ગંગોત્રી પ્રવાસ-એક સત્ય ઘટના

ગંગોત્રી પ્રવાસ-એક સત્ય ઘટના

અમારા હીમાલય પ્રવાસના કાર્યક્રમમાં ઉત્તરકાશીથી તારીખ ૨૧-૪-૨૦૦૬ના રોજ બસમાં ગંગોત્રી આવી અમે રાત રોકાયાં. બીજે દીવસે સવારે અમે ગંગોત્રીથી નીકળી ગૌમુખ પહોંચવા માટે નીકળ્યાં. બધું મળી પ્રવાસી તરીકે અમે સાત જણાં હતાં. વેલીંગ્ટનથી અમે પતીપત્ની, વેલીંગ્ટનના બીજા એક ભાઈ અને ઑક્લેન્ડથી બે ભાઈઓ હતા. ઈંગ્લેન્ડનું એક યુવાન દંપતી પણ ઉત્તરકાશીથી અમારી સાથે જોડાયું હતું. ઉપરાંત સામાન ઉંચકનારા ભાઈઓ તથા એક ગાઈડ યુવક પણ હતો. ચોમાસા પછી હજુ ટ્રેક બનાવવામાં આવી રહ્યો હતો, પુરેપુરો તૈયાર થયો ન હતો. અમુક અમુક સ્થળે ચાલવાનું ડુંગરની ધારે હતું. એક તરફ ઉંચો ડુંગર અને બીજી તરફ ઘણી ઉંડી ખીણ. પગદંડી બહુ જ સાંકડી. ગંગોત્રીથી ભોજવાસા લગભગ ૧૮ કીલોમીટર છે. ત્યાં રહેવા-જમવાની સગવડ છે. અમે ભોજવાસા રાત રહી બીજે દીવસે સવારે ગૌમુખ જવાનાં હતાં, જે ભોજવાસાથી લગભગ ચાર કીલોમીટર છે.

 

અમારા આ પ્રવાસની વાત આગળ વધારું તે પહેલાં અમારા યુવાન ગાઈડ વીશે બે શબ્દો. એમનું નામ હતું વીરેન્દ્ર. એમનું વતન ઋષીકેશ નજીક હતું. ગાઈડ તરીકે કામ કરતાં પહેલાં એ લોકોએ ટ્રેનીંગ લેવાની હોય છે અને પરીક્ષા પાસ કરવી પડે છે. વીરેન્દ્રભાઈ એમાં સારી રીતે પાર ઉતર્યા હતા. એમને ડુંગરા ચડ-ઉતર કરવાનો અનુભવ અને પુશ્કળ મહાવરો તો હીમાલયની ગોદમાં જ ઉછર્યા હોવાને કારણે ખુબ બહોળો હોય એ સમજી શકાય. ગૌમુખ જવા પહેલાં અમે હરકી દુનનો છ-સાત દીવસનો પગપાળો પ્રવાસ પુરો કર્યો હતો. આ હરકી દુન આગળ જ સ્વર્ગારોહીણી પર્વત છે.

 

હરકી દુનના પ્રવાસ દરમીયાન કોઈ કારણસર વીરેન્દ્રભાઈએ ફરીથી અમે જ્યાંથી આઠ કલાક ચાલીને આવ્યાં હતાં ત્યાં પાછા જવાનું હતું, કંઈક લેવા. જે ચાલતાં અમને આઠ કલાક થયેલા તેનાથી અડધા સમયમાં જ વીરેન્દ્રભાઈ જઈને આવી ગયા હતા. એમની આ ઝડપથી અમને બહુ આશ્ચર્ય થયેલું.

 

સવારે ગંગોત્રીથી નીકળ્યાં ત્યારે શરુઆતમાં થોડું સાધારણ સહેલું ચઢાણ હતું. આકાશ વાદળછાયું હતું, પણ ધીમે ધીમે એ દુર થતાં સાધારણ ગરમીની શરુઆત થઈ. જેમ જેમ દીવસ ચડતો જાય અને તાપ વધતો જાય તેમ ડુંગર પરના પથ્થરો તપવા લાગે. અમે ચાલતા હતા તે પગદંડીની એક તરફ ઉંચો ડુંગર હતો તો બીજી તરફ ખુબ ઉંડી ખીણ હતી. ત્યાં કોઈ કોઈ ઠકાણે રસ્તો ભયજનક છે એવી ચેતવણી લખેલી હોય છે, કેમ કે તપેલા પથ્થરો ગબડીને નીચે આવી જતા હોય છે. જો આપણે સાવધ ન રહીએ અને અચાનક પથ્થર આવી પડે તો બચવાની શક્યતા બહુ ઓછી. વળી પગદંડી જ્યાં બહુ  જ સાંકડી હોય ત્યાં બીનઅનુભવીઓ માટે જોખમ. આથી એવી જગ્યાએ વીરેન્દ્રભાઈ અમને હાથ પકડીને લઈ જતા.

 

આવી એક જગ્યાએ વીરેન્દ્રભાઈ પહેલાં મને મુકી આવ્યા અને પછી મારાં પત્નીને લઈને આવતા હતા, ત્યારે ડુંગરપરથી એક મોટો પથ્થર ગબડતો નીચે આવતો દેખાયો. અમે બાકીનાં બધાં થોડે દુર સલામત જગ્યાએ ઉભાં રહી એ જોઈ શકતાં હતાં. પથ્થર ગબડતો ગબડતો ગમે તે જગ્યાએ આવી શકે. કેમ કે ડુંગરના ઢોળાવની સપાટી એક સરખી ન હતી, પરંતું માત્ર એક જ ખડક એવો હતો જેની આડશમાં રક્ષણની આશા રાખી શકાય. વીરેન્દ્રભાઈએ તરત જ એ ખડકની આડશમાં મારાં પત્નીને નીચે વાંકા વળી જવા કહ્યું અને એ પોતે મારા પત્નીને બચાવવા માટે આડશ બનીને નીચે નમી ગયા. જો પથ્થર એ જ જગ્યાએ આવે તો એમને વાગે અને મારાં પત્ની બચી જાય. જે રીતે પથ્થર ગબડતો આવતો હતો એના પરથી લાગતું હતું કે પથ્થર કદાચ જ્યાં તેઓ હતાં ત્યાંથી જ પસાર થશે. અને એમ જ થયું, પણ સદ્ભાગ્યે પથ્થર આડશ લીધેલ ખડક સાથે અથડાયો અને ઉછળીને ખીણમાં જઈ પડ્યો. આમ પોતાના જાનના જોખમે પણ યાત્રીઓને બચાવવાની એમની ઉમદા ભાવના અમને જોવા મળી. આ પ્રસંગ તો અમે કદી ભુલીશું નહીં.

જે દેશમાં લોકો ડગલે ને પગલે ભ્રષ્ટાચાર આચરતા હોય, સ્વાર્થમાં રચ્યાપચ્યા હોય ત્યાં પણ આ પ્રકારના ફરજપરસ્ત લોકો હોય છે. એનો પ્રત્યક્ષ અનુભવ અમને થયો.

એ જ રીતે જ્યારે બરફ પડવો શરુ થયો અને પુશ્કળ અને પોચા બરફ પર ચાલવાનું આવ્યું ત્યારે પણ પહેલાં પોતે થોડું આગળ જઈને ખાતરી કરી લે કે બરફમાં સપડાઈ જઈએ તેવું કોઈ જોખમ નથી, કોઈ જગ્યાએ ખાડો પડેલો નથી કે બરફ નીચે એવી ફાટ નથી, જેમાં આપણે ફસાઈ જઈએ. ચોમાસાનો વરસાદ થોડા સમય પહેલાં જ પુરો થયેલો હોઈ કઈ જગ્યાએ જોખમ હોય તે કહી ન શકાય. આથી સલામતીની ખાતરી કર્યા બાદ જ અમને આગળ લઈ જતા.

Advertisements

Tags:

3 Responses to “ગંગોત્રી પ્રવાસ-એક સત્ય ઘટના”

 1. Purvi Malkan Says:

  wah wah maja aavi gai gandabhai. aapni yaado pan maare maate ek navo pravaas bani rahyo.   purvi.

  ________________________________

 2. Purvi Malkan Says:

  gandabhai aagalni vaat kem nathi? aagalna bhag no intezaar raheshe.   purvi

  ________________________________

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે પૂર્વીબહેન,
   મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ લખવા બદલ હાર્દીક આભાર.
   હા, અમારો એ હીમાલય પ્રવાસ બહુ મઝાનો હતો. હર કી દુનના પ્રવાસમાં અમે બધું મળી ૩૧ જણા હતાં. પણ હીમાલય પ્રવાસનાં વર્ણનો કાકા સાહેબ કાલેલકર અને સ્વામી આનંદ જેવા સમર્થ લેખકોએ અને એ ઉપરાંત પણ ઘણા લોકોએ કર્યાં જ છે. મારો આશય તો અમને થયેલ સુંદર અનુભવની સહુને જાણ કરવાનો હતો. છતાં કદાચ થોડુંઘણું લખવાની પ્રેરણા થશે તો લખું પણ, ચોક્કસ કહી શકું નહીં. મને અગત્યની લાગતી કેટલીક બાબતો હજુ મારા બ્લોગ પર મુકવા ધારું છું – જો એ શક્ય હશે તો.

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh

   My blog:gandabhaivallabh.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: