કફપ્રકોપ

ઉપચાર તમારા આરોગ્ય નીષ્ણાતની સલાહ અનુસાર કરવા. આ આપવાનો હેતુ માત્ર શૈક્ષણીક છે, જાતે પોતાનો ઉચાર કરવા માટે નહીં.

કફપ્રકોપ તાજેતરમાં મને થયેલ કફપ્રકોપનો અનુભવ: ગઈ દીવાળી-નવાવર્ષ સમયે મારાં પત્નીએ બનાવેલ મીઠી એટલે ખાંડવાળી વાનગીઓ મેં કંઈક વધુ પ્રમાણમાં આરોગી હતી. આ પછી થોડા દીવસમાં જ મને ગળામાં કંઈક અણખટ થવાની શરુ થઈ હતી. જો કે મને એનું કારણ તે સમયે તો સમજાતું ન હતું. એટલે કે આ અણખટ મેં વધુ પડતી મીઠાઈ ખાધી હતી તેનું પરીણામ છે એવો ખ્યાલ આવ્યો ન હતો. આ પછી જાન્યુઆરીમાં મારી ગ્રાન્ડડોટરની વર્ષગાંઠ આવી. ગળાની મારી તકલીફ દુર થઈ ન હતી. અને વર્ષગાંઠ નીમીત્તે રાખેલા ભોજન બાદ ડેઝર્ટમાં મને કંઈક વધુ પડતી કેક મારી ગ્રાન્ડડોટરે પીરસી દીધી અને મને એ છાંડવાનું ઠીક ન લાગ્યું.

મને આ ઠંડા મુલકમાં પણ હાલ ખાસ શરદી થતી નો’તી. પણ આ વર્ષગાંઠ બાદ મને સખત શરદી થઈ ગઈ. મને લાગે છે કે દીવાળી સમયે મેં વધુ પડતી મીઠાઈ ખાધી હતી એનાથી કફ થયો હતો જે મને મારા ગળામાં અણખટરુપે અનુભવાતો હતો. શરદી થતાં એ કફ નીકળવો શરુ થયો. આ કફ દુર કરવા મેં ગરમ ઔષધો સુંઠ, મરી અને ગંઠોડા લેવાનું શરુ કર્યું. શરુઆતમાં નાકમાંથી પાણી નીકળવાની જે તકલીફ હતી તે માત્ર એક-બે દીવસમાં જ આ ગરમ ઔષધોથી દુર થઈ, અને ઘટ્ટ કફ ઝડપથી દુર થવા લાગ્યો. એકાદ વીકમાં કફની બધી તકલીફ દુર થઈ ગઈ. આથી ગળામાં જે અણખટ થતી હતી તે પણ મટી ગઈ.

Advertisements

Tags: , , ,

6 Responses to “કફપ્રકોપ”

 1. Anonymous Says:

  KHUB J SARAS UPCHAR JANAVEL 6E
  THANK YOU…..

 2. ગોવીન્દ મારુ Says:

  Kindly give quantities of garm aushadhs you had taken. ..

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે ગોવીંદભાઈ,

   મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ લખવા બદલ હાર્દીક આભાર.

   આ ગરમ ઔષધો કે બીજાં અન્ય ઔષધોનું પ્રમાણ દરેકની પ્રકૃતી પર આધાર રાખે છે. જો કોઈ વાર કોઈકે પ્રમાણ લખ્યું હોય તો તેમાં પણ તમે પોતાની પ્રકૃતીને અનુકુળ આવે એ રીતનો ફેરફાર કરી શકો, એટલું જ નહીં હું માનું છું કે ફેરફાર કરવો જ જોઈએ. કેમ કે બધાંને એક સરખું પ્રમાણ અનુકુળ આવી ન શકે. બે પીત્ત પ્રકૃતી ધરાવનારા પણ એક સરખા હોતા નથી, તેમના પીત્તના પ્રમાણમાં તફાવત હોઈ શકે, અને ઔષધો પચાવવાની ક્ષમતા અલગ હોઈ શકે. કુદરત કદી ડુપ્લીકેટ બનાવતી નથી હોતી. બે આઈડેન્ટીકલ ટ્વીન બાળકો પણ સાવ સરખાં નથી હોતાં. ઝાડ પરનાં બે સરખાં દેખાતાં પાંદડાં પણ સાવ સરખાં નથી હોતાં.

   Thank you.

   Best regards.

   Gandabhai Vallabh-NZ

   My blog:

   https://gandabhaivallabh.wordpress.com/

 3. Rina Says:

  Many thanks for this but i had brain cough. can u have any idea.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: