પ્રકરણ ૧ : મટવાડની સભા

આઝાદીની લડતનાં સંસ્મરણો

અવીસ્મરણીય ૧૯૪૨

 • ગોસાંઈભાઈ છી. પટેલ

પ્રકરણ  ૧ :  મટવાડની સભા

તા. ૧૯-૮-’૪૨ની સવારે ભારત વીદ્યાલય, કરાડીમાંથી ભાઈઓનું સરઘસ નીકળ્યું. ગીતો ગાતું અને સુત્રો ઉચ્ચારતું તે મટવાડ પોલીસ ચોકી પાસે આવ્યું. ત્યાં પોલીસોએ સરઘસ પર લાઠીમાર કર્યો. આ લાઠીમારે કાંઠાવીભાગના સ્વમાન પર ઘા કર્યો. સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. લાઠીમારનું વેર લેવાની ભાવના જાગી ઉઠી. આ લાઠી મારનારાઓનો વીરોધ કરવા તા. ૨૨-૮-’૪૨ના રોજ સમગ્ર કાંઠાવીભાગની જાહેર સભા બોલાવવામાં આવી.

આ લડતમાં અમારા જેવા કેટલાક અહીંસાની મર્યાદામાં રહીને લડતનું સંચાલન કરવા ઈચ્છતા હતા. કેટલાકને એવી કોઈ મર્યાદા ગમતી ન હતી. તા. ૨૨મીએ પોલીસથાણા પર હલ્લો લઈ જવાની વાત વહેતી થઈ. કેટલાકે મરચાની ભુકી તૈયાર કર્યાની વાત પણ જાણી. પીસ્તોલનો પણ ઉપયોગ થશે એવું સાંભળ્યું. પોલીસથાણા પર હલ્લો થાય તો સરકાર આ વીભાગ પર તુટી પડે અને લડતને કચડી નાખે. આવો હલ્લો એકી વખતે અનેક જગ્યાએ થાય તો જ એમાં કાંઈ સફળતા મળે.

હું અને મારા સાથી શ્રી દયાળભાઈ મકનજી પટેલ ખાદી કાર્યકર સ્વ. દિલખુશભાઈ દીવાનજીને મળ્યા. તેમને અમે જણાવ્યું કે તા. ૨૨મીએ તોફાન થવાનો સંભવ છે. તે દીવસની સભામાં આપ આવો તો સારું. એમણે પણ હીંસા થાય એવી વાતો સાંભળી હતી. પરંતુ સભામાં આવવા સંમત થયા નહીં. અમે ભારત વીદ્યાલય કરાડીના આચાર્ય સ્વ. મણિભાઈ શનાભાઈ પટેલને પણ મળ્યા. તેમની સાથે પોલીસથાણા પર હલ્લો લઈ જવાના પ્રશ્નની ચર્ચા કરી. અમારી દલીલનો તેમણે અમુક અંશે સ્વીકાર કર્યો અને જનતાને ઉતાવળીયું પગલું ન ભરવા તા. ૨૨મીની સભામાં સમજાવવું એવું વીચાર્યું. અમે અમારી વેતરણમાં હતા ત્યારે બીજા પોતાની જ વેતરણમાં હતા. રજપુતો યુદ્ધમાં જવા તૈયારી કરતા તેવો જ ઉત્સાહ હતો. ૨૨મીએ કોઈ નવાજુની થશે એવી સૌને શંકા હતી.

આખરે ઈતીહાસમાં અમર થવા સર્જાયેલ ૨૨મી ઑગષ્ટનું પ્રભાત ઉગ્યું. મટવાડનો પોલીસપટેલ મોસમમીયો તેની ઘોડી પર બેસીને તાલુકાના પોલીસથાણે વધુ પોલીસ બોલવાવા ઉપડી ગયો હતો. સભા બપોરે હતી. ગામેગામથી વીદ્યાર્થીઓ, યુવાનો, ભાઈઓ અને બહેનો, વૃદ્ધો અને બાળકો સરઘસ આકારે આવ્યાં. અનેક રાષ્ટ્રધ્વજો ફરકતા હતા. બ્યુગલો વાગતાં હતાં. ગગનભેદી સુત્રોચ્ચાર થતા હતા. ત્યારે સભા થઈ. પોલીસના લાઠીમારને વખોડવામાં આવ્યો. પોલીસપટેલ, તલાટી વગેરેના રાજીનામાની ઝુંબેશ ચાલુ રાખવાનું વીચાર્યું. પોલીસ સાથે અથડામણમાં ન આવવા પણ આગ્રહ કરવામાં આવ્યો. દેશભરમાં ચાલતી લડતનો પણ ખ્યાલ આપવામાં આવ્યો. સભા પુરી થયા પછી સામાપોર અને દાંડીનાં ભાઈબહેનોને પોલીસો અટકાવશે એવી વાતો સભામાં આવી. વળી પોલીસો રતનશા પારસીના પીઠામાં દારુ પી આવ્યા છે અને આજે ગોળીબાર થશે એવી ધમકી ઉચ્ચારી છે એવી વાતો પણ આવી. પોલીસો દમનના હુકમની રાહ જ જોતા હતા. આખરે સભામાં નક્કી કર્યું કે સામાપોર દાંડીનાં ભાઈબહેનોએ પોલીસગેટની પાસેથી જતા રસ્તા પર થઈને ન જવું. પરંતુ વહાણફળીયા તરફ જતી નાળમાં થઈને જવું. પોલીસગેટ તરફ સ્વયંસેવકોએ કોઈને જવા ન દેવા એવું નક્કી થયું. જેઓ તૈયારી કરીને આવ્યા હતા તેમણે તો પોલીસગેટ તરફ જવું જ હતું. સૌને વીખેરાઈ જવાની સલાહ આપવામાં આવી. પણ કોઈ વીખેરાયું નહીં. સહુ સામાપોર  દાંડીના ભાઈઓની સાથે ચાલવા લાગ્યાં. આ કુચ હું કદી પણ ભુલી શકું એમ નથી.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “પ્રકરણ ૧ : મટવાડની સભા”

 1. અમિત પટેલ Says:

  તમારા જુના સંસ્મરણો વાંચી ખુબ આનંદ થયો. તમારી આ વિગતો ક્યાંય આર્કાઇવ્સ કે પુસ્તકાલયમાં નોંધાઇ છે?

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે અમિતભાઈ,
   મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ મુકવા બદલ હાર્દીક આભાર.
   મુ. શ્રી. ગોસાંઈભાઈએ વર્ષો પહેલાં લખેલાં આ સંસ્મરણો ભારતમાં છુટક છુટક છાપાઓમાં પ્રગટ થયેલાં. આ પછી એમણે એની પુસ્તીકા પ્રગટ કરી છે. મુ. ગોસાંઈભાઈ જ્યારે આ વર્ષે પાછા અહીં વેલીંગ્ટન આવ્યા ત્યારે એમની આ પુસ્તીકાની છઠ્ઠી આવૃત્તીની એક નકલ મને ભેટ આપી હતી. એમની સંમતીથી એમની આ પુસ્તીકા હું મારા બ્લોગ પર અત્યારે મુકું છું. મુ. ગોસાંઈભાઈએ આઝાદીની લડત વખતે ‘સોડીયાવડ’ તરીકે પ્રસીદ્ધ થયેલ પ્રસંગમાં બહુ વીરતાભર્યું કામ કરીને ઘણાની જીંદગી બચાવેલી. આ પ્રસંગ મેં નાનપણમાં સાંભળેલો. આ પછી જ્યારે મુ. ગોસાંઈભાઈ કેટલાંક વર્ષ પહેલાં અહીં વેલીંગ્ટન આવેલા ત્યારે એમની પાસેથી એ પ્રસંગનું વર્ણન મેં સાંભળેલું. મારો જન્મ ૧૯૩૭માં થયેલો, આથી આઝાદીની ચળવળનું કંઈક સ્મરણ મને ખરું. તે સમયના સ્મરણો સાંભળવાં મને ગમે છે. આથી જ સ્વ. દયાળભાઈ કેસરીનું આઝાદીની લડત અંગેનું પુસ્તક પણ મેં તેમની હયાતી દરમીયાન જ મારા બ્લોગ પર મુક્યું છે. એની લીન્ક: http://aazadiladat.wordpress.com/2009/02/22/%E0%AA%86%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AA%B5%E0%AA%97%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE-2/ જો આખું પુસ્તક વાંચવું હોય તો લીન્ક: http://aazadiladat.wordpress.com/

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   Ph. 64 4 3872495 (H)
   64 21 161 1588 (Mob)
   My blog:gandabhaivallabh.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: