અર્જુન

આ પોસ્ટ ધન્વંતરી પરિવારના સૌજન્યથી એમની પરવાનગી લઈ મુકવામાં આવી છે.

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

અર્જુન

અર્જુનનાં ઝાડ ભારતમાં હીમાલયની તળેટીમાં, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરીસ્સા, બંગાળ, મધ્યપ્રદેશ, પંજાબ તથા ગુજરાતમાં પંચમહાલ અને સાબરકાંઠામાં થાય છે. અર્જુનના વૃક્ષની ઉંચાઈ ૩૦થી ૮૦ ફુટ, બહારથી સફેદ-કથ્થાઈ રંગની ખરબચડી છાલ, પાન ૬થી ૧૫ સે.મી. લાંબાં જામફળ જેવાં હોય છે, જેને વસંતમાં નવાં પાન આવે છે. નાનાં નાનાં સફેદ ફુલ વૈશાખમાં આવે છે. એનાં ફળ કમરખ જેવાં લીલા-પીળા રંગનાં ૨.૫થી ૪ સે.મી.નાં અંડાકાર અને ૪થી ૭ ધરીનાં હોય છે.

અર્જુન સ્વાદે તુરો-મધુર, તાસીરે ઠંડો, ધમનીમાં લોહીના જમાવને અટકાવનાર, રક્તવર્ધક, સોજા ઉતારનાર, લોહીનું દબાણ ઘટાડનાર, પેશાબ સાફ લાવનાર, ઘા, ક્ષય, ઝેર, રક્તવીકાર, મેદ, પ્રમેહ, શ્વાસ, પરસેવો, કફ અને પીત્ત, રક્તસ્રાવનાં દર્દો, ફ્રેક્ચર, લોહીના ઝાડા, ક્ષયની ખાંસી વગેરે મટાડે છે. એ દીર્ઘ આયુષ્ય, બળ અને કાંતી બક્ષે છે.

અર્જુનની છાલ, એનું ચુર્ણ, પાન અને ફળ દવામાં વપરાય છે. એની છાલમાં ૩૪% કેલ્શીયમ કાર્બોનેટ, ૯% કેલ્શીયમના અન્ય ક્ષારો તથા ૧૬% ટેનીન હોય છે. ઉપરાંત એલ્યુમીનીયમ અને મગ્નેશીયમ પણ હોય છે.

  1. અર્જુન છાલનું ચુર્ણ, એની ટેબલેટ કે એની ખીર અથવા ઘૃત દરરોજ લેવાથી તમામ પ્રકારના હૃદયરોગ મટે છે.
  2. અર્જુન છાલના ચુર્ણમાં સમભાગે જેઠીમધનું ચુર્ણ મેળવી ઘી, દુધ કે ગોળના શરબત સાથે પીવાથી હૃદયરોગ, જીર્ણ તાવ, રક્તસ્રાવ વગેરે મટે છે અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે.
  3. દુઝતા હરસમાં અર્જુન ચુર્ણ, સોનાગેરુ, ગળોસત્વ અને ગુલાબનું ચુર્ણ સાકર મેળવી સવાર-સાંજ લેવાથી લાભ થાય છે.
  4. રક્તસ્રાવ-રક્તપીત્તમાં અર્જુનછાલનું ચુર્ણ અને લાલ ચંદનનું ચુર્ણ ૫-૫ ગ્રામ ચોખાના ધોવાણ સાથે દરરોજ લેવાથી શરીરના કોઈ પણ છીદ્રમાંથી પડતું લોહી મટે છે.
  5. ખીલ પર અર્જુનછાલના ચુર્ણને દુધમાં કાલવીને લેપ કરવાથી લાભ થાય છે.

માત્રા: પુખ્ત વયની વ્યક્તી માટે છાલનું ચુર્ણ ૩થી ૬ ગ્રામ દરરોજ બેથી ત્રણ વાર, છાલનો ઉકાળો ૫૦થી ૧૦૦ મી.લી., પાનનો રસ ૧૦થી ૨૦ મી.લી. અને ખીર ૧૦૦થી ૨૦૦ ગ્રામ.

પ્રસીદ્ધ ઔષધો: અર્જુનારીષ્ટ, અર્જુનઘૃત, અર્જુન ચુર્ણ, અર્જુનાભ્ર, પ્રભાકરવટી, હૃદયાર્ણવરસ.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: