આઝાદીની લડતનાં સંસ્મરણો-જી.સી. – પુર્વભુમીકા

આઝાદીની લડતનાં સંસ્મરણો-જી.સી.

પુર્વભુમીકા

નવસારી તાલુકાના કાંઠાવીભાગમાં ૧૯૩૦ પહેલાં પણ આઝાદી માટેની ભાવના જાગૃત હતી. પુ. મહાત્મા ગાંધીજીની ઐતીહાસીક દાંડીકુચે એ ભાવનાને વધુ બળવત્તર બનાવી. સભાઓ થતી હતી. સરઘસો નીકળતાં હતાં. મેં દાંડીકુચ મટવાડમાં પ્રવેશી ત્યારે પુ. ગાંધીજીનાં દર્શન કર્યાં. ગાંધીજીએ ૬ઠ્ઠી એપ્રીલે મીઠાના કાયદાનો ભંગ કર્યો. ત્યાર પછી અનેક લોકો જ્યાં મીઠું પાકતું હતું તેવા આટના વીસ્તારમાં જતા હતા અને મીઠું ઉપાડતા હતા. અમે પણ જતા. ગાંધીજી દાંડીથી કરાડી આવ્યા ત્યારે એમની છાવણી તરફ જવાનું થતું. ખજુરી કાપવાની પ્રવૃત્તીમાં પણ ભાગ લીધેલો. પ્રાથમીક શીક્ષણ પુરું કર્યા પછી નવસારી હાઈસ્કુલમાં પણ રાષ્ટ્રભાવનાવાળા શીક્ષકોએ અમારી રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવી. ૧૯૩૮માં હરીપુરા મહાસભામાં ભાગ લીધો અને દેશના મહાન નેતાઓનાં દર્શન કર્યાં. તેમનાં પ્રવચનો સાંભળ્યાં. હાઈસ્કુલ છોડી સુરત કૉલેજમાં ગયો. પાટીદાર આશ્રમમાં ગૃહપતી સ્વ. નરોત્તમભાઈએ અમને ઘણું ઉત્તેજન આપ્યું. દરમીયાન વ્યક્તીગત સત્યાગ્રહ શરુ થયો. તેમાં મારે ભાગ લેવો હતો. ઘણા મનોમંથન પછી મેં કૉલેજનો અભ્યાસ છોડી વ્યક્તીગત સત્યાગ્રહમાં ભાગ લેવાનો નીરધાર કર્યો અને પ્રતીજ્ઞા લીધી કે હવે ફરી કૉલેજનો અભ્યાસ કરવો નહીં. જીવનભર જનસેવા કરવી અને પૈસાની પાછળ પડવું નહીં.

વ્યક્તીગત સત્યાગ્રહ માટે મારી પસંદગી થઈ. પણ મારો વારો દુર હતો એટલે હું વેડછી આશ્રમમાં ગયો. ત્યાં ત્રણેક માસ રહ્યો. ત્યાં સ્વ. જુગતરામ અને સ્વ. ચિમનભાઈ ભટ્ટ અને પુ. નાનુભાઈ વગેરેનું સાન્નીધ્ય સાંપડ્યું. યાદગાર આશ્રમજીવન મળ્યું. મેં સત્યાગ્રહ કર્યો. ૪ માસની સજા થઈ તે સાબરમતી અને યરવડા કેમ્પ જેલમાં પુરી કરી. જેલમાંથી છુટ્યા બાદ હરીજન આશ્રમ સાબરમતીમાં હરીજનના કન્યાવીદ્યાલયમાં શીક્ષક તરીકે જોડાયો. આઠેક માસ કામ કર્યું અને ૧૯૪૨ની લડતના મંડાણ થતાં નોકરી છોડી ગામ આવ્યો અને અન્ય સાથી સાથે લાયબ્રેરીને કેન્દ્ર બનાવી કામ કરવા માંડ્યું. અમે સરઘસો કાઢતા. ‘કરેંગે યા મરેંગે’ના બીલ્લાઓ પણ બનાવતા. નેતાઓ જેલમાં હતા. ૧૫મી ઑગષ્ટે  પુ. ગાંધીજીના મંત્રીશ્રી મહાદેવ દેસાઈનું મૃત્યુ થયું. તે દીવસે પણ અમે સભા યોજી હતી.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: