Archive for ડિસેમ્બર, 2011

અહમ્

ડિસેમ્બર 29, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

અહમ્

સૌ પ્રથમ તો આપણું ધાર્યું જ થવું જોઈએ તેવો આપણો મીથ્યા અહમ્ છોડીએ. આપણી જેમ બીજી વ્યક્તી પણ સાચી હોઈ શકે તે વાતનો આપણે ખેલદીલીપુર્વક સ્વીકાર કરીએ.

જો બરાબર ધ્યાનથી નીરીક્ષણ કરીશું તો જણાશે કે અહમે દુનીયાને ઘણું નુકસાન કર્યું છે. ભલભલાના સંબંધોમાં વીચ્છેદ થવા પામ્યો છે, પતી-પત્નીના સંબંધોમાં તો ખાસ.

આપણે બધાંએ સ્વ. પુ. મોટાનું નામ તો સાંભળ્યું જ છે. સ્વ. નંદુભાઈ, કે જેઓએ પુ. મોટાનું કામ તેમના દેહાવસાન પછી સુપેરે આગળ વધાર્યું હતું, તેઓ જ્યારે પુ. મોટા પાસે દીક્ષા લેવા ગયા હતા ત્યારે પુ. મોટાએ એમને કહ્યું કે

‘તમારે કોની સાથે અણબનાવ છે? જેની સાથે અણબનાવ હોય તેની પહેલાં માફી માગી આવો.’

નંદુભાઈએ પુ. મોટાને કહ્યું, ‘એ અણબનાવમાં મારો કોઈ વાંક નથી.’

પુ. મોટાએ જવાબમાં કહ્યું કે, ‘એની સાથે મારે નીસ્બત નથી. તમારો વાંક હોય કે ના હોય, તમે માફી માગો.’

(શ્રી. મોટાની મહત્તા – શ્રી. નંદુભાઈ શાહ, પાના નં. ૧)

હવે આપણે બધાંએ આ પ્રસંગ પરથી વીચાર એ કરવાનો કે પુ. મોટાએ ફરમાવ્યું કે માફી માગી આવો અને તે પણ વાંક ના હોય તો પણ!!! આપણને ખ્યાલ આવવો જોઈએ કે પુ. મોટાએ અહમ્ છોડવાનો બહુમુલ્ય પદાર્થપાઠ આપ્યો છે.

 

જો આપણે બધાં પોત પોતાનો અહમ્ છોડીએ તો અડધી દુનીયા શાંત થઈ જાય!!!

 

મેડીકલ વસીયતનામું

ડિસેમ્બર 24, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

મેડીકલ વસીયતનામું

સાથે સાથે મેડીકલ વસીયતનામાની પણ વાત કરી લઈએ. છેલ્લે સુધી ડૉક્ટર ઈન્જેક્શનોના ઘોંચપરોણ કરે કે નાકમાં ટોટીઓ નાખે તે આપણને પસંદ ના હોય તો તે બાબતની મનાઈ આપણા તબીબી વસીયતનામામાં સ્પષ્ટ રીતે જણાવી દઈએ.

રાખમાં કે માટીમાં મળી જનાર આપણા દેહમાંથી મૃત્યુ બાદ કામમાં આવી શકે તેટલાં અંગોનું દાન (જેવું કે ચક્ષુદાન, કીડનીદાન, ફેફસાદાન, આંતરડાદાન, હૃદયદાન, લીવરદાન, પેનક્રીયાસદાન, દેહદાન વગેરે) કરતા જવાની ઈચ્છા હોય તો તેની સ્પષ્ટ સુચના તબીબી વસીયતનામામાં કરી દઈએ. ચાલો, અંગોના દાન માટે આપણે “શતાયુ” સંસ્થામાં આપણું નામ નોંધાવીએ. (૧લે માળે, “સમુદ્ર”, ક્લાસીક ગોલ્ડ હોટલ પાસે, સરદાર પટેલ નગર પાસે, સી. જે. રોડ, અમદાવાદ. વેબ સાઈટ: www.shatayu.org.in  ઈમેઈલ: info@shatayu.org.in ). ફોન (૦૭૯) ૬૬૧૮૯૦૦૦ (આ પુસ્તીકાના લેખકે પોતાનાં અંગોના દાન માટે આ સંસ્થામાં પોતાનું નામ નોંધાવ્યું છે.)

શબના નીકાલ માટે પર્યાવરણને સૌથી ઓછું નુકસાન કરે તેવી જો કોઈ પણ રીત હોય તો તે ભુમીદાહની રીત છે. એમાં પણ ખરાબાની જમીન મળી શકે તો ઉત્તમ. જો આ ભુમીદાહની રીત પસંદ હોય તો તેનો પણ આપણે તબીબી વસીયતનામામાં ઉલ્લેખ કરી દઈશું.

કેટલાક રોગો એવા હોય છે કે તેમાંથી સાજા થવાની કોઈ જ શક્યતા નથી હોતી. તેવા સંજોગોમાં સગાંવહાલાંની પરવશતા કાયમ ભોગવવી ના પડે તથા તેમને મરતાં મરતાં પણ મારતાં જઈએ તેવી આર્થીક પરીસ્થીતીમાં આપણે મુકીએ નહીં તે માટે કાયદાની ચુંગાલમાં કોઈને પણ ફસાવું ના પડે તે રીતે જૈન મુનીઓની જેમ આપણે પણ સંથારો લઈ લઈએ.

 

Vomit

ડિસેમ્બર 20, 2011

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Vomit: (1) Drinking 10 grams ginger juice and 10 grams onion juice mixed together in water may help in vomiting.

(2) Crush 10 grams raisins and 10 grams coriander seeds finely and mix in water. Drink it to stop vomit caused by bile (PITTA).

(3) Banana tree juice (water) mixed with honey may help in vomit.

(4) 3 grams ginger powder and 3 grams GANTHODA (knotty roots and twigs of the plant piper longum) powder mixed in honey may help in vomit.

(5) Make a paste of nutmeg by rubbing it on a stone with rice water and drink it to stop vomiting.

(6) Take 200 ml tomato juice and add 50 grams lump sugar powder, pinch of pepper and clove powder and drink it. This may help in vomit.

(7) Cinnamon may help in vomit. (Prolonged use of cinnamon should be avoided as it may cause impotencey.)

(8) Two or three drops cinnamon oil in a cup of water may help in vomit.

(9) Boil water adding cinnamon. Strain it and drink to stop vomiting.

(10) Make ash by burning rough uppermost soft layer of whole coconut. Take a teaspoon of it with a teaspoon honey to help in vomit.

(11) Taking pepper powder and common salt together may help in vomit.

(12) Drinking water boiled with curry leaves may stop vomit.

(13) Cut a lemon horizontally in two. Sprinkle ginger powder and rock salt on both halves and heat them up and suck its juice. This may help in vomit caused by indigestion.

(14) Cut a lemon in few pieces and sprinkle sugar on them. Suck its juice to stop vomiting caused by upset stomach.

(15) Boil in water coarse powder of roasted mung (a kind of pulse). Add parched rice, honey and powdered lump sugar and drink it. This may help in vomit. It also helps in burning sensation, temperature and loose motion.

(16) Add flour of roasted lentil to juice of well ripe pomegranate (DADIM) and drink it to stop vomit.

(17) Burn dry orange to ash. Eat it adding some honey to stop vomit.

(18) Make a paste of asafoetida (HING) in water and put it on belly to stop vomit.

(19) Burn whole cardamom with husk to ash and eat 1 gram of it with a teaspoon honey to stop vomit caused by excessive cough.

(20) Soak tamarind in water. Crush thoroughly and strain. Drink it to stop vomit caused by excessive bile secretion (PITT).

(21) Boil barley in four times water until four or five effervescence. Leave it for an hour with lid on and then strain it. Drinking this barley water may help in vomit.

(22) Burn empty ear of maize to ash. Take 0.5 to 0.75 gram with honey. This may stop vomit immediately.

(23)  Two to three drops of clove oil with sugar may stop vomit.

(24) Pound mustard to make fine powder, add water to make thick paste and place all over belly. Place a tight bandage. This may stop vomit.

(25)  A drink of water with lemon juice and sugar may stop vomit in some cases.

(26) Essence of funnel seeds may help in vomit.

(27) Crush and extract juice from young leaves of baniyan tree (VAD). Drinking it may stop vomit. This may help in blood vomiting also.

(28) Eat myrobalan powder with honey to stop vomit.

(29) To stop vomit caused by indigestion, drink two tea spoon ginger juice, two tea spoon mint juice and two tea spoon onion juice mixed together.

(30) Mix one quarter teaspoon rock salt powder in a teaspoon honey and eat slowly to stop vomit.

(31) Drink water mixed with crushed fresh curry leaves to stop blood vomit.

(32) To stop a pregnant woman vomit give her a drink of rice water mixed with 3 grams coriander powder and 10 grams lump sugar powder.

વસીયતનામું યાને વીલ

ડિસેમ્બર 14, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

વસીયતનામું યાને વીલ

આપણી હયાતી બાદ આપણા વારસદારોને તકલીફ ના પડે, ખોટા ખર્ચાઓમાં ઉતરવું ના પડે, અંદરોઅંદર લડાઈ ના થાય તે માટે આપણે વસીયતનામું કરી લેવું અત્યંત જરુરી છે. વસીયતનામું કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીશું કે આપણા જીવનસાથી આપણી હયાતી બાદ કોઈ પણ રીતે વંચીત ના રહી જાય.  આપણા જીવનસાથીનું હીત સર્વ પ્રથમ જાળવીશું. આપણે આપણી દીકરીને પણ શક્ય હોય ત્યાં સુધી દીકરા જેટલું જ આપતા જઈએ. 

આપણને ખબર નથી કે આપણા મૃત્યુ બાદ આપણાં સંતાનો પૈકી કયા સંતાનની આર્થીક પરીસ્થીતી કેવી થશે, માટે આપણા વસીયતનામા દ્વારા આપણે discretionary trust બનાવીએ કે જેનાં ટ્રસ્ટીઓ આપણાં સંતાનોને તેમની આર્થીક પરીસ્થીતી પ્રમાણે ટ્રસ્ટની આવક તથા મુડી આપી શકે. આવા discretionary trustથી આપણી ભાવી પેઢીને પણ લાભ આપી શકાય છે. આવું discretionary trust બનાવતી વખતે આપણે ધ્યાન રાખીશું કે આપણે નીમેલા ટ્રસ્ટીઓ વીશ્વાસપાત્ર, સમજદાર અને નીષ્પક્ષી હોય. આવા discretionary trustનું અસ્તીત્વ આપણા અવસાન થયા પછી જ અમલમાં આવે છે. discretionary trust બનાવતી વખતે આપણે ધ્યાન રાખીશું કે તેની આવક તરીકે ડીવીડન્ડની આવક, વ્યાજની આવક, ભાડાની આવક જેવી આવકો જ થાય અને નહીં કે ધંધાની આવક. આવા discretionary trustને ઈન્કમ ટૅક્સની રાહત પણ મળે છે. સામાન્ય discretionary trust ઉપર તેની કરપાત્ર આવક પર મહત્તમ દરે ઈન્કમ ટૅક્સ ભરવાનો થાય છે, પરંતુ જો વસીયતનામાથી discretionary trust બનાવેલું હોય તો તેની કરપાત્ર આવક પર સામાન્ય દરે જ  ઈન્કમ ટૅક્સ ભરવાનો થાય છે, કારણ કે વસીયતનામાથી બનાવેલા discretionary trust આવકવેરાના કાયદા મુજબ “વ્યક્તી” ગણાય છે. અને તેથી વ્યક્તીને મળતી બધી જ છુટ આવા discretionary trustને પણ મળે છે. તેની ઉપર વેલ્થ ટૅક્સ પણ ભરવાનો થતો નથી. આપણા ઈન્કમ ટૅક્સ એક્સપર્ટ પાસેથી આવા discretionary trustની વધુ માહીતી મળી શકે.

આપણને એ પણ બરાબર ખબર છે કે એક વાર વસીયતનામું બનાવીએ એટલે તે આખરી વસીયતનામું બની જાય છે એવું નથી. વસીયતનામું બનાવ્યા પછી પરીસ્થીતી બદલાય તો આપણે વસીયતનામું બદલી શકીએ છીએ, અને તે પણ આપણે ઈચ્છીએ તેટલી વાર. જે વસીયતનામું તારીખ પ્રમાણે છેલ્લું બનાવ્યું હોય તે વસીયતનામું કાયદેસર અમલી બને છે અને તે પહેલાં બનાવેલાં સઘળાં વસીયતનામાં આપોઆપ રદબાતલ ઠરે છે, તેની પણ આપણને ખબર છે.

 

Nausea

ડિસેમ્બર 11, 2011

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Nausea: Squeeze 400 grams juice from good quality well ripe lemons. Add 1 kilogram sugar and boil to make syrup. Strain it while it is hot with clean cloth and store in glass bottle. Drinking this syrup 15 to 25 grams with necessary amount of water may cure nausea.

અપેક્ષા દુખની મા

ડિસેમ્બર 10, 2011

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકનગાંડાભાઈ વલ્લભ)

અપેક્ષા દુખની મા

જે કોઈ પ્રવૃત્તીમાં આપણે આપણી જાતને જોડીએ, આપણે એ વાત માટે સભાન અને સતર્ક રહીશું કે આપણે તે પ્રવૃત્તી પુર્ણ રીતે નીષ્કામ ભાવથી કરીશું, ફળની કોઈ પણ આશા રાખ્યા વગર કરીશું. આપણે નીષ્કામ કર્મ કરતાં રહીએ. આપણે ફળની અપેક્ષા ક્યારેય નહીં રાખીએ, કારણ કે આપણે સારી રીતે જાણીએ છીએ કે અપેક્ષા દુખની મા છે.

માત્ર પ્રવૃત્તી જ નીષ્કામ ભાવથી કરીએ તેટલું પુરતું નથી. અન્ય વ્યક્તીઓનું કોઈ કામ કરીએ ત્યારે પણ આપણે એ જ ભાવના સેવીશું. કોઈ વ્યક્તીનું કામ કરીએ ત્યારે આપણે માત્ર આપણી ફરજ બજાવ્યાનો પરમ સંતોષ માનીશું. આપણે ક્યારેય એવી અપેક્ષા નહીં રાખીએ કે આપણે કોઈનું કામ કર્યું છે એટલે એણે પણ આપણું કામ કરવું જોઈએ. જો આપણે એવી અપેક્ષા રાખીશું અને પેલી વ્યક્તી આપણી અપેક્ષા મુજબનું કામ નહીં કરે તો એને તો કશું નુકસાન નહીં થાય પણ આપણે દુખી દુખી થઈ જઈશું. આપણે આપણી ફરજ સમજી કોઈનું કામ કર્યું, કારણ કે આપણને તેમ કરવું યોગ્ય લાગ્યું, પરંતુ એનો અર્થ એમ નહીં કે આપણું કામ કરવું તેને યોગ્ય લાગવું જ જોઈએ. આપણે એવું નક્કી કરનાર કોણ? આપણને જે યોગ્ય લાગ્યું તે આપણે કર્યું, એને જે યોગ્ય લાગે તે એ કરે. એટલા માટે જ જગતની ડાહી વ્યક્તીઓનું કહેવું છે કે અપેક્ષા એ દુખની મા છે. અપેક્ષા પોતાની સાથે અનેક દુખો ઢસડી લાવે છે. દુખોથી દુર રહેવા માટે આપણે અપેક્ષાઓથી હંમેશાં દુર રહીશું.

માટે આપણે આપણાં સંતાનો પ્રત્યેની ફરજો બજાવતી વખતે પણ ધ્યાન રાખીશું કે બદલામાં સંતાનો આપણા પ્રત્યેની ફરજો બજાવે જ એવી અપેક્ષા નહીં રાખીએ. એવી અપેક્ષા રાખવાનો અર્થ જ એ કે દુખોને સામે ચાલીને આમંત્રણ આપવું. આ વાત આપણે બરાબર કોઠે કરી લઈએ.

 

Fast-abstention from food

ડિસેમ્બર 4, 2011

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Fast-abstention from food: When there is a disorder in health, particularly suffering from digestive disorder or common cold, then fasting is best remedy without spending a cent even. Not only that but in some cases no medicines may help but fasting and also very quickly. In some other cases sometimes fasting may be a best prevention. We purify our mind and body by fasting as it may get rid of toxins from our body. We may regain lost appetite, we may forget lethargy, feel energetic and all our organs may become clean and work properly. In my experience it helps in healing process after some surgery. If a fast is of long duration (five days or more), then it needs particular care while breaking. It should be perform under a supervision of an expert in fasting or your trusted health provider.