ગાંધીજીની પ્રતીમાનું અનાવરણ

ગાંધીજીની પ્રતીમાનું અનાવરણ

(વેલીંગ્ટન ભારતીય મંડળના હૉલના પટાંગણમાં ગાંધીજીની પ્રતીમાના અનાવરણ પ્રસંગે)

જે કંઈ સારું વાંચવા-જાણવામાં આવે તેનો પ્રયોગ કરવામાં-જીવનમાં ઉતારવામાં ગાંધીજી બહુ શરુઆતથી જ માનતા. રસ્કીનનું “Unto This Last”  પુસ્તક એમણે વાંચ્યું – જેનો ગુજરાતીમાં ગાંધીજીએ પોતે જ “સર્વોદય” શીર્ષક આપી અનુવાદ કર્યો છે- એનો પ્રયોગ સૌ પ્રથમ દક્ષીણ આફ્રીકામાં ત્યાંની સરકાર સામે અને પછીથી આપણા દેશમાં અંગ્રેજ સરકાર વીરુદ્ધ વીશાળ પાયા પર ગાંધીજીએ કર્યો. ભારત પર જ્યારે અંગ્રેજી શાસન હતું ત્યારે કહેવાય છે કે અંગ્રેજી શાસન દુનીયાના એટલા બધા દેશો પર છવાયેલું હતું કે એના પર કદી સુર્યાસ્ત થતો નહીં. આવી બળવાન સત્તાને બળ વાપરીને પરાજીત કરી ન શકાય. પરંતુ ગાંધીજીએ તો ” દેદી હમેં આઝાદી બીના ખડગ બીના ઢાલ” દુનીયાના ઈતીહાસમાં સૌ પ્રથમ વાર યુદ્ધ વીના એક વીદેશી શાસનનો અંત આવ્યો. છતાં એમાં કોઈનો જય કે પરાજય ન હતો. ગાંધીજીની એ ખુબી હતી.

 

ગાંધીજીએ જીવનનાં લગભગ બધાં જ પાસાંને આવરી લીધાં છે. ટુંકા સમયમાં એ બધાંનો ઉલ્લેખ પણ ન થઈ  શકે, આથી અહીંના સમાજને અને આજના સમયને ધ્યાનમાં રાખી માત્ર બેત્રણ વાતોનો ઉલ્લેખ કરવા ધારું છું.

 

ગાંધીજીએ આધુનીક સમયમાં રાજકારણમાં ધર્મ દાખલ કર્યો- આજે એથી વીપરીત ધર્મમાં રાજકારણ જોવા મળે છે. અંગ્રજી શાસન સામે ગાંધીજીએ ઝુંબેશ ઉપાડી પણ અંગ્રેજો પ્રત્યે કોઈ દ્વેષ-દુશ્માનાવટની ભાવના ન હતી. ગાંધીજી તો ગીતામાં શ્રી કૃષ્ણે વર્ણવેલ એક નીષ્કામ કર્મયોગી હતા. નીષ્કામ સેવાનું એમણે જે ઉદાહરણ પુરું પાડ્યું તે અજોડ છે. ચીનને માઓત્સે તુંગે રાજાશાહીથી મુકત કર્યું, અને પોતે જ પ્રમુખના સિંહાસને બેસી ગયા. ચીનને ખુબ સમૃદ્ધ અને બળવાન પણ એમણે કર્યું, છતાં આજે તેઓ લગભગ ભૂલાઈ ગયા છે. પરંતુ ગાંધીજીએ ભારતને આઝાદી અપાવ્યા બાદ કદી કોઈ હોદ્દાની અપેક્ષા રાખી ન હતી. એટલું જ નહીં એમણે તો આઝાદીની ચળવળમાં સક્રીય ભાગ લેનાર કોંગ્રેસને પણ એક રાજકીય પક્ષ તરીકે ચાલુ ન રાખતાં સેવા-સંસ્થામાં પરીવર્તીત કરી દેવાનો આગ્રહ રાખ્યો હતો. જો કે સ્વાર્થી કોંગ્રેસીઓએ ગાંધીજીની એ વાત સ્વીકારી નહીં અને એનો અંજામ આજે કેવા ભ્રષ્ટાચારમાં આવ્યો છે તે સહુ જોઈ શકે છે. ગાંધીજીની નીષ્કામ સેવાને કારણે આજે પણ તેઓ લોકોની સ્મૃતીમાં જીવંત છે. પરંતુ દુઃખની વાત છે કે ગાંધીજીની આ શુદ્ધ સેવા-ભાવના આજે બહુ જ વીરલ બની ગઈ છે.

 

ગાંધીજીનું બીજું મહત્ત્વનું પ્રદાન અસ્પૃશ્યતા નીવારણ. સાબરમતી આશ્રમમાં એમણે એક હરીજન કુટુમ્બને લાવીને વસાવેલું. ગાંધીજીએ કહ્યું હતું કે અસ્પૃશ્યતા એ હીન્દુ ધર્મનું કલંક છે. છતાં આજે પણ ઉત્તર ભારતમાં હરીજનોને જીવતા સળગાવી દેવામાં આવે ત્યાં સુધીનો જુલમ થાય છે. નાત-જાતના ભેદભાવ ધર્મના નામે ચલાવવામાં આવે છે, જે ખરેખર ધર્મ નથી પણ અધર્મ છે.

 

આઝાદી મળ્યા પછી કોંગ્રેસને એક રાજકીય પક્ષ તરીકે વીસર્જીત કરી દઈ એને સમાજ-સેવાની સંસ્થામાં બદલી નાખવાનું ગાંધીજીએ કહેલું તે આ પહેલાં મેં કહ્યુ. જો આ રીતે તે સમયના  બધા જ કોંગ્રેસીઓ સત્તા પાછળ ન પડતાં સેવામાં પડ્યા હોત તો કદાચ દેશની તાસીર આજે જુદી હોત. વીનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણ જેવા બહુ જ ઓછા સેવકો ગાંધી ચીંધ્યા માર્ગે ગયા, જે સંખ્યા સાવ નજીવી હોવાથી બહુ અસરકારક ન થઈ શકી, અને તેથી જ કદાચ આજે રાજકારણ સાવ ભ્રષ્ટ થઈ ગયું છે.

 

આપણા ભારતીય મંડળના ભવનના પ્રવેશ દ્વાર આગળ ગાંધીજીની આ સુંદર પ્રતીમા આપણને બધાને એમની નીસ્વાર્થ સેવા-ભાવનાની યાદ અપાવતી રહે એવી અભ્યર્થના.

 

 

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: