વર્તમાનમાં જીવીએ

 

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

વર્તમાનમાં જીવીએ

આપણે બને ત્યાં સુધી ભુતકાળને ભુલી જઈશું. શક્ય છે કે આપણા જીવનમાં ભુતકાળમાં આપણને ન ગમતા હોય તેવા અનેક પ્રસંગો બન્યા હોય. જો એવા પ્રસંગોને ભુલી નહીં જઈએ તો જીદંગી આખી તે આપણને કોરી કાઢશે. ભુતકાળનો ભોરીંગ ભયંકર રીતે આપણા મનનો ભરડો લેશે. આપણે હંમેશા યાદ રાખીશું કે ભુતકાળને ભુલી જવામાં જ મજા છે. જો કે એનો અર્થ એ નથી કે આપણે ભુતકાળને છેક જ ભુલી જવાનો છે. ભુતકાળમાં જે અનુભવો થયા હોય તે તો ખુબ જ કામના છે કારણ કે આપણને ખબર છે કે અનુભવ જ આપણો સૌથી મોટો ગુરુ છે, ચીરંતન સાથી છે, સાચો મીત્ર છે. અનુભવથી મોટો કોઈ ગુરુ નથી, અનુભવથી વધારે સાચો કોઈ મીત્ર નથી. એટલે ભુતકાળમાં થયેલા અનુભવો આપણે ક્યારેય ભુલવાના નથી. આપણે માત્ર ભુતકાળના કડવા પ્રસંગો જ ભુલવાના છે. ભુતકાળના કડવા પ્રસંગો ભુલીને આપણે વર્તમાનમાં જીવવાનું શીખવાનું છે. વર્તમાનમાં જીવવાનું માત્ર શીખવાનું નથી, વર્તમાનને સાચા અર્થમાં માણવાનું છે!!! વર્તમાનને સાચા અર્થમાં ભોગવવાનું છે!!! વર્તમાનને સાચા અર્થમાં ઝીંદાદીલીથી ઝીલવાનું છે!!! વર્તમાનમાં રમમાણ થઈ જવાનું છે. જો કે વર્તમાનમાં જીવતાં જીવતાં પણ આપણે ભવીષ્યને મગજમાં રાખીશું જ. જો આપણે ભવીષ્યની દરકાર નહીં કરીએ તો પસ્તાવાનો વારો અવશ્ય આવશે જ આવશે!

ટુંકમાં આપણે કટુ ભુતકાળને ભુલી જઈશું અને ભવીષ્યને મગજમાં રાખીને વર્તમાનમાં જીવીશું.  

Let us forget the past & live in the present, keeping future in the mind.

 

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: