મેડીકલ વસીયતનામું

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

મેડીકલ વસીયતનામું

સાથે સાથે મેડીકલ વસીયતનામાની પણ વાત કરી લઈએ. છેલ્લે સુધી ડૉક્ટર ઈન્જેક્શનોના ઘોંચપરોણ કરે કે નાકમાં ટોટીઓ નાખે તે આપણને પસંદ ના હોય તો તે બાબતની મનાઈ આપણા તબીબી વસીયતનામામાં સ્પષ્ટ રીતે જણાવી દઈએ.

રાખમાં કે માટીમાં મળી જનાર આપણા દેહમાંથી મૃત્યુ બાદ કામમાં આવી શકે તેટલાં અંગોનું દાન (જેવું કે ચક્ષુદાન, કીડનીદાન, ફેફસાદાન, આંતરડાદાન, હૃદયદાન, લીવરદાન, પેનક્રીયાસદાન, દેહદાન વગેરે) કરતા જવાની ઈચ્છા હોય તો તેની સ્પષ્ટ સુચના તબીબી વસીયતનામામાં કરી દઈએ. ચાલો, અંગોના દાન માટે આપણે “શતાયુ” સંસ્થામાં આપણું નામ નોંધાવીએ. (૧લે માળે, “સમુદ્ર”, ક્લાસીક ગોલ્ડ હોટલ પાસે, સરદાર પટેલ નગર પાસે, સી. જે. રોડ, અમદાવાદ. વેબ સાઈટ: www.shatayu.org.in  ઈમેઈલ: info@shatayu.org.in ). ફોન (૦૭૯) ૬૬૧૮૯૦૦૦ (આ પુસ્તીકાના લેખકે પોતાનાં અંગોના દાન માટે આ સંસ્થામાં પોતાનું નામ નોંધાવ્યું છે.)

શબના નીકાલ માટે પર્યાવરણને સૌથી ઓછું નુકસાન કરે તેવી જો કોઈ પણ રીત હોય તો તે ભુમીદાહની રીત છે. એમાં પણ ખરાબાની જમીન મળી શકે તો ઉત્તમ. જો આ ભુમીદાહની રીત પસંદ હોય તો તેનો પણ આપણે તબીબી વસીયતનામામાં ઉલ્લેખ કરી દઈશું.

કેટલાક રોગો એવા હોય છે કે તેમાંથી સાજા થવાની કોઈ જ શક્યતા નથી હોતી. તેવા સંજોગોમાં સગાંવહાલાંની પરવશતા કાયમ ભોગવવી ના પડે તથા તેમને મરતાં મરતાં પણ મારતાં જઈએ તેવી આર્થીક પરીસ્થીતીમાં આપણે મુકીએ નહીં તે માટે કાયદાની ચુંગાલમાં કોઈને પણ ફસાવું ના પડે તે રીતે જૈન મુનીઓની જેમ આપણે પણ સંથારો લઈ લઈએ.

 

Advertisements

ટૅગ્સ:

4 Responses to “મેડીકલ વસીયતનામું”

 1. Govind Maru Says:

  દેહદાન અને અંગદાન માટેના વસીયતની જાણકારી મેળવવા માટે નીચે આપેલ લીન્ક ઉપર ક્લીક કરવા વીનન્તી છે. ધન્યવાદ… અભીનન્દન…
  http://govindmaru.wordpress.com/will/

 2. પરાર્થે સમર્પણ Says:

  આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
  ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના

  આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
  બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

  સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: