પ્રકરણ ૩ : પોલીસોનો અત્યાચાર

આઝાદીનાં સંસ્મરણો લેખક ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ

પ્રકરણ  ૩ : પોલીસોનો અત્યાચાર

મોસમમીયાએ તાલુકાના પોલીસમથકે સવારે જ ખબર આપી દીધી હતી. મોસમમીયાની દાનત સભા વખતે જ વધુ પીલસોને લાવી લોકોને લાઠી અને ગોળીનો સ્વાદ ચખાડવાની હતી. તે કહેતો, “આ બધા સ્વરાજ લેવા નીકળી પડ્યા છે? ચકલીને દાંત ઉગશે ત્યારે સ્વરાજ મળશે. ચળવળીયાની હું ખો ભુલાવી દઈશ. નહીં તો મારું નામ મોસમમીયા નહીં.” મોસમમીયાએ ફોજદારને ઉશ્કેરવા પ્રયત્ન કર્યો. પરંતુ ફોજદાર ગભરાતો હતો. તે કાંઠાના લોકોને જાણતો હતો. તેને મટવાડ ગયા વીના છુટકો નહોતો પણ તે સીધી અથડામણ ટાળવા ઈચ્છતો હતો. સભા પુરી થાય તે અરસામાં તેણે મટવાડ પહોંચવાનું વીચાર્યું અને એક પલટન સાથે તે મટવાડ પહોંચવા નીકળ્યો. રસ્તામાં તેને કેટલાક લોકો પણ મળ્યા. પરંતુ કોઈએ માહીતી આપી નહીં. ગોળીબારથી ઘાયલ થયેલાને લઈ જતા ભાઈઓ પણ મળ્યા. તેમને પુછ્યું તો જણાવ્યું કે, “માંદા માણસને લઈ જઈએ છીએ.” એવો જવાબ મળ્યો. મટવાડ આવ્યા ત્યારે જ ખબર પડી કે ગોળીબાર થયો છે અને કેટલાક ઘાયલ થયા છે. શીકાર છટકી ગયો એમ લાગ્યું. પોલીસ ગેટ પર પહોંચ્યા તો ખબર પડી કે એક પોલીસ ગંભીર રીતે ઘવાયો છે. બીજા પોલીસોને પણ વત્તીઓછી ઈજા થઈ છે, અને પોલીસોની બંદુક પણ ઝુંટવી લેવામાં આવી છે. ઘવાયેલા પોલીસને સારવાર માટે નવસારી ઈસ્પીતાલમાં ખસેડવામાં આવ્યો.

પોલીસની વધુ કુમક મંગાવવામાં આવી. અને મધરાતથી પોલીસે દરોડા પાડવા શરુ કર્યા. ખાસ આગેવાનોને ઘર પ્રથમ દરોડા પડ્યા. શરુઆત મારા સાથી શ્રી દયાળભાઈ મકનજીના ઘરથી કરી. તેઓ મળ્યા નહીં એટલે તેના પીતાજી મકનકાકાને મારવામાં આવ્યા. મારે ત્યાં મારા પીતાજી અને નાના ભાઈ રામુને પકડવામાં આવ્યા. સવાર સુધીમાં તો પોલીસે ૫૦-૬૦ ભાઈઓને પકડ્યા અને પોલીસ ગેટ આગળ રાખ્યા. કેટલાકને માર્યા પણ ખરા. બીજે દીવસે બલુચીઓ આવ્યા. તેમણે ગામમાં હાહાકાર મચાવ્યો. ગમેતેના ઘરમાં ઘુસીને લુંટ ચલાવી. છત્રી, ફાનસ, ઘડીયાળ જેવી ચીજો પણ છોડી નહીં. બહેનોની સાડીઓ પણ ઉપાડી ગયા. કેટલીક જગ્યાએ દુધ-દહીં પણ પી ગયા. બહેનો પર અત્યાચારના સમાચારો પણ મળ્યા. બીજી બાજુ નવસારી જતા કેટલાક કાર્યકરોને પણ રસ્તામાં પકડી લેવામાં આવ્યા. ઘાયલ થયેલા ભાઈઓને નવસારીમાં સરકારી ઈસ્પીતાલમાં ખસેડવામાં આવ્યા. તેમની સારવાર કરવામાં ડૉક્ટરોએ કશી કમી ના રહેવા દીધી. લોકોએ ફળો તેમ જ ખાવાનું વગેરે પુરું પાડ્યું. દરમ્યાન મારા મીત્રને ત્યાં મારા સાથીઓ શ્રી પુરુષોત્તમભાઈ અને હીરાભાઈ મકનજી આવ્યા. તેમણે દમનની વાતો કહી. શું કરવું તે સુઝતું નહોતું. અમે નવસારી જવાનું વીચાર્યું.

ટૅગ્સ:

2 Responses to “પ્રકરણ ૩ : પોલીસોનો અત્યાચાર”

  1. NRPATELશ્રી,નાગજીભાઈ આર પટેલ Says:

    બહુ દુઃખો સહન કર્યા છે આગળ ની પેઢીએ પણ અત્યારે કીમત ક્યાં સમજાય છે આ પેઢી ને??

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: