Archive for ડિસેમ્બર, 2012

2012 in review

ડિસેમ્બર 30, 2012

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

19,000 people fit into the new Barclays Center to see Jay-Z perform. This blog was viewed about 140,000 times in 2012. If it were a concert at the Barclays Center, it would take about 7 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

Advertisements

કેન્સરનો ઉપચાર-લીંબુ

ડિસેમ્બર 30, 2012

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કેટલાક સમય પહેલાં મને અંગ્રેજીમાં એક ઈમેઈલ મળી હતી. એનું ગુજરાતી રુપાંતર આજે કરીને નીચે આપું છું. એનું અંગ્રેજી પણ આપવા ધારું છું.

કેન્સરનો ઉપચાર-લીંબુ

Institute  of  Health  Sciences,  819 N. L.L.C. Charles Street   Baltimore  ,  MD  1201.

કેન્સરના ઉપચારમાં આ દવા આધુનીકતમ છે.

લીંબુ કેમોથેરપી કરતાં ૧૦,૦૦૦ ગણું વધુ અસરકારક.

પાણીમાં લીંબુ નીચોવી પીવાથી કેન્સરગ્રસ્ત કોશો ૧૦,૦૦૦ ગણી ઝડપે નષ્ટ થાય છે. આની જાણ સહુને કરો. માની ન શકાય તેવો આ ઉપચાર, ખરું ને? સાદું પાણી પીવાને બદલે રોજેરોજ લીંબુવાળું પાણી પીવાથી કોઈ નુકસાન તો થવાનું નથી જ. તમારા મીત્રો, સંબંધીઓ સહુને આ માહીતી પહોંચાડવા વીનંતી.

લીંબુની ૨-૩ પાતળી ચીરી કરીને પાણી પીવાના કપમાં કે પ્યાલામાં મુકો. એમાં પીવાનું પાણી રેડો. આથી એ પાણી આલ્કલાઈન બનશે. આખો દીવસ આ જ પાણી પીવું. હંમેશાં આ પાણી પીવું સહુ માટે લાભદાયક છે.

કેન્સરના કોષોનો નાશ કરવામાં લીંબુ જાદુઈ દવા છે. એ કેમોથેરપી કરતાં ૧૦,૦૦૦ ગણી વધુ અસરકારક છે. તો પછી આપણને એની જાણ કેમ ન થઈ શકી? કેમ કે લેબોરેટરીમાં કેન્સરની કૃત્રીમ દવા બનાવનારાઓને ભયંકર નફો કમાવવો હોય છે.

તમે તમારા મીત્ર કે સ્નેહીઓને લીંબુનો રસ કેન્સર અટકાવે છે એ હકીકતની જાણ કરીને મદદ કરી શકો. એનો સ્વાદ સરસ લાગે છે અને કેમોથેરપીની જેમ એ ભયંકર સાઈડઈફેક્ટ કરતું નથી.

કરોડોપતીઓની મસમોટી કંપનીઓના નફા ન જોખમાય એ માટે સખતાઈથી ગુપ્ત રાખેલ તથ્યના કારણે કંઈ કેટલા લોકો મૃત્યુને શરણ થશે? આપણે જાણીએ છીએ કે લીંબુની જાતોમાં સામાન્ય લીંબુ ઉપરાંત ખાટા લીંબુનો પણ સમાવેશ થાય છે. એ બધાંનો જુદી જુદી રીતે, તમને અનુકુળ હોય તે રીતે ઉપયોગ કરી શકાય. એનાં અથાણા કરીને આખું લીંબુ ખાઈ શકાય, નીચોવીને રસ કાઢીને, શરબત બનાવીને કે વીવીધ વાનગીઓમાં નાખીને એ વાપરી શકાય.

એના ઘણા બધા ગુણો છે, પણ સૌથી મહત્ત્વનો એનો ગુણ છે રોગાણુ અને કેન્સરના ગુમડા પર એની અસરકારકતા. આ વનસ્પતી બધા જ પ્રકારના કેન્સર પર અસરકારક પુરવાર થયેલી છે.

કેટલાક લોકો કહે છે કે લીંબુ કેન્સરના જુદાં જુદાં બધાં જ સ્વરુપોમાં ઘણું ઉપયોગી છે. વળી લીંબું વીવીધ બેક્ટરીઆ અને ફુગના ચેપના અતી સુક્ષ્મ જંતુઓનો નાશ કરવામાં અસરકારક છે. શરીરની અંદરના જીવાણુ અને કૃમીઓનો નાશ કરે છે. લોહીના ઉંચા દબાણમાં, હતાશા અને સ્ટ્રેસમાં તથા જ્ઞાનતંતુના (માનસીક) રોગોમાં પણ અસરકારક છે.

આ માહીતી પુરી પાડનાર સ્રોત પણ આશ્ચર્યકારક છે: દવા બનાવનાર આખા જગતમાં સૌથી મોટી કંપની કહે છે કે ૧૯૭૦થી ૨૦થી પણ વધુ લેબોરેટરી પ્રયોગોનો સાર આ મુજબ છે: ૧૨ જાતનાં કેન્સરના ઝેરી કોશોનો લીંબુ નાશ કરે છે, જેમાં મોટું આંતરડું (કોલન કેન્સર), બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર (પુરુષાતન ગ્રંથી), ફેફસાનું કેન્સર અને સ્વદુપીંડના કેન્સરનો સમાવેશ થાય છે. દુનીયામાં કેન્સરની કેમોથેરપી સારવારમાં વપરાતી દવા એડ્રીઆમાયસીન (Adriamycin) કરતાં લીંબુમાંનાં તત્ત્વો ૧૦,૦૦૦ ગણાં વધુ અસરકારક છે.

અને એક વધુ આશ્ચર્ય: લીંબુની સારવારથી કેન્સરના નુકસાનકારક કોશો જ માત્ર નાશ પામે છે, તંદુરસ્ત કોશો નહીં.

Institute  of  Health  Sciences, 819 N. L.L.C. Cause Street, Baltimore, MD1201

Remember to share with your family and friends

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૨ હવા : Air

ડિસેમ્બર 28, 2012

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૨ હવા : Air

તા. ૩૧-૮-૪૨

શરીરને સૌથી વધારે અગત્યની વસ્તુ હવા છે. તેથી જ કુદરતે હવાને વ્યાપક બનાવી છે. એ આપણને વગર પ્રયત્ને મળી રહે છે.

 

હવા આપણે નસકોરાં વડે ફેફસાંમાં ભરીએ છીએ. ફેફસાં ધમણનું કામ કરે છે. તે હવા લે છે ને કાઢે છે. બહાર રહેલી હવામાં પ્રાણવાયુ હોય છે. તે ન મળે તો મનુષ્ય જીવી ન શકે. જે વાયુ બહાર કાઢીએ છીએ એ ઝેરી હોય છે. તે જો તુરત આસપાસ ફેલાઈ ન જાય તો આપણે મરી જઈએ. તેટલા સારુ ઘર એવાં હોવાં જોઈએ કે તેમાં હવાની આવજા છુટથી થયા કરે.

 

પણ આપણને હવા ફેફસાંમાં ભરતાં અને કાઢતાં બરોબર આવડતું નથી. તેથી જોઈએ તેવી રક્તની શુદ્ધી થતી નથી. કેમ કે હવાનું કામ રક્તની શુદ્ધી કરવાનું હોય છે. કેટલાક તો મોઢેથી હવા લે છે. આ ખરાબ ટેવ છે. નાકમાં કુદરતે એક જાતની ચાળણી રાખી છે, જેથી હવામાં રહેલી નકામી વસ્તુઓ અંદર જવા નથી પામતી, તેમ જ તે ગરમ થાય છે. મોંથી લેતાં હવા સાફ થઈને અંદર નથી જતી ને ગરમ પણ નથી થતી. તેથી દરેક માણસે પ્રાણાયામ શીખી લેવાની જરુર છે. એ ક્રીયા સહેલી તેટલી આવશ્યક છે. પ્રાણાયામના જુદા જુદા પ્રકારો હોય છે, તે બધામાં પડવાની જરુર હું નથી માનતો. તેમાં ફાયદો નથી એમ કહેવાની મતલબ નથી. પણ જે માણસનું જીવન નીયમબદ્ધ ચાલે છે તેની બધી ક્રીયા સહજરુપે ચાલે છે, અને તેમાં જે લાભ છે તે અનેક પ્રક્રીયાઓ બતાવવામાં આવે છે તેમાંથી નથી મળતો.

 

હાલતાં, ચાલતાં, સુતાં માણસે મોં બંધ રાખવું એટલે સહેજે નાક પોતાનું કામ કરશે જ. જેમ સવારના આપણે મોં સાફ કરીએ છીએ, તેમ જ નાક પણ સાફ કરવું જોઈએ. નાકમાં મેલ હોય તો તે કાઢી નાખવો.  તેને સારુ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ સાફ પાણી છે. જેનાથી ઠંડું સહન ન થાય તે નવશેકું કરી લે. હાથ વતી કે એક કટોરા વતી પાણી નાકમાં ચડાવી શકાય છે. એક નસકોરા વાટે ચડાવી બીજા વાટે કાઢી શકાય. નાકથી પાણી પી પણ શકાય છે.

 

હવા ચોખ્ખી જ લેવાની જરુર છે. તેથી રાતના આકાશ નીચે અથવા ઓસરીમાં સુવાની ટેવ પાડવી એ સારું છે. હવાથી શરદી લાગી જવાનો ડર ન રાખવો. ટાઢ વાય તો બરાબર ઓઢવું.  નાક વાટે તાજી હવા રાતના પણ મળવી જ જોઈએ.  મોઢું ઢાંકવાથી લોકો ગુંગળાઈને મરી જાય છે. તેથી ઓઢવાનું ગળાની ઉપર ન જાય એમ સુવું. માથે ઠંડી લાગે તે સહન ન થાય તો માથું એક રુમાલ વડે ઢાંકવું.

 

સુતી વખતે દીવસે પહેરેલાં કપડાં ન વાપરતાં બીજાં ને ઓછામાં ઓછાં વાપરવાં. લંગોટીમાત્રથી કામ સરે છે. રાતના શરીરને આપણે ઢાંકીએ છીએ એટલે શરીર જેટલું મોકળું રખાય તેટલો ફાયદો જ છે. દીવસનાં કપડાં પણ જેટલાં મોકળાં હોય તેમ સારું.

 

આપણી આસપાસની હવા ચોખ્ખી જ હોય છે એમ નથી હોતું. બધી હવા એકસરખી જ હોય છે એમ પણ નથી હોતું. પ્રદેશે પ્રદેશે હવા બદલાય છે. પ્રદેશની પસંદગી આપણા હાથમાં નથી હોતી. પણ જે પ્રદેશમાં રહેવાનું થાય ત્યાં તો પસંદગીને થોડોઘણો અવકાશ હોય છે, હોવો જોઈએ. સામાન્ય નીયમ આમ મુકી શકાય: જ્યાં બહુ ભીડ ન હોય, આસપાસ ગંદકી ન હોય, ત્યાં હવાઅજવાળાં મળી શકે એવું ઘર શોધવું.

 

આરોગ્યની ચાવી (ગાંધીજી) પ્રકરણ ૧ શરીર: Body

ડિસેમ્બર 6, 2012

આરોગ્યની ચાવી (ગાંધીજી) પ્રકરણ ૧ શરીર: Body

તા. ૨૮-૮-૪૨

શરીરનો પરીચય કરીએ તે પહેલાં આરોગ્યનો અર્થ જાણી લેવો ઠીક ગણાશે. આરોગ્ય એટલે શરીર-સુખાકારી. જેનું શરીર વ્યાધીરહીત છે, જેનું શરીર સામાન્ય કામ કરી શકે છે, એટલે જે મનુષ્ય વગર થાક્યે દસ-બાર માઈલ ચાલી શકે છે, સામાન્ય મજુરી થાક વીના કરી શકે છે, સામાન્ય ખોરાક પચાવી શકે છે, જેની ઈન્દ્રીઓ અને મન આબાદ છે, એનું શરીર સુખાકારી ભોગવે છે. આમાં મલ્લ શરીરનો કે અતીશય દોડનાર, કુદનારનો સમાવેશ નથી થતો. એવાં અસાધરણ બળ બતાવનારાં રોગગ્રસ્ત હોઈ શકે છે. એવાં શરીરનો વીકાસ એકાંગી કહેવાય.

ઉપરોક્ત આરોગ્ય જે શરીરને સાધવું છે તે શરીરનો અમુક અંશે પરીચય આવશ્યક છે.

પુર્વે કેવી તાલીમ લેવાતી હશે તે દૈવ જાણે; સંશોધકો કંઈક જાણે. આજની તાલીમનું જ્ઞાન આપણને બધાંને થોડુંઘણું છે જ. એ તાલીમને આપણા રોજના જીવન સાથે કંઈ જ સંબંધ નથી હોતો. શરીર જેનો આપણને સદાય ઉપયોગ છે, તેનું જ્ઞાન આપણને એ તાલીમ વાટે નહીં જેવું જ મળે છે. તેમ જ આપણા ગામનું, આપણા ખેતરનું જ્ઞાન. પણ દુનીયાની ભુગોળનું જ્ઞાન આપણે પોપટની જેમ પામીએ છીએ. એનો ઉપયોગ નથી એમ કહેવાનો અહીં આશય નથી. પણ બધી વસ્તુ પોતાના સ્થાને શોભે. શરીરનું, ઘરનું, ગામનું, ગામના સીમાડાનું, ગામના ખેતરોની વનસ્પતીઓનું, તેના ઈતીહાસનું જ્ઞાન સારું હોવું જોઈએ. તેના પાયા ઉપર રચાયેલું બીજું જ્ઞાન આપણને કામ આપી શકે.

તા. ૨૯-૮-૪૨

શરીર પંચમહાભુતોનું બનેલું છે:

પૃથ્વી, પાણી આકાશ, તેજ અને વાયુ,

એ પંચતત્ત્વનો ખેલ જગત કહેવાયું.

શરીરનો વ્યવહાર દશ ઈન્દ્રીયો અને મનની ઉપર આધાર રાખે છે. દશ ઈન્દ્રીયોમાં પાંચ કર્મેન્દ્રીયો છે ને પાંચ જ્ઞાનેન્દ્રીયો. પાંચ જ્ઞાનેન્દ્રીયો તે હાથ, પગ, મોં, જનનેન્દ્રીય અને ગુદા. જ્ઞાનેન્દ્રીયો તે સ્પર્શ કરનારી ત્વચા, જોનારી આંખ, સાંભળનારા કાન, અને સ્વાદ કે રસ ઓળખનારી જીભ. મન વડે આપણે વીચાર કરીએ છીએ. કોઈ મનને અગીયારમી ઈન્દ્રીય તરીકે ઓળખાવે છે. આ ઈન્દ્રીયોનો વ્યવહાર સંપુર્ણ ચાલતો હોય ત્યારે મનુષ્ય આરોગ્ય ભોગવે છે એમ કહેવાય. એવું આરોગ્ય કોઈકને જ સાંપડતું જોવામાં આવે છે. શરીરની અંદર રહેલા વીભાગો આપણને આશ્ચર્યચકીત કરે છે. શરીર જગતનો એક નાનકડો પણ આબાદ નમુનો છે. જે તેમાં નથી તે જગતમાં નથી.  જે જગતમાં છે તે શરીરમાં છે. તેથી ‘यथा पिंडे तथा ब्रह्मांडे’ એ મહાવાક્ય નીકળ્યું છે. એટલે આપણે જો શરીરને પુર્ણ રીતે ઓળખી શકીએ તો જગતને ઓળખીએ છીએ એમ કહેવાય. પણ એવી ઓળખ દાક્તરો, વૈદ્યો, હકીમો સુદ્ધાં નથી પામી શક્યા, તો આપણે સામાન્ય પ્રાણી ક્યાંથી જ પામીએ? હજુ લગી કોઈ હથીયાર નથી શોધાયું કે જે મનને ઓળખે. તજ્જ્ઞો શરીરની અંદર અને બહાર જે ક્રીયાઓ ચાલે છે તેનું આકર્ષક વર્ણન આપી શકે છે, પણ તે ક્રીયાઓ કેમ ચાલે છે એ બતાવી નથી શક્યા. મોત શા સારું આવે છે એ કોણે જાણ્યું? ક્યારે આવશે એ કોણ કહી શક્યું છે? અર્થાત્ મનુષ્યે ઘણું વાંચ્યું, વીચાર્યું, અનુભવ્યું, પણ પરીણામે તેને પોતાના અલ્પજ્ઞાનનું જ વધારે ભાન થયું છે.

શરીરની અંદર જે અદ્ભુત ક્રીયાઓ ચાલે છે તેની ઉપર ઈન્દ્રીયોની સુખાકારીનો આધાર છે. શરીરમાં રહેલાં બધાં અંગો નીયમનમાં રહે તો વ્યવહાર સુંદર ચાલે. એક પણ અંગ અટકે તો ગાડી અટકી પડે. તેમાંયે હોજરી પોતાનું કામ બરોબર ન કરે તો તો શરીર ઢીલું થઈ જાય છે. તેથી અપચા કે બંધકોશને જે અવગણે છે તે શરીરના ધર્મ નથી જાણતા. અનેક રોગો એમાંથી ઉત્પન્ન થાય છે.

તા. ૩૦-૮-૪૨

હવે શરીરનો ઉપયોગ શો છે તે વીચારીએ.

હરેક વસ્તુનો સદુપયોગ કે દુરુપયોગ હોઈ શકે છે. આ નીયમ શરીરને વીશે પણ લાગુ પડે છે.  શરીર સ્વાર્થ કે સ્વછંદને સારુ કે બીજાને બગાડવા સારુ વપરાય તો તેનો દુરુપયોગ થયો. એ જગતમાત્રની સેવા અર્થે વપરાય, તે વડે સંયમ સધાય, તો તેનો સદુપયોગ થયો. મનુષ્યશરીરને જો આપણે, આત્મા જે પરમાત્માનો અંશ છે, તેની ઓળખ કરવા વાપરીએ તો તે આત્માને રહેવાનું મંદીર બને છે.

શરીરને મળમુત્રની ખાણ તરીકે વર્ણવવામાં આવ્યું છે. એક રીતે જોતાં તેમાં જરાય અતીશયોક્તી નથી. જો શરીરની એ જ ઓળખ હોય તો તેનું જતન કરવામાં કશો અર્થ નથી. પણ જુદી રીતે ઓળખીએ, તેને મળમુત્રની ખાણ કહેવાને બદલે તેમાં કુદરતે મળમુત્રાદીને કાઢનારા નળો પણ મુક્યા છે એમ સમજીએ, તો તેને સારું રાખીને તેને સાચવવાનો ધર્મ પેદા થાય છે. હીરાની કે સોનાની ખાણમાં જુઓ તો તે ખરે જ માટીની ખાણ છે, પણ તેમાં સોનું કે હીરો છે એ જ્ઞાન માણસની પાસે કરોડો રુપીયા ખરચાવે છે ને તેની પાછળ અનેક શાસ્ત્રજ્ઞોની બુદ્ધી કામ કરે છે. તો આત્માના મંદીરરુપ શરીરને સારુ શું ન કરીએ? આ જગતમાં જન્મ પામીએ છીએ તે તે જગતનું લેણ ચુકવવા સારુ, એટલે તેની સેવા કરવા સારુ. એ દૃષ્ટીએ જોતાં મનુષ્યે પોતાના શરીરના સંરક્ષક બનવાનું છે. એનું તેણે એવી રીતે જતન કરવું જોઈએ કે જેથી તે સેવાધર્મના પાલનમાં સંપુર્ણ કામ આપી શકે.

આરોગ્યની ચાવી ગાંધીજી Aarogyani Chaavi- Gandhiji-Introduction

ડિસેમ્બર 3, 2012

 

આરોગ્યની ચાવી

ગાંધીજી

Aarogyani Chaavi- Gandhiji

 

પ્રસ્તાવના Introduction

ગાંધીજીએ લખેલ ‘આરોગ્યની ચાવી’ પુસ્તીકા મેં કદાચ ૫૦-૫૫ વર્ષ પહેલાં વાંચી હતી. મારા બ્લોગ પર એ મુકવાનો વીચાર હતો, પણ મારી પાસે એ પુસ્તીકા ન હતી. થોડા દીવસ પહેલાં જ અમારાં એક સંબંધી(મારાં પત્નીનાં પીતરાઈ બહેનનાં દીકરી) બહેન નીલિમાને મળવાનું થયું ત્યારે ગાંધીજીની વાતો નીકળતાં એમની પાસેની આ પુસ્તીકા મને વાંચવા માટે મળી. એમનાં માતા-પીતા ગાંધીજીની વીચારસરણીથી પરીચીત છે એમ પણ જાણવા મળ્યું.

 

ગાંધીજીના સમયમાં આયુર્વેદનો પ્રચાર હાલના સમય જેટલો ન હતો. આથી બધાંને કદાચ આમાં બતાવેલ ઉપાયો આજના સમયમાં જુના-પુરાણા, બહુ કામના નહીં એમ પણ લાગે. આમ છતાં આરોગ્ય વીષે પણ ગાંધીજીએ ઉંડું ચીંતન કરેલું એ આ પુસ્તીકામાં જોઈ શકાશે. આ હેતુસર આ પુસ્તીકા હું મારા બ્લોગ પર મુકી રહ્યો છું. વળી આ દ્વારા ગાંધીજીની ગુજરાતી ભાષા પણ માણવાની મળશે.

 

ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ મેં કદાચ મારી ૧૪-૧૫ વર્ષની વયે, જ્યારે હું હજુ પ્રાથમીક શાળામાં હતો ત્યારે વાંચેલી અને મારા પર એની બહુ ઉંડી અસર થયેલી. શીક્ષક થયા પછી ગાંધીવીચારને અનુરુપ માધ્યમીક શાળા જેને ઉત્તર બુનીયાદી શાળા કહેવામાં આવે છે, તેમાં પણ કામ કરેલું અને મારી જાતે કાંતેલા સુતરની જ ખાદી પહેરતો. જો કે હવે લાંબા સમયથી પરદેશમાં રહેતો હોવાથી એ બધું છુટી ગયું છે. જે રીતે આજે દેશમાં ખાદી અને ગાંધીજીના નામને રાજકારણીઓ વટાવી રહ્યા છે તે સંજોગોમાં આ વાતોનો કદાચ અર્થ પણ રહ્યો નથી.

 

ગાંધીજીના આરોગ્ય સંબંધી આ વીચારો અંગે આપનું મંતવ્ય રજુ કરશો એમ ઈચ્છું છું.