બ્લડપ્રેશર

ઉપાય આપના આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા. આ આપવષનો અશય માત્ર માહીતીનો છે, જાતે રોગના ઈલાજ માટે નહીં.
બ્લડપ્રેશર

બ્લડપ્રેશરમાં નીચેનાં આહારદ્રવ્યો મદદગાર બને છે.
1. ઓટ : ઓટ સારા પ્રમાણમાં સીસ્ટોલીક અને ડાયસ્ટોલીક બંને દબાણમાં ઘટાડો કરે છે. ઓટમાં દ્રાવ્ય તેમ જ અદ્રાવ્ય રેસા (ફાઈબર) હોય છે. સીલેનીયમ નામનું તત્ત્વ પણ એમાં હોય છે, જો કે આપણા શરીરને એની જરુર બહુ જ અલ્પ માત્રામાં હોય છે. સવારના નાસ્તામાં દુધમાં બનાવેલી ઓટની રાબ (પોરીજ) દરરોજ લેવાથી ડાયાબીટીસને પણ કાબુમાં રાખવામાં મદદ મળે છે.
2. પાલખ (સ્પીનીચ): સ્પીનીચમાં મેગ્નેશ્યમનું પ્રમાણ ઘણું સારું હોય છે. મેગ્નેશ્યમ બ્લડપ્રેશર નીચું લાવવામાં ઘણું અસરકારક છે. એનાથી રક્તવાહીનીઓનું પ્રસરણ થાય છે. આથી હૃદયનો બોજો ઘટે છે અને રક્તવાહીનીઓની દીવાલ પરનું દબાણ ઘટે છે. મેગ્નેશ્યમ પગની પીંડી, જાંઘ વગેરેના દુખાવામાં પણ રાહત આપે છે. લોહીના ઉંચા દબાણવાળાને એ ફરીયાદ સામાન્ય રીતે હોય છે.
3. બદામ : બદામમાં એકાંગી અસંપૃક્ત (મોનો અનસેચ્યુરેટેડ) ચરબી એટલે કે લાભદાયી કોલેસ્ટરોલ રહેલું છે. આથી હાનીકારક કોલેસ્ટરોલના પ્રમાણમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત બદામમાં સારા પ્રમાણમાં પ્રોટીન, રેસા, કેલ્સીયમ, મેગ્નેસીયમ અને વીટામીન ઈ હોય છે. બદામને એમને એમ અથવા શેકીને ખાઈ શકાય. એનાથી વજન પણ ઘટાડી શકાય.
4. સોયાબીન : સોયાબીનમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન અને વીટામીન બી સમુહ સારા પ્રમાણમાં હોય છે. એમાં સારાં એવાં શરીરને જરુરી સુક્ષ્મ તત્ત્વો પણ હોય છે. એને સોયાબીન તરીકે, સોય મીલ્કના રુપમાં અથવા ટોફુ તરીકે લઈ શકાય. હૃદયરોગ સામે રક્ષણ આપવામાં પણ એ મહત્ત્વનો ભાગ ભજવે છે.
5. લીલી ચા : ચીનમાં કહેવાય છે: ત્રણ દીવસ સુધી ખાવાનું ન મળે તો ચાલે, પણ એક દીવસ પણ ચા વીનાનો જવો ન જોઈએ. ખાસ કરીને લીલી ચા. (લીલી ચા એટલે એક પ્રકારનું સુગંધી ઘાસ થાય છે તે નહીં, જેને અંગ્રેજીમાં લેમન ગ્રાસ કહે છે, પણ ચાના છોડની ચા.) આ લીલી ચા જ શા માટે? બીજી સામાન્ય ચા તૈયાર કરતી વખતે જેટલું ઓક્સીડેશન કરવામાં આવે છે તેટલું લીલી ચાની પ્રક્રીયામાં કરવામાં આવતું નથી. આથી લીલી ચા કોલેસ્ટરોલ દ્વારા રક્તવાહીનીઓમાં થતા અવરોધ સામે રક્ષણ આપે છે. એમાં ઘણું બધું એન્ટી ઓક્સીડન્ટ હોવાથી એ વૃદ્ધત્ત્વને દુર રાખવામાં પણ સહાય કરી શકે.
6. મચ્છી : મચ્છીમાં ઓમેગા-3 નામે ચરબી હોય છે. આ ચરબી લોહીને જામી જતું અટકાવે છે. એ માટે ચરબીયુક્ત મચ્છી પસંદ કરવી જેમકે ટ્યુના, સાર્ડીન, મકરેલ, સેમન વગેરે જેમાં ઉત્તમ પોષક તત્ત્વો હોય છે. મચ્છીને ભુંજીને કે વરાળથી બાફીને ખાવી સારી, તળીને નહીં.
7. નારીયેળ (તરોફા)નું પાણી : કુદરતે આપણા માટે સરસ રીતે પેક કરીને તૈયાર કરેલું આ તાજગી આપનારું પીણું ખરેખર અમૃત સમાન છે. એમાં જરા પણ કોલેસ્ટરોલ હોતું નથી અને ઓછામાં ઓછી ચરબી હોય છે. એમાં પોટેશ્યમ અને મેગ્નેશ્યમ જેવાં મીનરલ હોય છે જે બ્લડપ્રેશરને ઓછું કરે છે. પરંતુ જો કીડનીની તકલીફ હોય તો પોટેશ્યમની અધીકતાવાળો આહાર સારો નથી. આથી એ લેતાં પહેલાં તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ જરુર લેવી.
8. ડાર્ક ચોકલેટ: ડાર્ક ચોકલેટમાં જે એક પ્રકારનું રસાયણ હોય છે તે રક્તવાહીનીઓને વીસ્તૃત કરે છે, જેથી બ્લડપ્રેશરમાં ઘટાડો થાય છે. ઑસ્ટ્રેલીયાની એડલેઈડ યુનીવર્સીટીમાં થયેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી 5 મીલીલીટર જેટલું બ્લડપ્રેશર ઘટી શકે છે. ડાર્ક ચોકલેટમાં એન્ટીઓક્સીડન્ટ પણ હોય છે જે હૃદયના સ્વાસ્થ્યમાં લાભકર્તા છે. પરંતુ એનું વધુ પડતું સેવન નુકસાન કરે છે. રોજના માત્ર 2-3 ટુકડા જ પુરતા હોઈ શકે.
9. નારંગી: એમાં વીટામીન સી અને પોટેશ્યમ સારા પ્રમાણમાં હોય છે. વધુ પડતું મીઠું (નમક – સોડીયમ) લોહીના ઉંચા દબાણ માટે જવાબદાર ગણાય છે. સોડીયમથી શરીરમાં પાણીનો ભરાવો થાય છે, શરીર ફુલી જાય છે, જે પોટશ્યમથી મટી શકે છે. શરીરનાં સામાન્ય કાર્યો થતાં રહે એ માટે આહારમાં મીઠાના પ્રમાણ કરતાં પોટેશ્યમનું પ્રમાણ વધુ હોવું જોઈએ. નારંગીનો પુરેપુરો ફાયદો ઉઠાવવા માટે એનો રસ કાઢીને પીવા કરતાં આખું નારંગી ખાવું જોઈએ.
10. ચરબી વીનાનું દુધ: દુધમાં કેસીન નામનું પ્રોટીન હોય છે, જે હૃદયના રક્ષણ માટે ઉત્તમ ગણાય છે. વળી દુધમાં પોટેશ્યમ, કેલ્શ્યમ અને વીટામીન પણ ભરપુર હોય છે. ‘હાઈ બ્લડપ્રેશર અટકાવનાર ખાદ્યો’ની ભલામણ મુજબ દરરોજ 3 ગ્લાસ ચરબી રહીત દુધ પીવું લાભકારક છે.
આ દસ મુદ્દા ધ્યાનમાં રાખી એમાં જણાવેલ ખાદ્યોનો તમારા આહારમાં સમાવેશ કરવો. તેમજ વધુ પડતું મીઠું-નમક ખાવાનું છોડી દઈ તમારા શરીરના વજનને કાબુમાં રાખવાથી તમારે બ્લડપ્રેશરની ચીંતા કરવાની મટી જશે. ઉપરાંત સુપાચ્ય, સમતોલ અને આપણી પાચનશક્તી મુજબનો પ્રમાણસર આહાર લેવાનું મહત્વ્ત પણ ભુલવું ન જોઈએ.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “બ્લડપ્રેશર”

  1. Vinod Says:

    Green tea and lemon grass are two different things. Further, even black tea without sugar and milk is good for heart. Flex seed is also a good source of omega-3 fatty acid useful in cholesterol .

  2. Gandabhai Vallabh Says:

    મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ લખવા બદલ હાર્દીક આભાર વિનોદભાઈ.
    મેં ઉપર લખ્યું જ છે, “(લીલી ચા એટલે એક પ્રકારનું સુગંધી ઘાસ થાય છે તે નહીં, જેને અંગ્રેજીમાં લેમન ગ્રાસ કહે છે, પણ ચાના છોડની ચા.)”

    આપે આપેલી માહીતી પણ કીમતી છે. એ માટે પણ આપનો આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: