સરકારી ખાતાં – ભારતમાં, ન્યુઝીલેન્ડમાં

 

આ વાત ઘણાં વર્ષો પહેલાંની એટલે કે ૧૯૭૪ની છે. મારા સાળા નરસિંહભાઈ ઘણાં વર્ષોથી ન્યુઝીલેન્ડમાં હતા. એમના પીતાજી તો સૌ પ્રથમ ૧૯૧૭માં ન્યુઝીલેન્ડ ગયેલા. આમ તો એમના પીતાજી નીકળેલા ફીજી જવા માટે, પણ પછી બોટમાંથી ઑકલેન્ડ ઉતરી ગયેલા. પણ સ્થાયી થયેલા વેલીંગ્ટનમાં. ૧૯૬૬થી તેઓ નીવૃત્તી બાદ ભારતમાં જ રહ્યા હતા.

 

નરસિંહભાઈની ઈચ્છા એમનાં બહેન-બનેવી એટલે કે મારાં પત્ની અને હું ન્યુઝીલેન્ડમાં કાયમી વસવાટ માટે આવીએ એવી હતી. આથી એમણે મને એ માટેની કાર્યવાહી કરવા ૧૯૭૪માં ફોર્મ મોકલ્યાં હતાં. તે સમયે ન્યુઝીલેન્ડમાં ગણીત શીક્ષકોની તંગી રહેતી. ઈંગ્લેન્ડથી આવા શીક્ષકોની ભરતી થતી. મારી પાસે ગણીતમાં B.Sc. (1961) તથા વીજ્ઞાન-ગણીત સાથે B.Ed. (1964)ની ડીગ્રીઓ હતી. જો મારી આ ડીગ્રીઓ ન્યુઝીલેન્ડનું શીક્ષણખાતું માન્ય રાખે તો હું ન્યુઝીલેન્ડમાં કાયમી વસવાટ માટે અરજી કરી શકું. મારી આ બંને ડીગ્રી સરદાર વલ્લભભાઈ પટેલ યુનીવર્સીટીની છે. આ યુનીવર્સીટી તે સમયે અને હું ધારું છું કે આજે પણ ન્યુઝીલેન્ડના સરકારી ધારાધોરણ મુજબ એક માન્ય યુનીવર્સીટી છે.

 

મેં ન્યુઝીલેન્ડના શીક્ષણખાતાને મારી શૈક્ષણીક લાયકાત જણાવતી અરજી જરુરી પુરાવા સહીત મોકલી આપી. કદાચ ન્યુઝીલેન્ડના શીક્ષણખાતા તરફથી મારાં સર્ટીફીકેટોની ચકાસણી કરવામાં કે બીજા કોઈ કારણસર મને જવાબ મળવામાં વીલંબ થયો હતો. જ્યારે મને જવાબ મળ્યો ત્યારે સૌ પ્રથમ વાક્ય હતું: “શીક્ષક તરીકે વર્ગીકરણ બાબત તમારી અરજી મળ્યાની પહોંચ પાઠવવામાં વીલંબ થયો એ બદલ હું તમારી માફી ચાહું છું.”  અંગ્રેજીમાં શબ્દ વાપર્યો છે: apologise. વાક્ય છે: I apologise for the delay in acknowledging the receipt of your application for classification as a teacher.

 

આ પત્ર હજુ પણ મેં સાચવી રાખ્યો છે.

 

આ થઈ ન્યુઝીલેન્ડના સરકારી ખાતાની વાત. હવે જોઈએ ભારતના સરકારી ખાતાનો અનુભવ. કોઈને એવું સ્વપ્ન પણ આવી શકે કે ભારતના કોઈ સરકારી ખાતાને પત્ર લખ્યો હોય અને જવાબ આપવામાં વીલંબ થાય તો માફી માગે? અરે! કોઈ પણ પ્રકારનો વર્ષો સુધી પણ જવાબ ન મળે એ ભારતનાં સરકારી ખાતાંઓ બાબત બને તો તે તદ્દન સ્વાભાવીક લાગે. અને એવું બન્યું છે તેની હવે વાત કરું છું.

 

અહીં ૬૫ વર્ષની વય પછી દરેક જણને સરકાર તરફથી નીવૃત્તી વેતન મળે છે. એના નીયમો અહીં ન્યુઝીલેન્ડમાં ઘણા હળવા છે. જેમ કે:

New Zealanders are entitled to New Zealand Superannuation from age 65 if they have lived here for at least 10 years after age 20, with five of those years being after age 50.

ન્યુઝીલેન્ડનાં લોકોને ૬૫ વર્ષની વય પછી નીવૃત્તીવેતન મળે છે. એની શરત એ છે કે તેમણે ૨૦ વર્ષની વય પછી ઓછામાં ઓછાં ૧૦ વર્ષ ન્યુઝીલેન્ડમાં કાઢેલાં હોવાં જોઈએ, જેમાંનાં ૫ વર્ષ ૫૦ વર્ષની ઉંમર બાદ હોવાં જોઈએ.

આ સાથે બીજી એક બાબત પણ છે. જો કોઈ ન્યુઝીલેન્ડવાસીને અન્ય દેશમાંથી નીવૃત્તીવેતન મળતું હોય તો તેટલી રકમ અહીંના પેન્શનમાંથી બાદ કરવામાં આવે. જુઓ:

However, if they have a state pension from another country, the Ministry of Social Development will deduct that pension under section 70 of the Social Security Act, if it decides the overseas pension is similar to New Zealand Super.

એ મળે છે કે કેમ, અથવા મળવા પાત્ર છે કે કેમ તેની તપાસ અહીંની સરકાર નીવૃત્તી પામેલ વ્યક્તી પાસે કરાવડાવે છે. આવો પત્ર ન્યુઝીલેન્ડના સરકારી ખાતામાંથી મારા પર પણ મારી ૬૫ વર્ષની વયે આવ્યો હતો, કેમ કે મેં શીક્ષક તરીકે ભારતમાં થોડાં વર્ષ કામ કરેલું, જે મારી અરજી વખતે મેં જણાવ્યું હતું. આથી શીક્ષક તરીકેનું મારું યોગ્ય વર્ગીકરણ મારા શૈક્ષણીક અનુભવ અનુસાર થઈ શકે. આ બધી માહીતી અહીંના સરકારી દફતરે હોય જ. મારે પત્ર લખવાનો હતો દીલ્હી, જેનું સરનામું મને ન્યુઝીલેન્ડના સરકારી ખાતા તરફથી આપવામાં આવ્યું હતું. એ પત્રની એક નકલ અહીંના સરકારી ખાતાને પણ રવાના કરવા જણાવવામાં આવ્યું હતું.

મેં એ મુજબ દીલ્હી પત્ર લખ્યો અને અહીં ન્યુઝીલેન્ડના સરકારી ખાતાને એની નકલ રવાના કરી. દીલ્હીથી આજે દસ વર્ષ સુધીમાં મને એ પત્રની પહોંચની કે મને કોઈ પ્રકારનું પેન્શન મળી શકે કે કેમ એ અંગે કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર મળ્યો નથી. અને મને નથી લાગતું કે ન્યુઝીલેન્ડ સરકારને પણ કોઈ જવાબ મળ્યો હશે. હા, હું જાણું છું કે મને આવું કશું પેન્શન ભારત સરકાર દ્વારા મળવાની શક્યતા કદાચ નથી, પણ આપણા દેશનાં સરકારી ખાતાં અને અહીંનાં સરકારી ખાતાંઓની કાર્યપદ્ધતીમાં સૌજન્ય બાબત કેવો આસમાન-જમીનનો ફેર છે તે આના પરથી જોઈ શકાય એ આશયથી જ આ લખ્યું છે.

આ લખ્યા પછી અહીં વેલીંગ્ટનમાં ભારતીય હાઈકમીશનનો એક ભાઈને થયેલો અનુભવ જાણવા મળ્યો છે, જેમાં હાઈકમીશ્નરની ઉજળી બાજુનો અનુભવ પણ છે, અને એમની ઑફીસમાં કામ કરનારની તુમાખીનો અનુભવ પણ છે. એ માટે એક અલગ પોસ્ટ બીજી જરુરી વીગતો મળશે ત્યારે લખવા વીચારું છું.

Advertisements

ટૅગ્સ: ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: