ગેસ, અપચો અને ખાટા ઓડકાર

ઉપચાર તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

નીચેની માહીતી ભાઈશ્રી બી.જે. મિસ્ત્રીના સૌજન્યથી આપવામાં આવે છે. એમના તરફથી મળેલ ઈમેઈલમાં આ માહીતીનો પ્રચાર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આમાંના કેટલાક ઉપાય મારા બ્લોગમાં આવી ગયા હશે. લગભગ આ બધા ઉપાયો પીત્ત પ્રકૃતીવાળાએ કરતાં પહેલાં પ્રમાણ બાબત કાળજી લેવી, અને પ્રતીકુળ અસર જણાય તો પ્રયોગ ચાલુ રાખવા ન જોઈએ, કે ઔષધોનું પ્રમાણ ઘટાડી દેવું.

ગેસ, અપચો અને ખાટા ઓડકાર

૧. જીરુ પાવડર સાથે થોડી હીંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દુર થાય છે.

૨. મેથી અને સુવાનું શેકી ચુર્ણ બનાવી પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે.

૩. દરરોજ રાત્રે સુતાં પહેલાં ગળ્યા દુધમાં બે ચમચી ઈસબગુલ નાખી લવણભાસ્કરની ફાકી કરવાથી વાયુની તકલીફ દુર થાય છે. જોકે ઈસબગુલ લાંબો સમય લેવાથી સ્નાયુઓ જકડાઈ જાય છે.

૪. ૨૫ ગ્રામ મેથી અને ૨૫ ગ્રામ સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચુર્ણને પછી એક એરટાઈટ ડબામાં મુકી દેવું. દીવસમાં ત્રણ વાર ૫-૫ ગ્રામ ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે મટી જાય છે.

૫. ગોળ અને સુંઠને ભેળવી દીવસમાં ત્રણ વાર લેવાથી વાયુનો નાશ થાય છે.

૬. ખુબજ વાયુ થયો હોય તો, દીવસમાં ત્રણવાર ૫ ગ્રામ અજમો ગરમ પાણીમાં ચાવી જવો. જેના કારણે પેટના દુખાવામાં અને ડાબી બાજુના હૃદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સીંધવ મીઠુ અને લીંબુના રસનાં બે-ત્રણ ટીંપાં પણ અકસીર ઈલાજ છે.

૭. ગેસની તકલીફ દુર કરવા, શેકેલા કાચકા અને મરી સરખા ભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસ રાહત મળે છે.

૮. વાયુના નીકાલ માટે સુંઠ, સંચળ અને અજમો ભેગાં કરી, સોડા બાયકાર્બન સાથે પાણીમાં ભેળવી પીવું.

૯. ગેસના દર્દીએ રોજ તુલસીના રસમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઈએ.

૧૦. તુલસી મળવી મુશ્કેલ હોય તો, ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઈએ.

મોટાભાગના રોગનું મુળ ગેસ છે.

Advertisements

ટૅગ્સ: , , , , , ,

2 Responses to “ગેસ, અપચો અને ખાટા ઓડકાર”

 1. mitul chaudhari Says:

  10 mo upay che tema praman ketlu levu? limbu ketlu ane pani ketlu? ane a kyare levu. hu gas acidity no dardi 6u. mane yogya upay batavo.
  thank you

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે મિતુલભાઈ,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   વૃદ્ધાવસ્થામાં પાચનશક્તી નબળી પડવાને કારણે ગૅસની તકલીફ વધે છે. કેટલાક લોકોની પ્રકૃતી પણ વાતપ્રધાન હોય છે. મને સ્મરણ છે કે બાલ્યાવસ્થાથી જ મને નળબંધ વાયુનો દુખાવો સતાવતો અને વાયુના હરસ પણ થતા. કમરના દુખાવાનું કારણ પણ વાયુ હોય છે, જે મને અવારનવાર થતો રહે છે. (મારી ઉંમર ૭૬ વર્ષની છે.) આ માટે હવે ઘણા લાંબા સમયથી હું ગરમ પાણીમાં સવારે નરણા કોઠે લીંબુનો રસ લઉં છું. આથી મારું કમરદર્દ કંઈક અંશે કાબુમાં રહે છે. પરંતુ જેમની પીત્ત પ્રકૃતી હોય તેમને લીંબુ અનુકુળ ન આવે.
   લીંબુ સવારે કશું ખાધાપીધા વીના લેવું જોઈએ. એનું પ્રમાણ પોતાની પ્રકૃતીને માફક આવે તે મુજબ રાખવું. બને ત્યાં સુધી એમાં બીજું કશું નાખવું નહીં, આમ છતાં યોગ્ય ચીકીત્સકની રુબરુ મુલાકાત લઈ ઉપચાર કરવો હીતાવહ છે. ખાવાના કલાકેક પહેલાં પણ લીંબુ લઈ શકાય, પણ ખાધા પછી તરત કદી લીંબુ લેવું નહીં.

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh-NZ
   Ph. 64 4 3872495 (H)
   64 21 161 1588 (Mob)
   My blog:
   https://gandabhaivallabh.wordpress.com/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: