પ્રકરણ ૨ : પોલીસોનો ગોળીબાર અને ભુગર્ભવાસ

આઝાદીની લડતનાં સંસ્મરણો-ગોસાંઈભાઈ છીબા

પ્રકરણ  ૨ : પોલીસોનો ગોળીબાર અને ભુગર્ભવાસ

પોલીસો સાથે અથડામણ થશે એ બધું જાણવા છતાં હજારો પગો ઉત્સાહથી આગળ વધતા હતા. બ્યુગલો વાગતાં હતાં. પોલીસગેટ તરફ ન જવાનું રાખ્યું હતું છતાં પોલીસગેટના વીસ્તારમાંથી લોકો તરત ખસ્યા નહીં. લોકો અમને અનુસરશે એમ માની અમે કેટલાક આગેવાનો આગળ ચાલ્યા. ત્યાં તો એક બહેને સમાચાર આપ્યા કે સામાપોરના એક કીશોરનો બીલ્લો પોલીસે ખુંચવી લીધો છે, અને તેને મારવામાં આવ્યો છે. આ સાંભળતાં જ લોકો બેકાબુ બન્યા. કૉર્ડનો ભેદી નાખવામાં આવી અને પોલીસગેટ તરફ ધસારો થયો. પોલીસો પણ લાઠી અને બંદુકો લઈને સામા આવ્યા. કેટલાક આગેવાનોએ પોલીસોને ચાલ્યા જવાની અને અથડામણ ટાળવાની વીનંતી કરી પરંતુ પોલીસોએ તેમના પર લાઠીના ફટકા લગાવ્યા. બસ થઈ રહ્યું, લોકો પોલીસો પર તુટી પડ્યા. ભારે ઘમસાણ મચી રહ્યું. અમે પણ દોડતા આવી પહોંચ્યા. ત્યારે મેં કેટલાક યુવાનોને પોલીસ સાથે ભીડાતા જોયા. એવામાં એક પોલીસે છટકીને ગોળીબાર કર્યો. છતાં બ્યુગલો વાગતાં રહ્યાં. ગોળીબાર થાય એટલે લોકો પોકાર કરતાં “ખાલીબાર”. એક પછી એક બત્રીસ ગોળીબાર થયા. એમાં આઠ જણ ઘવાયા. વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. ઘાયલ થયેલાને તુરત જ સારવાર માટે ખસેડવામાં આવ્યા. એક યુવાન લાયબ્રેરીના સામેના ખુણામાં ઘવાઈને પડ્યો હતો. પોલીસે તેના પગમાં બેયોનેટનો ઘા કર્યો હતો. ત્યાં સામે જનાર પર પોલીસ બંદુક તાકી રહ્યો હતો. આખરે બહેનોએ હીંમત કરી અને જાનની પરવા કર્યા વીના ઘાયલ થયેલા વીરને ઉપાડ્યો. લોકો વીખેરાયા.

મને ગોળી ઝીલવાની તમન્ના હતી. પાસેના વાડામાંથી હું ખસતો ન હતો. આખરે અમારા એક વડીલે મને બોલાવી લીધો. અમારી બાજુમાં થઈને ગોળી છનન્ કરતી ગઈ પણ ગોળી ખાવાનું મારા ભાગ્યમાં નહોતું. બોરી ફળીયાનાં એક બહેન શ્રી વાલીબહેન પરસોત્તમના હાથમાં એક ઝુંટવેલી બંદુક હતી. અમારા જ સાથી શ્રી હીરાભાઈ મકનજી એક બંદુકને એક થડ સાથે ફટકારતા હતા. તેઓ બંદુકને તોડી નાખવા માગતા હતા.

આખરે મને ઘરે લઈ જવામાં આવ્યો. મને કંઈ વાગ્યું નહીં તેનો મને ભારે ખેદ હતો. ઘરે ગયો. સૌ ચીંતાતુર હતાં. મને કહેવામાં આવ્યું કે બધા ગામ છોડી ગયા છે. કોઈ દેલવાડા તરફ તો કોઈ તવડી તરફ તો કોઈ નવસારી તરફ, આ બધા ગાયકવાડી પ્રદેશો હતા. મેં પ્રથમ તો જવા ના પાડી. છેવટે મને સમજાવવામાં આવ્યો અને મેં ગામ છોડવાનું સ્વીકાર્યું. પહેરેલે કપડે માતા, પીતા, ભાઈ, બહેન, પત્ની અને બાળક બધાંની ભારે હૈયે વીદાય લીધી. કોણ જાણે ક્યારે મળવાનું થશે!

જીવતાં મળાશે કે કેમ તેની પણ શંકા હતી. મેં મારા મીત્ર મોટી કકરાડના શ્રી રામભાઈ નાનાભાઈને ત્યાં જવાનું વીચાર્યું. મારી સાથે મારા કાકાભાઈ ભાણાભાઈ હતા. તેમને કોઈ જાતનો ભય નહોતો. ગામમાં સ્મશાનની શાંતી હતી. કુતરાં ભસતાં હતાં અને વાતાવરણ વધુ ઘેરું બનતું હતું. આકાશ ચોખ્ખું હતું. અમે અવંકો રસ્તો લીધો. મધરાતની સુમારે હું રામભાઈને ત્યાં પહોંચ્યો. બનેલા બનાવની તેમને પણ ખબર હતી. ગામમાં શું થયું હશે તેની ચીંતામાં રાત વીતી.

 

Advertisements

ટૅગ્સ:

4 Responses to “પ્રકરણ ૨ : પોલીસોનો ગોળીબાર અને ભુગર્ભવાસ”

 1. અમિત પટેલ Says:

  interesting

 2. NRPATELશ્રી,નાગજીભાઈ આર પટેલ Says:

  ખુબ સુંદર

  વીતેલી વાતો તાજી કરીને આપે મહાન સેવાનું કામ કર્યું છે સર

  સર શિક્ષક કભી સાધારણ નહિ હોતા સાચે જ !!!

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે નાગજીભાઈ,
   મુ. શ્રી. ગોસાંઈભાઈ સાથે ઘણાં વર્ષોથી મારો પરીચય છે. હાલ તેઓ ૯૧ કે ૯૨ વર્ષના છે. આ ઉંમરે પણ હજુ તેઓ ન્યુઝીલેન્ડ સુધીનો પ્રવાસ કરે છે. એમના ત્રણ દીકરા પોતાના પરીવાર સાથે અહીં ન્યુઝીલેન્ડમાં છે. એમના પુસ્તકમાં હવે પછીની વીગતોમાં તમે જોશો કે ગોસાંઈભાઈએ પોતાના જાનની પણ પરવા કર્યા વીના કેટલાયે લોકોની જીંદગી બચાવી હતી. એમની બહાદુરીનો એ પ્રસંગ મેં બચપણમાં સાંભળેલો અને પંદરેક વર્ષ પહેલાં તેઓ અહીં આવ્યા હતા ત્યારે એમના સ્વમુખે પણ મારી વીનંતીથી મને સંભળાવેલો. આ આખી પુસ્તીકા પ્રકરણવાર મુક્યા બાદ એક પુસ્તીકારુપે પણ હું મારા બ્લોગ પર મુકવા ધારું છું.

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: