નીવૃત્તીમાં પણ પ્રવૃત્તી

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

નીવૃત્તીમાં પણ પ્રવૃત્તી

આપણે આપણી જુવાનીની ફરજો બજાવવામાંથી તો જાણે નીવૃત્ત થઈ ગયા છીએ પરંતુ આપણે આપણી જાતને નીવૃત્તીમાં પણ પ્રવૃત્ત રાખવાની છે.

આપણે જનમ્યાં ત્યારથી જ આપણી ઉપર સમાજનાં અનેક ઋણો ચડતાં આવ્યાં છે. ડગલે ને પગલે સમાજે આપણી ઉપર અનેક ઉપકારો કર્યા છે. આ ઋણ ઉતારવાનો, ઉપકારમુક્ત થવાનો આ શ્રેષ્ઠ સમય છે. અત્યારે આપણી પાસે પુરતો સમય છે. સામાજીક ઋણ ઉતારવાનો હવે સોનેરી મોકો છે. આપણે તન, મન અને ધનથી આ ઋણ ઉતારવાનાં છે. માંદાં માણસોની ખબર કાઢવા જઈએ, તેમની પાસે બેસી સારાં પુસ્તકોનું વાંચન કરીએ. હૉસ્પીટલમાં દરદીઓને પ્રેમથી મળી દવા, ફળ, બીસ્કીટ વગેરે આપીએ. ગરીબ વીદ્યાર્થીઓને નીઃશુલ્ક ભણાવીએ. શક્ય હોય તો આ અને આવી બીજી પ્રવૃત્તીઓ કરવામાં આપણે ખુંપી જઈએ.

સાથે સાથે આપણા એ શોખો કે જે આપણી જુવાનીમાં સમયના અભાવે કે અન્ય કારણોસર પુરા નહોતા કરી શક્યા તે પુરા કરવાનો હવે અનેરો મોકો છે. પ્રકૃતી માણવી, સંગીત, ચીત્રકામ, બાગકામ, વાંચન, કૅરમ, ચેસ, પત્તાં, સોગઠાંબાજી જેવી બેઠાં બેઠાં રમાય તેવી રમતો રમવી જેવા શોખો હવે પેટ ભરીને માણીએ અને તેમાં પ્રવૃત્ત રહીએ. જો કે આ બધી પ્રવૃત્તીઓમાં સામાજીક ઋણ અદા કરવાની તક ઓછી મળશે.

આવા કોઈ શોખ ના હોય તો છેવટે પ્રભુભજન કરીએ. પ્રભુભજન કરવાથી આત્માનું કલ્યાણ થશે જ કે સ્વર્ગ મળશે જ એવું ચોક્કસપણે હજુ સાબીત થયું નથી, પરંતુ મન કશાંકમાં પ્રવૃત્ત તો રહેશે જ એ વાત નક્કી. બીલકુલ નીવૃત્ત રહેવું તેના કરતાં પ્રભુભજન કરવું સારું. નવરાં બેઠાં ઓટલા તોડવા કે લોકોની નીંદા કરવી તેના કરતાં પ્રભુભજન કરવું લાખ દરજ્જે સારું. ઓછામાં ઓછો એટલો ફાયદો તો થશે જ કે મનમાં કોઈને માટે આવતા ખોટા વીચારોથી આપણે મુક્ત રહીશું. જો કે તેમાં પણ સામાજીક ઋણ અદા કરવાની તક બહુ ઓછી રહેશે.

અંગ્રેજીમાં એક કહવત કાંઈક આવી છે કે Idle man’s mind is devil’s workshop એટલે કે નવરા માણસનું મન એ રાક્ષસની કાર્યશાળા છે. ટુંકમાં કહેવાનો ભાવાર્થ એ કે બીલકુલ નવરા બેસી રહેવાને બદલે આપણે કોઈક ને કોઈક કામમાં જોતરાયેલાં રહીએ. સંપુર્ણ નીવૃત્તી લઈ લઈશું તો જીવનમાંથી પણ અકાળે નીવૃત્ત થઈ જઈશું.      


 

ટૅગ્સ:

One Response to “નીવૃત્તીમાં પણ પ્રવૃત્તી”

  1. » નીવૃત્તીમાં પણ પ્રવૃત્તી » GujaratiLinks.com Says:

    […] Gandabhai Vallabh […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: