ગુલ આતમનાં

 

ગુલ આતમનાં

 ગુલ આતમનાં અમ ખીલવવા

જગબાગ મનોરમ મ્હોરવવા

મૃદુ રંગ સુગંધિત રેલવવા

બલ દે પ્રભુ સૌરભ દે અમને

દૃઢ સંયમના તટમાં વહેતી

અમ જીવનની સરિતા સરતી

જગ સાગરમાં ભળવા ધપતી

બલ દે પ્રભુ ગૌરવ દે અમને

હૃદયે જગક્રંદનને ભરવા

પ્રણયે જગઘર્ષણ હોલવવા

શિવસર્જનના પથપે બઢવા

બલ દે પ્રભુ પૌરુષ દે અમને

ગળવા ગરલો વ્યથતા જગને

ઋજુ અમૃતનાં ઉર દે અમને


 

પ્ર. ચી. પરીખશૈક્ષણિકઆયોજનઑગષ્ટ 1973

 

ઑગષ્ટ 1973ના “શૈક્ષણીક આયોજન” નામના માસીકમાં ઉપરોક્ત કાવ્ય મારા વાંચવામાં આવ્યું હતું. આ એક  સુંદર રીતે ગાઈ શકાય એવું ગીત છે. એના શબ્દો અને ભાવથી હું ખુબ જ પ્રભાવીત થયો છું.

અમારા આત્માનાં, ચૈતન્યનાં ફુલો ખીલવવા માટેની ભાવના અમે કરીએ છીએ.  એવાં ફુલો જેનાથી આ જગતરુપી મનોહર બાગ મહોરી ઉઠે. આ મહોરી ઉઠેલા બાગ થકી મૃદુ એટલે કોમળ, મતલબ કે આક્રમક નહીં એવો સુગંધીત રંગ સર્વત્ર રેલાઈ જાય એ માટે હે પ્રભુ અમને એવી સુવાસ પ્રાપ્ત કરવાનું બળ આપો. અહીં જુઓ કવીની શબ્દો બાબતની પસંદગી – રંગ પણ કેવો? કોમળ અને સુગંધી યુક્ત. વળી કવી કહે છે કે ચૈતન્યનાં ફુલો કોઈ શોખ માટે ખીલવવાની અમારી માગણી નથી, પણ જગત રુપી બાગમાં એ સુગંધી રેલાવવી છે, જેથી બાગ સુંદર રીતે મહોરી ઉઠે. હે પ્રભુ! એ માટે અમને જરુરી સુગંધ અને બળ આપો.

અમારા જીવનની સરીતાને બે મજબુત કીનારા છે. કેવા કીનારા? કીનારા શાના છે? દૃઢ સંયમના. આથી જ અમારી આ જીવનગંગા સરળતાથી વહી રહી છે. એનું ધ્યેય છે જગસાગરમાં ભળી જવાનું. આ જગસાગર એટલે શું? આદી અને અનંત ચૈતન્ય. બીજા અર્થમાં બ્રહ્મ. સમગ્ર જીવનનો સ્રોત. એમાં ઓતપ્રોત થવું એટલે મોક્ષ. હે પ્રભુ! અમને એ મોક્ષપ્રાપ્તીનું ગૌરવ પ્રદાન કરો. આ મોક્ષ કંઈ મૃત્યુ પછી મેળવવાનો હોતો નથી. જનક વીદેહીની જેમ એ જીવન પર્યંત જ પ્રાપ્ત કરવાનો હોય છે. અને એ પછી?

જગતનાં દુખોને અમારા હૃદયમાં સમાવી લઈએ. જે વીદેહી હોય તેને માટે જ એ શક્ય બને. જગતમાં ફેલાતી વેરઝેરની આગને અમારા પ્રેમની વર્ષા વડે અમે હોલવી દઈએ, અને એ રીતે સર્વત્ર શુભના પ્રસારણના માર્ગે આગળ વધવા હે પ્રભુ! અમને બળ અને પુરુષાતન પ્રદાન કરો. જગતનાં એ ઝેર ગળી જઈએ એ માટે હે પ્રભુ! અમારા હૃદયને અમૃતથી છલકાવી દો.

અદ્ભુત ગીત!!

 

ટૅગ્સ:

2 Responses to “ગુલ આતમનાં”

 1. niharika Says:

  hu thyroid mate roje jethimadh+fatakdi nu churna madh sathe lau chu to e thyroid mate effective che?? biju koi chruna hoy che thyroid mate, please let me know

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  માફ કરજો બહેન, પણ જેઠીમધ અને ફટકડી મધ સાથે લેવાથી થાઈરોઈડમાં લાભ થાય કે કેમ તેની માહીતી મારી પાસે નથી.
  જેઠીમધ વીશે મારી પાસે નીચેની માહીતી છે.
  જેઠીમધ ત્રીદોષઘ્ન છે. એટલે વાયુ, પીત્ત અને કફ આ ત્રણે દોષોનો નાશ કરે છે. આમ છતાં જેઠીમધ કફના રોગોમાં ખુબ હીતાવહ છે. જેઠીમધ સ્વાદમાં મધુર-મીઠું, સહેજ જ કડવું, રુચીકારક, શીતળ, આંખો માટે હીતાવહ, શોષ, પીત્ત, તરસ તથા વ્રણ અને મોઢાના ચાંદાનો નાશ કરે છે.
  (૧) અડધી ચમચી જેઠીમધનું ચુર્ણ, અડધી ચમચી સીતોપલાદી ચુર્ણ અને એકથી દોઢ ચમચી મધ મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી ખાંસી, શરદી, કફજ્વર, શ્વાસ(દમ), હેડકી, વરાધ વગેરેમાં સારો ફાયદો થાય છે.
  (૨) જેઠીમધના શીરાની સ્ટીક બજારમાં મળે છે. તેના નાના ટુકડા ચુસવાથી ખાંસી મટી જાય છે, તેમ જ બેસી ગયેલો અવાજ પણ ખુલી જાય છે.
  (૩) જેઠીમધ, લીમડાનાં પાન, હળદર, દારુહળદર, સીંધવ, નસોતર અને તલને સરખા ભાગે વાટી ઘી સાથે મીશ્ર કરી લેપ કરવાથી ઘા શુદ્ધ થાય છે અને વેદના પણ મટે છે. ઘા શુદ્ધ કર્યા પછી જેઠીમધ, કડુ, અશ્વગંધા, લોધર, ધાવડીનાં ફુલ અને કાયફળને સમાન ભાગે લઈ ઘી સાથે ખુબ વાટી મલમ બનાવી ઘામાં ભરવાથી અને જરુર જણાય તો પાટો બાંધવાથી ઘા રુઝાઈ જાય છે. ઘા જો ઉંડો હોય તો વૈદ્યની સલાહ લેવી.
  (૪) એક ચમચી જેઠી મધનું ચુર્ણ, એક ચમચી મધ અથવા ઘી સાથે લેવાથી અને ઉપર આરામદાયક ગરમ દુધ પીવાથી અમ્લપીત્ત, આમાશયનો વ્રણ, કબજીયાત, નેત્ર-જ્યોતીની ઝાંખપ, ખાંસી, સ્વરભંગ, અવાજ બેસી જવો, ગળાનો સોજો, તથા શરીરની આંતરીક બળતરા મટે છે.
  યષ્ટીમધુવટી યષ્ટીમધુ એટલે જેઠીમધ. જેઠીમધનો શીરો, વરીયાળી, મીંઢી આવળ, સાકર અને તજ સરખા વજને લઈ ખુબ ખાંડી બારીક ચુર્ણ કરવું. પછી તેમાં ગાયનું દુધ જરુર પુરતું ઉમેરી, ખુબ ખરલ કરી ચણા જેવડી ગોળીઓ બનાવી સારી રીતે સુકવી બાટલી ભરી લેવી. બે-બે ગોળી સવારે, બપોરે અને રાત્રે ચુસવાથી કફ વગરની સુકી ઉધરસ, અવાજ બેસી જવો, ગળાનો દુખાવો, બળતરા, સોજો (ફેરીન્જાયટીસ), કફ, શરદી, સળેખમ વગેરે મટે છે. આ ગોળી સારી ફાર્મસીની લાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય. બજારમાં જેઠીમધના શીરાની નાની-નાની સ્ટીક મળે છે. આ સ્ટીકના નાના ટુકડા ચુસવાથી પણ ઉપર્યુક્ત તકલીફોમાં લાભ મળે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: