વસીયતનામું યાને વીલ

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

વસીયતનામું યાને વીલ

આપણી હયાતી બાદ આપણા વારસદારોને તકલીફ ના પડે, ખોટા ખર્ચાઓમાં ઉતરવું ના પડે, અંદરોઅંદર લડાઈ ના થાય તે માટે આપણે વસીયતનામું કરી લેવું અત્યંત જરુરી છે. વસીયતનામું કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીશું કે આપણા જીવનસાથી આપણી હયાતી બાદ કોઈ પણ રીતે વંચીત ના રહી જાય.  આપણા જીવનસાથીનું હીત સર્વ પ્રથમ જાળવીશું. આપણે આપણી દીકરીને પણ શક્ય હોય ત્યાં સુધી દીકરા જેટલું જ આપતા જઈએ. 

આપણને ખબર નથી કે આપણા મૃત્યુ બાદ આપણાં સંતાનો પૈકી કયા સંતાનની આર્થીક પરીસ્થીતી કેવી થશે, માટે આપણા વસીયતનામા દ્વારા આપણે discretionary trust બનાવીએ કે જેનાં ટ્રસ્ટીઓ આપણાં સંતાનોને તેમની આર્થીક પરીસ્થીતી પ્રમાણે ટ્રસ્ટની આવક તથા મુડી આપી શકે. આવા discretionary trustથી આપણી ભાવી પેઢીને પણ લાભ આપી શકાય છે. આવું discretionary trust બનાવતી વખતે આપણે ધ્યાન રાખીશું કે આપણે નીમેલા ટ્રસ્ટીઓ વીશ્વાસપાત્ર, સમજદાર અને નીષ્પક્ષી હોય. આવા discretionary trustનું અસ્તીત્વ આપણા અવસાન થયા પછી જ અમલમાં આવે છે. discretionary trust બનાવતી વખતે આપણે ધ્યાન રાખીશું કે તેની આવક તરીકે ડીવીડન્ડની આવક, વ્યાજની આવક, ભાડાની આવક જેવી આવકો જ થાય અને નહીં કે ધંધાની આવક. આવા discretionary trustને ઈન્કમ ટૅક્સની રાહત પણ મળે છે. સામાન્ય discretionary trust ઉપર તેની કરપાત્ર આવક પર મહત્તમ દરે ઈન્કમ ટૅક્સ ભરવાનો થાય છે, પરંતુ જો વસીયતનામાથી discretionary trust બનાવેલું હોય તો તેની કરપાત્ર આવક પર સામાન્ય દરે જ  ઈન્કમ ટૅક્સ ભરવાનો થાય છે, કારણ કે વસીયતનામાથી બનાવેલા discretionary trust આવકવેરાના કાયદા મુજબ “વ્યક્તી” ગણાય છે. અને તેથી વ્યક્તીને મળતી બધી જ છુટ આવા discretionary trustને પણ મળે છે. તેની ઉપર વેલ્થ ટૅક્સ પણ ભરવાનો થતો નથી. આપણા ઈન્કમ ટૅક્સ એક્સપર્ટ પાસેથી આવા discretionary trustની વધુ માહીતી મળી શકે.

આપણને એ પણ બરાબર ખબર છે કે એક વાર વસીયતનામું બનાવીએ એટલે તે આખરી વસીયતનામું બની જાય છે એવું નથી. વસીયતનામું બનાવ્યા પછી પરીસ્થીતી બદલાય તો આપણે વસીયતનામું બદલી શકીએ છીએ, અને તે પણ આપણે ઈચ્છીએ તેટલી વાર. જે વસીયતનામું તારીખ પ્રમાણે છેલ્લું બનાવ્યું હોય તે વસીયતનામું કાયદેસર અમલી બને છે અને તે પહેલાં બનાવેલાં સઘળાં વસીયતનામાં આપોઆપ રદબાતલ ઠરે છે, તેની પણ આપણને ખબર છે.

 

Advertisements

ટૅગ્સ:

One Response to “વસીયતનામું યાને વીલ”

  1. » વસીયતનામું યાને વીલ » GujaratiLinks.com Says:

    […] Gandabhai Vallabh […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: