અહંકાર

અહંકાર

સૌ પ્રથમ આપણે એ સમજી લેવું જોઈએ કે માન કે અપમાન બેમાંથી એકેનું અસ્તીત્વ નથી. બંને મીથ્યા છે. તેવું જ પ્રશંસા અને નીંદા વીષે પણ. આપણા અહંકારને પોષવામાં આવે ત્યારે આપણને સન્માન મળ્યા જેવું લાગે છે અને જ્યારે અહંકારને ધક્કો પહોંચે ત્યારે આપણને અપમાન લાગે છે. માન અને અપમાન બંને અહંકારના અનુભવ છે, અને અહંકાર એક અસત્ય છે, એક ભ્રમણા.

 

અહંકાર આપણા જીવનનું એક સૌથી મોટું અસત્ય છે. આપણે ખરેખર શું છીએ તે આપણે જાણતા નથી. ખરેખર આપણે જે છીએ, પણ આપણે જાણતા નથી તે છે ચૈતન્ય. અને જે આપણે નથી પરંતુ આપણે માનીએ છીએ કે આપણે છીએ તે છે અહંકાર. અહંકાર એ એક કાલ્પનીક તત્ત્વ છે. એના વીના આપણે જીવી ન શકીએ, એનું એક માત્ર કારણ આપણા સત્ય વીષે આપણે અજાણ છીએ. આપણા સત્ય માલીક વીષે આપણે જાણતા ન હોવાથી આપણે એક મીથ્યા માલીક ઉભો કરેલો છે.

 

આપણે આપણા સાચા કેન્દ્ર વીષે સંપુર્ણ અજાણ છીએ, અને કેન્દ્ર વીના જીવવું અશક્ય હોવાથી આપણે એક મીથ્યા કેન્દ્ર ઉભું કર્યું હોય છે. આપણે આ મીથ્યા કેન્દ્રની આસપાસ ઘૂમરાઈએ છીએ. આ મીથ્યા કેન્દ્ર તે અહંકાર. જે કંઈ આ કેન્દ્રને ગમતું હોય તેને આપણે માનની નજરે જોઈએ છીએ અને જે એને દુઃખદાયક હોય તેને અપમાન. પરંતુ અહંકાર પોતે જ એક મીથ્યા હકીકત હોવાથી એના વડે થતા અનુભવો પણ અસત્ય જ છે.

 

લાઓત્સે કહે છે “જ્યારે આપણાં કોઈ વખાણ કરે ત્યારે આપણને સારું લાગે છે; જ્યારે કોઈ આપણી નીંદા કરે ત્યારે આપણને દુઃખ થાય છે.” જાણે એમ લાગે છે કે આપણને સુખ કે દુઃખ બીજા કોઈ દ્વારા મળે છે, પરંતું સુખદુઃખનું મુળભુત કારણ તો આપણી અંદર જ છે- અને તે છે આપણો અહંકાર. જે મનુષ્યમાં અહંકાર નથી તેને બીજા તરફથી સુખ કે દુઃખ મળી શકતાં નથી. અને જેને સુખ કે દુઃખ પહોંચી શકતાં નથી તે આનંદમાં મગ્ન છે.

 

Advertisements

ટૅગ્સ:

6 Responses to “અહંકાર”

 1. Purvi Malkan Says:

   Ahankar karvo pan joie gandabhai tevu maru manavu chhe. parantu kya, koni paase ane kevo karvo joie te shikhvu jaroori chhe.

  purvi.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે પૂર્વીબહેન,
   મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ લખવા બદલ હાર્દીક આભાર.
   ખરેખર અહંકાર એક કાલ્પનીક બાબત છે. જેનાથી સુખ કે દુખ મળી શકે. એ કલ્પના તમને સુખદુખ મેળવવામાં જરુરી લાગતી હોય તો એ તમારી પસંદગી છે. પણ જેને અહંકારથી મુક્તી મળી હોય તે સુખદુખથી મુક્ત બને છે અને આનંદને ઉપલબ્ધ થાય છે. આનંદ એ દુખનો વીરોધી શબ્દ નથી, કે સુખનો પર્યાય નથી. સુખ-દુખમાં ઉત્તેજના હોય છે, આનંદ ઉત્તેજનારહીત હોય છે. વીવીધ રમતોમાં ખેલાડીઓના નીરીક્ષણથી આ હકીકત જોઈ શકાશે, કે સુખદુખ અહંકારથી પેદા થાય છે અને ઉત્તેજીત કરનાર છે.

 2. hemapatel Says:

  બહુજ સુંદર આત્મ ચિંતન !

  મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર આ ચાર ભેગા મળીને કામ કરતા હોય છે, અને તેને જ આપણુ મન કહે છે.
  જ્યારે વિચારે ત્યારે બુધ્ધિ.
  કોઈ વસ્તુનુ ચિંતન કરે ત્યારે ચિત્ત.
  અભિમાન કરે ત્યારે અહંકાર. આ સર્વે મનના જ વિભાગ ગણાય. એટલે માન અપમાન, સુખ-દુખ એ તો મનના જ ખેલ છે. ખરેખર તો સુખ- દુખ જેવું કંઈ છે જ નહી.આપના કહેવા પ્રમાણે સાચે જ તે સર્વે મિથ્યા છે.

 3. અનામિક Says:

  Ahankaar is nothing but, my false realization of ‘I’ as my body.
  When I forget myself I am the One.
  Try to figure out; if ‘I’ don’t exist, how can other things related to me will exist.
  And this is the only secret to be God.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: