શ્રાદ્ધ

શ્રાદ્ધ

હીન્દુ ધર્મમાં માણસના મૃત્યુ બાદ દસમા દીવસથી બ્રાહ્મણ દ્વારા શ્રાદ્ધની વીધી કરવામાં આવે છે. સામાન્ય રીતે પીતાનું શ્રાદ્ધ સૌથી મોટો પુત્ર અને માનું શ્રાદ્ધ સૌથી નાનો પુત્ર કરે છે. પરંતુ પુત્ર ન હોય તો દોહીત્ર કે પુત્રી પણ શ્રાદ્ધ કરી શકે. દસ, અગીયાર, બાર અને તેરમાની શ્રાદ્ધ ક્રીયા બાદ દર મહીને, એક વર્ષ પછી અને દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં મૃત્યુની તીથીને દીવસે પણ શ્રાદ્ધ કરવામાં આવે છે. જો મૃત્યુની તીથી યાદ ન હોય તો અમાસને દીવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ તીર્થ ક્ષેત્રમાં પણ ઓછામાં ઓછું એક વાર શ્રાદ્ધ કરવામાં આવે છે.

શ્રાદ્ધક્રીયામાં પ્રથમ તર્પણ કરવામાં આવે છે. એમાં ગતાત્મા કે પીતૃઓને પાણીની અંજલી આપવામાં આવે છે. હીન્દુ ધર્મની માન્યતા અનુસાર એનાથી આ આત્માઓની તરસ છીપે છે. આ પછી વીષ્ણુ ભગવાનની, સુર્યની અને ગતાત્માની પોતાના પીતૃઓ સહીત પુજા કરવામાં આવે છે. અને છેવટે પીંડદાન કરી અન્ય દાન કરવામાં આવે છે કે દાન કરવાનો સંકલ્પ કરવાનો હોય છે.

આ શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ? હીન્દુ ધર્મની માન્યતા અનુસાર આત્મા દેહ છોડ્યા પછી જે સ્થળ પ્રત્યે એનો લગાવ હોય ત્યાં અમુક દીવસો સુધી ભટકતો રહે છે. સામાન્ય રીતે એના નીવાસ સ્થાનની આસપાસની શક્યતા વધુ છે. આથી દેહના અગ્નીદાહ કે ભુમીદાહ પછી તરત જ અને એ પછી તેર દીવસ સુધી કાગવાસ કે અન્ય પક્ષીઓને ખાવાનું આપવાનું શરૂ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાગડા સુક્ષ્મ શરીરધારી આત્માને જોઈ શકે છે અને એની બહુ જ નજીક હોય છે. આથી એમને તૃપ્ત કરવાથી આત્માઓ તૃપ્ત થાય છે. એક ખ્યાલ એવો પણ છે કે આત્મા તો એક જ છે. કાગડાનો આત્મા અને મનુષ્યનો આત્મા જુદા નથી. ધાર્મીક ક્રીયા દરમિયાન એ પણ યાદ અપાવવામાં આવે છે કે આ જે કંઈ છે તે મારું નથી. સામાન્ય સંજોગોમાં દેહ છોડ્યા પછી બાર-તેર દીવસ સુધી આત્માને સ્થુળની સ્મૃતી જળવાયેલી રહે છે. આથી તેરમાના દીવસે જે કંઈ દાન કરવું હોય તેનો સંકલ્પ કરી દેવાનો હોય છે. કેમ કે ગતાત્માએ પ્રાપ્ત કરેલું તેની ઈચ્છા મુજબ અર્પણ કરી દેવું જોઈએ. આ એક બહુ જ ઉમદા સમાજવાદી વીચાર ધર્મમાં દાખલ કરવામાં આવેલો, પણ લોકોની સ્વાર્થવૃત્તીને લીધે એ બધું હવે કોઈ પાળતું નથી. જો એનો અમલ કરવામાં આવે તો સમાજમાં આજે ગરીબ અને તવંગર વચ્ચે જે ઘણું મોટું અંતર છે તે એકદમ ઘટી જાય.

દર વર્ષે શ્રાદ્ધ શા માટે? હીન્દુ ધર્મની માન્યતા મુજબ આત્મા જ્યાં સુધી મોક્ષ ન મેળવે ત્યાં સુધી એ જન્મ ધારણ કરતો રહે છે. જ્યારે એને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય ત્યારે એને કોઈ પણ પ્રકારની વાસના રહેતી નથી, જેને મોક્ષપ્રાપ્તી કહેવામાં આવે છે. આથી આવા આત્મસાક્ષાત્કારીને ભુમીદાહ દેવામાં આવે છે અને તેની સમાધી બનાવવામાં આવે છે. કેમ કે એને કોઈ પણ જાતની વાસના રહેલી હોતી નથી. આથી આવા આત્મા સ્થુળ શરીરની આસપાસ ઘુમરાતા રહેતા નથી. પણ જેને મોક્ષ નથી મળ્યો તે આત્મા ફરીથી ક્યારે જન્મ ધારણ કરશે તે કહી ન શકાય. વળી એની દેહાસક્તી પણ હોવાની, આથી જો સ્થુળ દેહને બાળવામાં આવે તો આત્માની એની આસપાસ ફરતા રહેવાનો છેદ ઉડી જાય છે. આથી હીન્દુઓમાં અગ્નીદાહની પ્રથા છે. દરેક માટે એ સમય સરખો હોતો નથી. કોઈકને બહુ જ ટુંકા સમયમાં પુનર્જન્મ મળી જાય – ખરેખર તો એ ધારણ કરે. એનો આધાર આત્માની ગુણવત્તા પર રહેલો છે. બહુ જ ઉચ્ચ કોટીના અને તદ્દન નીચ કોટીના આત્માને પોતાને અનુકુળ મા-બાપ જલદી મળી આવતાં નથી, આથી એના પુનર્જન્મને વર્ષોનાં વર્ષો લાગી જાય. જ્યારે સામાન્ય કક્ષાના સરેરાશ આત્માને યોગ્ય મા-બાપ મેળવવામાં મુશ્કેલી નથી હોતી. વળી મૃત્યુ પછી આત્માની સ્મૃતી આગળ જોયું તેમ ૧૨-૧૩ દીવસ સુધી જ રહે છે. પણ કોઈક આત્મા અમુક કારણોસર આ સ્મૃતી અનેક વર્ષો સુધી પણ જાળવી રાખે એવું બની શકે. આથી એવા આત્માને માટે દર વર્ષે શ્રાદ્ધ કરવાની જરૂર રહે. સામાન્ય રીતે વાર્ષીક શ્રાદ્ધ આપણે તે જ વર્ષે મૃત્યુ પામેલ આત્મા માટે કરીએ છીએ પણ તે સમયે આપણા બધા જ પુર્વજો અને અન્ય સગાંસંબંધીઓ, મીત્રો, ગુરુ, નોકરો, પરીચીતો, અપરીચીતો જેમને માટે આવી ક્રીયા ન થઈ શકી હોય તે બધાં ઉપરાંત વૃક્ષોનો પણ સમાવેશ કરવામાં આવે છે. વૃક્ષોમાં પણ આત્મા છે એવી હીન્દુ ધર્મમાં માન્યતા છે. આથી આ બધાંની તૃપ્તી માટે દર વર્ષે શ્રાદ્ધ કરવામાં આવે છે.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “શ્રાદ્ધ”

 1. Vinod Says:

  To me shradh ritual in sanatan dharma came after a long interval of time of Vedic period. There are about 6 billion of non Hindus in the world. What would be happening to souls of these people without shradh? No body has yet known what is soul and what happens to it after death. Unfortunately Hindus have forgotten their original Vedic dharma. Hindus are trapped in so many superstitions and commercialisation of the religion. Remember how and why Buddhists and Jains and shikhs departed from Hinduism. Hindus need to introspect.

 2. Gandabhai Vallabh Says:

  નમસ્તે વિનોદભાઈ,
  આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર. એટલું જ નહીં આ કૉમેન્ટ જોઈ મને ઘણો આનંદ થયો.
  મેં અહીં ઘણાં વર્ષો સુધી હીન્દુ ધર્મની ક્રીયાવીધીઓ કરી છે. (તે દરમીયાન કોઈ કોઈ વાર બે શબ્દો ક્યાંક મારે કહેવાનું થયેલું તે મારા બ્લોગ પર મુકું છું.) એની પાછળ મારો આશય કોઈ અહીંના હીન્દુ સમાજનું શોષણ ન કરે એ હતો. મારી બાબતમાં તો આપના વીચારો સાથે મારી પુરેપુરી સહમતી છે. આથી જ મેં જે લખ્યું છે તેમાં માત્ર હીન્દુ ધર્મની માન્યતા આ મુજબની છે એમ લખ્યું છે. ક્રીયાકાંડ વીશે મેં મારા બ્લોગ પર જે લખ્યું છે તેનો આશય પણ લોકો જો એમાં માનતા હોય તો બીજાના શોષણનો ભોગ બનવા કરતાં જાતે જ વીધીઓ કરી લે એ હતો અને છે. આથી બધી વીધીઓ મેં મારા બ્લોગ પર મુકી છે.
  મારી બાબતમાં તો મેં 1995માં લખ્યું છે:

  મારી અંતીમ ઇચ્છા
  આપ્તજનો અને મીત્રો,
  આપ સહુને અંતીમ નમસ્કાર.
  ૧. આ સ્થૂળ દેહ નષ્ટ થવાને સર્જાયો હતો, આથી શોક કરવાને યોગ્ય નથી. એનો બને તેટલો જલદી અગ્નીસંસ્કાર કરશો.
  ૨. ભસ્મવીસર્જન એવા સ્થળે કરશો કે એનું કશું સ્મરણ ન બચે. પરંતુ એ માટે કોઈને કશો ખર્ચ કે કષ્ટ ન થાય એનું ધ્યાન રાખશો.
  ૩. કોઈ પણ પ્રકારની બારમા-તેરમાની કે બીજી કોઈ ધાર્મીક વીધી કરશો નહીં, બ્રાહ્મણ પાસે તો નહીં જ. જો તમને આ ન ગમે તો પણ કોઈ બ્રાહ્મણને તો બોલાવશો નહીં જ.
  ૪. આમ છતાં ઉપરની ત્રણ પૈકી કોઈ પણ બાબતમાં કોઈનું પણ મનદુઃખ હોય તો તમને ઠીક લાગે તે જ કરશો, અને ઉપર જણાવેલ બાબત ભૂલી જશો.
  ૫. થોડા વખત પહેલાં એક ફ્યુનરલ જોયું, આથી મારા ફ્યુનરલમાં પણ કોઈ પણ જાતનાં ફુલ (ફુલના હાર , ગુચ્છા કે છુટાં ફુલ) વાપરવાં નહીં. છોડ પરનાં એ જીવંત બીચારાં ફુલને નાહકનાં મારી નાખવાની કોઈ જરુર નથી. એ જ રીતે ઘીના દીવાની પણ કોઈ જરુરત નથી.
  ૬. ફ્યુનરલની વીધી બને તેટલી સાદી અને ટુંકી રાખવી. કોઈ ઘોંઘાટીયાં ભજનો ફ્યુનરલ દરમીયાન વાગતાં ન હોય એમ હું ઈચ્છું. (તા. ૬-૯-૨૦૧૪)

  મારી આ છેલ્લી બે ઈચ્છા પુરી કરવામાં ન આવે એમ હું ઈચ્છતો નથી.
  -ગાંડાભાઈ
  વેલીંગ્ટન, રવિવાર તા. ૨૧-૫-૯૫
  My Final Wish
  Relatives and friends,
  I salute you all at the last moment.
  1. This body was born to vanish, therefore it is not worth to be mourned. This body should be cremated as soon as possible.
  2. The ashes should be disposed off in such a way that no one would be able to remember or go there in future for any kind of purpose. But in doing so no one should be in any kind of inconvenience or trouble and no money should be wasted after it.
  3. Not any kind of religious ceremony (like SHRADH on the twelfth day or there after any day) should be done after the death of this body, never by any Brahmin. If you don’t like my this wish at least don’t call a Brahmin.
  4. Even though if someone in the family is not happy of any of above three wishes of mine, you may do whatever you think appropriate and forget about my wishes.
  5. After witnessing a funeral recently, I would like to add this that there should be no flowers of any kind to be used on the funeral day, neither any ghee lamp.
  6. The funeral be very simple, not too long. I wish there will be no noisy prayer songs going on during the funeral. (6-9-2014)

  I would not like at least my last two wishes be not fulfilled.

  -Gandabhai
  Sunday, 21 May 1995
  Wellington

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: