્રમેહ (diabetes) રોગ થયો હોય તો ગળપણથી બીલકુલ દુર રહીશું. આપણું વજન પ્રયત્નપુર્વક કાબુમાં રાખીશું. ભુલ્યા વગર નીયમીત કસરત કરીશું.

આપણી ઉમ્મરનાંઓને ઢીંચણના હાડકાંઓનો ઘસારો હોવો બહુ સામાન્ય વાત છે. જો આપણું વજન વધારે હોય તો ખર્ચાળ ઑપરેશન કરાવતાં પહેલાં વજન ઘટાડવું બધી રીતે ખુબ ફાયદાકારક થશે. કદાચ ઢીંચણનું ઑપરેશન ક્યારેય કરાવવું જ ના પડે.

આપણી ઉમ્મરે આંખે મોતીયો આવવો, ઝાંખું દેખાવું, ઝામર થવો જેવા આંખના રોગો થવા બહુ સામાન્ય છે. રાત્રે વાહન ચલાવવાની તકલીફ થતી હોય તો રાત્રે વાહન ચલાવવાનું ટાળીશું. ઝામરથી કાયમી અંધાપો આવવાની પુરી શક્યતા હોય છે માટે આંખની નીયમીત તપાસ કરાવતા રહીશું.

એલોપથીક દવાઓનો વપરાશ આપણે બને તેટલો ઓછો અને નાછુટકે જ કરીશું, કારણ કે તે દવાઓમાંથી ભાગ્યે જ કોઈ દવા એવી છે કે જે આડઅસરથી મુક્ત હોય. એલોપથીની પ્રેક્ટીસ કરતા નીખાલસ ડૉક્ટરો પણ એ વાતનો એકરાર કરે છે. બજારમાં મળતી મોટા ભાગની એલોપથી દવાઓ પુરતાં પરીક્ષણો કર્યા વગરની હોય છે. Time tested નથી હોતી. (આપણા દેશમાં તો ખાસ!) ગંજાવર નફો કમાઈ લેવાની લ્હાયમાં ઉતાવળમાં દવાઓ બજારમાં મુકી દેવામાં આવે છે. એટલું જ નહીં, એમાંની કેટલીક દવાઓ કાળક્રમે નુકસાનકારક પુરવાર થતાં પરદેશમાં તેમના ઉપર પ્રતીબંધો મુકાયા હોવા છતાં દવાઓના ઉત્પાદકો અને સરકારની મીલીભગતને કારણે આપણાં બજારોમાં છુટથી મળતી હોય છે!!! વળી આ બધી દવાઓ એક કે બીજા પ્રકારનાં રસાયણો જ છે.

એ વાત સાચી છે કે એલોપથીક દવાઓથી સરેરાશ જીવન વર્ષ વ્યાપ વધ્યો છે. પરંતુ આપણે કેટલું લાંબું જીવીએ તે અગત્યનું નથી, અગત્યનું એ છે કે આપણે કેવું જીવીએ છીએ. આપણે કોઈ પણ હીસાબે મરવાના વાંકે ન જીવીએ. વળી સરેરાશ જીવન વર્ષ વ્યાપ વધવાનો વધો જ જશ માત્ર એલોપથીક દવાઓને જ આપીએ તો એ એટલા માટે ગેરવ્યાજબી છે કે વીજ્ઞાને અનેક ઉપકરણોની અમુલ્ય ભેટ આપી છે કે જેના વગર ભલ ભલા ડૉક્ટર માટે સાચું નીદાન કરવું શક્ય નથી હોતું. એનું એક જ ઉદાહરણ પુરતું ગણાવું જોઈએ. જે જમાનામાં સીટીસ્કેનની શોધ નહોતી થઈત્યારે દરદીને માથામાં કાંઈ પણ થયું હોય ત્યારે ડૉક્ટર ક્ષયની દવા આપતા! (આંધળાનો ગોળબાર!)

આમ એલોપથી દવાઓથી શક્ય હોય ત્યાં સુધી આપણે દુર જ રહીએ.

સાચી વાત એ છે કે જે કોઈ પણ પથી હોય પરંતુ આપણું સાજા થવું એ સૌથી અગત્યનું છે. આપણે જે કોઈ પણ પથીનો સહારો લઈએ તે વખતે ધ્યાન રાખીએ કે તે પથી સૌથી ઓછી આડઅસરવાળી હોય તથા આપણા ખીસ્સાને પરવડે તેવી હોય.

આપણે જ્યારે પણ ઘરની બહાર જઈએ ત્યારે જો ચાલતા નીકળ્યા હોઈએ તો ખાસ ધ્યાન રાખીશું કે આપણે હંમેશાં રસ્તાની જમણી બાજુ જ ચાલીશું, કારણ કે તો જ આપણને સામેથી આવતું વાહન દેખાશે અને તો જ આપણે સંભવીત અકસ્માતથી બચી શકીશું. બાકી રસ્તાની ડાબી બાજુ ચાલનારને પાછળથી આવતા વાહને ઉડાડી દીધા હોય અને ચાલનાર કમોતે મર્યા હોય તેવા અનેક દાખલા બન્યા છે.

વળી આપણે હંમેશાં ખીસ્સામાં આપણું નામ, સરનામું, ફોન નંબર,  આપણા ડૉક્ટરનો ફોન નંબર, બ્લડ ગૃપ વગેરે માહીતી સાથે જ રાખીશું.

 

ટૅગ્સ:

2 Responses to “પહેલું સુખ તે જાતે નર્યા”

  1. keshubhai Says:

    davao ane doctro vise bahuj saras

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: