એય! લાઈનમાં ઉભો રહે, અલ્યા – સત્યકથા


એય! લાઈનમાં ઉભો રહે, અલ્યા – સત્યકથા

12.00

મારા પર આજે જ અહીં ન્યુઝીલેન્ડના આયકર વીભાગમાંથી(Inland Revenue Department- IRDમાંથી) એક ફોન આવ્યો. મેં કેટલીક વાર આપણા દેશનાં સરકારી ખાતાંમાં અધીકારીની તુમાખી વીશે વાંચ્યું છે અને સાંભળ્યું છે. મને પણ થોડાં વર્ષ પહેલાં દેશ ગયેલો ત્યારે એક અનુભવ થયેલો. આથી આ બાબત લખવા મન થયું. એ પહેલાં હાલમાં જ ગુજરાત સમાચારજે ઈન્ગલેન્ડથી પ્રગટ થાય છે તેમાં એક જોક વાંચવા મળ્યો એ મુકવાની લાલચ રોકી શકતો નથી. મારે જે કહેવાનું છે એની સાથે એનો સરસ મેળ ખાય છે.

અમેરીકનઃ અમારા કુતરા સાઈકલ ચલાવે છે.

ચાઈનીઝઃ અમારી બીલાડી બાઈક ચલાવે છે.

જાપાનીઝઃ અમારા વાંદરા વીમાન ચલાવે છે.

ભારતીયઃ અમારા ગધેડા આખો દેશ ચલાવે છે.

આ જોકની વીગતોમાં જતો નથી. લોકો પોતાની મેળે સમજી જશે.

અમારી દીકરી સ્વાતી કેટલાંક વર્ષ ઑસ્ટ્રેલીયામાં હતી. એ દરમીયાન એની પાસેનું અહીં વેલીંગ્ટનનું ઘર ભાડે આપ્યું હતું. એ ઘરનું જે ભાડું આવે તેનો આવકવેરો અહીં ન્યુઝીલેન્ડની સરકારમાં ભરવાનો હોય છે. એ સંભાળવા માટે તથા ભાડુઆતો સાથેની લેવડદેવડ, ઘરની સંભાળ, ઘર વીશે બીજી અન્ય બાબતોની કાળજી રાખવા મારી પાસે સ્વાતીનો પાવર ઑફ એટર્ની છે. દર વખતે ભાડાનો હીસાબ તૈયાર કરી આવકવેરાનાં ફોર્મ ભરવાનું કામ હું કરતો હતો. આ વર્ષે સ્વાતી ઑસ્ટ્રેલીયા છોડી કાયમ માટે ફરીથી અહીં વેલીંગ્ટન આવી, આથી એણે આવકવેરાનાં ફોર્મ ભર્યાં. એમાં કંઈક વીલંબ થયો, અને છેલ્લા દીવસે પણ એ તૈયાર થઈ શક્યાં નહીં. આથી બીજા દીવસે હું અને મારી પત્ની અહીં વેલીંગ્ટનની ઑફીસમાં રુબરુ જઈને આપી આવ્યાં. આ ફોર્મ IRDની હેડ ઑફીસમાં અહીંની વેલીંગ્ટનની ઑફીસ દ્વારા પહોંચાડવાનાં રહે.

કેટલાક દીવસો બાદ IRDમાંથી બીજાં નવાં ફોર્મ આવ્યાં. આથી મેં એમની હેડઑફીસમાં ફોન કર્યો. જવાબ આપનાર બહેને મને કહ્યું કે તમારાં (એટલે કે સ્વાતીનાં મારી પાસે પાવર ઑફ એટર્ની હોવાને કારણે જ હું સ્વાતી વતી આ વીષયમાં વાતો કરી શકું, અને એની ખાતરી તો એ બહેને કંપ્યુટરમાં બધી નોંધ જોઈને કરી જ લીધી હતી, જે માટે મારી અને સ્વાતીની વીગતો એણે પહેલાં મને પુછી હતી. આ વીગતો ગુપ્ત, અંગત હોય છે.) આવકવેરાનાં ફોર્મ મુદત વીતી જવા છતાં હજુ મળ્યાં નથી, માટે એ ફીરીથી મોકલ્યાં છે. તમારે એ ભરીને અહીં મોકલવાનાં રહેશે. મેં કહ્યું કે આવકવેરાનાં ફોર્મ ભરીને હું મારી પત્ની સાથે જઈને વેલીંગ્ટન ઑફીસમાં રુબરુ આપી જ આવ્યો છું.

બહેન : સારું, જો કે અમારા કંપ્યુટરમાં એ મળ્યાં હોવાની નોંધ જોવામાં આવતી નથી. હું વેલીંગ્ટન તપાસ કરું છું, તમે ફોન પર જરા રોકાશો?

એમણે તપાસ કરી અને ફરીથી ફોન પર આવ્યાં.

છેલ્લી ઘડીએ ખુબ ધસારો હોવાને લીધે મોડું થયું હોય એમ લાગે છે. બીજા એકાદ વીકમાં તમારાં ફોર્મ અમને મળી જવાં જોઈએ. એ મળ્યાં કે કેમ એ બાબતમાં તમને હું ફોન કરું કે તમે શું ઈચ્છો છો?

મને કદાચ યાદ ન રહે એમ માની મેં કહ્યું, “બહેન તમે ફોન કરશો?”

એમણે કહ્યું, “ફોન તમારા પર આવશે, પણ તે હું જ હોઈશ એમ ન પણ બને. અમારી ઑફીસમાંથી કોઈ પણ વ્યક્તી તમને ફોન કરશે.

અને ખરેખર મને યાદ રહ્યું ન હતું કે IRDને સ્વાતીનાં આવકવેરાનાં ફોર્મ મળ્યાં નથી અને કદાચ ફરીથી ભરવાનાં રહેશે. વળી મને એમ હતું કે જો એકાદ વીકમાં ન મળે તો જ એ લોકો ફરીથી ફોર્મ ભરવાનું જણાવવા માટે ફોન કરશે. પણ આજે મેં ઉપર કહ્યું કે IRDમાંથી ફોન આવ્યો તે એ જણાવવા માટે કે સ્વાતીનાં આવકવેરાનાં ફોર્મ મળી ગયાં છે. આજે આ ફોન કરનાર એક ભાઈ હતા. અગાઉ જે બહેને ફોન કરેલો એમણે પોતાનું નામ શરુઆતમાં જ મને કહેલું, પણ ફોનના અંતે હું ભુલી ગયેલો. એ બહેનને મેં કહ્યું કે હું તમારું નામ નોંધી લઉં? મને ફરીથી કહેશો તમારું નામ? ત્યારે એમણે મેં ઉપર જે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તી તમને IRDમાંથી ફોન કરશે એમ જણાવેલું, પણ એમણે એમનું નામ તો મને બહુ જ ખુશીથી ફરીથી પણ જણાવેલું.

પહેલા ફોન વખતે એ બહેને બહુ જ મીત્રભાવે બધી વાતો કરેલી. એમાં સહેજ પણ તુમાખી જોવા ન મળે. આજે જે ભાઈએ ફોન કર્યો તે પણ મીત્રભાવે વાતો કરતા હતા. યાદ રાખો, આવકવેરાનાં ફોર્મ ભરવાની જવાબદારી નાગરીકની. એ મુદત કરતાં મોડાં મોકલ્યાં, જે દંડને પાત્ર પણ ઠરે છે, છતાં ખુબ જ સારી રીતે અહીંના લોકો નાગરીકો સાથે વર્તે છે. અમલદારશાહી કે તુમાખી કરતાં નથી, અને તે પણ કોઈ પણ જાતના ભેદભાવ વીના. તેઓ ખરેખર માને છે કે તેમની ફરજ નાગરીકોને મદદ કરવાની, મુશ્કેલી હોય તો તે સમજવાની અને એનો ઉકેલ કરવાની છે, નહીં કે રોફ બતાવવાની.

 આવા અનુભવની કોઈ અપેક્ષા આપણા દેશનાં સરકારી ખાતાંઓમાં કામ કરનારાઓ પાસે રાખી શકાય ખરી? એ ખાતાંઓમાં કામ કરનારા તો ખાતા હોય છે, ખરું ને?

Normal
0

false
false
false

EN-NZ
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt;
mso-para-margin:0cm;
mso-para-margin-bottom:.0001pt;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

Tags: ,

6 Responses to “એય! લાઈનમાં ઉભો રહે, અલ્યા – સત્યકથા”

  1. Purvi Malkan Says:

    સુંદર વાત ગાંડાભાઈ. કેટલો સુંદર પ્રસંગ આપે શેર કર્યો. કદાચ આ વિગતોથી પણ આપણાં દેશનાં કોઈ કર્મચારી પર તેની અસર થાય તેવી આશા રાખીએ. 

    ________________________________

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે પૂર્વીબહેન,
      મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ મુકવા બદલ હાર્દીક આભાર.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      Ph. 64 4 3872495 (H)
      64 21 161 1588 (Mob)
      My blog:gandabhaivallabh.wordpress.com

  2. નિરવની નજરે . . ! Says:

    વિકાસ અને શક્તિ એ બંનેનું આખરી ચરણ નમ્રતા હોય છે . . . વૃક્ષ જેમ વધુ સમૃદ્ધ થાય તેમ તે લચે છે , પણ માણસમાં તેથી ઉલટું છે , ખાસ કરીને આપણામાં !

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે નિરવભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ લખવા બદલ હાર્દીક આભાર.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

  3. Arvind Adalja Says:

    નમ્રતાથી વાત કરવાની અને તે પણ આપણાં દેશના આવકવેરાના કર્મચારીઓ પાસેથી એવી અપેક્ષા રાખવી તે દિવા સ્વપ્ન જોવા સમાન છે ! આપે જે શરૂઆતમાં લખ્યું કે ” ભારતીયઃ અમારા ગધેડા આખો દેશ ચલાવે છે ” તે મજાક નહિ સત્ય છે. !.

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,
      આપે મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ મુકી એ બદલ આપનો હાર્દીક આભાર. આશા રાખું કે આપ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો. આપણા ભારત દેશના સારા અનુભવ વીશે પણ હું ટુંક સમયમાં જ લખવા ધારું છું, પણ કદાચ બીજો એક આના જેવો પ્રસંગ આપ્યા બાદ.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      Ph. 64 4 3872495 (H)
      64 21 161 1588 (Mob)
      My blog:gandabhaivallabh.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: