અપુરતા ધાવણની સમસ્યા

ઉપાયો પોતાના આરોગ્ય ચીકીત્સકની દેખરેખ અને સલાહ અનુસાર કરવા. અહીં આ આપવાનો હેતુ માત્ર શૈક્ષણીક છે.

અપુરતા ધાવણની સમસ્યા

બાળક માટે માનું ધાવણ પુરતું ન હોય તો એ વધારવા માટે કેટલીક વાર મીત્રોની સલાહ અનુસાર લોકો નુસખા અજમાવે છે, જે ખોટી માહીતી પર આધારીત હોઈ શકે. આ પ્રકારની નુકસાનકારક માહીતી પેઢી દર પેઢી ચાલતી રહે છે. દાખલા તરીકે કેટલાક લોકો પરંપરાથી માનતા હોય છે કે બીઅર કે તાડી પીવાથી ધાવણ વધે છે. ખરેખર આહારશાસ્ત્રીઓના મતે આ સાવ ભ્રામક માન્યતા છે. આલ્કોહોલની બાળકોના સ્વાસ્થ્ય પર કાયમી વીપરીત અસર થઈ શકે છે. જેમ કે બ્રેઈનડેમેજ. આથી ધાવણની સમસ્યાનો ઉપાય કરતાં પહેલાં એનું કારણ જાણવું જરુરી છે. અને એ અનુસાર એનો ઉપાય કરવો જોઈએ.

 ધાવણ ઘટી જવાનાં શક્ય કારણો:

 • બાળકને બ્રેસ્ટફીડીંગ કરાવવાનો વધુ પડતો લાંબો સમયગાળો: બાળક લાંબા સમય સુધી માથી વીખૂટું રહેતું હોય તો ધાવણનું પ્રમાણ ઘટી જાય, કેમ કે ધાવણના ઉત્પાદન માટે ચોક્કસ સમયગાળામાં બાળક વડે ચુસવાની ઉત્તેજના મળતી રહેવી જોઈએ. એટલું જ નહીં બાળકને પુરતા લાંબા સમય સુધી વળગાડેલું રાખવું પણ જરુરી હોય છે. જો જરુરી સમય સુધી બાળકને ધાવતું રાખવામાં ન આવે તો વારંવાર ગમે તેટલી વાર ધવડાવવા છતાં દુધનું પ્રમાણ ઘટી જવાની શક્યતા છે. વધુમાં સ્તનોમાંથી ધાવણ પુરેપુરું ખાલી કરવાની પણ જરુર હોય છે જેથી મગજને સ્તનોને ફરીથી ભરવાનો સંદેશો મળી શકે.

•           સ્ટ્રેસ: નોકરી-ધંધામાં વ્યસ્ત માતાઓ બાળકોથી લાંબા સમય સુધી વીખુટી રહે છે. એનાથી તેમને સ્ટ્રેસની સમસ્યા રહે. વળી એને કારણે એમના હોરમોનનું બેલેન્સ ખોરવાઈ જાય છે. આથી ધાવણનું પ્રમાણ ઘટે છે.

•           શારીરીક સમસ્યા: જેમાં સ્તનની ડીંટડી યોગ્ય સ્થીતીમાં ન હોવી, સ્તનનું ઓપરેશન કરવામાં આવ્યું હોય કે જીભ અમુક રીતે વળેલી સ્થીતીમાં બાળક જન્મ્યું હોય, જેથી એ ધાવણ બરાબર ચુસી ન શકતું હોય.

•           બાળકને વળગાડવાની સ્થીતી: બાળકને બ્રેસ્ટફીડીંગ વખતે યોગ્ય રીતે વળગાવવામાં ન આવ્યું હોય તો દુધના પ્રવાહ પર અસર થતાં ધાવણ ઘટી જઈ શકે.

•           યોગ્ય પ્રકારના સમતોલ આહારનો અભાવ: જેમાં ખાસ ભાર વીટામીન અને મીનરલ પર મુકવામાં આવે છે.

આમ ઉપરોક્ત કારણો પૈકી કોઈ એક કે વધુ જે કારણો લાગુ પડતાં હોય તેનું નીવારણ કરવાથી ધાવણની સમસ્યા દુર કરી શકાય.

 

Advertisements

ટૅગ્સ:

2 Responses to “અપુરતા ધાવણની સમસ્યા”

 1. Nizarmomin Says:

  My child is surfing by cold & cof

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે,

   મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર. આપના પ્રશ્ન બાબત મારી પાસે નીચે મુજબ માહીતી છે.

   ઉપાયો આપના આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ ઉપાયો ગરમ હોવાથી આપના બાળકની પ્રકૃતીને પ્રતીકુળ પણ હોઈ શકે. વળી ઔષધનું પ્રમાણ બાળકની પ્રકૃતી અને ઉંમરને લક્ષમાં રાખી નક્કી કરવું.

   બાળકોને કફ (૧) ચણાની દાળથી સહેજ ઓછા પ્રમાણમાં પાપડખાર અને ગોળ એકત્ર કરી, તેમાં જરાક ધાવણ મેળવી બાળકને પીવડાવવાથી કફ છુટો પડે છે, બાળકની સસણી મટે છે.

   (૨) નાગરવેલના પાનને એરંડીયું ચોપડી, સહેજ ગરમ કરી, નાના બાળકની છાતી પર મુકી, ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકની છાતીમાં ભરાયેલો કફ છુટો પડી જાય છે.

   બાળકોની શરદી (૧) હળદર અને દુધ ગરમ કરી સહેજ મીઠું અને ગોળ નાખી બાળકોનાં શરદી, કફ અને સસણી મટે છે.

   (૨) બહુ નાનાં બાળકોને શરદીમાં મધ અને આદુનો રસ ભેગાં કરી સેવન કરાવવાથી રાહત થશે.

   (૩) સ્તનપાન કરતાં નાનાં બાળકને માના ધાવણમાં સહેજ જાયફળ ઘસીને પાવાથી શરદીમાં લાભ થાય છે.

   Thank you.

   Best regards.

   Gandabhai Vallabh-NZ

   My blog:

   https://gandabhaivallabh.wordpress.com/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: