વેબગુર્જરી

વેબગુર્જરી

[નોંધ : વેબગુર્જરીનાં કાર્યોને સંદર્ભે જે કોઈ કાર્યક્રમો યોજાય તે સૌ કાર્યોના અહેવાલો દરેક વ્યક્તી પોતાના બ્લૉગ પર પ્રકાશીત કરે અને તે બધાં લખાણોની લીંક વેબગુર્જરી પર પ્રગટ થાય તેવો ઉપક્રમ છે.

અમદાવાદની સભાનો અહેવાલ પણ તે ધોરણે અહીં પ્રગટ કરી રહ્યો છું....]

========================================================

અમદાવાદની સભાનો અહેવાલ.                                                                                               જુગલકીશોર.

 

બહુ ટુંકાગાળાની નોટીસથી બોલાવાયેલી અમદાવાદની નેટસભ્યોની સભા શ્રી વલીભાઈના સુપુત્ર શ્રી અકબરભાઈની વૈભવી હોટેલ સફર ઈનમાં મળી ગઈ. સભ્યસંખ્યાને દાવે તો નીરાશ થવાય એવું થયું પણ વખતની સભામાં આવેલા ત્રણ યુવાનોએ અમને પોરસ ચડાવ્યો. અન્ય કેટલીક વીશેષતાઓ પણ અનુભવાઈ. ટુંકમાં કમસે કમ નિરાશાને તો સ્થાન આપવા જેવું રહ્યું.

અમદાવાદ નેટસભ્યોના સંપર્કની ત્રીજી પરંતુ વેબગુર્જરીની સ્થાપના પછીની પ્રથમ બેઠક હતી. વળી વેગુના નામથી બોલાવાયેલી હતી તેથી પણ સંખ્યા અંગે કશું નક્કી કહી શકાય તેમ નહોતું. લગ્નગાળોય નડવાનો હતો વળીજુઓને, પાંચેક સભ્યો તો કારણે હાજર હતાં. કુલ પાંચથી સભ્યો તો ઉમેરાવાનાં હતાં.

શુભેચ્છકોએ સભાને જુદી આશાથી જોઈને સંદેશાઓ મોકલ્યા હતા. એમને માટે ખાસ જણાવવાનું થયું છે કે સભાએ કેટલીક નવી દીશા બતાવી હોઈ તેઓની શુભેચ્છાઓને ચોક્કસ હકારાત્મક પ્રતીસાદ મળ્યો છે. તેથી તા. //૧૩ની સફર ઈનમાં ભરાયેલી સભાની સફર, સફળ તો થઈ માનું છું.

સવારે ૧૧ પછી એક મેઈલ મળ્યો, અશોકભાઈનો જેમાં તેમણે વિકિસ્રોતની વીશ્વકોન્ફરન્સનો ઉલ્લેખ કરેલો ને લખેલું કે અમારા વિકિસ્રોત તરફની શુભેચ્છાઓ સભામાં પહોંચાડજો. મેં સમય જોઈને લાગલો ફોન જોડ્યો જુનેગઢતો કોન્ફરન્સ ચાલુ હોઈ મને વેગુ વતી સૌ કોન્ફ.સભ્યો સાથે ફોનવાનો લાભ પણ મળી ગયો ! મેં સામે શુભેચ્છા પાઠવીને વેગુનું કાર્ય ઈંગીત કરી દીધું !! પછી તો સાંજે વિકિ.ના શ્રી ધવલભાઈએ લંડનમાં કરેલી સભાનો સચીત્ર અહેવાલ પણ જોવા મળ્યો….! જે જાણવા ને અનુભવવા મળ્યું તે મુજબ વિકિ.મિત્રોએ વેગુના કાર્યને પોતાનું ગણવામાં કોઈ કસર રાખી નથી. એની સાબીતીરુપ અમદાવાદસ્થીત બે યુવાનોએ વિકિ.ના પ્રતીનીધી તરીકે હાજર રહીને સક્રીય રીતે ભાગ લીધો !

ફક્ત બગીચાનો માળીકહીને પોતાની બાકીની ઓળખ આપવાના મતના એક તરવરતા યુવાન શ્રી દર્શિતની હાજરી પણ અમને ઉત્સાહ પ્રેરી ગઈ. તેમણે પોતાને સોંપાય તે કામગીરી નેટજગત માટે કરવાની તૈયારી બતાવી અને સભામાં સક્રીય ભાગ લીધો. બાકીનામાં અમે ગયા વખતના ચાર સભ્યો તો માથે ધોળા વાળવાળાઓ શ્રી પ્રફુલ્લભાઈ દવે, શ્રી વલીભાઈ, શ્રી પ્રકાશભાઈ નાકરાણી અને જુભૈ તો હતા . શ્રી અકબરભાઈ કેવળ હોટેલમાલીક તરીકે નહીં પણ સભામાં હંમેશની જેમ નેટજગતના અડીખમ ટેકેદાર તરીકે સક્રીય રહ્યા. (તેઓ પોતાની પાલનપુરની વીશાળ હોટેલમાં સમયસમય પર સાહીત્યકારોને ભેગા કરીને સાહીત્યરસ માણે છે. ભોજનમાંના ષડ્ રસોમાંનો મધુરરસ આજે આઈસક્રીમરુપે અમે પણ માણ્યો !!)

શરુઆતમાં, આજે અનીવાર્ય સંજોગોને લીધે હાજર રહી શકનારાં સભ્યોની શુભેચ્છાઓ સ્વીકારવામાં આવી હતી. સભ્યોમાં સર્વશ્રી રજનીકુમાર પંડ્યા, લતાબહેન હિરાણી, હરીશભાઈ દવે, જનકભાઈ શુક્લ, શૈલ્યભાઈ શાહ, અર્જુનભાઈ માલવિયા છે.

આરંભમાં સૌનો પરીચય મેળવવામાં આવ્યો હતો જેમાં શ્રી સમકિત શાહ તથા શ્રી આકાશ પંચાલ કે જેઓ એન્જિનીઅરીંગ કૉલેજમાં અભ્યાસરત છે અને વિકિસ્રોતમાં ધવલભાઈ તથા અશોકભાઈને સક્રીય સહકાર આપી રહ્યા છે. શ્રી દર્શિત આપણા જાણીતા બ્લૉગ બગીચાનો માળીચલાવે છે. બાકીના સભ્યોનો પરીચય ગઈ સભાના હેવાલમાં અપાઈ ગયો છે.

વેબગુર્જરીનો આરંભ આજની સભાની વાતચીતનો મુખ્ય વીષય બની રહ્યો. સૌએ નવા પ્રકરણને એક નવી વાત તરીકે સ્વીકાર્યું હતું, ને હજી જ્યાં સુધી વીચારો અને કાર્યક્રમો સ્પષ્ટ થાય ત્યાં સુધી શું ?”ની વાત રજૂ કરી હતી. (આજની સભામાં શક્ય તેટલું હોમવર્ક કરીને આવેલા જુ.ભૈ પાસે કંઈક હતું જેની રાહ જોવાની હતી.)

વેબગુર્જરીનાં કાર્યો અંગે વાત ચાલે તે પહેલાં વિકિસ્રોતના યુવાનોની વાત રજૂ થઈ. તેઓ બન્ને મીત્રો લેપટૉપ સાથે લાવ્યા હતા. તેમણે અમને સૌને વિકિસ્રોત અને વિકિપીડિયાની માહીતી ખુબ ઝીણવટથી સમજાવી. એમાં એકાઉન્ટ ખોલવાથી લઈને સર્ચ અને લેખનકાર્ય કરવાની, લખાણોમાં સુધારાવધારા કરવા અંગેની, મતદાન અને અભીપ્રાયોના મહત્ત્વ બાબતની કેટલીક વાતો સમજાવી હતી. વિકિસ્રોત તરફથી હાજર રહીને તેમણે પોતાના વિશ્વવ્યાપી ગ્રુપની કામગીરી બતાવી હતી. ગુજરાતીનાં અલભ્ય અને બહુ કીમતી સાહીત્યનું તેઓ જે રીતે વિકિસ્રોત દ્વારા પ્રકાશન કરી રહ્યા છે તે જાણીને ખુબ સંતોષ થયો હતો.

આમાંથી કેટલીક વાતો કૉપીરાઈટ અંગે પણ થઈ હતી.

ગુજરાતીની કહેવતો, કેટલાક વીશીષ્ટ વાક્યપ્રયોગો, કેટલાક અલંકારો, ઉચ્ચારો દ્વારા વાતને નવો વળાંક આપી દેનારા શબ્દપ્રયોગો વગેરે વીશેષતાઓની વાત મુકીને શ્રી વલીભાઈએ વેગુ દ્વારા કેટલુંક કરી શકવાના માર્ગો પણ ચીંધ્યા હતા.

છેલ્લે શ્રી જુગલકીશોરે વેગુ અંગે સાવ ટુંકાં વાક્યોમાં સીધી વાતો મુકી હતી. કેટલુંક હેતુને લગતું તો મોટાભાગનું કાર્યક્ષેત્રને લગતું જે રજુ થયું તે સંક્ષેપમાં મુજબ છે :

 • જે લોકો નેટ પર વર્ષોથી મહત્ત્વની કામગીરી કરી રહ્યાં છે તેમના કામને અહીં બેવડાવવાનું નથી;
 • કોઈના ચાલુ કાર્યને સહેજ પણ અડચણરુપ થાય તેવી કોઈ પ્રવૃત્તી વેબગુર્જરી દ્વારા કરવાની નથી;
 • જે લોકો અનુભવી છે અને બહુ મોટાં કાર્યો નેટજગત પર આપી ચુક્યાં છે તેમનું માર્ગદર્શન વેગુ દ્વારા લેવામાં આવશે અને એમનાં કાર્યોનો પરીચય નેટજગતને કરાવવામાં મદદરુપ બનવાનું છે;
 • જે લોકો આરંભ કરી રહ્યાં હોય કે જેમનું કાર્યક્ષેત્ર મર્યાદીત હોય તેમને મદદરુપ બનવાનો ઉપક્રમ છે;
 • બ્લૉગજગતમાં બ્લૉગર્સ, કોમેન્ટ દ્વારા વ્યક્ત થનારા લેખકો, વાચકો અને ફક્ત ઈમેઈલ મારફતે નેટપ્રવૃત્તીમાં વ્યસ્ત હોય તેવા ચાર પ્રકારના ગુજરાતીઓ છે. સૌ (કેટલાંક સહિયારાં સર્જનકાર્યો કરનારાંને બાદ કરતાં) મોટા ભાગનાં સ્વતંત્ર રીતે કાર્યરત છે. નેટજગત પર સૌ કોઈ રીતે ભાગ્યે સંકલીત જોવા મળે છે. કેટલાંક કાર્યો નાનાં જુથોમાં ભેળાં મળીને કરવામાં આવે છે પણ નેટજગત પરનાં સૌકોઈ એક સાથે, એક સ્થાને વીશ્વગુજરાતી તરીકે નથી. કેટલાંક કાર્યોમાં સૌની રચનાઓ એક સ્થાને ભેગી થયેલી જોવા મળે છે ખરી પણ બધાં મળીને અનેક ક્ષેત્રોને, અનેક વીષયોને હાથ પર લેતાં ખાસ જોવા મળતાં નથી.
 • વેબગુર્જરી દ્વારા સૌ નાનાંમોટાં પ્રવૃત્તીશીલોનું સંકલન થાય, સૌને ઉપયોગી તેવા અનેકાનેક વીષયોની માહીતી એક સ્થાનેથી પ્રસારીત થાય, નેટવીશ્વના સમાચારો અને પ્રવૃત્તીઓની જાણ સૌને થાય તે માટેની વ્યવસ્થા વેગુ દ્વારા કરવાનો વીચાર છે;

માટેકેવીકેવીકામગીરીપ્રાયોગીકધોરણેતાત્કાલીકહાથપરલેવાનીછે?

 • વેગુ પર સર્જનાત્મક કે કોઈની વ્યક્તીગત કૃતી પ્રકાશીત કરવાની નથી; પણ નેટગુજરાતીઓને ઉપયોગી થાય તેવી સામગ્રી પ્રકાશીત કરવાની છે;
 • ભાષાસાહીત્યની સામાન્યથી લઈને સુક્ષ્મ બાબતોને સમજવા મથવાનું છે;
 • ગુજરાતીનાં લખાણો સુધારવાં સુધરાવવાનાં છે (ખાસ કરીને બુકોનાં પ્રકાશનોએ ઉભી કરેલી ભાષાકીય ચીંતાને ટાળવી છે);
 • નેટની ટૅકનીકલ બાબતો, ચમત્કારીક સગવડોસવલતોને સહેલી બનાવીને સૌને હાથવગી કરાવવી છે; ( કાર્ય કેટલાક બ્લૉગ ઉપર સુપેરે થઈ રહ્યું છે એને વ્યાપક બનાવવાનું છે)
 • શહેરો, જીલ્લાઓ, પ્રદેશોની સભાઓ, કોન્ફરન્સો કરવીકરાવવી છે;
 • ગુજરાતી કુટુંબોમાં ગુજરાતી સાહીત્ય નહીં પરંતુ બોલી પણ જીવતી થાય, પ્રચારીત થાય ને તે રોજીંદી બાબત બની રહે તે માટે મથવાનું છે;
 • લખાણોમાં ભુલો ઓછી થાય, સુધારવાનું સૌ જાતે કરતાં થાય તેવા વર્ગો (લેખો/વીડીયો દ્વારા) ચલાવવાના છે;
 • ગુજરાતી લખાણો, ગુજ. સંગીત, સાંસ્કૃતીક કાર્યક્રમો, ફીલ્મો, ટીવી કાર્યક્રમો, સામયીકો, દૈનીકો વગેરેનું સમીક્ષાત્મક પીરસવાનું છે;
 • વીશેષ વ્યક્તીઓ, સંસ્થાઓ, બ્લૉગ્સ, પુસ્તકો વગેરેનો પરીચય કરવોકરાવવો છે;
 • ગુજરાતી બોલી સાથે ધબકતું જીવન જીવી રહેલા સાવ છેડાના માણસથી લઈને ઉચ્ચકક્ષાના મહાનુભાવોનાં કુટુંબોની મુલાકાતો લઈને જગતભરમાં ફેલાયેલાં કુટુંબોનાં કિશોરોને ગુજરાતીતા બતાડવી છે;
 • કેવળ ભાષા કે સાહીત્ય નહીં પણ ગુજરાતનાં અનેક ક્ષેત્રોને આવરી લેનારાં ઈતીહાસ, ભુગોળ, વીજ્ઞાન, આયુર્વેદ, અધ્યાત્મ જેવા વીષયોને પ્રસારવાંપ્રચારવાં છે;

યાદી બહુ લાંબી થઈ હોવા છતાં ક્યાંકથી તો આરંભ કરવો રહ્યોકેટલાક મુદ્દાઓ છુટી

પણ જાય ને કેટલાક ઉમેરાશે પણ ખરા. સૌ કેટલો ને કેવો રસ લેશે તેના પર તે બધું નીર્ભર છે.

ત્યારે કરીશું શું ?’

) દરેક સભ્ય / વાચક / બ્લૉગર વગેરે વેબગુર્જરીને સબ્સ્ક્રાઈબ કરે;

) દરેક સભ્ય વેગુ પરનાં લખાણોને પોતાનાં વર્તુળો (ફેસબુક વગેરે)માં લીંક મુકીને જાહેર કરે;

) પોતાના સમયની અનુકુળતા, પોતાની વીશેષ જાણકારી, વીશેષ કાર્યશક્તી વગેરેનો વીચાર કરીને ઉપર જણાવેલાં કાર્યક્ષેત્રોમાંથી પોતે ક્યાં ક્યાં અને શી શી રીતે સક્રીય ભાગ લેશે તેની નોંધ અમને મોકલાવે;

) જુદા જુદા વીષયો પરની આવડત અને સમયક્ષમતાનો ખ્યાલ કરીને વીષયવાર દસથી લઈને પંદરેક સભ્યોની સક્રીય સભ્યસમીતી બનાવવાની છે, તેમાં સેવા નોંધાવી શકે;

) સૂચનો મોકલાવે, સંપર્કો વધારાવે, પોતાના ઈમેઈલ સરનામાંનો લાભ લઈને વધુમાં વધુ ગુજરાતીઓને જાણકારી આપીને વેબગુર્જરીની આઈડી પહોંચાડે;

) ગુજરાતી બોલીનો પ્રયોગ વધુમાં વધુ કરે અને નેટ પર ગુજ.માં લખવાનો આગ્રહ રાખે;

) ને ખાસમ્ ખાસ વાત તે વેગુના માધ્યમથી કે અન્યથા, પણ સમગ્ર વીશ્વમાં ધબકી રહેલા ગુજરાતીઓને સાંધનારોબાંધનારો રેશમદોરસમો જે કક્કાનો તેને વ્યાપક બનાવે !!!

છેલ્લે, સભામાં હાજર રહેલા સૌએ શ્રી અકબરભાઈની મહેમાનગતી માટે આભાર માન્યો હતો

ને ત્યાર બાદ સૌએ આઈસક્રીમ સાથેની ચમચીના માધ્યમે મધુરરસને અને ભાવાવરણના માધ્યમે ગુજરાતીતાનો આસ્વાદ લઈને વીદાય લીધી હતી.

વાચકો માટે


Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: