બે શબ્દ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ઔષધો અને રોગો

આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે, જાતે કોઈ રોગોના ઉપચાર માટે નહીં. વળી આનો આશય કોઈ રોગનાં નીદાન, ચીકીત્સા કે અટકાવવાના ઉપાયો બતાવવાનો નથી. આપની એવી જરુરીયાત માટે આપને યોગ્ય વૈદ્ય, ડૉક્ટર કે ઉપચારકની મદદ લેવા વીનંતી છે. (હું વૈદ્ય, ડૉક્ટર કે ઉપચારક નથી.) આ માહીતી બને તેટલી તથ્યને વળગી રહી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, છતાં એમાં કોઈ પણ પ્રકારની ક્ષતી રહી જવા પામી હોય તો તે ઈરાદાપુર્વકની ન હોવાથી એનાથી પરીણમતી પરીસ્થીતીની જવાબદારી મારી રહેશે નહીં તેની નોંધ લેવા વીનંતી છે.

સંકલન-ગાંડાભાઈ વલ્લભ

આ પુસ્તકના સર્વ હક લેખકના રહેશે.

બે શબ્દ

 

આપણા ભારતીય વૈદકનો સામાન્ય પરીચય કરાવવા અહીં કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે. જુદા જુદા સ્રોતોમાંથી આ માહીતી એકત્ર કરવામાં આવી છે. એમાં તથ્યને વળગી રહેવાનો યથાશક્તી પ્રયત્ન કરવામાં આવ્યો છે, તેમ છતાં જો કોઈ ક્ષતી જણાય તો એ અંગેની કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારી શકાય તેમ નથી. અહીં એક જ મુશ્કેલી માટે ઘણી વાર એકથી વધુ ઉપાયો જોવામાં આવશે. દરેકને એક જ ઉપાય લાગુ પડી શકે નહીં, કેમ કે દરેક વ્યક્તીની પ્રકૃતી અલગ અલગ હોય છે, માટે પોતાને અનુકુળ આવે તે ઉપાય શોધવો પડે. એનો આધાર વાત, પીત્ત, કફ મુજબ કેવા પ્રકારની પ્રકૃતી છે તેના પર રહેશે. વળી રોગ કોના પ્રકોપ કે ઉણપથી થયો છે-વાત, પીત્ત, કફ કે અન્ય કોઈ કારણથી- તેના ઉપર પણ કયો ઉપાય અજમાવવો તેનો આધાર રહેશે. કેમ કે એક જ જાતની તકલીફ પાછળ પણ જુદાં જુદાં કારણો હોઈ શકે. દાખલા તરીકે ઉલટી વાયુના કારણે થાય, પીત્તના કારણે થાય અને કફના કારણે પણ થાય. પોતાના શરીરને શું અનુકુળ છે અને શું પ્રતીકુળ છે; તે પણ આપણે કોઈ પણ ઉપાય કરીએ તે પહેલાં જાણવું જોઈએ. વળી દરેક વ્યક્તી અદ્વીતીય, વીશીષ્ઠ છે, કુદરત કદી પુનરાવર્તન કરતી નથી. આથી તદ્દન સમાન પ્રકૃતી ધરાવનાર બે વ્યક્તી કદી હોઈ ન શકે. આથી એક ઉપાય કોઈને કારગત નીવડ્યો હોય તે બીજાને ન પણ નીવડે એવું બની શકે.

 

કોઈ પણ ઉપાય અજમાવીએ પરંતુ જો પાચન શક્તી નબળી હોય, કે શરીરમાં મુળભુત કોઈ ખામી હોય તો તે દુર ન કરીએ ત્યાં સુધી ઉપાય કારગત નીવડશે નહીં. આથી શરીરમાં મુશ્કેલી પેદા થવા પાછળનું કારણ શોધી કાઢવું એ બહુ મહત્વનું છે. શું ખાવાથી કે શું કરવાથી પોતાના શરીરમાં તકલીફ પેદા થાય છે તે જોતા રહેવું જરુરી છે.

આમાં ઘણા પ્રયોગો કદાચ નીર્દોષ છે, આમ છતાં ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, કેમ કે યોગ્ય ચીકીત્સક જ દર્દી સાથે પ્રશ્નોત્તરી દ્વારા તથા અન્ય પરીક્ષણ કરી જરુરી સારવારનો નીર્ણય લઈ શકે. અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

અહીં માત્ર એક જ ઈ – ી અને એક જ ઉ –  ુ  વાપરવામાં આવ્યાં છે. છતાં એ સીવાયની ટાઈપીંગમાં થયેલી જોડણીઓ કે અન્ય કોઈ તથ્ય સહીતની ક્ષતી માટે વાચકો ક્ષમા કરે એવી વીનંતી છે.

 …….ગાંડાભાઈ વલ્લભભાઈ

ઑગષ્ટ ૨૦૦૬

 

Advertisements

ટૅગ્સ: ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: