Archive for જાન્યુઆરી, 2012

એક ઘરવીહોણા પુરુષની વાત

જાન્યુઆરી 29, 2012

એક ઘરવીહોણા પુરુષની વાત

અહીં વેલીંગ્ટન ન્યુઝીલેન્ડમાં ૧૫ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ઘરવીહોણા ૫૪ વર્ષીય એક પુરુષનું અવસાન થયું. એમનું નામ હતું શ્રી. બેન હાના. આ ભાઈ ઘણાં વર્ષોથી વેલીંગ્ટનમાં ભરબજારમાં રસ્તાના ફુટપાથ પર રહેતા હતા. આ રીતે ફુટપાથ પર જીવન ગાળનાર એ માત્ર એકલા ન હતા, બીજાઓ પણ છે. જો કે અહીં કોઈ ભીખારી નથી હોતું, કેમ કે જેમ પોતાની માલીકીનું ઘર ધરાવનાર બેકારને સરકાર તરફથી બેકારી સહાય મળે છે તેમ ઘરવીહોણાને પણ એ મળે જ છે. (એમની પાસે વસવાટનું કોઈ કાયમી સરનામું નથી હોતું, પણ એમના બેન્કના ખાતામાં એ પૈસા જમા થતા રહે છે.) વળી બેકારી સહાયનાં મળતાં નાણા જેમને પુરતાં થઈ પડતાં ન હોય તેમને સરકાર ઘરભાડા માટે પણ અમુક પ્રમાણમાં સહાય કરે છે, આથી કોઈએ ફુટપાથ ઉપર જીવન વ્યતીત કરવાની કોઈ જરુર રહેતી નથી. પણ કેટલાક લોકો પોતાની મરજીથી આ પ્રકારે જીવવાનું પસંદ કરે છે.

બેન કાયમ એક ધાબળો વીંટાળી રાખતા, આથી લોકો એમને ધાબળાપુરુષ તરીકે ઓળખતા. માઓરીઓની અમુક ધાર્મીક માન્યતાને એ ચુસ્તપણે માનતા. આથી લોકોમાં એ જાણીતા અને કંઈક અંશે પ્રીય અને કેટલાક દુકાનદારો તથા અન્ય લોકોમાં અળખામણા પણ હતા. કેમ કે એમની માન્યતા ઓછામાં ઓછાં કપડાં પહેરવાની હતી, આથી કેટલીક વાર સાવ નગ્ન પણ થઈ જતા. આથી એમના પર એક પોલીસ કેસ વખતે જજે એમને પાગલખાનામાં રાખવા જણાવેલું. એ મુજબ એકાદ વર્ષ એ પાગલખાનામાં પણ રહ્યા હતા, પરંતુ કશો ફરક ન પડતાં પાછા હતા ત્યાંના ત્યાં. કેટલાક નાના નાના ગુનાઓને લઈને કોર્ટકેસ પણ એમના પર થયેલા. મેં આ લખવાનું એટલા માટે વીચાર્યું કે એમના મૃત્યુના સમાચાર અહીંના રાષ્ટ્રીય ટેલીવીઝન પર તથા રેડીયો પર પણ આપવામાં આવ્યા હતા. કેમ કે એ એક સુપ્રસીદ્ધ વ્યક્તી બની ચુક્યા હતા. એમની અંતીમક્રીયામાં પણ ઘણા લોકોએ હાજરી આપી હતી. વેલીંગ્ટનના મેયર શીલીઆબહેને પણ શ્રદ્ધાંજલી આપેલી. કોઈકે એમના નામનું એક કાવ્ય રચેલું, જે અંતીમક્રીયાની વીધી સમયે ગાવામાં આવ્યું હતું. એમનું અવસાન પુરતા પોષણક્ષમ આહારનો અભાવ તેમ જ વધુ પડતા મદ્યપાનને કારણે થયું હોવાનું માનવામાં આવે છે. જો કે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવામાં આવ્યું નથી.

પ્રસાર માધ્યમો દ્વારા શ્રી. બેન હાનાને આટલી પ્રસીદ્ધી આપવાની કેટલાક લોકોએ ટીકા કરી છે. તેમનું કહેવું છે કે આ રીતે ઘરવીહોણી અને ગરીબીવાળી જીવનશૈલી અપનાવવાનું અમુક યુવાનોને પ્રોત્સાહન મળી શકે. આથી આવી બાબતને ગૌરવશાળી બનાવવી ઉચીત ન ગણાય. ઘરવીહોણી વ્યક્તીઓને સમજાવી યોગ્ય રહેણાકમાં જવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, આવે છે, પણ એમાં સફળતા મળવી મુશ્કેલ છે.

માતા-પીતા

જાન્યુઆરી 27, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

માતા-પીતા

આપણામાંથી જેમનાં માતા-પીતા હજુ જીવીત છે તેઓ બધાં જ નીચેનું લખાણ બહુ ધ્યાનથી વાંચીશું.

આપણે બરાબર ખ્યાલમાં રાખીશું કે આપણી માતાએ પોતાના પેટમાં નવ નવ મહીના આપણને સાચવીને આપણો ભાર વેંઢાર્યો છે. એના રક્તમાંથી, માંસ-મજ્જામાંથી આપણું ઘડતર કર્યું છે. જન્મ થયા પછી પોતાની છાતીમાંથી અમૃતપાન કરાવ્યું છે. હેતથી હીચોળી તથા મીઠાં મધુરાં હાલરડાં ગાઈને, પોતે ઉજાગરા કરીને પણ આપણને નીદ્રાધીન કરાવેલા છે. પોતે ભીનામાં સુઈને આપણને કોરામાં સુવાડ્યા છે. પોતે અનેક વાર ભુખ્યા રહી આપણી ક્ષુધા તૃપ્ત કરાવી છે. અનેક પ્રયત્નો કરી આપણને બોલતાં શીખવાડ્યું છે. આપણી નાજુક નમણી આંગળીઓ પકડી પા પા પગલી માંડતાં શીખવાડ્યું છે. વહાલથી આપણને અનેક ચુમીઓ ભરી છે.

આપણે એ પણ બરાબર ખ્યાલમાં રાખીશું કે આપણા પીતાએ પણ આપણા માટે ઘણો મોટો ભોગ જરુર આપ્યો છે. આપણને અનેક વખતે અડધી રાત્રે ઉંચકી લઈને થાબડી થાબડી સુવાડ્યા છે. પોતે થાકેલા હોય છતાં નાની મોટી ટેકરીઓ ચઢતી વખતે પોતાના મજબુત સ્કંધો પર આપણને ઉંચકી લીધા છે. પોતાના ખભા પર ચઢાવી આપણને પાણીમાં ભુસ્કા મરાવ્યા છે. પાણીમાં તરતાં શીખવાડ્યું છે. ઝાડ પર ચડતાં શીખવાડ્યું છે. સાયકલ પકડી દોડી દોડીને આપણને સાયકલ ચલાવતાં શીખવાડ્યું છે. મોટાં વાહનો ચલાવતાં શીખવાડ્યું છે. ઘુંટણીએ પડી પીઠ પર બેસાડી ઘોડો-ઘોડો રમાડ્યું છે. નાનપણમાં ફટાકડા ફોડતાં આપણે દાઝી ના જઈએ તેની અત્યંત કાળજી રાખી છે. પેટે પાટા બાંધીને પણ આપણને અત્યંત મોંઘું પણ શક્ય તેટલું ઉત્તમ શીક્ષણ આપ્યું છે. આપણી નાની મોટી માંદગી વખતે પોતાને પોષાય છે કે કેમ તેનો વીચાર પણ કર્યા વગર ગજા બહારનો ખર્ચ કરી આપણી ઉત્તમ સારવાર કરાવી છે.

     આમ માતા અને પીતા બંનેએ આપણી ઉપર અનેક ઉપકારો કર્યા છે.

આવાં આપણાં ગુણીજન માતા-પીતાનું આપણે સન્માન ના જાળવીએ, તેમને ધુત્કારીએ, અપમાન કરીએ, જાકારો આપીએ, તેમને ખાવાનું ના આપીએ, તેમની માંદગીમાં દવાદારુ ના કરાવીએ, તેમની સાથે સંબંધ ના રાખીએ કે તેમને ઘરમાંથી કાઢી મુકીએ એવું વીચારી પણ કેમ શકાય? આપણે આવું ઘોર પાપ ક્યારેય ના કરીએ. આપણે એવા હૃદયશુન્ય અને પથ્થરહૃદયના ક્યારેય ના બનીએ. આપણે એવા લાગણીવીહીન ક્યારેય ના બનીએ. આપણે એમના અનેક  ઉપકારોનો બદલો અપકારથી તો ના જ આપીએ. આપણે હંમેશાં યાદ રાખીએ કે આવું જઘન્ય કામ કરનારને કુદરત ક્યારેય માફ નથી કરતી.

માતા-પીતા

જાન્યુઆરી 22, 2012

Sleep

જાન્યુઆરી 19, 2012

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Sleep: (Over limit): We generally need seven to eight hours sleep. If it is more than that, then it is no good for health.

(1) Put some well ripe Baniyan leaves in a glass of water and boil until a cup of water left. Drink it when cold enough. Refrain if possible or eat very little sweets, fruits, rice, potatoes and hard to digest food items.

(2) Drink a cup of black tea with lemon juice morning and evening.

(3) Drink a cup of water boiled with funnel seeds morning and evening.

ક્રોધ

જાન્યુઆરી 17, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

ક્રોધ

ક્રોધ એટલે કે ગુસ્સો મહા ભયંકર ચીજ છે, એ આપણે સારી રીતે જાણી લઈએ. ક્રોધ માણસને અંદરથી સળગાવી દે છે. ક્રોધ માણસ પાસે ન કરવાનું કરાવી નાખે છે. સજ્જન માણસો પણ ક્યારેક ક્રોધના માર્યા જઘન્ય કૃત્ય કરી બેસતા હોય છે. ક્રોધ આપણી તબીયત પર ખુબ જ ખરાબ અસર કરે છે. ક્રોધ માત્ર આપણા માટે જ નહીં, પણ બીજાના માટે પણ ભારે હાનીકારક છે. માટે આપણે નાછુટકે જ ક્રોધ કરીશું.

સંબંધો

જાન્યુઆરી 14, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

સંબંધો

આપણે હંમેશાં અન્ય વ્યક્તીઓ સાથે સંબંધો જોડવાના પ્રયત્નો કરીશું – તોડવાના તો નહીં જ. કદાચ સંજોવશાત્ કોઈ વ્યક્તી સાથે બગડેલા સંબંધો સુધારવાના સંન્નીષ્ઠ પ્રયત્નો કર્યા પછી પણ એમ લાગતું હોય કે સંબંધો સુધરવાની કોઈ જ શક્યતા નથી તો આપણે સંબંધો ઓછા કરીશું, પરંતુ સંબંધો છેક તો નહીં જ કાપી નાખીએ. સંબંધો છેક કાપી નાખવાની મુર્ખામી આપણે ક્યારેય નહીં કરીએ. આત્મનીરીક્ષણ કરતાં એમ માલુમ પડે કે આપણે એક કે બે વ્યક્તીઓ સાથે સંબંધો કાપી નાખ્યા છે, તો ત્યાં સુધી કાંઈક પણ ક્ષમ્ય છે; પરંતુ જો એમ માલુમ પડે કે તેથી પણ વધુ વ્યક્તીઓ સાથે આપણે સંબંધો કાપી નાખ્યા છે, તો આપણે સમજવું જોઈએ કે આપણા મનોવ્યાપારમાં કાંઈક પાયાની ગરબડ છે, આપણને સંબંધો છેક કાપી નાખવાની કુટેવ પડી ગઈ છે, જે અક્ષમ્ય છે. બધાંને માટે ખુબ જ નુકસાનકારક છે. આપણે શક્ય તેટલી જલદીથી મનોચીકીત્સકની સલાહ લેવી જોઈએ.

તો અવશ્ય માફ કરીશું

જાન્યુઆરી 9, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

તો અવશ્ય માફ કરીશું

શક્ય છે કે આપણા લાંબા જીવનકાળ દરમીયાન કોઈકે આપણી સાથે દુર્વ્યવહાર પણ કર્યો હોય. એ પણ શક્ય છે કે એક યા બીજા કારણસર તે વ્યક્તી આપણી માફી પણ માગે. આવા પ્રસંગે આપણે સાવધાન થઈ જઈશું. આપણે ખાતરી કરીશું કે તે ખરેખર શુધ્ધ ભાવનાથી આપણી માફી માગે છે કે આપણી પાસેથી પોતાનું કામ કઢાવી લેવા માટે માફી માગવાનું “નાટક” કરે છે? જો એની બદદાનત જણાય તો આપણે તેને માફી ધરાર ન જ આપીએ. એવી મુર્ખામી આપણે ના જ કરીએ. સાવધાન! પરંતુ શાંતીથી વીચારતાં એમ માલુમ પડે કે તે વ્યક્તીની શુધ્ધ દાનત છે, માફી માગવામાં તેનો કોઈ સ્વાર્થ નથી, તે વ્યક્તી ખરા અંતઃકરણથી માફી માગી રહી છે તો…..તો અને તો જ એને આપણે પણ ખરા અંતઃકરણથી માફી આપીએ, અવશ્ય આપીએ. આપણા મનમાં એ વ્યક્તી માટે ઘર કરી ગયેલી બધી જ કડવાશને એક ઝાટકે ઉડાવી દઈ તે વ્યક્તીને અત્યંત પ્રેમપુર્વક ગળે લગાવી દઈએ અને અનુભવીએ કે પર્યાવરણમાં કેટલી સુગંધ પ્રસરી રહી છે!!!

આપણને ખબર છે કે ખરા અઃકરણથી માફી માગવી ખરેખર અઘરી છે, કારણ કે તેમ કરવામાં આપણે આપણો બધો જ અહમ્ બાજુ પર મુકવાનો છે; પરંતુ આપણને એ પણ બરાબર ખબર છે કે ખરા અતઃકરણથી માફી આપવી તેથી પણ અઘરી છે; કારણ કે તેમ કરવામાં આપણે આપણા મનમાં તે વ્યક્તી માટે વ્યાપી ગયેલી બધી જ કડવાશને બાજુ પર મુકવાની છે, જે ખરેખર ખુબ જ અઘરું છે.

ક્ષમા વીરસ્ય ભુષણમ્.

આત્મનીરીક્ષણ અને માફી

જાન્યુઆરી 3, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

આત્મનીરીક્ષણ અને માફી

આપણે રોજ રાત્રે સુતાં પહેલાં દીવસ દરમીયાનનો આપણો બીજાઓ પ્રત્યેનો વ્યવહાર તપાસી જઈએ. આપણે આપણા પોતાનું બારીકાઈથી નીરીક્ષણ કરીએ. આત્મનીરીક્ષણ કરીએ. આપણી જાતને ઢંઢોળીએ. આપણી જાતને તટસ્થ રીતે મુલવીએ. આપણે ભુલથી પણ કોઈને અન્યાય તો નથી કરી બેઠા ને? અને જો આત્મનીરીક્ષણ કરતાં એમ માલુમ પડે કે આપણે ભલે ભુલથી પણ કોઈને અન્યાય કરી બેઠાં છીએ તો શક્ય તેટલું જલદી, બધો જ અહમ્ છોડી, તે વ્યક્તીની ખુલ્લા દીલથી માફી માગી લઈએ. માફી માગતી વખતે આપણે કોઈ પણ જાતની શરમ કે સંકોચ ના અનુભવીએ. ખરા દીલથી માફી માગવાથી આપણે કાંઈ નાના બાપના નથી થઈ જવાના. તે વ્યક્તીના મનમાં આપણા માટે કાયમનો આદર થઈ જશે. આપણો અને તે વ્યક્તીનો સંબંધ કાયમ માટે સુધરી જશે. ખરેખર તો આપણા હૃદયના ઉંડાણમાંથી ઉદ્ભવેલા એ સુંદર વ્યવહારથી સામેની વ્યક્તીના હૃદયસીંહાસન પર આપણે આરુઢ થઈ જઈશું.