જલોદર

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

જલોદર

જળોદર : ઍલોપથીમાં પેટમાં ભરાયેલું પાણી નળી મુકીને કાઢી લેવામાં આવે છે. જો બધું પાણી એક જ વખતમાં કાઢી લેવામાં આવે તો દર્દીનું જીવન જોખમાય છે. આથી બેત્રણ વખત કાઢવામાં આવે છે. એમાં ફરીથી પાણી ભરાવાની શક્યતા છે. પણ વીરેચન અને મુત્રલ ઔષધીઓ આપી પાણી ઓછું કરાય તથા ઝેર કાઢી નાખવામાં આવે તો ફરીથી થવાનો ભય ઓછો રહે છે.

(૧) એક ગ્લાસ પાણીમાં એક મોટો ચમચો સરકો મેળવી દીવસમાં આઠ-દશ વખત પીવાથી જળોદર મટે છે.

(૨) બીલીપત્રના તાજા રસમાં એક નાની ચમચી પીપરનું ચુર્ણ નાખી દરરોજ દીવસમાં બે વખત પીવાથી જળોદર મટે છે.

(૩) ડુંગળી સમારીને સરકામાં આખો દીવસ ડુબાવી રાખી દરરોજ ચારેક જેટલી ખાવાથી જળોદર તથા એ અંગેની ઘણી તકલીફો મટે છે.

(૪) હરડેનું ચુર્ણ લેવાથી પાતળી મળપ્રવૃત્તી થઈ જલોદરમાં પેટનું પાણી ઘટે છે.

(૫) બકરીના દૂધમાં સાકર અને એલચી મેળવી ગરમ કરીને ક્ષારપર્પટી બે ચપટી નાખી સવારે, બપોરે અને સાંજે પીવું. બીજું કશું જ ખાવું નહીં. ભુખ લાગે તો વચ્ચેના સમયમાં ગાયનું સાદું દુધ લેવું. આ પ્રયોગ ૨૧ દીવસ સુધી કરવો. પાણી પીવું નહીં, ફક્ત દુધ પર જ રહેવું. ઉપર ૨૧ દિવસ રહેવું તેમાં ક્ષારપર્પટી બે- બે ચપટી મેળવી ત્રણ વાર સવાર- બપોર- સાંજ આ દૂધ લેવું. વચ્ચેના સમયમાં સાદું દૂધ લેવું.

(૬) તાજું ગૌમૂત્ર સવાર સાંજ ૧૦- ૧૦ ગ્રામ પીવું. તેમાં પાણી ન મેળવવું જેથી ઝાડા થઈ બધું પાણી બહાર નીકળી જાય છે.

(૭) સરગવાની છાલનો કવાથ જવખાર નાખીને રોગીને પીવડાવવામાં આવે તો પણ જલોદરમાં ઘણો ફાયદો થાય છે.

(૮) અજમો ૨ ભાગ અને ખારેકના શેકેલા ઠળિયાનું ચૂર્ણ એક ભાગ મિશ્ર કરી રાખવું. આ ચૂર્ણ ૧- ૧ ચમચી સવાર- સાંજ પાણી સાથે દર્દીને આપવું જેનાથી જલોદર અને પેટનો વાયુ મટે છે. ઠળિયાને ઘીનો હાથ લગાડીને પછી શેકવો જેથી ચૂર્ણ સહેલાઈથી થશે.

(૯) ૩ તોલા દિવેલ બકરીના દૂધમાં મેળવીને દર્દીને પીવડાવવું જેથી ઝાડા થશે અને જલોદરમાં ખૂબ ફાયદો થશે.

ઉપરોક્ત પ્રયોગો નિષ્ણાતની સલાહમાં રહીને જ કરવા. અને ચિકિત્સા ચાલુ હોય ત્યારે નિષ્ણાત વૈદ્યની સલાહ પ્રમાણે જ ખોરાક લેવો. જેથી આ રોગમાં ધાર્યું પરિણામ મળી શકે.

(૧૦) સુંઠ, મરી, લીંડીપીપર, અને સીંધવનું ચુંર્ણ નાખી છાશ પીવાથી જલોદરમાં લાભ થાય છે.

(૧૧) સીંધવ અને રાઈનું સમભાગે ચુર્ણ ગાયના મુત્રમાં આપવું.

(૧૨) કાંદા(ડુંગળી)નાં બીનું બારીક ચુર્ણ અને જુના કામળાની રાખનું વસ્ત્રગાળ ચુર્ણ સમાન ભાગે બનાવી બંનેમાંથી ૬-૬ગ્રાસમ લઈ ૧૨ ગ્રામની પડીકી બનાવવી. દરરોજ એક પડીકી પાણીમાં લેવી. એનાથી શરીરમાં એકઠું થયેલું પાણી ઈન્દ્રીય દ્વારે ઝરીને ત્રણ મહીનામાં રોગીને સારું થશે.

(૧૩) જળોદરના દર્દીને ૨૫થી ૩૦ ટીપાં માલકાંકણીનું તેલ આપવાથી મુત્ર ખુબ છુટથી થાય છે અને સોજો ઉતરે છે, પેટમાં ભરાયેલું પાણી નીકળી જાય છે. આ તેલ પરસેવો વધારનાર છે. ૫થી ૧૫ ટીપાં દુધમાં લેવાથી પરસેવો ખુબ જ થાય છે અને સોજા ઉતરે છે.

(૧૪) હરડેનું ચુર્ણ લેવાથી પાતળી મળપ્રવૃત્તી થઈ જલોદરમાં પેટનું પાણી ઘટે છે.

(૧૫) મૅલેરીયા હોય કે તેનાથી બરોળ અને લીવર વધ્યાં હોય અને પેટમાં પાણી ભેગું થયું હોય- જલોદર થવા માંડ્યું હોય તો કારેલીનાં પાન છુંદી, રસ કાઢી, પહેલાં ૧૦ ગ્રામ અને પછી ૨૦-૨૦ ગ્રામ પાવાથી દરદીને પુશ્કળ પેશાબ છુટે છે, એક-બે ઝાડા થાય છે, ભુખ લાગે છે, ખોરાકનું પાચન થાય છે અને લોહી વધે છે.

(૧૬) પુનર્નવા એટલે સાટોડી સોજાનું ઉત્તમ ઔષધ છે. સાટોડીનો તાજો રસ કાઢીને પીવાથી સોજા મટે છે. વળી સાટોડીના તાજા મુળનો ઉકાળો પીવાથી અને સોજાવાળા ભાગ પર મુળ વાટીને લેપ કરવાથી સોજો કાબુમાં આવે છે.

મયુરાસન કરવાથી જલોદરમાં લાભ થાય છે.

(નોંધ: આ આસન સાધવું થોડું મુશ્કેલ છે, પણ ખંતથી પ્રયત્ન ચાલુ રાખવાથી સાધી શકાય છે. આસન શરુ કરતાં પહેલાં એના નીષ્ણાતની મદદ અવશ્ય લેવી, કેમ કે એ તમને અનુકુળ છે કે કેમ તે પહેલાં જાણવું જરુરી છે.)

 

 

Advertisements

ટૅગ્સ:

One Response to “જલોદર”

 1. MAULIK Says:

  Dear Gandabhai Vallabh and all
  My son (9 months old) is having Biliary Atresia diagnosed after 3.5 months of birth. I have not done Kasai Operation. Liver Transplant is beyond my scope.
  From the day this disease diagnosed, we started different Ayurvedic Treatments and due to this he is still alive.
  But now his tummy is growing like an egg day by day. The blew colored veins on the tummy is growing. His eyes, hands and feets bottom remains yellowish, Urine is yellow, while stool is whitish.
  Please suggest something which can maintain his liver cells and which can decrease his tummy size.
  Thanks in advance

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: