Archive for જુલાઇ, 2013

ઘઉંના જવારા

જુલાઇ 29, 2013

આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની દેખરેખ હેઠળ કરવા.

ઘઉંના જવારાનો તાજો રસ નીયમીત લેવાથી શરીરમાં નવચેતન આવે છે, નવા કોષ આવે છે, રોગપ્રતીકારક શક્તી વધે છે અને કેન્સર મટાડવામાં ઉપયોગી થાય છે. આહારનું પાચન પછી પેદા થતા નકામા અને હાનીકારક પદાર્થો પેદા થાય તે બે પ્રકારના હોય છે, ક્ષારીય (આલ્કલાઈન) અને અમ્લીય (એસીડીક). આપણા સામાન્ય આહારમાં ક્ષારીય કરતાં અમ્લીય નકામા પદાર્થોનું પ્રમાણ વધુ હોય તો તંદુરસ્તી જોખમાય છે. બંને યોગ્ય પ્રમાણમાં હોય તો શરીર એનો નીકાલ સરળતાથી કરી શકે. એ બંનેના સંયોજનથી પેદા થતા પદાર્થ તટસ્થ હોય છે – ન તો ક્ષારીય ન તો અમ્લીય. આથી શરીર એનો સરળતાથી નીકાલ કરી શકે છે. ઘઉંના જવારાથી ક્ષારીય પદાર્થો પુરતા પ્રમાણમાં મળી રહે, આથી એના ઉપયોગથી ઉપરોક્ત લાભો થાય છે.

કોકો

જુલાઇ 28, 2013

(૧) એક કપ કોકો પીવાથી મગજમાં ૩૩ % જેટલો રક્તપ્રવાહ વધે છે.

(૨) કોકો એન્ટીઑક્સીડન્ટ હોવાથી પીણા તરીકે લાભદાયક છે. બીજાં ચોકલેટ પીણાં કરતાં લો-ફેટ પણ છે. એક કપ કોકોમાં ૧ ગ્રામ કરતાં પણ ઓછી ફેટ હોય છે.

કાજુ

જુલાઇ 28, 2013

આ આપવાનો હેતુ માત્ર શૈક્ષણીક છે. ઉપચારો યોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા.

કાજુ:  પચવામાં હળવાં, મધુર, સ્નીગ્ધ અને ગરમ એવાં કાજુ પેશાબ લાવનાર, લોહી શુદ્ધ કરનાર, વીર્યવર્ધક, તથા ભુખ ઉઘાડનાર છે. કીડની આકારનાં કાજુનાં ફળો કીડનીનાં દર્દોમાં પણ ઉપયોગી છે.

(૧) કાજુનાં ફળ જઠરના વિવિધ રોગો જેવા કે મંદાગ્ની, કબજીયાત, આફરો, ઝાડા, અપચો, અજીર્ણમાં ફાયદાકારક છે.

(૨) નળવીકારમાં ૮થી ૧૦ કાજુ ઘીમાં શેકીને મરી-મીઠું ભભરાવીને નરણા કોઠે ખાવાથી ખુબ ફાયદો કરે છે.

(૩) મગજની નબળાઈ અને મંદસ્મૃતીમાં રોજ સવારે ૪થી ૮ કાજુ ખાઈ ઉપર ૧ ચમચી મધ કે ૧ કપ દુધ પીવાથી મગજની નબળાઈ દુર થાય છે.

અરવીંદાસવ

જુલાઇ 28, 2013

ઉપચાર નીષ્ણાત આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા. આ આપવાનો હેતુ માત્ર શૈક્ષણીક છે.

અરવીંદાસવ : આ પ્રવાહી ઔષધ બજારમાં મળે છે. ચારથી છ ચમચી જેટલું આ ઔષધ બપોરે અને રાત્રે જમ્યા પછી એટલું જ પાણી નાખીને પીવાથી ત્રણે દોષો શાંત થાય છે. આ ઔષધ બળ આપનાર, વજન વધારનાર, શરીરને હૃષ્ટપુષ્ટ કરનાર, જઠરાગ્ની પ્રબળ કરી ભુખ લગાડનાર, અને બાળકો માટે તો સર્વરોગ હરનાર કહેવાય છે. આ ઔષધ બાળકોને એક ચમચી જેટલું રોજ સવારે, બપોરે અને રાત્રે પાણી સાથે આપવું.

એય! લાઈનમાં ઉભો રહે, અલ્યા – સત્યકથા

જુલાઇ 26, 2013


એય! લાઈનમાં ઉભો રહે, અલ્યા – સત્યકથા

12.00

મારા પર આજે જ અહીં ન્યુઝીલેન્ડના આયકર વીભાગમાંથી(Inland Revenue Department- IRDમાંથી) એક ફોન આવ્યો. મેં કેટલીક વાર આપણા દેશનાં સરકારી ખાતાંમાં અધીકારીની તુમાખી વીશે વાંચ્યું છે અને સાંભળ્યું છે. મને પણ થોડાં વર્ષ પહેલાં દેશ ગયેલો ત્યારે એક અનુભવ થયેલો. આથી આ બાબત લખવા મન થયું. એ પહેલાં હાલમાં જ ગુજરાત સમાચારજે ઈન્ગલેન્ડથી પ્રગટ થાય છે તેમાં એક જોક વાંચવા મળ્યો એ મુકવાની લાલચ રોકી શકતો નથી. મારે જે કહેવાનું છે એની સાથે એનો સરસ મેળ ખાય છે.

અમેરીકનઃ અમારા કુતરા સાઈકલ ચલાવે છે.

ચાઈનીઝઃ અમારી બીલાડી બાઈક ચલાવે છે.

જાપાનીઝઃ અમારા વાંદરા વીમાન ચલાવે છે.

ભારતીયઃ અમારા ગધેડા આખો દેશ ચલાવે છે.

આ જોકની વીગતોમાં જતો નથી. લોકો પોતાની મેળે સમજી જશે.

અમારી દીકરી સ્વાતી કેટલાંક વર્ષ ઑસ્ટ્રેલીયામાં હતી. એ દરમીયાન એની પાસેનું અહીં વેલીંગ્ટનનું ઘર ભાડે આપ્યું હતું. એ ઘરનું જે ભાડું આવે તેનો આવકવેરો અહીં ન્યુઝીલેન્ડની સરકારમાં ભરવાનો હોય છે. એ સંભાળવા માટે તથા ભાડુઆતો સાથેની લેવડદેવડ, ઘરની સંભાળ, ઘર વીશે બીજી અન્ય બાબતોની કાળજી રાખવા મારી પાસે સ્વાતીનો પાવર ઑફ એટર્ની છે. દર વખતે ભાડાનો હીસાબ તૈયાર કરી આવકવેરાનાં ફોર્મ ભરવાનું કામ હું કરતો હતો. આ વર્ષે સ્વાતી ઑસ્ટ્રેલીયા છોડી કાયમ માટે ફરીથી અહીં વેલીંગ્ટન આવી, આથી એણે આવકવેરાનાં ફોર્મ ભર્યાં. એમાં કંઈક વીલંબ થયો, અને છેલ્લા દીવસે પણ એ તૈયાર થઈ શક્યાં નહીં. આથી બીજા દીવસે હું અને મારી પત્ની અહીં વેલીંગ્ટનની ઑફીસમાં રુબરુ જઈને આપી આવ્યાં. આ ફોર્મ IRDની હેડ ઑફીસમાં અહીંની વેલીંગ્ટનની ઑફીસ દ્વારા પહોંચાડવાનાં રહે.

કેટલાક દીવસો બાદ IRDમાંથી બીજાં નવાં ફોર્મ આવ્યાં. આથી મેં એમની હેડઑફીસમાં ફોન કર્યો. જવાબ આપનાર બહેને મને કહ્યું કે તમારાં (એટલે કે સ્વાતીનાં મારી પાસે પાવર ઑફ એટર્ની હોવાને કારણે જ હું સ્વાતી વતી આ વીષયમાં વાતો કરી શકું, અને એની ખાતરી તો એ બહેને કંપ્યુટરમાં બધી નોંધ જોઈને કરી જ લીધી હતી, જે માટે મારી અને સ્વાતીની વીગતો એણે પહેલાં મને પુછી હતી. આ વીગતો ગુપ્ત, અંગત હોય છે.) આવકવેરાનાં ફોર્મ મુદત વીતી જવા છતાં હજુ મળ્યાં નથી, માટે એ ફીરીથી મોકલ્યાં છે. તમારે એ ભરીને અહીં મોકલવાનાં રહેશે. મેં કહ્યું કે આવકવેરાનાં ફોર્મ ભરીને હું મારી પત્ની સાથે જઈને વેલીંગ્ટન ઑફીસમાં રુબરુ આપી જ આવ્યો છું.

બહેન : સારું, જો કે અમારા કંપ્યુટરમાં એ મળ્યાં હોવાની નોંધ જોવામાં આવતી નથી. હું વેલીંગ્ટન તપાસ કરું છું, તમે ફોન પર જરા રોકાશો?

એમણે તપાસ કરી અને ફરીથી ફોન પર આવ્યાં.

છેલ્લી ઘડીએ ખુબ ધસારો હોવાને લીધે મોડું થયું હોય એમ લાગે છે. બીજા એકાદ વીકમાં તમારાં ફોર્મ અમને મળી જવાં જોઈએ. એ મળ્યાં કે કેમ એ બાબતમાં તમને હું ફોન કરું કે તમે શું ઈચ્છો છો?

મને કદાચ યાદ ન રહે એમ માની મેં કહ્યું, “બહેન તમે ફોન કરશો?”

એમણે કહ્યું, “ફોન તમારા પર આવશે, પણ તે હું જ હોઈશ એમ ન પણ બને. અમારી ઑફીસમાંથી કોઈ પણ વ્યક્તી તમને ફોન કરશે.

અને ખરેખર મને યાદ રહ્યું ન હતું કે IRDને સ્વાતીનાં આવકવેરાનાં ફોર્મ મળ્યાં નથી અને કદાચ ફરીથી ભરવાનાં રહેશે. વળી મને એમ હતું કે જો એકાદ વીકમાં ન મળે તો જ એ લોકો ફરીથી ફોર્મ ભરવાનું જણાવવા માટે ફોન કરશે. પણ આજે મેં ઉપર કહ્યું કે IRDમાંથી ફોન આવ્યો તે એ જણાવવા માટે કે સ્વાતીનાં આવકવેરાનાં ફોર્મ મળી ગયાં છે. આજે આ ફોન કરનાર એક ભાઈ હતા. અગાઉ જે બહેને ફોન કરેલો એમણે પોતાનું નામ શરુઆતમાં જ મને કહેલું, પણ ફોનના અંતે હું ભુલી ગયેલો. એ બહેનને મેં કહ્યું કે હું તમારું નામ નોંધી લઉં? મને ફરીથી કહેશો તમારું નામ? ત્યારે એમણે મેં ઉપર જે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તી તમને IRDમાંથી ફોન કરશે એમ જણાવેલું, પણ એમણે એમનું નામ તો મને બહુ જ ખુશીથી ફરીથી પણ જણાવેલું.

પહેલા ફોન વખતે એ બહેને બહુ જ મીત્રભાવે બધી વાતો કરેલી. એમાં સહેજ પણ તુમાખી જોવા ન મળે. આજે જે ભાઈએ ફોન કર્યો તે પણ મીત્રભાવે વાતો કરતા હતા. યાદ રાખો, આવકવેરાનાં ફોર્મ ભરવાની જવાબદારી નાગરીકની. એ મુદત કરતાં મોડાં મોકલ્યાં, જે દંડને પાત્ર પણ ઠરે છે, છતાં ખુબ જ સારી રીતે અહીંના લોકો નાગરીકો સાથે વર્તે છે. અમલદારશાહી કે તુમાખી કરતાં નથી, અને તે પણ કોઈ પણ જાતના ભેદભાવ વીના. તેઓ ખરેખર માને છે કે તેમની ફરજ નાગરીકોને મદદ કરવાની, મુશ્કેલી હોય તો તે સમજવાની અને એનો ઉકેલ કરવાની છે, નહીં કે રોફ બતાવવાની.

 આવા અનુભવની કોઈ અપેક્ષા આપણા દેશનાં સરકારી ખાતાંઓમાં કામ કરનારાઓ પાસે રાખી શકાય ખરી? એ ખાતાંઓમાં કામ કરનારા તો ખાતા હોય છે, ખરું ને?

Normal
0

false
false
false

EN-NZ
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt;
mso-para-margin:0cm;
mso-para-margin-bottom:.0001pt;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

Pain in Throat (Throat Infection)

જુલાઇ 25, 2013

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Pain in Throat (Throat Infection)

(1)    Drink lemon juice if you have pain in throat.

(2)   A table spoon honey and juice of a lemon may help in  throat pain.

(3)   If the pain in the throat is due to over use that is talking for long period of time, just chew dill seeds and swallow all the juice in the mouth slowly.

જોડણી–વ્યવસ્થામાં પરીવર્તન માટે લોકમતની કેળવણી

જુલાઇ 14, 2013

મુ. શ્રી ઉત્તમભાઈ ગજ્જર દ્વારા ગુજરાતી જોડણી વીશે આ પુસ્તીકાા મળી, જેને મારા બ્લોગ પર મુકવાની પરવાનગી એના લેખક અને પ્રકાશક પાસે મેળવવાની વીનંતી મેં એમને કરી. એમના તરફથી હકારાત્મક પ્રત્યુત્તર મળતાં એને હું અહીં પી.ડી.એફ.માં એના લેખક શ્રી. જયંત કોઠારી સંક્ષેપકર્તા શ્રી. મહેન્દ્ર મેઘાણી તથા શ્રી. ઉત્તમભાઈ ગજ્જરના સૌજન્યથી પ્રકાશીત કરું છું.

બુક ડાઉનલોડ કરવા માટે નીચેની લીન્ક પર ક્લીક કરો.
-ગાંડાભાઈ વલ્લભ

eBook_JoDaNi-Parivartan-Jayant Kothari-2000

લોહ તત્ત્વની ઉણપ (આયર્ન ડેફીસીયન્સી) – ૨

જુલાઇ 11, 2013

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

લોહ તત્ત્વની ઉણપ  (આયર્ન ડેફીસીયન્સી) – ૨

લોહ તત્ત્વની ઉણપ વીષે મેં આ પહેલાં મારા બ્લોગમાં લખ્યું છે. તાજેતરમાં મને આ બાબત થયેલા અનુભવ વીશે થોડું કહેવા ઈચ્છું છું.

ઉંમર વધતાં પાચનશક્તી નબળી પડે, આથી પણ કદાચ લોહત્ત્વની ઉણપ વરતાય છે. આ પહેલાં લોહ તત્ત્વ કયા પદાર્થોમાંથી મળે છે તે કહેવાયું છે. એ પૈકી ખજુર અને કાળી સુકી દ્રાક્ષ મને વધુ પસંદ છે. કેટલાક વખતથી હું ખાંડનો ઉપયોગ બને ત્યાં સુધી કરતો નથી. ગોળ અવારનવાર વાપરું છું. સવારના નાસ્તા માટે હું ઓટની રાબ બનાવું છું. એમાં હવે આગલા દીવસે પાણીમાં ભીંજવી રાખેલ ખજુર અને કાળી દ્રાક્ષ નાખું છું. પહેલાં હું એ રાબ ઉકાળતી વખતે ખજુર-દ્રાક્ષ પણ નાખી દેતો, એટલે કે ખજુર-દ્રાક્ષને પણ ઉકાળીને વાપરતો હતો.

થોડા વખત પર લોહની ઉણપ મને હોય એમ લાગ્યું. આથી બીજો કોઈ ફેરફાર ન કરતાં ખજુર-દ્રાક્ષને ચમચી અને ફોર્ક વડે મીક્ષ કરી રાબ ઉકાળીને તૈયાર થયા પછી એમાં નાખવાનું શરુ કર્યું, અને લોહ તત્ત્વની ઉણપ મને દુર થઈ ગયેલી લાગી. આમ ખજુરને ઉકાળવાથી કદાચ લોહ તત્ત્વ અમુક પ્રમાણમાં નષ્ટ થતું હોય એમ મને લાગે છે.

Tonsils

જુલાઇ 2, 2013

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

(1)    Heat up about 10 grams soil until it is red and mix it with 3 grams black pepper powder. Message a little bit of it on the tonsils to cure them.

(2)   Gargling with salty water may help in tonsils.

(3)   Gargle with 2 grams dehydrated alum in 125 mls comfortable warm water may help in tonsils.

(4)   Inhaling smoke of dry mango leaves may help in some disorders of throat.