માતા-પીતા

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

માતા-પીતા

આપણામાંથી જેમનાં માતા-પીતા હજુ જીવીત છે તેઓ બધાં જ નીચેનું લખાણ બહુ ધ્યાનથી વાંચીશું.

આપણે બરાબર ખ્યાલમાં રાખીશું કે આપણી માતાએ પોતાના પેટમાં નવ નવ મહીના આપણને સાચવીને આપણો ભાર વેંઢાર્યો છે. એના રક્તમાંથી, માંસ-મજ્જામાંથી આપણું ઘડતર કર્યું છે. જન્મ થયા પછી પોતાની છાતીમાંથી અમૃતપાન કરાવ્યું છે. હેતથી હીચોળી તથા મીઠાં મધુરાં હાલરડાં ગાઈને, પોતે ઉજાગરા કરીને પણ આપણને નીદ્રાધીન કરાવેલા છે. પોતે ભીનામાં સુઈને આપણને કોરામાં સુવાડ્યા છે. પોતે અનેક વાર ભુખ્યા રહી આપણી ક્ષુધા તૃપ્ત કરાવી છે. અનેક પ્રયત્નો કરી આપણને બોલતાં શીખવાડ્યું છે. આપણી નાજુક નમણી આંગળીઓ પકડી પા પા પગલી માંડતાં શીખવાડ્યું છે. વહાલથી આપણને અનેક ચુમીઓ ભરી છે.

આપણે એ પણ બરાબર ખ્યાલમાં રાખીશું કે આપણા પીતાએ પણ આપણા માટે ઘણો મોટો ભોગ જરુર આપ્યો છે. આપણને અનેક વખતે અડધી રાત્રે ઉંચકી લઈને થાબડી થાબડી સુવાડ્યા છે. પોતે થાકેલા હોય છતાં નાની મોટી ટેકરીઓ ચઢતી વખતે પોતાના મજબુત સ્કંધો પર આપણને ઉંચકી લીધા છે. પોતાના ખભા પર ચઢાવી આપણને પાણીમાં ભુસ્કા મરાવ્યા છે. પાણીમાં તરતાં શીખવાડ્યું છે. ઝાડ પર ચડતાં શીખવાડ્યું છે. સાયકલ પકડી દોડી દોડીને આપણને સાયકલ ચલાવતાં શીખવાડ્યું છે. મોટાં વાહનો ચલાવતાં શીખવાડ્યું છે. ઘુંટણીએ પડી પીઠ પર બેસાડી ઘોડો-ઘોડો રમાડ્યું છે. નાનપણમાં ફટાકડા ફોડતાં આપણે દાઝી ના જઈએ તેની અત્યંત કાળજી રાખી છે. પેટે પાટા બાંધીને પણ આપણને અત્યંત મોંઘું પણ શક્ય તેટલું ઉત્તમ શીક્ષણ આપ્યું છે. આપણી નાની મોટી માંદગી વખતે પોતાને પોષાય છે કે કેમ તેનો વીચાર પણ કર્યા વગર ગજા બહારનો ખર્ચ કરી આપણી ઉત્તમ સારવાર કરાવી છે.

     આમ માતા અને પીતા બંનેએ આપણી ઉપર અનેક ઉપકારો કર્યા છે.

આવાં આપણાં ગુણીજન માતા-પીતાનું આપણે સન્માન ના જાળવીએ, તેમને ધુત્કારીએ, અપમાન કરીએ, જાકારો આપીએ, તેમને ખાવાનું ના આપીએ, તેમની માંદગીમાં દવાદારુ ના કરાવીએ, તેમની સાથે સંબંધ ના રાખીએ કે તેમને ઘરમાંથી કાઢી મુકીએ એવું વીચારી પણ કેમ શકાય? આપણે આવું ઘોર પાપ ક્યારેય ના કરીએ. આપણે એવા હૃદયશુન્ય અને પથ્થરહૃદયના ક્યારેય ના બનીએ. આપણે એવા લાગણીવીહીન ક્યારેય ના બનીએ. આપણે એમના અનેક  ઉપકારોનો બદલો અપકારથી તો ના જ આપીએ. આપણે હંમેશાં યાદ રાખીએ કે આવું જઘન્ય કામ કરનારને કુદરત ક્યારેય માફ નથી કરતી.

 

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: