શરદીની એક દવા

શરદીની એક દવા

શરદીની આ દવા મેં અજમાવી છે. શરદી વીષે આ પહેલાં મેં વીસ્તૃત માહીતી મારા બ્લોગમાં આપી છે. એ પૈકી આ ઔષધ મેં તાજેતરમાં જ અજમાવ્યું છે, અને સારું પરીણામ મને મળ્યું છે. પણ આપની પ્રકૃતીને અનુકુળ હોય તો જ આનો પ્રયોગ કરવો. કદાચ પીત્ત પ્રકૃતીવાળાં લોકોને આ ઔષધો અનુકુળ ન આવે. મારી પીત્ત પ્રકૃતી નથી.

હરડે, મરી, પીપર, સુંઠ, દરેક ઔષધ ૧૦-૧૦ ગ્રામ લઈ તેમાં ૮૦ ગ્રામ સારો ગોળ (કેમીકલવાળો નહીં) નાખી બરાબર મીક્સ કરી નાની ચમચી જેટલું લઈ ગોળીઓ વાળવી. એને છાંયડે સુકવવી. સવાર-સાંજ એક એક ગોળી પાણી સાથે લેવી.

ગોળી ન વાળવી હોય તો આ મીશ્રણ એક ચમચી જેટલું પાણી સાથે લઈ શકાય. પરંતુ ગોળી જેટલા લાંબા સમય સુધી ચુર્ણ સારું રહે નહીં. આથી ગોળી વાળવી ન હોય તો ચુર્ણ થોડા પ્રમાણમાં જ બનાવવું. એટલે કે ઔષધો ૧૦-૧૦ ગ્રામને બદલે ૫-૫ ગ્રામ લેવાં અને ગોળ ૪૦ ગ્રામ લેવો.

Advertisements

Tags:

9 Responses to “શરદીની એક દવા”

 1. pravinshastri Says:

  ગાંડાભાઈ, સરસ અને ઉપયોગી માહિતી.

 2. Gandabhai Vallabh Says:

  હાર્દીક આભાર પ્રવિણભાઈ.

 3. vinod gohel Says:

  Dear Gandabhai,
  Papaya is a good preventing remedy irrespective of individual’s prakriti. It contains lot of vitamin C.

  Date: Fri, 22 Aug 2014 23:42:31 +0000
  To: vbgohel@hotmail.com

 4. Gandabhai Vallabh Says:

  નમસ્તે વિનોદભાઈ,
  મારા બ્લોગની મુલાકાત લઈ કીમતી માહીતી આપવા બદલ આપનો હાર્દીક આભાર.

 5. Krishnakumar Says:

  Reblogged this on Cyber Health.

 6. iastphonetic Says:

  ગાંડાભાઈ ,

  હરડે, મરી, પીપર, સુંઠ….. આ ચારમાંથી પીપર ભારતીય સ્ટોર માં મળતી નથી.
  પીપર નો અંગ્રેજીમાં શું શબ્દાર્થ છે ?

 7. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  પીપર એટલે ગણદેવીની લાંબી પીપર જે ખાસ વખણાય છે અને સારી ગણાય છે. પીપર તીખી હોવા છતાં ગરમ નથી. પીપરીમુળના ગંઠોડા પીપરના છોડનાં મુળ છે, જે ગરમ હોય છે.
  અહીં વેલીંગ્ટન, ન્યુઝીલેન્ડમાં ભારતીય સ્ટોરમાં ભારતથી (આપણા દેશમાંથી) આવેલ પીપર મળે છે. અહીં એ સ્ટોરના માલીક છે રાજુભાઈ. તેઓ ભારતથી જ એની આયાત કરે છે.

 8. iastphonetic Says:

  ગાંડાભાઈ ,
  નમસ્તે ,
  પીપર નો ગુજરાતી ડીક્ષનેરી માં પણ અર્થ નથી. તમારા ઘરે જો પેકેટ હોય તો તેના ઉપર અંગ્રેજીમાં કયું નામ આપેલ છે ?
  અહી USA ના સ્ટોરમાં મારા સ્થાનની નજીક ઉપલબ્ધ નથી.

 9. ગાંડાભાઈ વલ્લભ Says:

  અંગ્રેજીમાં મરી અને મરચા માટે પણ pepper શબ્દ વપરાય છે. ગુજરાતીમાં આપણે જેને પીપર કહીએ છીએ એને લીંડી પીપર પણ કહે છે. અંગ્રેજીમાં એને માટે long pepper (લોન્ગ પીપર) શબ્દ છે. પીપર નામે એક ઝાડ પણ હોય છે, પણ અહીં જે પીપરની વાત છે તે એક વેલીનાં ફળ છે, જે કાચાં હોય, વેલી પર લીલાં હોય ત્યારે લીલા રંગનાં અને સુકાયા પછી કાળા રંગનાં હોય છે. આ વેલી બહુવર્ષાયુ હોય છે. ‘આર્યભિષક’ ગ્રંથમાં પીપર વીષે વીસ્તૃત માહીતી આપવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: