પ્રકરણ ૪ : જલાલપોર કાંઠાવીભાગના શહીદો

આઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ

પ્રકરણ  ૪ : જલાલપોર કાંઠાવીભાગના શહીદો

મેં અહીંસક રીતે લડત લડવી તેનું એક નાનું પુસ્તક લખી નાખ્યું હતું. આજે પણ મને લાગે છે કે ખુબ વ્યવસ્થીત રીતે લખાયું હતું. તે પુસ્તક મેં મારા મીત્રને  સોંપ્યું. અને અમે નીકળ્યા. સીધે રસ્તે તો અમે જઈ શકતા નહોતા. પોલીસ અમને શોધતી હતી. વાંકાચુકા રસ્તે અમે ખડસુપા પહોંચ્યા. લોકો અમને પુછતા. અમે જવાબ આપતા. લોકો તાકીને અમને જોયા કરતા. ખડસુપામાં પુરુષોત્તમભાઈ બોર્ડીંગમાં ભણેલા એટલે તેમના ઘણા ઓળખીતા હતા. અમે એક ઓળખીતાને ત્યાં રહ્યા. પછી અમે ગમેતેમ કરીને નવસારી પહોંચ્યા. ત્યાં નાનુવાડીમાં અમે સ્વ. રઘુનાથજીને મળ્યા અને પોલીસોનું દમન અટકાવવા ઘટતું કરવા જણાવ્યું. તેઓએ તેમ જ બીજાઓએ કલેક્ટરને મળીને બલુચી પોલીસો પાછા ખેંચવાની વીનંતી કરી. ત્રણ દીવસ બાદ બલુચી પોલીસોને પાછા ખેંચવામાં આવ્યા અને બીજા પોલીસો મુકવામાં આવ્યા.

અમારા વીદ્યાર્થી મંડળની લાયબ્રેરીને બાળવામાં આવી. પુસ્તકો, બારીબારણાં, થાંભલા વગેરે પણ જલાવવામાં આવ્યાં, કેમ કે લાયબ્રેરી એ લડતનું કેન્દ્ર હતું. અમે ત્યાંથી પત્રીકા કાઢતા હતા. જ્યાં સરસ્વતીની ઉપાસના થતી તે લાયબ્રેરીમાં પોલીસોને રાખવામાં આવ્યા. ગામ પર રુપીયા ૨૦,૦૦૦નો પ્યુનીટીવ (દંડનાત્મક) ટેક્સ નાખવામાં આવ્યો.

ઘાયલ થયેલા ભાઈઓમાંથી ત્રણ ભાઈઓ જુદા જુદા દીવસના આંતરે શહીદીને વર્યા. આ શહીદોની સ્મશાનયાત્રા અપુર્વ હતી. નવસારીના કોઈ નાગરીકને આવું માન નહોતું મળ્યું. હજારો લોકોએ શહીદોને વંદના કરી પુષ્પો વરસાવ્યાં. વીરાવળના સ્મશાન ઘાટે તેમને દાહ દેવામાં આવ્યો. જનતાએ શહીદોને અશ્રુભીની અંજલી આપી. ત્રણ શહીદોમાં એક હતા કરાડીના શ્રી મોરારજીભાઈ પોચિયાભાઈ – દિવાનજીભાઈના શીષ્ય શ્રી કાંતિભાઈ – ખાદીકાર્યકર તેમના પીતાજી, બીજા હતા શ્રી રણછોડભાઈ લાલાભાઈ, તેઓ તો જુવાન હતા. ત્રીજા હતા મટવાડના શ્રી મગનભાઈ ધનજીભાઈ.

નીચેના પાંચ ભાઈઓને ગોળી વાગી હતી, પણ તેઓ બચી ગયા હતા.

(૧) સ્વ. રણછોડભાઈ લાલાભાઈ , મટવાડ

(૨) સ્વ. પ્રેમાભાઈ છીકાભાઈ, મછાડ

(૩) શ્રી ભવનભાઈ છીકાભાઈ, મછાડ

(૪) શ્રી ભીખાભાઈ રવજીભાઈ, કરાડી

(૫) શ્રી મંગાભાઈ ગોવિંદભાઈ, સામાપોર.

બીજા કેટલાક સાધારણ ઘવાયા હતા. આમાં સ્વ. રણછોડભાઈ લાલા વયોવૃદ્ધ હતા. તેઓને પગમાં ગોળીથી થયેલા જખમથી તેઓ જીંદગીભર હેરાન થયા હતા, અને તેને લીધે જ કંઈક અકાળે મૃત્યુ પામ્યા હતા.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “પ્રકરણ ૪ : જલાલપોર કાંઠાવીભાગના શહીદો”

  1. sajedkhan1111 Says:

    well-done- nice- writter-

    ________________________________

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: